#NATO Archives - Gujarat Inside - Latest News Today https://www.gujaratinside.com/tag/nato/ Latest News: Today’s News, Top News Headlines, Breaking News India, World News, Entertainment News, Sports News | Latest News Today | Gujarat Inside Thu, 21 Aug 2025 13:45:21 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.9.4 https://www.gujaratinside.com/wp-content/uploads/2025/06/cropped-GUJARAT-32x32.png #NATO Archives - Gujarat Inside - Latest News Today https://www.gujaratinside.com/tag/nato/ 32 32 વડાપ્રધાન મોદીની ફ્રાન્સના રાષ્ટ્રપ્રમુખ મેક્રોન સાથે ફોન પર યુક્રેન યુદ્ધ મુદ્દે ચર્ચા https://www.gujaratinside.com/2025/08/21/modi-macron-ukraine-war-discussion/ https://www.gujaratinside.com/2025/08/21/modi-macron-ukraine-war-discussion/#respond Thu, 21 Aug 2025 13:45:21 +0000 https://www.gujaratinside.com/?p=16877 ભારત હંમેશાથી યુક્રેન-રશિયા યુદ્ધનો અંત લાવવા માટે વાતચીતનો માર્ગ અપનાવવાનું સમર્થન કરતું આવ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અગાઉ પણ સંઘર્ષનો ઉકેલ સંવાદ દ્વારા લાવવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. તાજેતરમાં, વડાપ્રધાન મોદીએ ફ્રાન્સના રાષ્ટ્રપ્રમુખ ઇમેન્યુઅલ મેક્રોન સાથે ફોન પર ચર્ચા કરી. બંને નેતાઓએ યુક્રેન યુદ્ધ અને પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા સંઘર્ષો માટે શાંતિપૂર્ણ ઉકેલ માટેના...

The post વડાપ્રધાન મોદીની ફ્રાન્સના રાષ્ટ્રપ્રમુખ મેક્રોન સાથે ફોન પર યુક્રેન યુદ્ધ મુદ્દે ચર્ચા appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
ભારત હંમેશાથી યુક્રેન-રશિયા યુદ્ધનો અંત લાવવા માટે વાતચીતનો માર્ગ અપનાવવાનું સમર્થન કરતું આવ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અગાઉ પણ સંઘર્ષનો ઉકેલ સંવાદ દ્વારા લાવવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો.

તાજેતરમાં, વડાપ્રધાન મોદીએ ફ્રાન્સના રાષ્ટ્રપ્રમુખ ઇમેન્યુઅલ મેક્રોન સાથે ફોન પર ચર્ચા કરી. બંને નેતાઓએ યુક્રેન યુદ્ધ અને પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા સંઘર્ષો માટે શાંતિપૂર્ણ ઉકેલ માટેના પ્રયાસો અંગે વિચારવિમર્શ કર્યો.

વડાપ્રધાન મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર લખ્યું કે, “મારા મિત્ર રાષ્ટ્રપ્રમુખ મેક્રોન સાથે ખૂબ જ સારી વાતચીત થઈ. યુક્રેન અને પશ્ચિમ એશિયામાં સંઘર્ષોના શાંતિપૂર્ણ ઉકેલ માટેના પ્રયાસો પર વિચારોનું આદાન-પ્રદાન કર્યું. ભારત-ફ્રાન્સ વ્યૂહાત્મક ભાગીદારીને વધુ મજબૂત બનાવવાની અમારી પ્રતિબદ્ધતાને પુનઃપુષ્ટિ કરી.”

The post વડાપ્રધાન મોદીની ફ્રાન્સના રાષ્ટ્રપ્રમુખ મેક્રોન સાથે ફોન પર યુક્રેન યુદ્ધ મુદ્દે ચર્ચા appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/08/21/modi-macron-ukraine-war-discussion/feed/ 0
NATOની ધમકી પર ભારતનો કડક પ્રતિસાદ: રશિયન ઓઇલ ખરીદીના મુદ્દે ઉર્જા જરૂરિયાતો પ્રાથમિકતા: વિદેશ મંત્રાલય https://www.gujaratinside.com/2025/07/17/indias-strong-response-to-natos-threat/ https://www.gujaratinside.com/2025/07/17/indias-strong-response-to-natos-threat/#respond Thu, 17 Jul 2025 15:15:46 +0000 https://www.gujaratinside.com/?p=14828 રશિયન ક્રૂડ ઓઇલ ખરીદીના મુદ્દે NATO સેક્રેટરી જનરલ માર્ક રૂટે ભારત સહિત કેટલાક દેશોને ચેતવણી આપતાં વિવાદ ઊભો થયો છે. હવે ભારતે આ અંગે પોતાનું વલણ સ્પષ્ટ કરતાં સત્તાવાર જવાબ આપ્યો છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે કહ્યું કે, “ભારત પોતાના નાગરિકોની સુરક્ષા અને ઊર્જાની જરૂરિયાતોને હંમેશા પ્રાથમિકતા આપે છે.” તેમણે ઉમેર્યું કે, “અમે રશિયા...

The post NATOની ધમકી પર ભારતનો કડક પ્રતિસાદ: રશિયન ઓઇલ ખરીદીના મુદ્દે ઉર્જા જરૂરિયાતો પ્રાથમિકતા: વિદેશ મંત્રાલય appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
રશિયન ક્રૂડ ઓઇલ ખરીદીના મુદ્દે NATO સેક્રેટરી જનરલ માર્ક રૂટે ભારત સહિત કેટલાક દેશોને ચેતવણી આપતાં વિવાદ ઊભો થયો છે. હવે ભારતે આ અંગે પોતાનું વલણ સ્પષ્ટ કરતાં સત્તાવાર જવાબ આપ્યો છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે કહ્યું કે, “ભારત પોતાના નાગરિકોની સુરક્ષા અને ઊર્જાની જરૂરિયાતોને હંમેશા પ્રાથમિકતા આપે છે.”

તેમણે ઉમેર્યું કે, “અમે રશિયા પાસેથી ક્રૂડ ખરીદવાના મુદ્દે સેકેન્ડરી પ્રતિબંધોની વાતો જોયી છે અને તેની ઉપર ધ્યાન આપી રહ્યા છીએ. પણ અમે જે પણ નિર્ણય લેશું એ વૈશ્વિક પરિસ્થિતિ અને બજારમાં ઉપલબ્ધ વિકલ્પોને ધ્યાનમાં રાખીને હશે.”

વિદેશ મંત્રાલયે સ્પષ્ટ કર્યો છે કે ભારત કોઈપણ પ્રકારની ધમકી સામે નમશે નહીં અને દેશના હિતો અનુસાર જ નીતિ નિર્ધારણ કરશે.

શું કહ્યું હતું NATO પ્રમુખે?

માર્ક રૂટે કહ્યું હતું કે જો ભારત, ચીન અને બ્રાઝિલ રશિયા સાથે ક્રૂડ ઓઇલ વ્યવહાર ચાલુ રાખશે, તો તેમને સેકેન્ડરી પ્રતિબંધોનો સામનો કરવો પડી શકે છે. સાથે તેમણે આ દેશોને રશિયા પર યુક્રેન સાથે શાંતિ ચર્ચા માટે દબાણ કરવાનું પણ આહવાન કર્યું હતું.

ઉલ્લેખનીય છે કે ભારત રશિયાથી સસ્તું ક્રૂડ ખરીદી રહ્યો છે અને પોતાને ઊર્જા જરૂરિયાતો માટે રશિયાને મહત્વપૂર્ણ સપ્લાયર માને છે. પશ્ચિમના પ્રતિબંધો છતાં, ભારતની નીતિ “રાષ્ટ્રીય હિત”ને કેન્દ્રમાં રાખે છે.

NATOની ચેતવણીને ભારતે ગંભીરતાથી લીધો હોવા છતાં દેશના હિતને પ્રથમ સ્થાન આપીને ક્રૂડ ઓઇલ અંગે પોતાની નીતિ સ્પષ્ટ રીતે રજૂ કરી છે. સાથે જ વિદેશમાં પડતા ભારતીયો માટે પણ ભારત સરકાર સંપૂર્ણ સહાય કરવા માટે પ્રતિબદ્ધ છે.

The post NATOની ધમકી પર ભારતનો કડક પ્રતિસાદ: રશિયન ઓઇલ ખરીદીના મુદ્દે ઉર્જા જરૂરિયાતો પ્રાથમિકતા: વિદેશ મંત્રાલય appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/07/17/indias-strong-response-to-natos-threat/feed/ 0