કાઠમંડુ: નેપાળમાં ઉગ્ર સ્વરૂપ ધારણ કરેલા Gen Z આંદોલનના કેન્દ્રમાં 36 વર્ષીય સામાજિક કાર્યકર સુદન ગુરુંગ છે. હામી નેપાળ નામની એનજીઓના સ્થાપક ગુરુંગે દેશભરના યુવાઓને સંગઠિત કરીને ભ્રષ્ટાચાર, અસમાનતા અને સરકાર દ્વારા મૂકાયેલા સોશિયલ મીડિયા પ્રતિબંધ સામે લડતને દિશા આપી છે. આંદોલનની શરૂઆત 8 સપ્ટેમ્બરે થઈ, જ્યારે લાખો વિદ્યાર્થી અને યુવાનો એકસાથે રસ્તા પર ઉતર્યા....


