કંડલા એરપોર્ટથી મુંબઈ જતી સ્પાઈસજેટની Q400 ફ્લાઈટમાં શુક્રવારે બપોરે ટેકઓફ બાદ મોટો ટેકનિકલ ખામીનો બનાવ બન્યો હતો. ફ્લાઈટ ઉડાન ભરતાની સાથે જ તેનું એક પૈડું તૂટી રનવે પર પડી ગયું હતું. કંડલા એર ટ્રાફિક કંટ્રોલ (ATC)ના અધિકારીઓએ તરત જ પાયલોટને જાણ કરી અને મુંબઈ એરપોર્ટ સત્તાવાળાઓને ઈમરજન્સી જાહેર કરવા સૂચના આપી. મુસાફરોના જીવનને જોખમમાં મૂક્યા...



