Nepal politics Archives - Gujarat Inside - Latest News Today https://www.gujaratinside.com/tag/nepal-politics/ Latest News: Today’s News, Top News Headlines, Breaking News India, World News, Entertainment News, Sports News | Latest News Today | Gujarat Inside Thu, 11 Sep 2025 11:42:25 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.9.4 https://www.gujaratinside.com/wp-content/uploads/2025/06/cropped-GUJARAT-32x32.png Nepal politics Archives - Gujarat Inside - Latest News Today https://www.gujaratinside.com/tag/nepal-politics/ 32 32 નેપાળના કાર્યકારી PM પદ માટે કુલમાન ઘિસિંગનું નામ આગળ, Gen-Z આંદોલનકારીઓનો સમર્થન https://www.gujaratinside.com/2025/09/11/kulman-ghising-nepal-interim-pm-gen-z-support/ https://www.gujaratinside.com/2025/09/11/kulman-ghising-nepal-interim-pm-gen-z-support/#respond Thu, 11 Sep 2025 11:42:25 +0000 https://www.gujaratinside.com/?p=19139 નેપાળમાં ચાલી રહેલી હિંસક પરિસ્થિતિ વચ્ચે દેશના કાર્યકારી વડાપ્રધાન પદ માટે કુલમાન ઘિસિંગનું નામ ચર્ચામાં છે. સૈના, Gen-Z આંદોલનકારીઓ અને અન્ય પ્રતિનિધિઓ વચ્ચે ચાલી રહેલી બેઠકમાં ઘિસિંગનું નામ સત્તાવાર રીતે આગળ આવ્યું છે. આ પહેલી વાર છે જ્યારે ઘિસિંગનું નામ વડાપ્રધાન પદ માટે આગળ આવ્યું છે. અગાઉ પૂર્વ ચીફ જસ્ટિસ સુશીલા કાર્કી અને કાઠમંડુ મેયર...

The post નેપાળના કાર્યકારી PM પદ માટે કુલમાન ઘિસિંગનું નામ આગળ, Gen-Z આંદોલનકારીઓનો સમર્થન appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
નેપાળમાં ચાલી રહેલી હિંસક પરિસ્થિતિ વચ્ચે દેશના કાર્યકારી વડાપ્રધાન પદ માટે કુલમાન ઘિસિંગનું નામ ચર્ચામાં છે. સૈના, Gen-Z આંદોલનકારીઓ અને અન્ય પ્રતિનિધિઓ વચ્ચે ચાલી રહેલી બેઠકમાં ઘિસિંગનું નામ સત્તાવાર રીતે આગળ આવ્યું છે.

આ પહેલી વાર છે જ્યારે ઘિસિંગનું નામ વડાપ્રધાન પદ માટે આગળ આવ્યું છે. અગાઉ પૂર્વ ચીફ જસ્ટિસ સુશીલા કાર્કી અને કાઠમંડુ મેયર બાલેન શાહના નામો મજબૂત દાવેદાર તરીકે હતા, પરંતુ સહમતિ ન થતાં હવે ઘિસિંગને સૌથી યોગ્ય વિકલ્પ માનવામાં આવી રહ્યા છે.

કુલમાન ઘિસિંગનો જન્મ 25 નવેમ્બર 1970ના રોજ નેપાળના રામેછાપ જિલ્લામાં થયો હતો. તેમણે પ્રાથમિક શિક્ષણ પોતાના ગામમાં લીધું બાદ ભારતના જમશેદપુર ખાતે રિજનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજીમાં ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ પૂર્ણ કરી.

તેમણે 2016 થી 2020 સુધી અને ત્યારબાદ 2021 થી 2025 સુધી નેપાળ ઇલેક્ટ્રિસિટી ઓથોરિટી (NEA)ના મેનેજિંગ ડિરેક્ટર તરીકે બે કાર્યકાળ પૂરા કર્યા. તેમના કાર્યકાળમાં નેપાળમાં લાંબા સમયથી ચાલી રહેલી વીજળી કાપની સમસ્યાનો અંત આવ્યો હતો અને દેશના વીજ પુરવઠામાં મોટાપાયે સુધારો થયો હતો.

ઘિસિંગે વીજળી ઉત્પાદન, ટ્રાન્સમિશન અને વિતરણમાં સુધારા કરી વીજળી ચોરી પર નિયંત્રણ મેળવ્યું અને સપ્લાયને સ્થિર બનાવી. જેના કારણે તેઓ લોકપ્રિય બન્યા અને યુવાનોમાં ખાસ લોકચાહના મેળવી.

માર્ચ 2025માં તેમનો બીજો કાર્યકાળ પૂરો થવામાં ચાર મહિના બાકી હોવા છતાં તેમને પદ પરથી હટાવી દેવામાં આવ્યા હતા. તેમ છતાં, તેમની લોકપ્રિયતા અકબંધ રહી છે અને તેમને આજે પણ “દેશભક્ત ટેકનોક્રેટ” તરીકે ઓળખવામાં આવે છે.

હાલમાં નેપાળમાં સરકાર દ્વારા સોશિયલ મીડિયા પર લગાવવામાં આવેલા પ્રતિબંધને કારણે હિંસક પ્રદર્શન ફાટી નીકળ્યા છે. યુવા વર્ગે ભ્રષ્ટાચાર અને સરકારની નિષ્ફળતાઓ સામે વિરોધ શરૂ કર્યો હતો, જેના કારણે વડાપ્રધાન કે.પી. શર્મા ઓલીએ રાજીનામું આપવું પડ્યું હતું.

હવે દેશમાં તણાવપૂર્ણ પરિસ્થિતિ વચ્ચે કાર્યકારી વડાપ્રધાનની નિમણૂક માટે ચર્ચાઓ તેજ થઈ ગઈ છે અને ઘિસિંગનું નામ સૌથી આગળ ચાલી રહ્યું છે.

 

The post નેપાળના કાર્યકારી PM પદ માટે કુલમાન ઘિસિંગનું નામ આગળ, Gen-Z આંદોલનકારીઓનો સમર્થન appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/09/11/kulman-ghising-nepal-interim-pm-gen-z-support/feed/ 0
સુશીલા કાર્કી બનશે નેપાળની તાત્કાલિક વડાંપ્રધાન? Gen-Z આંદોલનમાં જોવા મળ્યો નવો વળાંક https://www.gujaratinside.com/2025/09/10/sushila-karki-interim-prime-minister-nepal/ https://www.gujaratinside.com/2025/09/10/sushila-karki-interim-prime-minister-nepal/#respond Wed, 10 Sep 2025 14:22:41 +0000 https://www.gujaratinside.com/?p=19045 નેપાળની રાજનીતિમાં તાજેતરમાં એક મહત્વપૂર્ણ વળાંક જોવા મળી રહ્યો છે. Gen-Z આંદોલનકારીઓ દ્વારા ઓનલાઈન બોલાવવામાં આવેલી બેઠકમાં 5000થી વધુ યુવાનોની હાજરી જોવા મળી હતી, જેમાં સૌથી વધુ સમર્થન પૂર્વ સુપ્રિમ કોર્ટે ચીફ જસ્ટિસ રહી ચુકેલી સુશીલા કાર્કીને મળ્યું છે. આ સમર્થનના કારણે શક્યતા છે કે તાત્કાલિક વડાંપ્રધાન પદનો સત્તાપદ સુશીલા કાર્કી સંભાળી શકે. આંદોલનના પૂર્વ...

The post સુશીલા કાર્કી બનશે નેપાળની તાત્કાલિક વડાંપ્રધાન? Gen-Z આંદોલનમાં જોવા મળ્યો નવો વળાંક appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
નેપાળની રાજનીતિમાં તાજેતરમાં એક મહત્વપૂર્ણ વળાંક જોવા મળી રહ્યો છે. Gen-Z આંદોલનકારીઓ દ્વારા ઓનલાઈન બોલાવવામાં આવેલી બેઠકમાં 5000થી વધુ યુવાનોની હાજરી જોવા મળી હતી, જેમાં સૌથી વધુ સમર્થન પૂર્વ સુપ્રિમ કોર્ટે ચીફ જસ્ટિસ રહી ચુકેલી સુશીલા કાર્કીને મળ્યું છે. આ સમર્થનના કારણે શક્યતા છે કે તાત્કાલિક વડાંપ્રધાન પદનો સત્તાપદ સુશીલા કાર્કી સંભાળી શકે.

આંદોલનના પૂર્વ લીડર કાઠમંડુના મેયર બાલેન શાહે Gen-Z યુવાનોનો સંપર્ક ન લીધાનો દાવો કરવામાં આવ્યો છે. એક પ્રતિનિધિએ જણાવ્યું કે, “બાલેન શાહે અમારો ફોન ઉઠાવ્યો નથી અને તેમણે કોઈ જવાબ આપ્યો નથી. તેથી અમે બીજા નામની ચર્ચા શરૂ કરી, જેમાં સૌથી વધુ સમર્થન સુશીલા કાર્કીને મળ્યું.”

કાર્કીએ વડાંપ્રધાન પદ માટે ઓછામાં ઓછા 1000 લેખિત સમર્થન પત્રોની શરત મૂકી હતી, અને અત્યાર સુધી તેમને 2500થી વધુ સમર્થન પત્ર મળ્યા છે.

બેઠકમાં અન્ય નામો પર પણ ચર્ચા થઈ, જેમ કે કુલમાન ઘિસિંગ, સાગર ઢકાલ અને હર્કા સમ્પાંગ. રસપ્રદ બાબત એ રહી કે યુટ્યુબર Random Nepaliને પણ મત મળ્યા, પરંતુ તેમણે કહ્યું કે તેઓ જવાબદારી ત્યારે જ લેશે જ્યારે બીકાના તમામ નકારી દેવામાં આવશે.

જો સુશીલા કાર્કી આ પ્રસ્તાવ સ્વીકારશે, તો તેઓ પહેલા સેના પ્રમુખ જનરલ અશોક રાજ સિગ્દેલની મુલાકાત કરશે અને બાદમાં રાષ્ટ્રપતિ રામચંદ્ર પૌડેલની સત્તાવાર મંજૂરી લેવી પડશે.

Gen-Z યુવાનો ભવિષ્યના નેતૃત્વ માટે Discord એપ દ્વારા મતદાન કરી રહ્યા છે. મતદાન માટે હજુ 23 કલાક બાકી છે અને ત્યાં સુધી સુશીલા કાર્કીને સૌથી વધુ મત મળ્યા છે.

સુશીલા કાર્કી નેપાળના પ્રથમ મહિલા ચીફ જસ્ટિસ છે, જેમણે 2016માં પદ સંભાળ્યું હતું. તેઓ ભ્રષ્ટાચાર કેસોમાં પોતાની નડપ અને કડક વલણ માટે જાણીતી છે.

2006માં બંધારણીય સમિતિમાં સભ્ય રહી ચૂકેલી કાર્કીએ 2009માં સુપ્રિમ કોર્ટે એડ-હોક જજ પદ અને 2010માં કાયમી જજ તરીકે નિમણૂક મેળવી હતી. તેમનું આ પગલું નેપાળમાં મહિલાઓ માટે સમાનતા અને બંધારણિક અધિકારોની દિશામાં ઐતિહાસિક માનવામાં આવે છે.

 

The post સુશીલા કાર્કી બનશે નેપાળની તાત્કાલિક વડાંપ્રધાન? Gen-Z આંદોલનમાં જોવા મળ્યો નવો વળાંક appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/09/10/sushila-karki-interim-prime-minister-nepal/feed/ 0
નેપાળમાં 20ના મોત બાદ ઉથલપાથલ: સોશિયલ મીડિયા બેન હટાવાયો છતાં Gen-Zનું આંદોલન યથાવત્ https://www.gujaratinside.com/2025/09/09/nepal-genz-revolution-social-media-ban/ https://www.gujaratinside.com/2025/09/09/nepal-genz-revolution-social-media-ban/#respond Tue, 09 Sep 2025 04:19:08 +0000 https://www.gujaratinside.com/?p=18834 નેપાળમાં સોશિયલ મીડિયા પ્રતિબંધને લઈને થયેલા હિંસક દેખાવોએ ગંભીર પરિસ્થિતિ ઊભી કરી છે. સોમવારે (8 સપ્ટેમ્બર) પોલીસ કાર્યવાહી દરમિયાન 20 લોકોના મોત થયા હતા અને 300થી વધુ લોકો ઘાયલ થયા હતા. આ ઘટનાના પગલે ગૃહમંત્રી રમેશ લેખકે રાજીનામું આપવું પડ્યું. કાઠમંડુમાં હાલ પરિસ્થિતિ તંગ છે. મંગળવારે (9 સપ્ટેમ્બર) સવારથી જ સંસદ ભવનની બહાર દેખાવકારો વડાપ્રધાન...

The post નેપાળમાં 20ના મોત બાદ ઉથલપાથલ: સોશિયલ મીડિયા બેન હટાવાયો છતાં Gen-Zનું આંદોલન યથાવત્ appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
નેપાળમાં સોશિયલ મીડિયા પ્રતિબંધને લઈને થયેલા હિંસક દેખાવોએ ગંભીર પરિસ્થિતિ ઊભી કરી છે. સોમવારે (8 સપ્ટેમ્બર) પોલીસ કાર્યવાહી દરમિયાન 20 લોકોના મોત થયા હતા અને 300થી વધુ લોકો ઘાયલ થયા હતા. આ ઘટનાના પગલે ગૃહમંત્રી રમેશ લેખકે રાજીનામું આપવું પડ્યું.

કાઠમંડુમાં હાલ પરિસ્થિતિ તંગ છે. મંગળવારે (9 સપ્ટેમ્બર) સવારથી જ સંસદ ભવનની બહાર દેખાવકારો વડાપ્રધાન વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરી રહ્યા છે. સવારે કર્ફ્યુ હટાવવામાં આવ્યો હોવા છતાં રાષ્ટ્રપતિ ભવન, ઉપરાષ્ટ્રપતિ નિવાસસ્થાન, વડાપ્રધાન નિવાસ, સિંહ દરબાર અને સંસદ ભવનની આસપાસ પ્રતિબંધો યથાવત્ છે. બીજી તરફ મંત્રીના નિવાસસ્થાન અને મુખ્ય પક્ષોના કાર્યાલયોની આસપાસ સવારે 7થી બપોરે 12 વાગ્યા સુધી કર્ફ્યુ લાગુ રહેશે.

આઈટી મંત્રી પૃથ્વી સુબ્બા ગુરુંગે જાહેરાત કરી હતી કે સરકારે ફેસબુક, એક્સ (ટ્વિટર), ઈન્સ્ટાગ્રામ, વોટ્સએપ અને યુટ્યુબ સહિત 26 સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર મુકવામાં આવેલ પ્રતિબંધ હટાવી દીધો છે અને સેવાઓ ધીમે ધીમે પુનઃસ્થાપિત થશે. તેમ છતાં, યુવાનોમાં અસંતોષ યથાવત્ છે અને તેઓ રસ્તાઓ પર વિરોધ કરી રહ્યા છે.

નિવૃત્ત કર્નલ માધવ સુંદર ખડગાએ જણાવ્યું કે તેઓ છેલ્લા છ મહિનાથી ભ્રષ્ટાચાર વિરોધી અભિયાનમાં સક્રિય હતા. તેમણે પોલીસ પર હુમલાના આરોપ લગાવતા રાષ્ટ્રપતિ પાસે વર્તમાન સરકારને ભંગ કરવાની માંગ પણ કરી.

આ આંદોલનને લોકો ‘Gen-Z રિવોલ્યુશન’ કહી રહ્યા છે કારણ કે તેની આગેવાની મોટા ભાગે યુવા અને વિદ્યાર્થીઓ કરી રહ્યા છે. સોશિયલ મીડિયા પર પ્રતિબંધને યુવાનોએ પોતાની અભિવ્યક્તિની સ્વતંત્રતા પર હુમલો ગણાવીને જોરદાર પ્રતિક્રિયા આપી છે.

 

The post નેપાળમાં 20ના મોત બાદ ઉથલપાથલ: સોશિયલ મીડિયા બેન હટાવાયો છતાં Gen-Zનું આંદોલન યથાવત્ appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/09/09/nepal-genz-revolution-social-media-ban/feed/ 0