અમદાવાદમાં નવરાત્રી દરમિયાન મહિલાઓની સુરક્ષા અને કાયદો-વ્યવસ્થા જાળવવા માટે પોલીસએ વિશાળ એક્શન પ્લાન તૈયાર કર્યો છે. 22મી તારીખથી શરૂ થનારી નવરાત્રી દરમિયાન રાત્રે ગરબા સ્થળોએ થતી છેડતીની ઘટનાઓ અને ચોરીને રોકવા માટે શહેરમાં 12 હજારથી વધુ પોલીસકર્મીઓ તૈનાત રહેશે. ડીસીપી રિમા મુન્શીએ જણાવ્યું કે મહિલાઓની સુરક્ષા, લોકોની સલામતી, ટ્રાફિક કન્ટ્રોલ અને કાયદા-વ્યવસ્થાની જાળવણી માટે ખાસ...
