money laundering Archives - Gujarat Inside - Latest News Today https://www.gujaratinside.com/tag/money-laundering/ Latest News: Today’s News, Top News Headlines, Breaking News India, World News, Entertainment News, Sports News | Latest News Today | Gujarat Inside Mon, 22 Sep 2025 14:06:09 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.9.4 https://www.gujaratinside.com/wp-content/uploads/2025/06/cropped-GUJARAT-32x32.png money laundering Archives - Gujarat Inside - Latest News Today https://www.gujaratinside.com/tag/money-laundering/ 32 32 લાલુ પ્રસાદ યાદવ સામેનો ‘લેન્ડ ફોર જોબ્સ’ કેસ ઝડપથી આગળ વધશે, દિલ્હી કોર્ટમાં રોજિંદી સુનાવણીનો આદેશ https://www.gujaratinside.com/2025/09/22/land-for-jobs-case-lalu-prasad-yadav-daily-hearing-delhi-court/ https://www.gujaratinside.com/2025/09/22/land-for-jobs-case-lalu-prasad-yadav-daily-hearing-delhi-court/#respond Mon, 22 Sep 2025 15:25:20 +0000 https://www.gujaratinside.com/?p=19888 બિહારના પૂર્વ મુખ્યમંત્રી અને આરજેડી પ્રમુખ લાલુ પ્રસાદ યાદવ સામેનો મની લોન્ડરિંગ કેસ હવે ઝડપી ગતિએ આગળ વધશે. દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટએ આ કેસમાં મહત્વપૂર્ણ આદેશ આપતાં જણાવ્યું છે કે લેન્ડ ફોર જોબ્સ કૌભાંડની સુનાવણી હવે 13 ઓક્ટોબરથી દરરોજ યોજાશે. આ કેસમાં લાલુ યાદવ સાથે તેમની પત્ની રાબડી દેવી, પુત્રો તેજસ્વી અને તેજપ્રતાપ યાદવ તથા...

The post લાલુ પ્રસાદ યાદવ સામેનો ‘લેન્ડ ફોર જોબ્સ’ કેસ ઝડપથી આગળ વધશે, દિલ્હી કોર્ટમાં રોજિંદી સુનાવણીનો આદેશ appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
બિહારના પૂર્વ મુખ્યમંત્રી અને આરજેડી પ્રમુખ લાલુ પ્રસાદ યાદવ સામેનો મની લોન્ડરિંગ કેસ હવે ઝડપી ગતિએ આગળ વધશે.

દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટએ આ કેસમાં મહત્વપૂર્ણ આદેશ આપતાં જણાવ્યું છે કે લેન્ડ ફોર જોબ્સ કૌભાંડની સુનાવણી હવે 13 ઓક્ટોબરથી દરરોજ યોજાશે.

આ કેસમાં લાલુ યાદવ સાથે તેમની પત્ની રાબડી દેવી, પુત્રો તેજસ્વી અને તેજપ્રતાપ યાદવ તથા પુત્રીઓ મીસા ભારતી અને હેમા યાદવ આરોપી તરીકે સામેલ છે.

કોર્ટે સ્પષ્ટ કર્યું છે કે તમામ આરોપીઓને કેસ સંબંધિત દસ્તાવેજોની સ્પષ્ટ નકલો આપવામાં આવશે. આ માટે ED, તપાસ અધિકારી અને આરોપી પક્ષના વકીલો સંયુક્ત રીતે કોર્ટ રેકોર્ડની સમીક્ષા કરશે. આથી સ્પષ્ટ થાય છે કે કેસ હવે વધુ વિલંબ વિના આગળ વધશે.

લેન્ડ ફોર જોબ્સ કૌભાંડ શું છે?
આ કેસ 2004 થી 2009 દરમિયાનનો છે, જ્યારે લાલુ પ્રસાદ યાદવ યુપીએ સરકારમાં રેલ્વે મંત્રી હતા. આરોપ છે કે રેલ્વેમાં ગ્રુપ ડી પદોની ભરતી દરમિયાન ઉમેદવારોને નોકરી આપવાના બદલામાં તેમની પાસેથી જમીન સ્વીકારવામાં આવી હતી.

સીબીઆઈએ આ મામલે લાલુ પરિવાર સામે એફઆઈઆર નોંધાવી હતી, જેમાં જણાવાયું છે કે પરિવારના નામે 7 સ્થળોએ જમીન ટ્રાન્સફર કરવામાં આવી હતી.

ઈડીની ચાર્જશીટ મુજબ, આ કૌભાંડમાં આશરે ₹600 કરોડના મની લોન્ડરિંગનો આરોપ છે. આ કેસમાં શરૂઆતની ચાર્જશીટ બાદ હવે પૂરક ચાર્જશીટ પણ દાખલ થઈ ચૂકી છે.

કોર્ટના આદેશ બાદ 13 ઓક્ટોબરથી દૈનિક સુનાવણી શરૂ થવાથી આ મામલો ઝડપી ગતિએ આગળ વધશે તેવી અપેક્ષા છે.

The post લાલુ પ્રસાદ યાદવ સામેનો ‘લેન્ડ ફોર જોબ્સ’ કેસ ઝડપથી આગળ વધશે, દિલ્હી કોર્ટમાં રોજિંદી સુનાવણીનો આદેશ appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/09/22/land-for-jobs-case-lalu-prasad-yadav-daily-hearing-delhi-court/feed/ 0
ઈન્દોર ડબ્બા ટ્રેડિંગ કેસમાં ઈડીની મોટી કાર્યવાહી: 34.26 કરોડની સંપત્તિ જપ્ત, કુલ 58.39 કરોડ સુધી પહોંચી કાર્યવાહી https://www.gujaratinside.com/2025/09/09/indore-dabba-trading-case-ed-seizes-34-crore-property/ https://www.gujaratinside.com/2025/09/09/indore-dabba-trading-case-ed-seizes-34-crore-property/#respond Tue, 09 Sep 2025 15:50:39 +0000 https://www.gujaratinside.com/?p=18937 એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)એ ઈન્દોર ડબ્બા ટ્રેડિંગ કેસમાં મોટી કાર્યવાહી હાથ ધરી છે. તપાસ હેઠળ લગભગ 34.26 કરોડ રૂપિયાની સ્થાવર અને જંગમ સંપત્તિ જપ્ત કરવામાં આવી છે. આ મિલકતો વિશાલ અગ્રવાલ, તરુણ શ્રીવાસ્તવ, હિતેશ અગ્રવાલ, ધર્મેશ ત્રિવેદી, શ્રીનિવાસન રામાસ્વામી, કરણ સોલંકી, ધવલ જૈન અને તેમના પરિવારજનોની હોવાનું કહેવાય છે. ઈડીની આ કાર્યવાહી પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ...

The post ઈન્દોર ડબ્બા ટ્રેડિંગ કેસમાં ઈડીની મોટી કાર્યવાહી: 34.26 કરોડની સંપત્તિ જપ્ત, કુલ 58.39 કરોડ સુધી પહોંચી કાર્યવાહી appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)એ ઈન્દોર ડબ્બા ટ્રેડિંગ કેસમાં મોટી કાર્યવાહી હાથ ધરી છે. તપાસ હેઠળ લગભગ 34.26 કરોડ રૂપિયાની સ્થાવર અને જંગમ સંપત્તિ જપ્ત કરવામાં આવી છે. આ મિલકતો વિશાલ અગ્રવાલ, તરુણ શ્રીવાસ્તવ, હિતેશ અગ્રવાલ, ધર્મેશ ત્રિવેદી, શ્રીનિવાસન રામાસ્વામી, કરણ સોલંકી, ધવલ જૈન અને તેમના પરિવારજનોની હોવાનું કહેવાય છે. ઈડીની આ કાર્યવાહી પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ (PMLA), 2002 હેઠળ કરવામાં આવી છે.

મળતી માહિતી મુજબ, ઈડીની તપાસ ઈન્દોરના લાસુડિયા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી FIRના આધારે શરૂ થઈ હતી, જેમાં ભારતીય ન્યાય સંહિતા, 2023ની વિવિધ કલમો હેઠળ ગુનાઓ નોંધાયા હતા. તપાસ દરમિયાન જાણવા મળ્યું કે આ લોકો V Money/VM Trading, 11Starss, Lotusbook247, 8 Stock Heights, Goldmine, Vertex, Gamebetleague, iBull Capital, Playbook, TargetFX અને World777 જેવા પ્લેટફોર્મ દ્વારા ગેરકાયદેસર ડબ્બા ટ્રેડિંગ અને ઓનલાઈન સટ્ટાબાજી ચલાવતા હતા. રોકાણકારો પાસેથી એકત્રિત થયેલા નાણાં મ્યૂલ બેંક એકાઉન્ટ, હવાલા ચેનલો અને ક્રિપ્ટોકરન્સી મારફતે ફેરવવામાં આવતા હતા.

ડિસેમ્બર 2024 તેમજ જૂન-જુલાઈ 2025 દરમિયાન ઈન્દોર, ભોપાલ, મુંબઈ, ચેન્નાઈ અને અમદાવાદમાં દરોડા પાડવામાં આવ્યા હતા. જેમાંથી દસ્તાવેજો, ડિજિટલ સાધનો, રોકડ, સોનું-ચાંદી અને ક્રિપ્ટોકરન્સી મળી આવી હતી. PMLAની કલમ 50 હેઠળ નોંધાયેલા નિવેદનમાં ખુલાસો થયો કે ગેરકાયદેસર કમાણીનો ઉપયોગ મિલકતો ખરીદવા માટે કરવામાં આવ્યો હતો. મિલકતો પરિવારજનો અને સહયોગીઓના નામે ખરીદવામાં આવી હતી.

હાલ સુધીમાં ઈડીએ 24.13 કરોડ રૂપિયાની ગેરકાયદેસર સંપત્તિ જપ્ત કરી છે, જેમાં રોકડ, મોંઘી ઘડિયાળો, સોનું, હીરા, બેન્ક અને ડીમેટ એકાઉન્ટનો સમાવેશ થાય છે. આ તમામ સંપત્તિઓ ફ્રીઝ કરવામાં આવી છે. કુલ મળીને અત્યાર સુધી 58.39 કરોડ રૂપિયાની સંપત્તિ જપ્ત/ફ્રીઝ કરવામાં આવી છે. ઈડીની તપાસ હાલ પણ ચાલુ છે અને વધુ કાર્યવાહી શક્ય છે.

 

The post ઈન્દોર ડબ્બા ટ્રેડિંગ કેસમાં ઈડીની મોટી કાર્યવાહી: 34.26 કરોડની સંપત્તિ જપ્ત, કુલ 58.39 કરોડ સુધી પહોંચી કાર્યવાહી appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/09/09/indore-dabba-trading-case-ed-seizes-34-crore-property/feed/ 0
કોર્ગેસ ધારાસભ્ય કે.સી. વીરેન્દ્રના ઘરે ED દરોડો: 12 કરોડ રોકડા અને 6 કરોડના ઘરેણાં જપ્ત https://www.gujaratinside.com/2025/08/23/ed-raid-congress-mla-kc-veerendra/ https://www.gujaratinside.com/2025/08/23/ed-raid-congress-mla-kc-veerendra/#respond Sat, 23 Aug 2025 12:46:00 +0000 https://www.gujaratinside.com/?p=17071 સંસદમાં ઓનલાઈન ગેમિંગ બિલ પસાર થવાના એક જ દિવસ પછી એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ કર્ણાટકમાં કોંગ્રેસ ધારાસભ્ય કે.સી. વીરેન્દ્રના ઘરે દરોડા પાડ્યા. દરોડામાં EDએ 12 કરોડ રૂપિયા રોકડા અને 6 કરોડ રૂપિયાના ગહના જપ્ત કર્યા. સમગ્ર તપાસ દરમ્યાન દેશભરના 31 સ્થળોએ દરોડા કરવામાં આવ્યા હતા, જેમાં ગંગટોક, ચિત્રદુર્ગ જિલ્લો, બેંગલુરુ, હુબલી, જોધપુર, મુંબઈ અને ગોવાનો...

The post કોર્ગેસ ધારાસભ્ય કે.સી. વીરેન્દ્રના ઘરે ED દરોડો: 12 કરોડ રોકડા અને 6 કરોડના ઘરેણાં જપ્ત appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
સંસદમાં ઓનલાઈન ગેમિંગ બિલ પસાર થવાના એક જ દિવસ પછી એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ કર્ણાટકમાં કોંગ્રેસ ધારાસભ્ય કે.સી. વીરેન્દ્રના ઘરે દરોડા પાડ્યા. દરોડામાં EDએ 12 કરોડ રૂપિયા રોકડા અને 6 કરોડ રૂપિયાના ગહના જપ્ત કર્યા. સમગ્ર તપાસ દરમ્યાન દેશભરના 31 સ્થળોએ દરોડા કરવામાં આવ્યા હતા, જેમાં ગંગટોક, ચિત્રદુર્ગ જિલ્લો, બેંગલુરુ, હુબલી, જોધપુર, મુંબઈ અને ગોવાનો સમાવેશ થાય છે. ગોવામાં પાંચ કેસિનો પર પણ ED દ્વારા દરોડા કરવામાં આવ્યા.

અહેવાલો અનુસાર, કે.સી. વીરેન્દ્ર મની લોન્ડરિંગ કેસમાં સંડોવાયેલા છે. તપાસમાં જાણવા મળ્યું કે તેઓ કિંગ567, રાજા567 અને અન્ય કેટલીક ઓનલાઈન સટ્ટાબાજી સાઇટ્સ ચલાવતા હતા. તેમજ તેમના ભાઈ કે.સી. થિપ્પાસ્વામી દુબઈથી ત્રણ કંપનીઓ ચલાવે છે – ડાયમંડ સોફ્ટેક, TRS ટેક્નોલોજીસ અને Prime9Technologies, જે કોલ સેન્ટર અને ગેમિંગ વ્યવસાય સાથે સંકળાયેલા છે. અન્ય ભાઈ કે.સી. નાગરાજ અને તેનો પુત્ર પૃથ્વી એન. રાજ પણ આ કારોબારમાં સામેલ હોવાનું જણાવાયું છે.

કર્ણાટકમાં એક અઠવાડિયામાં બીજા કોંગ્રેસ ધારાસભ્ય પણ EDની તપાસ હેઠળ આવ્યા છે. 14 ઓગસ્ટે, કોંગ્રેસ ધારાસભ્ય સતીશ કૃષ્ણા શૈલના ઘરમાં EDએ 1.41 કરોડ રૂપિયા રોકડા અને 6.75 કિલોગ્રામ સોનાના દાગીના જપ્ત કર્યા હતા. તેમના બેંક લોકરો અને અન્ય મહત્ત્વપૂર્ણ દસ્તાવેજો પણ ED દ્વારા જપ્ત કરવામાં આવ્યા. EDએ જણાવ્યું છે કે દરોડામાં મળેલા રોકડા, ગહનાઓ અને બેંક ખાતાઓમાં આવેલી 14.13 કરોડની થાપણો ફ્રીઝ કરવામાં આવી છે.

The post કોર્ગેસ ધારાસભ્ય કે.સી. વીરેન્દ્રના ઘરે ED દરોડો: 12 કરોડ રોકડા અને 6 કરોડના ઘરેણાં જપ્ત appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/08/23/ed-raid-congress-mla-kc-veerendra/feed/ 0
નકલી દૂતાવાસ કૌભાંડ: 10 વર્ષમાં 162 વિદેશ યાત્રા અને ₹300 કરોડનો ફ્રોડ https://www.gujaratinside.com/2025/07/27/fake-embassy-harshvardhan-jain-300cr-scam/ https://www.gujaratinside.com/2025/07/27/fake-embassy-harshvardhan-jain-300cr-scam/#respond Sun, 27 Jul 2025 16:28:19 +0000 https://www.gujaratinside.com/?p=15623 ઉત્તર પ્રદેશના ગાજિયાબાદમાં નકલી દૂતાવાસના કેસમાં ભેજાબાજ હર્ષવર્ધન જૈનની ધરપકડ બાદ સતત નવા ખુલાસા થઈ રહ્યા છે. નોઈડા એસટીએફના અધિકારીઓએ જણાવ્યું કે, કવિનગર સ્થિત તેમના મકાનમાંથી મળેલા દસ્તાવેજોમાં ખુલ્યું છે કે હર્ષવર્ધને એહસાન અલી સૈયદ સાથે મળી વિદેશમાં 25 કંપનીઓ રજિસ્ટર કરી હતી અને અનેક બેંક એકાઉન્ટ પણ ધરાવે છે. તપાસમાં જાણવા મળ્યું છે કે...

The post નકલી દૂતાવાસ કૌભાંડ: 10 વર્ષમાં 162 વિદેશ યાત્રા અને ₹300 કરોડનો ફ્રોડ appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
ઉત્તર પ્રદેશના ગાજિયાબાદમાં નકલી દૂતાવાસના કેસમાં ભેજાબાજ હર્ષવર્ધન જૈનની ધરપકડ બાદ સતત નવા ખુલાસા થઈ રહ્યા છે. નોઈડા એસટીએફના અધિકારીઓએ જણાવ્યું કે, કવિનગર સ્થિત તેમના મકાનમાંથી મળેલા દસ્તાવેજોમાં ખુલ્યું છે કે હર્ષવર્ધને એહસાન અલી સૈયદ સાથે મળી વિદેશમાં 25 કંપનીઓ રજિસ્ટર કરી હતી અને અનેક બેંક એકાઉન્ટ પણ ધરાવે છે. તપાસમાં જાણવા મળ્યું છે કે તેણે છેલ્લા 10 વર્ષમાં 162 વખત વિદેશ પ્રવાસ કર્યો હતો.

એસટીએફના જણાવ્યા મુજબ, હર્ષવર્ધન ₹300 કરોડથી વધુના કૌભાંડમાં સામેલ છે. વિદેશમાં લોન આપવાના નામે તથા હવાલાના ધંધામાં મોટા પ્રમાણમાં ગેરરીતિઓ કરવામાં આવી છે. જાણીતા ચંદ્રાસ્વામીએ હર્ષવર્ધનની મુલાકાત સાઉદીના હથિયાર ડીલર અદનામ ખગોશી અને લંડનમાં એહસાન અલી સૈયદ સાથે કરાવી હતી, ત્યારબાદ અનેક શેલ કંપનીઓ ઉભી કરવામાં આવી.

હર્ષવર્ધન પાસે દુબઈમાં છ, મોરેશિયસમાં એક, યુકેમાં ત્રણ અને ભારતમાં એક બેંક એકાઉન્ટ હોવાનું સામે આવ્યું છે. ઉપરાંત, તે બે પાનકાર્ડ ધરાવે છે. પાસપોર્ટ તપાસમાં ખુલ્યું છે કે 2005 થી 2015 દરમિયાન તેણે યુએઈ (54), યુકે (22) સહિત 19 દેશોમાં 162 વખત પ્રવાસ કર્યો હતો.

પોલીસે તેની કસ્ટડી રિમાન્ડ માટે કોર્ટમાં અરજી કરી છે, જેની સુનાવણી સોમવારે થશે. તપાસ દરમિયાન તેની પાસેથી 12 નાના દેશોના ડિપ્લોમેટિક પાસપોર્ટ પણ જપ્ત કરાયા છે.

The post નકલી દૂતાવાસ કૌભાંડ: 10 વર્ષમાં 162 વિદેશ યાત્રા અને ₹300 કરોડનો ફ્રોડ appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/07/27/fake-embassy-harshvardhan-jain-300cr-scam/feed/ 0
પ્રકાશ રાજ, વિજય દેવરકોંડા સહિત ચાર સ્ટાર્સને EDનું સમન્સ, બેટિંગ એપ મામલે થશે પૂછપરછ https://www.gujaratinside.com/2025/07/21/prakash-raj-vijay-deverakonda-ed-summons-betting-app-case/ https://www.gujaratinside.com/2025/07/21/prakash-raj-vijay-deverakonda-ed-summons-betting-app-case/#respond Mon, 21 Jul 2025 15:23:46 +0000 https://www.gujaratinside.com/?p=15036 એનફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)એ પ્રકાશ રાજ, વિજય દેવરકોંડા, રાણા દગ્ગુબાતી અને લક્ષ્મી માંચૂ સહિત ચાર સ્ટાર્સને સમન્સ મોકલ્યા છે. આ સમન્સ ઓનલાઈન બેટિંગ એપ સાથે સંકળાયેલા મની લોન્ડ્રિંગ કેસને લઈને મોકલાયા છે. EDએ આ કાર્યવાહી સાઈબરાબાદ પોલીસે નોંધેલી FIRના આધારે શરૂ કરી છે. સ્ટાર્સ પર આરોપ છે કે તેઓ ગેરકાયદે બેટિંગ એપનો પ્રમોશન કરીને યુવાનોને આકર્ષિત...

The post પ્રકાશ રાજ, વિજય દેવરકોંડા સહિત ચાર સ્ટાર્સને EDનું સમન્સ, બેટિંગ એપ મામલે થશે પૂછપરછ appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
એનફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)એ પ્રકાશ રાજ, વિજય દેવરકોંડા, રાણા દગ્ગુબાતી અને લક્ષ્મી માંચૂ સહિત ચાર સ્ટાર્સને સમન્સ મોકલ્યા છે. આ સમન્સ ઓનલાઈન બેટિંગ એપ સાથે સંકળાયેલા મની લોન્ડ્રિંગ કેસને લઈને મોકલાયા છે. EDએ આ કાર્યવાહી સાઈબરાબાદ પોલીસે નોંધેલી FIRના આધારે શરૂ કરી છે. સ્ટાર્સ પર આરોપ છે કે તેઓ ગેરકાયદે બેટિંગ એપનો પ્રમોશન કરીને યુવાનોને આકર્ષિત કરતા હતા.

EDએ રાણા દગ્ગુબાતીને 23 જુલાઈ, પ્રકાશ રાજને 30 જુલાઈ, વિજય દેવરકોંડાને 6 ઑગસ્ટ અને લક્ષ્મી માંચૂને 13 ઑગસ્ટે પૂછપરછ માટે હાજર થવા સૂચના આપી છે. FIR મુજબ, આ કેસમાં કુલ 29 સેલિબ્રિટીઝના નામ આવ્યા છે જેમાં નિધિ અગ્રવાલ, પ્રણીતા સુભાષ, અનન્યા નાગલ્લા, શ્રીમુખી, યૂટ્યૂબર હર્ષા સાઈ અને સની યાદવ સહિત અનેક લોકપ્રિય ચહેરાઓ શામેલ છે.

પોલીસની તપાસમાં ખુલ્યું છે કે સ્ટાર્સ દ્વારા પ્રમોટ કરેલી એપ્લિકેશન્સ યુવાનોને ઝડપથી પૈસા કમાવાની લાલચ આપતી હતી. પરિણામે ઘણા યુવાનો આર્થિક મુશ્કેલીઓમાં ફસાઈ ગયા હતા. ED હવે આ સ્ટાર્સને પૂછપરછ દ્વારા જાણી રહી છે કે તેમણે કેટલાં પૈસામાં એપનો પ્રમોશન કર્યો હતો, તેમને કેટલા પૈસા મળ્યા, કેવો ટેક્સ ભરાયો અને આ તમામ વિગતો કેવી રીતે સંચાલિત થઈ.

આ સમગ્ર કેસની શરૂઆત મિયાપુરના ઉદ્યોગપતિ ફણીન્દ્ર શર્માની ફરિયાદથી થઈ હતી. તેઓએ જણાવ્યું કે આ પ્રકારના પ્રમોશનથી મધ્યમ વર્ગના પરિવારોને મોટું આર્થિક નુકસાન થાય છે. તેમની ફરિયાદ બાદ 19 માર્ચ 2025ના રોજ સાઈબરાબાદ પોલીસ સ્ટેશનમાં સ્ટાર્સ વિરુદ્ધ FIR નોંધાઈ હતી.

The post પ્રકાશ રાજ, વિજય દેવરકોંડા સહિત ચાર સ્ટાર્સને EDનું સમન્સ, બેટિંગ એપ મામલે થશે પૂછપરછ appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/07/21/prakash-raj-vijay-deverakonda-ed-summons-betting-app-case/feed/ 0