NDRF Rescue Archives - Gujarat Inside - Latest News Today https://www.gujaratinside.com/tag/ndrf-rescue/ Latest News: Today’s News, Top News Headlines, Breaking News India, World News, Entertainment News, Sports News | Latest News Today | Gujarat Inside Fri, 05 Sep 2025 15:01:35 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.9.4 https://www.gujaratinside.com/wp-content/uploads/2025/06/cropped-GUJARAT-32x32.png NDRF Rescue Archives - Gujarat Inside - Latest News Today https://www.gujaratinside.com/tag/ndrf-rescue/ 32 32 દિલ્હીથી કાશ્મીર સુધી પૂરનો કહેર : 24 નદીઓ અને 50 ડેમમાં ગંભીર સંકટ https://www.gujaratinside.com/2025/09/05/india-floods-report-24-rivers-50-dams-crisis/ https://www.gujaratinside.com/2025/09/05/india-floods-report-24-rivers-50-dams-crisis/#respond Fri, 05 Sep 2025 15:25:55 +0000 https://www.gujaratinside.com/?p=18530 દેશના અનેક રાજ્યોમાં સતત વરસી રહેલા વરસાદે હાહાકાર મચાવ્યો છે. કેન્દ્રીય જળ આયોગ (CWC) ના અહેવાલ મુજબ હાલમાં દેશની 24 નદીઓમાં ગંભીર પૂર જેવી પરિસ્થિતિ સર્જાઈ છે, જ્યારે 50 જેટલા ડેમ ખતરાની સપાટી નજીક પહોંચી ગયા છે. પંજાબ, હરિયાણા, દિલ્હી, ઉત્તર પ્રદેશ, બિહાર, ઝારખંડ અને ઓડિશા જેવા રાજ્યોમાં નદીઓના જળસ્તરમાં અતિશય વધારો થતાં લોકો મુશ્કેલીમાં...

The post દિલ્હીથી કાશ્મીર સુધી પૂરનો કહેર : 24 નદીઓ અને 50 ડેમમાં ગંભીર સંકટ appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
દેશના અનેક રાજ્યોમાં સતત વરસી રહેલા વરસાદે હાહાકાર મચાવ્યો છે. કેન્દ્રીય જળ આયોગ (CWC) ના અહેવાલ મુજબ હાલમાં દેશની 24 નદીઓમાં ગંભીર પૂર જેવી પરિસ્થિતિ સર્જાઈ છે, જ્યારે 50 જેટલા ડેમ ખતરાની સપાટી નજીક પહોંચી ગયા છે. પંજાબ, હરિયાણા, દિલ્હી, ઉત્તર પ્રદેશ, બિહાર, ઝારખંડ અને ઓડિશા જેવા રાજ્યોમાં નદીઓના જળસ્તરમાં અતિશય વધારો થતાં લોકો મુશ્કેલીમાં મુકાયા છે. ગુજરાતમાં પણ નર્મદા, તાપી અને મહિસાગર નદીઓના જળસ્તરમાં વધારો થવાથી પૂરનું સંકટ ઊભું થયું છે.

હિમાચલ પ્રદેશ અને જમ્મુ-કાશ્મીરના ડેમમાંથી પાણી છોડાતા પંજાબની સતલજ, બિયાસ અને રાવી નદીઓ ભયજનક સપાટીએ વહી રહી છે. પરિણામે પંજાબના તમામ 23 જિલ્લામાં 1655થી વધુ ગામોમાં 3.55 લાખથી વધુ લોકો પૂરથી અસરગ્રસ્ત થયા છે. રાજ્યમાં 37 વર્ષ પછી સૌથી ગંભીર પૂર જેવી સ્થિતિ ઊભી થઈ છે. 1 ઑગસ્ટથી 3 સપ્ટેમ્બર દરમિયાન 37 લોકોએ જીવ ગુમાવ્યો છે. બચાવ કામગીરી માટે સેના અને NDRFની ટીમો સતત કાર્યરત છે.

દિલ્હીમાં યમુના નદી છેલ્લા ચાર દિવસથી ભયજનક સપાટીથી ઉપર વહી રહી છે. યમુના નજીકના અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થયા છે, જેમાં રાજઘાટ, કશ્મીરી ગેટ અને મુખ્યમંત્રી કાર્યાલય જેવા વિસ્તાર સામેલ છે. સુરક્ષા કારણોસર 10,000થી વધુ લોકોને રાહત શિબિરોમાં સ્થળાંતર કરાયા છે.

જમ્મુ-કાશ્મીરમાં ઝેલમ નદી બેકાબૂ બનતાં શ્રીનગર અને દક્ષિણ કાશ્મીરના વિસ્તારોમાં 2014 જેવી પરિસ્થિતિ ફરી સર્જાઈ છે. ઓડિશાની બુરહાબલંગ, સુવર્ણરેખા અને મહાનદી નદીઓ તેમજ બિહાર અને ઉત્તર પ્રદેશની ગંગા અને કોસી નદીઓ ખતરાની સપાટી ઉપર વહી રહી છે.

હવામાન વિભાગે ચેતવણી આપી છે કે આગામી દિવસોમાં મધ્ય પ્રદેશ, મહારાષ્ટ્ર અને રાજસ્થાનના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની સંભાવના છે, જેના કારણે પરિસ્થિતિ વધુ ગંભીર બની શકે છે.

 

The post દિલ્હીથી કાશ્મીર સુધી પૂરનો કહેર : 24 નદીઓ અને 50 ડેમમાં ગંભીર સંકટ appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/09/05/india-floods-report-24-rivers-50-dams-crisis/feed/ 0
કુલ્લુમાં ભૂસ્ખલન: બે મકાન ધરાશાયી, એકનો મૃતદેહ મળ્યો, અનેક લોકો દટાયાની આશંકા https://www.gujaratinside.com/2025/09/04/kullu-landslide-houses-collapse-people-trapped/ https://www.gujaratinside.com/2025/09/04/kullu-landslide-houses-collapse-people-trapped/#respond Thu, 04 Sep 2025 09:50:59 +0000 https://www.gujaratinside.com/?p=18314 હિમાચલ પ્રદેશના કુલ્લુ જિલ્લાના અખાડા બજારમાં ગુરુવારે વહેલી સવારે લગભગ 6 વાગ્યે ભૂસ્ખલનની ઘટના બની હતી. આ ભયાનક દુર્ઘટનામાં બે મકાન ધરાશાયી થઈ ગયા હતા અને કાટમાળ નીચે સાતથી આઠ લોકો દટાયાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. ઘટનાની જાણ થતાં જ NDRFની ટીમ સ્થળ પર પહોંચી ગઈ હતી અને તાત્કાલિક બચાવ કામગીરી શરૂ કરી...

The post કુલ્લુમાં ભૂસ્ખલન: બે મકાન ધરાશાયી, એકનો મૃતદેહ મળ્યો, અનેક લોકો દટાયાની આશંકા appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
હિમાચલ પ્રદેશના કુલ્લુ જિલ્લાના અખાડા બજારમાં ગુરુવારે વહેલી સવારે લગભગ 6 વાગ્યે ભૂસ્ખલનની ઘટના બની હતી. આ ભયાનક દુર્ઘટનામાં બે મકાન ધરાશાયી થઈ ગયા હતા અને કાટમાળ નીચે સાતથી આઠ લોકો દટાયાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. ઘટનાની જાણ થતાં જ NDRFની ટીમ સ્થળ પર પહોંચી ગઈ હતી અને તાત્કાલિક બચાવ કામગીરી શરૂ કરી હતી.

બચાવ કામગીરી દરમિયાન અત્યાર સુધીમાં એક મૃતદેહ મળી આવ્યો છે, જેની ઓળખ જમ્મુ-કાશ્મીરના કંગન શ્રીનગરના રહેવાસી તરીકે થઈ છે. ત્રણ લોકોને જીવતા બહાર કાઢી તેમને પ્રાદેશિક હોસ્પિટલ કુલ્લુ ખસેડવામાં આવ્યા છે. કુલ્લુ સદર ધારાસભ્ય સુંદર સિંહ ઠાકુર તથા જિલ્લા પ્રશાસનના અધિકારીઓ સ્થળ પર પહોંચી સ્થિતિનું નિરીક્ષણ કરી રહ્યા છે.

સ્થાનિક રહેવાસીઓએ જણાવ્યું કે ધરાશાયી મકાનમાં ત્રણ રૂમમાં સાત લોકો રહેતા હતા. એક વ્યક્તિએ કૂદીને પોતાનો જીવ બચાવ્યો, જ્યારે બાકી લોકો કાટમાળ નીચે ફસાયેલા હોવાની આશંકા છે. હાલમાં પાંચ લોકો હજુ પણ દટાયેલા છે. બધા જ લોકો જમ્મુ-કાશ્મીરના હોવાનું માનવામાં આવી રહ્યું છે.

સતત વરસતા વરસાદને કારણે બચાવ કામગીરીમાં મોટી મુશ્કેલી ઊભી થઈ રહી છે. ઘટનાસ્થળે પોલીસ દળ તૈનાત કરવામાં આવ્યું છે. ડેપ્યુટી કમિશનર તોરુ એસ. રવિશ અને એસડીએમ નિશાંત ઠાકુરે સ્થળની મુલાકાત લીધી હતી. આ દુર્ઘટનામાં એક સ્થાનિક મહિલા પણ દટાઈ હોવાનું સામે આવ્યું છે.

ઉલ્લેખનીય છે કે અખાડા વિસ્તારમાં ગઈકાલે પણ ભૂસ્ખલનની એક ઘટના બની હતી, જેમાં બે લોકોના મોત થયા હતા. સતત વરસાદ અને ધરાશાયીના કારણે વિસ્તરમાં ભયનું વાતાવરણ સર્જાયું છે.

 

The post કુલ્લુમાં ભૂસ્ખલન: બે મકાન ધરાશાયી, એકનો મૃતદેહ મળ્યો, અનેક લોકો દટાયાની આશંકા appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/09/04/kullu-landslide-houses-collapse-people-trapped/feed/ 0
ઉત્તરાખંડથી જમ્મુ-કાશ્મીર સુધી વરસાદનો કહેર, પૂર-ભૂસ્ખલનથી હાહાકાર, લાખો લોકો પ્રભાવિત https://www.gujaratinside.com/2025/09/01/uttarakhand-himachal-jammu-kashmir-rains-landslides-floods/ https://www.gujaratinside.com/2025/09/01/uttarakhand-himachal-jammu-kashmir-rains-landslides-floods/#respond Mon, 01 Sep 2025 04:55:27 +0000 https://www.gujaratinside.com/?p=17949 ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ અને જમ્મુ-કાશ્મીરમાં ભારે વરસાદ અને કુદરતી આફતે હાહાકાર મચાવ્યો છે. સતત વરસાદને કારણે ભૂસ્ખલન, વાદળ ફાટવા અને પૂરની પરિસ્થિતિ સર્જાઈ છે, જેના કારણે પુલો તૂટી ગયા, રસ્તાઓ બંધ થયા અને ગામોનો સંપર્ક કપાઈ ગયો છે. હજારો લોકો ફસાઈ ગયા છે અને લાખો લોકો પ્રભાવિત થયા છે. હિમાચલ પ્રદેશમાં વાદળ ફાટવાના કારણે રસ્તાઓ...

The post ઉત્તરાખંડથી જમ્મુ-કાશ્મીર સુધી વરસાદનો કહેર, પૂર-ભૂસ્ખલનથી હાહાકાર, લાખો લોકો પ્રભાવિત appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ અને જમ્મુ-કાશ્મીરમાં ભારે વરસાદ અને કુદરતી આફતે હાહાકાર મચાવ્યો છે. સતત વરસાદને કારણે ભૂસ્ખલન, વાદળ ફાટવા અને પૂરની પરિસ્થિતિ સર્જાઈ છે, જેના કારણે પુલો તૂટી ગયા, રસ્તાઓ બંધ થયા અને ગામોનો સંપર્ક કપાઈ ગયો છે. હજારો લોકો ફસાઈ ગયા છે અને લાખો લોકો પ્રભાવિત થયા છે.

હિમાચલ પ્રદેશમાં વાદળ ફાટવાના કારણે રસ્તાઓ કાટમાળથી ભરાઈ ગયા છે અને શિમલાના ગ્રામ્ય વિસ્તારોમાં ભૂસ્ખલનથી અનેક માર્ગો અવરોધિત થયા છે. કુલ્લુમાં ભૂસ્ખલનથી રાષ્ટ્રીય ધોરીમાર્ગ પણ પ્રભાવિત થયો છે. ચંબામાં મણિ મહેશ યાત્રા રોકી દેવામાં આવી છે અને હજારો શ્રદ્ધાળુઓને સુરક્ષિત સ્થળે ખસેડવા માટે વહીવટી તંત્ર પ્રયત્નશીલ છે.

ઉત્તરાખંડમાં ચમોલી જિલ્લાના નીતિ ઘાટીમાં મુખ્ય પુલ તૂટી જતાં અનેક ગામો કટોકટીમાં આવી ગયા છે. નીતિ-મલારી હાઈવે પર તમક નાળાનો પુલ તૂટી પડ્યો છે, જ્યારે ઉત્તરકાશીમાં યમુના નદીનું જળસ્તર ખતરનાક સપાટી પર પહોંચી ગયું છે. વિકાસનગર અને સરહદીય ગામોમાં મકાનો ધરાશાયી થયા છે અને શાળાઓ બંધ કરી દેવામાં આવી છે.

જમ્મુ-કાશ્મીરમાં રામબન, ઉધમપુર અને જમ્મુ જિલ્લામાં વાદળ ફાટવા અને ભૂસ્ખલનના કારણે હાઈવે તૂટી ગયો છે, જેના કારણે અવરજવર બંધ થઈ ગઈ છે. કટરામાં ઘરો અને દુકાનોમાં પૂરના કારણે પાણી ઘૂસી ગયું છે.

પંજાબમાં પૂરે વિનાશ મચાવ્યો છે. 9 જિલ્લામાં એક હજારથી વધુ ગામો પ્રભાવિત થયા છે અને 3 લાખ એકર ખેતીની જમીન પાણીમાં ગરકાવ થઈ ગઈ છે. અમૃતસર, ગુરદાસપુર, પઠાણકોટ અને ફિરોઝપુરમાં પરિસ્થિતિ ગંભીર છે. ગુરુદ્વારા લોકો માટે આશ્રયસ્થાન બની રહ્યા છે, જ્યારે ગુરદાસપુરમાં સતલજ, રાવી અને બિયાસ નદીઓના પૂરે 40થી વધુ ગામોને અસર કરી છે.

બચાવ કાર્ય માટે એરફોર્સ, સેના, NDRF, BSF અને સ્થાનિક વહીવટી તંત્ર સતત કામ કરી રહ્યા છે. MI-17 હેલિકોપ્ટર દ્વારા નદી કિનારે ફસાયેલા લોકોનું રેસ્ક્યૂ કરવામાં આવી રહ્યું છે. પશુઓ માટે ચારો ઉપલબ્ધ ન હોવાના કારણે મુશ્કેલીઓ વધી રહી છે. હવામાન વિભાગે હજી પણ ભારે વરસાદ અને પૂરની ચેતવણી આપી છે.

મેદાની રાજ્યોમાં પણ પરિસ્થિતિ ગંભીર છે. બિહારના મુંગેર અને બેગુસરાયમાં પૂર જેવી સ્થિતિ છે, જ્યારે ગુજરાતના સાબરકાંઠા અને પંચમહાલમાં રસ્તાઓ અને ઘરો પાણીમાં ગરકાવ થઈ ગયા છે. રાજસ્થાનના ટોંકમાં માસી નદીના તેજ પ્રવાહમાં ડમ્પર પલટી જતાં જોખમ વધ્યું છે.

કુલ મળીને, આ વર્ષે હવામાને ઉત્તર ભારતથી લઈને મેદાનો સુધી વિનાશક પરિસ્થિતિ સર્જી છે અને રાહત કાર્ય સતત ચાલુ છે.

 

The post ઉત્તરાખંડથી જમ્મુ-કાશ્મીર સુધી વરસાદનો કહેર, પૂર-ભૂસ્ખલનથી હાહાકાર, લાખો લોકો પ્રભાવિત appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/09/01/uttarakhand-himachal-jammu-kashmir-rains-landslides-floods/feed/ 0
દીકરીના જન્મદિવસની ખુશી શોકમાં ફેરવાઈ: વિરારમાં ઈમારત ધરાશાયી, 15ના મોત https://www.gujaratinside.com/2025/08/28/virar-building-collapse-birthday-tragedy-15-dead/ https://www.gujaratinside.com/2025/08/28/virar-building-collapse-birthday-tragedy-15-dead/#respond Thu, 28 Aug 2025 08:35:11 +0000 https://www.gujaratinside.com/?p=17579 મહારાષ્ટ્રના પાલઘર જિલ્લામાં આવેલા વિરાર (પૂર્વ)માં એક ભયાનક દુર્ઘટના બની છે, જ્યાં એક એપાર્ટમેન્ટ ધરાશાયી થતા 15 લોકોના મોત થયા છે. ઘટના વિજયનગર વિસ્તારમાં રમાબાઈ એપાર્ટમેન્ટમાં બની, જ્યાં જૉયલ પરિવાર તેમની દીકરી ઉત્કર્ષાના પ્રથમ જન્મદિવસની ઉજવણી કરી રહ્યો હતો. ઘરમાં સજાવટ કરવામાં આવી હતી અને કેક કાપી ઉજવણી ચાલી રહી હતી. પરંતુ કેક કાપ્યાના માત્ર...

The post દીકરીના જન્મદિવસની ખુશી શોકમાં ફેરવાઈ: વિરારમાં ઈમારત ધરાશાયી, 15ના મોત appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
મહારાષ્ટ્રના પાલઘર જિલ્લામાં આવેલા વિરાર (પૂર્વ)માં એક ભયાનક દુર્ઘટના બની છે, જ્યાં એક એપાર્ટમેન્ટ ધરાશાયી થતા 15 લોકોના મોત થયા છે. ઘટના વિજયનગર વિસ્તારમાં રમાબાઈ એપાર્ટમેન્ટમાં બની, જ્યાં જૉયલ પરિવાર તેમની દીકરી ઉત્કર્ષાના પ્રથમ જન્મદિવસની ઉજવણી કરી રહ્યો હતો. ઘરમાં સજાવટ કરવામાં આવી હતી અને કેક કાપી ઉજવણી ચાલી રહી હતી. પરંતુ કેક કાપ્યાના માત્ર પાંચ મિનિટ પછી ઇમારતનો પાછળનો ભાગ ધરાશાયી થતાં આનંદનો માહોલ શોકમાં ફેરવાઈ ગયો.

આ દુર્ઘટનામાં માસૂમ ઉત્કર્ષ અને તેની માતા આરોહી જૉયલનું મોત થયું, જ્યારે પિતા ઓમકાર જૉયલ હજુ કાટમાળ નીચે ફસાયેલા હોવાની ભીતિ વ્યક્ત કરવામાં આવી રહી છે. ઘટના પછી સ્થાનિક લોકોએ તાત્કાલિક હિંમત બતાવી અને કાટમાળમાંથી સાત લોકોને સુરક્ષિત બહાર કાઢ્યા, જેમને ઈજા થતાં વિરાર અને નાલાસોપારાની હોસ્પિટલોમાં દાખલ કરવામાં આવ્યા છે.

ઘટનાને 30 કલાકથી વધુ સમય વીતી ગયો છે છતાં NDRFની 5મી બટાલિયનની બે ટીમો, વસઈ-વિરાર મ્યુનિસિપલ કોર્પોરેશન અને સ્થાનિક પોલીસ બચાવ કામગીરીમાં તનતોડ મહેનત કરી રહી છે.

વસઈ-વિરાર વિસ્તારમાં ગેરકાયદે અને અનધિકૃત બાંધકામો લોકોના જીવન માટે મોટો ખતરો સાબિત થઈ રહ્યા છે. માત્ર 15 દિવસ પહેલા ગેરકાયદે બાંધકામમાં કાચનો સ્લેબ પડતાં બે મજૂરોના મોત થયા હતા. આથી સ્થાનિક વહીવટીતંત્રની બેદરકારી સામે ગંભીર પ્રશ્નો ઉભા થયા છે.

વિરાર પોલીસે આ ઘટનામાં બિલ્ડર નીતલ ગોપીનાથ સાને અને જમીન માલિક સામે મહારાષ્ટ્ર રિજનલ ટાઉન પ્લાનિંગ એક્ટની કલમ 52, 53 અને 54 તેમજ ભારતીય ન્યાય સંહિતા (BNS)ની કલમ 105 હેઠળ FIR નોંધાવી છે. જોકે, આ મામલે હજુ કોઈ ધરપકડ કરવામાં આવી નથી.

 

The post દીકરીના જન્મદિવસની ખુશી શોકમાં ફેરવાઈ: વિરારમાં ઈમારત ધરાશાયી, 15ના મોત appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/08/28/virar-building-collapse-birthday-tragedy-15-dead/feed/ 0
વલસાડ: ધરમપુરમાં કોઝવે પર બાઇકસવાર પાણીના પ્રવાહમાં તણાઇ જતા યુવાન લાપત્તા https://www.gujaratinside.com/2025/08/24/dharampur-bike-missing-cozway-flood/ https://www.gujaratinside.com/2025/08/24/dharampur-bike-missing-cozway-flood/#respond Sun, 24 Aug 2025 13:12:06 +0000 https://www.gujaratinside.com/?p=17188 વલસાડ: ધરમપુર તાલુકાના શેરીમાળ ગામે એક યુવાન બાઇક સાથે કોઝવે પાર કરતી વખતે પાણીના પ્રવાહમાં તણાઈ ગયો છે. પ્રિતેશ દિનેશભાઈ ગામીત (ઉંમર 22) આંબાતલાટ ગામના સાગરમાળ ફળીયાના રહેતા છે. શનિવારે રાત્રે નોકરી પરથી ઘરે પરત ફરતા પ્રિતેશ પોતાના મોટરસાયકલ (નં. GJ-15-AE-8538) પર કોઝવે પાર કરવાનો પ્રયાસ કર્યો, જે સમયે કોઝવે પાણીમાં ગરક હતો. ઝડપથી વહેતા...

The post વલસાડ: ધરમપુરમાં કોઝવે પર બાઇકસવાર પાણીના પ્રવાહમાં તણાઇ જતા યુવાન લાપત્તા appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
વલસાડ: ધરમપુર તાલુકાના શેરીમાળ ગામે એક યુવાન બાઇક સાથે કોઝવે પાર કરતી વખતે પાણીના પ્રવાહમાં તણાઈ ગયો છે. પ્રિતેશ દિનેશભાઈ ગામીત (ઉંમર 22) આંબાતલાટ ગામના સાગરમાળ ફળીયાના રહેતા છે. શનિવારે રાત્રે નોકરી પરથી ઘરે પરત ફરતા પ્રિતેશ પોતાના મોટરસાયકલ (નં. GJ-15-AE-8538) પર કોઝવે પાર કરવાનો પ્રયાસ કર્યો, જે સમયે કોઝવે પાણીમાં ગરક હતો. ઝડપથી વહેતા પાણીના કારણે યુવાન બાઇક સહિત પ્રવાહમાં તણાઇ ગયો.

ઘટના અંગે જાણ થતાં તરવૈયા અને NDRFની ટીમને સ્થળ પર બોલાવવામાં આવી હતી. રાત્રીના અંધારાને કારણે શોધખોળમાં વિલંબ થયો હતો. રવિવારે (24 ઓગસ્ટ) સવારે ફરીથી કામગીરી શરૂ કરતાં, કોઝવેના પાણીમાંથી પ્રિતેશની બાઇક મળી આવી છે, પરંતુ યુવાન હજી લાપત્તા છે અને તેની શોધખોળ ચાલુ છે.

પહેલાં પણ વલસાડ જિલ્લાના પારડી વિસ્તારમાં આવી જ દુર્ઘટના બની હતી, જેમાં માતા-પુત્રીની મૃત્યુ થઈ હતી. ચોમાસાના દિવસોમાં નીચેના કોઝવે પાણીમાં ગરક થતા સ્થાનિક લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. તેઓ સરકાર અને તંત્ર પાસે જોખમી કોઝવે પર ઉચ્ચ પુલ બનાવવા માટેની માગ કરી રહ્યા છે.

The post વલસાડ: ધરમપુરમાં કોઝવે પર બાઇકસવાર પાણીના પ્રવાહમાં તણાઇ જતા યુવાન લાપત્તા appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/08/24/dharampur-bike-missing-cozway-flood/feed/ 0