Monsoon 2025 Archives - Gujarat Inside - Latest News Today https://www.gujaratinside.com/tag/monsoon-2025/ Latest News: Today’s News, Top News Headlines, Breaking News India, World News, Entertainment News, Sports News | Latest News Today | Gujarat Inside Tue, 23 Sep 2025 04:56:21 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.9.4 https://www.gujaratinside.com/wp-content/uploads/2025/06/cropped-GUJARAT-32x32.png Monsoon 2025 Archives - Gujarat Inside - Latest News Today https://www.gujaratinside.com/tag/monsoon-2025/ 32 32 દશેરા સુધી ચોમાસું યથાવત્, અનેક રાજ્યોમાં ભારે વરસાદની આગાહી https://www.gujaratinside.com/2025/09/23/monsoon-to-continue-till-october-15-heavy-rain-forecast/ https://www.gujaratinside.com/2025/09/23/monsoon-to-continue-till-october-15-heavy-rain-forecast/#respond Tue, 23 Sep 2025 04:56:21 +0000 https://www.gujaratinside.com/?p=19899 ભારે વરસાદ અને પૂરના કારણે અનેક રાજ્યોમાં પરિસ્થિતિ વિકટ બની છે, ખેડૂતોના પાકને નુકસાન પહોંચ્યું છે અને ઘરો પાણીમાં ગરકાવ થઈ ગયા છે. આ વર્ષે જમ્મુ અને કાશ્મીરમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ હતી અને માતા વૈષ્ણોદેવી મંદિર ખાતે થયેલા ભૂસ્ખલનમાં અનેક લોકોના મોત થયા હતા. હવામાન વિભાગે સ્પષ્ટ કર્યું છે કે ચોમાસું આ વર્ષે 15...

The post દશેરા સુધી ચોમાસું યથાવત્, અનેક રાજ્યોમાં ભારે વરસાદની આગાહી appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
ભારે વરસાદ અને પૂરના કારણે અનેક રાજ્યોમાં પરિસ્થિતિ વિકટ બની છે, ખેડૂતોના પાકને નુકસાન પહોંચ્યું છે અને ઘરો પાણીમાં ગરકાવ થઈ ગયા છે.

આ વર્ષે જમ્મુ અને કાશ્મીરમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ હતી અને માતા વૈષ્ણોદેવી મંદિર ખાતે થયેલા ભૂસ્ખલનમાં અનેક લોકોના મોત થયા હતા.

હવામાન વિભાગે સ્પષ્ટ કર્યું છે કે ચોમાસું આ વર્ષે 15 ઓક્ટોબર સુધી યથાવત્ રહેશે અને પાછું હટતી વખતે અનેક વિસ્તારોમાં ભારે વરસાદ થશે.

23 થી 27 સપ્ટેમ્બર દરમિયાન ઓડિશામાં, 24 થી 27 સપ્ટેમ્બર દરમિયાન ઝારખંડમાં તેમજ દરિયાકાંઠાના આંધ્રપ્રદેશ અને યાનમ વિસ્તારમાં ભારે વરસાદની સંભાવના છે.

ઉત્તરપૂર્વ ભારતના વિસ્તારોમાં આગામી 2 થી 3 દિવસમાં ભારે વરસાદ પડી શકે છે. પશ્ચિમ મધ્યપ્રદેશ, બિહાર, ગંગા પશ્ચિમ બંગાળ, છત્તીસગઢ, વિદર્ભ અને આંદામાન-નિકોબાર ટાપુઓમાં હળવાથી મધ્યમ વરસાદ સાથે ગાજવીજની શક્યતા છે.

પૂર્વ ભારતમાં આગામી પાંચ દિવસ દરમિયાન વાવાઝોડા તથા જોરદાર પવન ફૂંકાય તેવી સંભાવના હવામાન વિભાગે વ્યક્ત કરી છે.

 

The post દશેરા સુધી ચોમાસું યથાવત્, અનેક રાજ્યોમાં ભારે વરસાદની આગાહી appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/09/23/monsoon-to-continue-till-october-15-heavy-rain-forecast/feed/ 0
બંગાળની ખાડીમાં સાઇકલોનિક સર્ક્યુલેશનથી નવરાત્રિમાં ગુજરાતમાં ભારે વરસાદની આગાહી https://www.gujaratinside.com/2025/09/20/cyclonic-circulation-bay-of-bengal-gujarat-heavy-rain-novratri/ https://www.gujaratinside.com/2025/09/20/cyclonic-circulation-bay-of-bengal-gujarat-heavy-rain-novratri/#respond Sat, 20 Sep 2025 11:10:54 +0000 https://www.gujaratinside.com/?p=19692 ગુજરાત: 2025નું ચોમાસુ પોતાના અંતિમ ચરણમાં છે ત્યારે હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામી અનુસાર બંગાળની ખાડીમાં એક સાયક્લોનિક સર્ક્યુલેશન વિકસવાની સંભાવના છે, જેના કારણે નવરાત્રિ દરમિયાન રાજ્યમાં ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે. આ સિસ્ટમની અસર રાજ્યના વિશેષ કરીને દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં જોવા મળી શકે છે. પરેશ ગોસ્વામી અનુસાર, ચોમાસું ઉત્તર...

The post બંગાળની ખાડીમાં સાઇકલોનિક સર્ક્યુલેશનથી નવરાત્રિમાં ગુજરાતમાં ભારે વરસાદની આગાહી appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
ગુજરાત: 2025નું ચોમાસુ પોતાના અંતિમ ચરણમાં છે ત્યારે હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામી અનુસાર બંગાળની ખાડીમાં એક સાયક્લોનિક સર્ક્યુલેશન વિકસવાની સંભાવના છે, જેના કારણે નવરાત્રિ દરમિયાન રાજ્યમાં ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે. આ સિસ્ટમની અસર રાજ્યના વિશેષ કરીને દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં જોવા મળી શકે છે.

પરેશ ગોસ્વામી અનુસાર, ચોમાસું ઉત્તર ગુજરાત અને કચ્છમાંથી તો વિદાય લઈ ચૂક્યું છે, પરંતુ ભેજવાળા પવન હજુ ચાલુ છે, જે કારણે ચોમાસું સ્થિર થઈ ગયું છે.

છેલ્લા બે દિવસથી બંગાળની ખાડીની અસસ્થિરતા ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વરસાદ લાવી રહી છે અને સૌરાષ્ટ્રમાં પણ છુટોછવાયો વરસાદ નોંધાયો છે, જે 22 સપ્ટેમ્બર સુધી ચાલુ રહેવાની શક્યતા છે.

નવરાત્રિના પહેલા દિવસોમાં સામાન્ય છુટોછવાયો વરસાદ પડશે, પરંતુ નવરાત્રિના છેલ્લા દિવસોમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી છે.

આ સિસ્ટમ આંધ્રપ્રદેશથી મહારાષ્ટ્ર થઈ ગુજરાત તરફ પસાર થશે. જો સિસ્ટમના ટ્રેકમાં ફેરફાર ન થાય તો 28 સપ્ટેમ્બરથી 2 ઓક્ટોબર સુધી રાજ્યમાં ભારે વરસાદ જોવા મળી શકે છે.

આ સાથે, રાજ્યમાં ગાજવીજ અને 35-40 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન પણ ફૂંકાશે. હવામાન નિષ્ણાતે ગુજરાતીઓ અને ખેડૂતોને આ માટે સાવચેતી રાખવાની સૂચના આપી છે, કારણ કે આ વરસાદ અને પવનથી નુકશાનની શક્યતા છે.

 

The post બંગાળની ખાડીમાં સાઇકલોનિક સર્ક્યુલેશનથી નવરાત્રિમાં ગુજરાતમાં ભારે વરસાદની આગાહી appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/09/20/cyclonic-circulation-bay-of-bengal-gujarat-heavy-rain-novratri/feed/ 0
ગુજરાતમાં આગામી સાત દિવસ મધ્યમ વરસાદની આગાહી, કચ્છ-ઉત્તર ગુજરાતમાં શક્યતાઓ નહિવત https://www.gujaratinside.com/2025/09/19/gujarat-rain-forecast-2025-monsoon-update/ https://www.gujaratinside.com/2025/09/19/gujarat-rain-forecast-2025-monsoon-update/#respond Fri, 19 Sep 2025 10:50:07 +0000 https://www.gujaratinside.com/?p=19610 ગુજરાતમાં ચોમાસાનું વિદાય વેળાએ હવામાન વિભાગે રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં આગામી સાત દિવસ મધ્યમ વરસાદની આગાહી કરી છે. સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય હોવાથી હવામાન વિભાગે આગાહી કરી છે કે આગામી પાંચ દિવસ દરમિયાન 30 થી 40 કિ.મી.ની ઝડપે પવન ફૂંકાશે. આજે અમદાવાદમાં હળવા વરસાદની શક્યતા દર્શાવવામાં આવી છે. હવામાન વિભાગ અનુસાર અત્યાર સુધીમાં રાજ્યમાં સામાન્ય કરતાં 24...

The post ગુજરાતમાં આગામી સાત દિવસ મધ્યમ વરસાદની આગાહી, કચ્છ-ઉત્તર ગુજરાતમાં શક્યતાઓ નહિવત appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
ગુજરાતમાં ચોમાસાનું વિદાય વેળાએ હવામાન વિભાગે રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં આગામી સાત દિવસ મધ્યમ વરસાદની આગાહી કરી છે.

સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય હોવાથી હવામાન વિભાગે આગાહી કરી છે કે આગામી પાંચ દિવસ દરમિયાન 30 થી 40 કિ.મી.ની ઝડપે પવન ફૂંકાશે. આજે અમદાવાદમાં હળવા વરસાદની શક્યતા દર્શાવવામાં આવી છે.

હવામાન વિભાગ અનુસાર અત્યાર સુધીમાં રાજ્યમાં સામાન્ય કરતાં 24 ટકા વધુ વરસાદ નોંધાયો છે. ડીસા અને કચ્છના કેટલાક ભાગોમાંથી ચોમાસાએ વિદાય લીધી છે અને ત્યાં આગામી દિવસોમાં વરસાદની શક્યતા નહિવત છે.

બનાસકાંઠા, પાટણ અને મહેસાણા જિલ્લામાં પણ વરસાદના ઓછી શક્યતાઓ દર્શાવવામાં આવી છે. ૨૦૨૫ના ચોમાસામાં આજની સ્થિતિએ રાજ્યમાં સરેરાશ ૧૦૮ ટકા વરસાદ નોંધાયો છે.

જેમાં કચ્છમાં ૧૩૫ ટકા, ઉત્તર ગુજરાતમાં ૧૧૮ ટકા, દક્ષિણ ગુજરાતમાં ૧૧૨ ટકા, પૂર્વ અને મધ્ય ગુજરાતમાં ૧૧૦ ટકા તેમજ સૌરાષ્ટ્રમાં ૯૩ ટકાથી વધુ વરસાદ થયો છે.

છેલ્લા ત્રણ વર્ષના આંકડા મુજબ ૨૦૨૨માં ૧૨૨ ટકા, ૨૦૨૩માં ૧૦૮ ટકા અને ૨૦૨૪માં ૧૪૩ ટકા વરસાદ નોંધાયો હતો.

 

The post ગુજરાતમાં આગામી સાત દિવસ મધ્યમ વરસાદની આગાહી, કચ્છ-ઉત્તર ગુજરાતમાં શક્યતાઓ નહિવત appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/09/19/gujarat-rain-forecast-2025-monsoon-update/feed/ 0
ચમોલી વાદળફાટ અને ભૂસ્ખલન: બેના મોત, છ લોકો હજુ ગુમ, રેસ્ક્યૂ ઓપરેશન ચાલુ https://www.gujaratinside.com/2025/09/19/chamoli-cloudburst-landslide-two-dead-six-missing/ https://www.gujaratinside.com/2025/09/19/chamoli-cloudburst-landslide-two-dead-six-missing/#respond Fri, 19 Sep 2025 04:13:59 +0000 https://www.gujaratinside.com/?p=19577 ઉત્તરાખંડના ચમોલી જિલ્લામાં ભારે વરસાદ અને વાદળફાટ બાદ પરિસ્થિતિ ગંભીર બની છે. સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર (SEOC)ના તાજેતરના અહેવાલ અનુસાર, આ કુદરતી આફતમાં આશરે 45 ઘરો અને 15 પશુવાડા પૂરેપૂરા નાશ પામ્યા છે. કુંત્રી લગા ફલી ગામમાં કાટમાળ નીચે દટાયેલા ચાર લોકોને જીવતા બહાર કાઢવામાં આવ્યા છે, જ્યારે ધુરમા ગામમાંથી એક વ્યક્તિને સુરક્ષિત બહાર લાવવામાં...

The post ચમોલી વાદળફાટ અને ભૂસ્ખલન: બેના મોત, છ લોકો હજુ ગુમ, રેસ્ક્યૂ ઓપરેશન ચાલુ appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
ઉત્તરાખંડના ચમોલી જિલ્લામાં ભારે વરસાદ અને વાદળફાટ બાદ પરિસ્થિતિ ગંભીર બની છે. સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર (SEOC)ના તાજેતરના અહેવાલ અનુસાર, આ કુદરતી આફતમાં આશરે 45 ઘરો અને 15 પશુવાડા પૂરેપૂરા નાશ પામ્યા છે.

કુંત્રી લગા ફલી ગામમાં કાટમાળ નીચે દટાયેલા ચાર લોકોને જીવતા બહાર કાઢવામાં આવ્યા છે, જ્યારે ધુરમા ગામમાંથી એક વ્યક્તિને સુરક્ષિત બહાર લાવવામાં આવ્યો છે.

SEOCએ જણાવ્યું છે કે કુંત્રી લગા ફલી અને કુંત્રી લગા સરપાની ગામોમાંથી એક-એક મૃતદેહ મળી આવ્યા છે, જ્યારે છ લોકો હજુ ગુમ છે અને તેમની શોધખોળ યુદ્ધસ્તરે ચાલુ છે. ગંભીર રીતે ઘાયલ થયેલા લોકોને ઋષિકેશના AIIMSમાં સારવાર હેઠળ રાખવામાં આવ્યા છે.

નંદનગર વિસ્તારના ચાર ગામો – કુંત્રી લગા ફલી, કુંત્રી લગા સરપાની, સેરા અને ધુરમા – ભારે અસરગ્રસ્ત છે. આ સ્થળો દહેરાદૂનથી આશરે 260 કિલોમીટર અને ચમોલી જિલ્લાના ગોપેશ્વરથી 50 કિલોમીટર દૂર આવેલાં છે.

ગયા મહિના અંતથી આ વિસ્તારમાં સતત ભૂસ્ખલન અને ઘરોમાં તિરાડો જોવા મળી રહી હતી, જેના કારણે 64 લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે.

મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ દેહરાદૂનમાં SEOCની મુલાકાત લઈને પરિસ્થિતિની સમીક્ષા કરી. તેમણે જણાવ્યું કે વાદળફાટ અને કાટમાળના મોટા પ્રવાહને કારણે ચારેય ગામોમાં વ્યાપક નુકસાન થયું છે અને આ આપત્તિથી 200થી વધુ લોકો પ્રભાવિત થયા છે.

 

The post ચમોલી વાદળફાટ અને ભૂસ્ખલન: બેના મોત, છ લોકો હજુ ગુમ, રેસ્ક્યૂ ઓપરેશન ચાલુ appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/09/19/chamoli-cloudburst-landslide-two-dead-six-missing/feed/ 0
કરજણ અને શિનોરમાં 10 દિવસ બાદ ધોધમાર વરસાદ, ખેડૂતો અને નાગરિકો માટે રાહત https://www.gujaratinside.com/2025/09/18/karjan-shinor-heavy-rain-farmers-relief/ https://www.gujaratinside.com/2025/09/18/karjan-shinor-heavy-rain-farmers-relief/#respond Thu, 18 Sep 2025 14:30:01 +0000 https://www.gujaratinside.com/?p=19555 વડોદરા જિલ્લાના કરજણ અને શિનોર તાલુકામાં 10 દિવસના વિરામ પછી ધોધમાર વરસાદ નોંધાયો છે. છેલ્લા દિવસોમાં ગરમી અને ઉકળાટથી પરેશાન નાગરિકો અને ખેડૂતોએ આ વરસાદથી રાહતનો શ્વાસ લીધો છે. કરજણ તાલુકાના સીમળી, દેરોલી અને ફતેપુરમાં ભારે વરસાદ પડ્યો હતો, જ્યારે શિનોર તાલુકામાં પવન સાથે ધોધમાર વરસાદ નોંધાયો, જેનાથી વાતાવરણ ઠંડું અને સુખદ બની ગયું. શિનોરમાં...

The post કરજણ અને શિનોરમાં 10 દિવસ બાદ ધોધમાર વરસાદ, ખેડૂતો અને નાગરિકો માટે રાહત appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
વડોદરા જિલ્લાના કરજણ અને શિનોર તાલુકામાં 10 દિવસના વિરામ પછી ધોધમાર વરસાદ નોંધાયો છે. છેલ્લા દિવસોમાં ગરમી અને ઉકળાટથી પરેશાન નાગરિકો અને ખેડૂતોએ આ વરસાદથી રાહતનો શ્વાસ લીધો છે.

કરજણ તાલુકાના સીમળી, દેરોલી અને ફતેપુરમાં ભારે વરસાદ પડ્યો હતો, જ્યારે શિનોર તાલુકામાં પવન સાથે ધોધમાર વરસાદ નોંધાયો, જેનાથી વાતાવરણ ઠંડું અને સુખદ બની ગયું.

શિનોરમાં ભારે પવન અને વરસાદને કારણે રસ્તાઓ પર પાણી વહેતા થયા, જેના કારણે વાહનચાલકોને થોડી મુશ્કેલીનો સામનો કરવો પડ્યો. તેમ છતાં, આ વરસાદથી નાગરિકો અને ખેડૂતોએ ખુશી વ્યક્ત કરી.

ખેડૂતોના ચહેરા પર રાહત જોઈ શકાય છે, કારણ કે આ વરસાદ ખરીફ પાક માટે અત્યંત મહત્વપૂર્ણ છે.

આ વરસાદ મકાઈ, કપાસ અને ડાંગર જેવા પાકોને જીવતદાન આપશે. જો આ વરસાદ ન પડતો, તો પાક નિષ્ફળ જવાની શક્યતા હતી. તંત્ર દ્વારા પણ આ વરસાદને આવકારવામાં આવ્યો છે, કારણ કે તે ભૂગર્ભ જળસ્તર માટે ફાયદાકારક રહેશે.

એકંદરે, કરજણ અને શિનોર તાલુકામાં પડેલો વરસાદ ખેડૂતો, પર્યાવરણ અને સામાન્ય જનતા માટે ખુશી અને આશાનું કિરણ લઈને આવ્યો છે.

 

The post કરજણ અને શિનોરમાં 10 દિવસ બાદ ધોધમાર વરસાદ, ખેડૂતો અને નાગરિકો માટે રાહત appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/09/18/karjan-shinor-heavy-rain-farmers-relief/feed/ 0
ગુજરાતમાં આ વર્ષે સિઝનનો 106% વરસાદ, 8357 લોકોને કરાયું સ્થળાંતર https://www.gujaratinside.com/2025/09/08/gujarat-monsoon-2025-heavy-rain-evacuation/ https://www.gujaratinside.com/2025/09/08/gujarat-monsoon-2025-heavy-rain-evacuation/#respond Mon, 08 Sep 2025 13:50:27 +0000 https://www.gujaratinside.com/?p=18781 ગુજરાતમાં આ વર્ષે ચોમાસામાં સરેરાશ કરતાં વધારે વરસાદ નોંધાયો છે. ગુજરાત સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર (SEOC) દ્વારા જાહેર કરાયેલા ચોમાસુ-2025 રિપોર્ટ અનુસાર, રાજ્યમાં અત્યાર સુધી સિઝનનો 943 મિ.મી. એટલે કે 106 ટકા વરસાદ નોંધાયો છે. ભારે વરસાદને કારણે નદી-નાળા અને ડેમોમાં પાણી છલકાતા કચ્છ અને ઉત્તર ગુજરાતમાં જીવનવ્યવહાર ખોરવાઈ ગયો છે. રાજ્યના કુલ 392 રસ્તાઓ...

The post ગુજરાતમાં આ વર્ષે સિઝનનો 106% વરસાદ, 8357 લોકોને કરાયું સ્થળાંતર appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
ગુજરાતમાં આ વર્ષે ચોમાસામાં સરેરાશ કરતાં વધારે વરસાદ નોંધાયો છે. ગુજરાત સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર (SEOC) દ્વારા જાહેર કરાયેલા ચોમાસુ-2025 રિપોર્ટ અનુસાર, રાજ્યમાં અત્યાર સુધી સિઝનનો 943 મિ.મી. એટલે કે 106 ટકા વરસાદ નોંધાયો છે. ભારે વરસાદને કારણે નદી-નાળા અને ડેમોમાં પાણી છલકાતા કચ્છ અને ઉત્તર ગુજરાતમાં જીવનવ્યવહાર ખોરવાઈ ગયો છે. રાજ્યના કુલ 392 રસ્તાઓ પર વાહન વ્યવહાર બંધ કરાયો છે.

વરસાદના આંકડા મુજબ, રાજ્યના 24 તાલુકામાં 251થી 500 મિ.મી., 143 તાલુકામાં 501થી 1000 મિ.મી. અને 84 તાલુકામાં 1000 મિ.મી.થી વધુ વરસાદ નોંધાયો છે. છેલ્લા 24 કલાકમાં જ 222 તાલુકાઓમાં વરસાદ વરસ્યો છે.

 સૌથી વધારે વરસાદ નોંધાયો:

  • કચ્છના લખપત (5.12 ઇંચ)
  • રાપર (4.72 ઇંચ)
  • બનાસકાંઠાના ભાભર (4.29 ઇંચ)
  • કચ્છના ભચાઉ (4.13 ઇંચ)
  • નખત્રાણા (3.58 ઇંચ)

ગુજરાતના 206 ડેમમાંથી 132 ડેમને હાઇ એલર્ટ, 19ને એલર્ટ અને 14ને વોર્નિંગ ઝોનમાં રાખવામાં આવ્યા છે. હાલ 101 જેટલાં ડેમ 100 ટકા ભરાયા છે, જ્યારે 64 ડેમ 70થી 100 ટકા સુધી ભરાયા છે. નર્મદા ડેમની સ્થિતિ 91 ટકા ક્ષમતા સુધી પહોંચી છે.

મોટા પાયે પડેલા આ વરસાદને કારણે રાજ્યમાં 1 જૂનથી 8 સપ્ટેમ્બર, 2025 સુધીમાં કુલ 8357 લોકોને સ્થળાંતર કરાયા છે, જ્યારે આપત્તિજનક પરિસ્થિતિમાં 1154 લોકોને સલામત સ્થળે ખસેડાયા છે.

The post ગુજરાતમાં આ વર્ષે સિઝનનો 106% વરસાદ, 8357 લોકોને કરાયું સ્થળાંતર appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/09/08/gujarat-monsoon-2025-heavy-rain-evacuation/feed/ 0
ગુજરાતમાં મેઘરાજાની તોફાની બેટિંગ: કચ્છમાં 12.48 ઇંચ, બનાસકાંઠા-પાટણમાં રેડ એલર્ટ https://www.gujaratinside.com/2025/09/08/gujarat-heavy-rain-kutch-banas-kantha-patan-alert/ https://www.gujaratinside.com/2025/09/08/gujarat-heavy-rain-kutch-banas-kantha-patan-alert/#respond Mon, 08 Sep 2025 13:47:55 +0000 https://www.gujaratinside.com/?p=18789 ગુજરાતમાં વરસાદી માહોલ યથાવત્ છે અને રાજ્યના 63 તાલુકાઓમાં નોંધપાત્ર વરસાદ નોંધાયો છે. સૌથી વધુ વરસાદ કચ્છના લખપતમાં 5 ઇંચ નોંધાયો છે.બનાસકાંઠાના સુઇગામમાં છેલ્લા 24 કલાકમાં 16.14 ઇંચ જેટલો વરસાદ ખાબકી ગયો છે. ભાભરમાં 12.91 ઇંચ, થરાદમાં 12.48 ઇંચ અને વાવમાં 12.56 ઇંચ નોંધાયા, જ્યારે દિયોદરમાં 6.69 ઇંચ વરસાદ નોંધાયો. ભારે વરસાદને પગલે નદી-નાળા છલકાયા...

The post ગુજરાતમાં મેઘરાજાની તોફાની બેટિંગ: કચ્છમાં 12.48 ઇંચ, બનાસકાંઠા-પાટણમાં રેડ એલર્ટ appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
ગુજરાતમાં વરસાદી માહોલ યથાવત્ છે અને રાજ્યના 63 તાલુકાઓમાં નોંધપાત્ર વરસાદ નોંધાયો છે. સૌથી વધુ વરસાદ કચ્છના લખપતમાં 5 ઇંચ નોંધાયો છે.બનાસકાંઠાના સુઇગામમાં છેલ્લા 24 કલાકમાં 16.14 ઇંચ જેટલો વરસાદ ખાબકી ગયો છે. ભાભરમાં 12.91 ઇંચ, થરાદમાં 12.48 ઇંચ અને વાવમાં 12.56 ઇંચ નોંધાયા, જ્યારે દિયોદરમાં 6.69 ઇંચ વરસાદ નોંધાયો.

ભારે વરસાદને પગલે નદી-નાળા છલકાયા છે અને કચ્છના 7 રાજમાર્ગો વાહનવ્યવહાર માટે બંધ કરાયા છે.

  • રાપરમાં 4.45 ઇંચ
  • ગાંધીધામમાં 3.43 ઇંચ
  • ભચાઉમાં 3.15 ઇંચ
  • નખત્રાણામાં 2.99 ઇંચ
  • ભુજમાં 2.64 ઇંચ
  • અંજારમાં 2.36 ઇંચ
  • અબડાસામાં 1.5 ઇંચ
  • માંડવીમાં 1.1 ઇંચ 
  • મુંદ્રામાં 1 ઇંચ 

પાટણના સાંતલપુરમાં 2.95 ઇંચ અને રાધનપુરમાં 2.28 ઇંચ વરસાદ નોંધાયો છે. તાપી, પાટણ અને વલસાડના કેટલાક તાલુકામાં 4.50 ઇંચ વરસાદ ખાબકી ગયો, જ્યારે અમદાવાદ-ગાંધીનગરમાં આશરે 2.5 ઇંચ નોંધાયો.

હવામાન વિભાગે આગામી સાત દિવસ માટે રાજ્યના અનેક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરી છે. બનાસકાંઠા અને પાટણ જિલ્લાઓમાં અતિભારે વરસાદને પગલે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યો છે.

વહીવટી તંત્ર ઍલર્ટ મોડ પર છે, અને કચ્છ કલેક્ટર આન્નંદ પટેલે નાગરિકોને જોખમી વિસ્તારોમાં ન જવાની અપીલ કરી છે. ભુજ, અંજાર અને પૂર્વ કચ્છમાં પાણી ભરાવાના ખતરાને પગલે પોલીસ તંત્ર સજ્જ છે, અને સ્થાનિક લોકોને મદદ માટે સતત પ્રાવસ્થા રાખવામાં આવી છે.

 

 

The post ગુજરાતમાં મેઘરાજાની તોફાની બેટિંગ: કચ્છમાં 12.48 ઇંચ, બનાસકાંઠા-પાટણમાં રેડ એલર્ટ appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/09/08/gujarat-heavy-rain-kutch-banas-kantha-patan-alert/feed/ 0
ગુજરાતમાં સતત 4 દિવસ ભારે વરસાદ માટે રેડ-ઓરેન્જ એલર્ટ, કચ્છમાં પણ પ્રચંડ વરસાદની આગાહી https://www.gujaratinside.com/2025/09/04/gujarat-heavy-rain-red-alert/ https://www.gujaratinside.com/2025/09/04/gujarat-heavy-rain-red-alert/#respond Thu, 04 Sep 2025 11:09:19 +0000 https://www.gujaratinside.com/?p=18334 અમદાવાદ: હવામાન વિભાગે ગુજરાતમાં આગામી ચાર દિવસ માટે ભારે વરસાદની આગાહી કરી છે અને વિવિધ જિલ્લામાં રેડ, ઓરેન્જ અને યલો એલર્ટ જાહેર કર્યા છે. 4 સપ્ટેમ્બરે દક્ષિણ ગુજરાતના ભરૂચ, નર્મદા અને છોટા ઉદેપુર જિલ્લામાં રેડ એલર્ટ આપાયો હતો. રાજ્યના 12 જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ અને 10 જિલ્લામાં યલો એલર્ટ આપવાની સૂચના હતી. 5 સપ્ટેમ્બરે નવસારી, ડાંગ,...

The post ગુજરાતમાં સતત 4 દિવસ ભારે વરસાદ માટે રેડ-ઓરેન્જ એલર્ટ, કચ્છમાં પણ પ્રચંડ વરસાદની આગાહી appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
અમદાવાદ: હવામાન વિભાગે ગુજરાતમાં આગામી ચાર દિવસ માટે ભારે વરસાદની આગાહી કરી છે અને વિવિધ જિલ્લામાં રેડ, ઓરેન્જ અને યલો એલર્ટ જાહેર કર્યા છે. 4 સપ્ટેમ્બરે દક્ષિણ ગુજરાતના ભરૂચ, નર્મદા અને છોટા ઉદેપુર જિલ્લામાં રેડ એલર્ટ આપાયો હતો. રાજ્યના 12 જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ અને 10 જિલ્લામાં યલો એલર્ટ આપવાની સૂચના હતી.

5 સપ્ટેમ્બરે નવસારી, ડાંગ, વલસાડ, દમણ અને દાદરા-નગર હવેલીમાં રેડ એલર્ટ જાહેર કરાયું છે. સુરત, તાપી, નર્મદા, ભરૂચ, છોટા ઉદેપુર, ભાવનગર, અમરેલી અને બોટાદમાં ઓરેન્જ એલર્ટ અને 18 જિલ્લાઓમાં યલો એલર્ટ રહેશે.

6 સપ્ટેમ્બરે સુરેન્દ્રનગર, સાબરકાંઠા, અરવલ્લી અને મહીસાગરમાં રેડ એલર્ટ અને 9 જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ, બાકીના 21 જિલ્લાઓમાં યલો એલર્ટ રહેશે.

7 સપ્ટેમ્બરે માત્ર કચ્છ જિલ્લામાં રેડ એલર્ટ અને 9 જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ, 11 જિલ્લાઓમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

8 સપ્ટેમ્બરે વરસાદની સ્થિતિ શાંત રહેશે, માત્ર કચ્છ, બનાસકાંઠા અને પાટણમાં યલો એલર્ટ જ રહેશે. હવામાન વિભાગે સૌને જરૂરી સાવચેતી રાખવા માટે આગાહી આપી છે અને પાણી ભરાવાના જોખમવાળા વિસ્તારોમાં સચેત રહેવાની સલાહ આપી છે.

ગુજરાતના મુખ્ય શહેરો અને ગ્રામ્ય વિસ્તારોમાં આગામી દિવસોમાં ભારે વરસાદની આગાહીને ધ્યાને લેતા વહીવટી તંત્ર અને સેવાસંસ્થાઓ દ્વારા રક્ષણાત્મક પગલાં લેવામાં આવ્યા છે.

 

The post ગુજરાતમાં સતત 4 દિવસ ભારે વરસાદ માટે રેડ-ઓરેન્જ એલર્ટ, કચ્છમાં પણ પ્રચંડ વરસાદની આગાહી appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/09/04/gujarat-heavy-rain-red-alert/feed/ 0
રાજસ્થાનમાં ભારે વરસાદ અને ડેમ તૂટી પૂરનો કચરો, ગ્રામ્ય વિસ્તારોમાં અનિશ્ચિત પરિસ્થિતિ https://www.gujaratinside.com/2025/09/03/rajasthan-heavy-rain-flood-alert-september-2025/ https://www.gujaratinside.com/2025/09/03/rajasthan-heavy-rain-flood-alert-september-2025/#respond Wed, 03 Sep 2025 06:58:44 +0000 https://www.gujaratinside.com/?p=18180 રાજસ્થાનમાં ચોમાસુ ફરી સક્રિય થયું છે અને આગામી ચાર દિવસ માટે ભારે વરસાદની આગાહી છે. બંગાળની ખાડીમાં સર્જાયેલી લો-પ્રેશર સિસ્ટમને કારણે ઝાલાવાડ, પ્રતાપગઢ અને બાંસવાડા માટે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યો છે, જ્યારે ચિત્તોડગઢ, બુંદી, કોટા, બારાં, સવાઈ માધોપુર, કરૌલી, ધોલપુર, ભરતપુર, દૌસા અને અલવર માટે યલો એલર્ટ જાહેર છે. કેટલાક વિસ્તારોમાં સતત વરસાદને કારણે...

The post રાજસ્થાનમાં ભારે વરસાદ અને ડેમ તૂટી પૂરનો કચરો, ગ્રામ્ય વિસ્તારોમાં અનિશ્ચિત પરિસ્થિતિ appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
રાજસ્થાનમાં ચોમાસુ ફરી સક્રિય થયું છે અને આગામી ચાર દિવસ માટે ભારે વરસાદની આગાહી છે. બંગાળની ખાડીમાં સર્જાયેલી લો-પ્રેશર સિસ્ટમને કારણે ઝાલાવાડ, પ્રતાપગઢ અને બાંસવાડા માટે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યો છે, જ્યારે ચિત્તોડગઢ, બુંદી, કોટા, બારાં, સવાઈ માધોપુર, કરૌલી, ધોલપુર, ભરતપુર, દૌસા અને અલવર માટે યલો એલર્ટ જાહેર છે.

કેટલાક વિસ્તારોમાં સતત વરસાદને કારણે પરિસ્થિતિ ગંભીર બની છે. દૌસા જિલ્લાના લાલસોટમાં નાલાવાસ ડેમ તૂટતાં જયપુરના કોટખાવડા અને ચાકસુ તાલુકાના પાંચથી વધુ ગામોમાં પૂર આવ્યો છે. અનેક લોકોને બચાવવાની કામગીરી ચાલી રહી છે.

ભારે વરસાદના કારણે અનેક દુર્ઘટનાઓ પણ ઘટી છે. પ્રતાપગઢમાં એક શિક્ષક પુલ પરથી માહી નદીમાં પડી ગયા, સવાઈ માધોપુરમાં યુવક બંધ પર સ્ટંટ કરતા તણાઈ ગયો, જોધપુરમાં મકાન ધરાશાયી થયું, પાલીમાં ટ્રક ફસાઈ ગઈ અને જાલોરમાં ત્રણ બાઇક સવાર પાણીમાં તણાઈ ગયા, જેમાંથી એકની શોધ ચાલુ છે.

છેલ્લા 24 કલાકમાં રાજસ્થાનના પૂર્વ અને દક્ષિણ ભાગોમાં નોંધાયેલા વરસાદમાં સૌથી વધુ દૌસા જિલ્લાના નાંગલ રાજાવાતાનમાં 53 મીમી અને રામગઢ પચવારામાં 50 મીમી નોંધાયો છે. ભરતપુર, નાગૌર, જયપુર, કરૌલી, અલવર, બારાં અને સવાઈ માધોપુરના વિસ્તારોમાં પણ ભારે વરસાદ નોંધાયો.

હવામાન વિભાગે આગાહી આપી છે કે 7 સપ્ટેમ્બર સુધી રાજ્યમાં ભારે વરસાદ ચાલુ રહેશે. નદીઓ, નાળાઓ અને ડેમમાં પાણીનું સ્તર વધવાથી પૂર જેવી પરિસ્થિતિ સર્જાઇ શકે છે.

પ્રશાસને જનજાગૃતિ માટે લોકોને સાવચેત રહેવાની અપીલ કરી છે. નદીઓ અને બંધોની નજીક ન જવાની સલાહ આપવામાં આવી છે, અનેક જિલ્લાઓમાં શાળાઓમાં રજા જાહેર કરવામાં આવી છે, અને રાહત-બચાવ ટીમો એલર્ટ પર છે. ગ્રામ્ય વિસ્તારોમાં પાણી ભરાવાથી વીજળી અને વાહનવ્યવહાર પર પણ અસર પડી છે.

The post રાજસ્થાનમાં ભારે વરસાદ અને ડેમ તૂટી પૂરનો કચરો, ગ્રામ્ય વિસ્તારોમાં અનિશ્ચિત પરિસ્થિતિ appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/09/03/rajasthan-heavy-rain-flood-alert-september-2025/feed/ 0
4થી 7 સપ્ટેમ્બરના વચ્ચે સૌરાષ્ટ્ર-દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી, સાવધાન રહેવું જરૂરી https://www.gujaratinside.com/2025/09/02/gujarat-heavy-rain-forecast-sep-2025/ https://www.gujaratinside.com/2025/09/02/gujarat-heavy-rain-forecast-sep-2025/#respond Tue, 02 Sep 2025 13:18:12 +0000 https://www.gujaratinside.com/?p=18136 ગાંધીનગર ખાતે યોજાયેલી વેધર વોચ ગ્રુપની બેઠકમાં ભારતીય હવામાન વિભાગના અધિકારીએ આગામી સપ્તાહમાં ગુજરાતમાં વરસાદની સ્થિતિ અંગે વિસ્તૃત માહિતી આપી હતી. હવામાન વિભાગે જણાવ્યુ કે 4થી 7 સપ્ટેમ્બર દરમિયાન સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના મોટાભાગના જિલ્લામાં ભારે થી અતિભારે વરસાદ પડશે, જ્યારે રાજ્યના અન્ય ભાગોમાં હળવા થી મધ્યમ વરસાદની સંભાવના છે. સિંચાઇ વિભાગના અધિકારીએ રિજિયન વાઈઝ...

The post 4થી 7 સપ્ટેમ્બરના વચ્ચે સૌરાષ્ટ્ર-દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી, સાવધાન રહેવું જરૂરી appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
ગાંધીનગર ખાતે યોજાયેલી વેધર વોચ ગ્રુપની બેઠકમાં ભારતીય હવામાન વિભાગના અધિકારીએ આગામી સપ્તાહમાં ગુજરાતમાં વરસાદની સ્થિતિ અંગે વિસ્તૃત માહિતી આપી હતી. હવામાન વિભાગે જણાવ્યુ કે 4થી 7 સપ્ટેમ્બર દરમિયાન સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના મોટાભાગના જિલ્લામાં ભારે થી અતિભારે વરસાદ પડશે, જ્યારે રાજ્યના અન્ય ભાગોમાં હળવા થી મધ્યમ વરસાદની સંભાવના છે.

સિંચાઇ વિભાગના અધિકારીએ રિજિયન વાઈઝ ડેમમાં પાણીની સ્થિતિ અંગે માહિતી આપી હતી. રાજ્યના 206 જળાશયો પૈકી 111 જળાશયો હાઇએલર્ટ, 27 એલર્ટ અને 9 વોર્નિંગ લેવલ પર છે. સરદાર સરોવર નર્મદા નિગમના અધિકારી દ્વારા સરદાર સરોવર સ્ટોરેજની વિગતો પણ આપવામાં આવી હતી.

NDRF અને SDRFના અધિકારીઓએ જણાવ્યું કે ચોમાસાની સ્થિતિમાં આવી શકે તેવી કટોકટી માટે NDRFની 12 ટીમો અને SDRFની 20 ટીમો અલગ-અલગ જિલ્લાઓમાં ડીપ્લોય કરવામાં આવી છે, જ્યારે એક NDRF ટીમ રિઝર્વમાં રાખવામાં આવી છે.

આબોહવા રિપોર્ટ અનુસાર દક્ષિણ ગુજરાતમાં સરેરાશ સૌથી વધુ 55 ઇંચ વરસાદ નોંધાયો છે. પૂર્વ મધ્ય ગુજરાતમાં 28 ઇંચ, ઉત્તર ગુજરાતમાં 27 ઇંચ, સૌરાષ્ટ્રમાં 25 ઇંચ અને કચ્છમાં 16 ઇંચ વરસાદ નોંધાયો છે. વલસાડમાં 84 ઇંચ, ડાંગમાં 72 ઇંચ અને નવસારીમાં 66 ઇંચ વરસાદ નોંધાયો હતો. વલસાડના કપરાડા તાલુકામાં 110 ઇંચ, સુરતના ઉમરગામમાં 96.25 અને નવસારીના ખેરગામમાં 90 ઇંચ વરસાદ નોંધાયો હતો.

રાજ્યના 48 તાલુકામાં 40 ઇંચથી વધુ, 140 તાલુકામાં 20થી 40 ઇંચ અને 61 તાલુકામાં 10થી 20 ઇંચ વરસાદ નોંધાયો છે, જ્યારે બે તાલુકામાં 5થી 10 ઇંચ વરસાદ થયો છે. હવામાન વિભાગે લોકો અને ખેતીવાડીઓને સાવચેત રહેવા આદેશ આપ્યો છે.

 

The post 4થી 7 સપ્ટેમ્બરના વચ્ચે સૌરાષ્ટ્ર-દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી, સાવધાન રહેવું જરૂરી appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/09/02/gujarat-heavy-rain-forecast-sep-2025/feed/ 0