Nepal student protests Archives - Gujarat Inside - Latest News Today https://www.gujaratinside.com/tag/nepal-student-protests/ Latest News: Today’s News, Top News Headlines, Breaking News India, World News, Entertainment News, Sports News | Latest News Today | Gujarat Inside Tue, 09 Sep 2025 10:04:11 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.9.4 https://www.gujaratinside.com/wp-content/uploads/2025/06/cropped-GUJARAT-32x32.png Nepal student protests Archives - Gujarat Inside - Latest News Today https://www.gujaratinside.com/tag/nepal-student-protests/ 32 32 36 વર્ષનો સુદન ગુરુંગ: નેપાળના Gen Z આંદોલનનો ચહેરો, જેણે સત્તાના પાયા હચમચાવ્યા https://www.gujaratinside.com/2025/09/09/sudan-gurung-gen-z-protest-nepal/ https://www.gujaratinside.com/2025/09/09/sudan-gurung-gen-z-protest-nepal/#respond Tue, 09 Sep 2025 10:02:07 +0000 https://www.gujaratinside.com/?p=18873 કાઠમંડુ: નેપાળમાં ઉગ્ર સ્વરૂપ ધારણ કરેલા Gen Z આંદોલનના કેન્દ્રમાં 36 વર્ષીય સામાજિક કાર્યકર સુદન ગુરુંગ છે. હામી નેપાળ નામની એનજીઓના સ્થાપક ગુરુંગે દેશભરના યુવાઓને સંગઠિત કરીને ભ્રષ્ટાચાર, અસમાનતા અને સરકાર દ્વારા મૂકાયેલા સોશિયલ મીડિયા પ્રતિબંધ સામે લડતને દિશા આપી છે. આંદોલનની શરૂઆત 8 સપ્ટેમ્બરે થઈ, જ્યારે લાખો વિદ્યાર્થી અને યુવાનો એકસાથે રસ્તા પર ઉતર્યા....

The post 36 વર્ષનો સુદન ગુરુંગ: નેપાળના Gen Z આંદોલનનો ચહેરો, જેણે સત્તાના પાયા હચમચાવ્યા appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
કાઠમંડુ: નેપાળમાં ઉગ્ર સ્વરૂપ ધારણ કરેલા Gen Z આંદોલનના કેન્દ્રમાં 36 વર્ષીય સામાજિક કાર્યકર સુદન ગુરુંગ છે. હામી નેપાળ નામની એનજીઓના સ્થાપક ગુરુંગે દેશભરના યુવાઓને સંગઠિત કરીને ભ્રષ્ટાચાર, અસમાનતા અને સરકાર દ્વારા મૂકાયેલા સોશિયલ મીડિયા પ્રતિબંધ સામે લડતને દિશા આપી છે.

આંદોલનની શરૂઆત 8 સપ્ટેમ્બરે થઈ, જ્યારે લાખો વિદ્યાર્થી અને યુવાનો એકસાથે રસ્તા પર ઉતર્યા. ગુરુંગે સોશિયલ મીડિયા, ડિસ્કોર્ડ અને VPN મારફત અભિયાનને વેગ આપ્યો. તેણે ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરીને યુવાઓને સંદેશ આપ્યો કે “આપણી લડત આપણી શક્તિથી શરૂ થાય છે, હવે સરકારને ઝુકાવવાનો સમય આવી ગયો છે.”

સુદન ગુરુંગનો પ્રવાસ
એક સમયે ઇવેન્ટ મેનેજમેન્ટમાં કાર્યરત ગુરુંગનું જીવન 2015ના નેપાળ ભૂકંપ બાદ બદલાઈ ગયું. તે માનવતાવાદી કાર્ય તરફ વળ્યો અને હામી નેપાળ એનજીઓ સ્થાપી. તેના માધ્યમથી તેણે આપત્તિ રાહત, રક્તદાન ઝુંબેશ અને વિદ્યાર્થીઓના કલ્યાણ માટેના અભિયાનો ચલાવ્યા. આંતરરાષ્ટ્રીય ફંડિંગથી ચાલતી આ સંસ્થાએ હવે ભ્રષ્ટાચાર વિરોધી આંદોલનને નેતૃત્વ આપ્યું છે.

આંદોલનની પૃષ્ઠભૂમિ
સોશિયલ મીડિયા પર પ્રતિબંધ લાગતા યુવાઓનો ગુસ્સો ફાટી નીકળ્યો, પરંતુ ગુરુંગે તેને માત્ર ટેક્નિકલ મુદ્દાથી આગળ ધકેલીને ભ્રષ્ટાચાર અને આર્થિક અસમાનતા સામેનું રાષ્ટ્રીય આંદોલન બનાવી દીધું.

8 સપ્ટેમ્બરના વિરોધ દરમિયાન ભીડ સંસદ ભવનમાં ઘૂસી ગઈ, પોલીસ દ્વારા ટિયર ગેસ અને ગોળીબાર કરવામાં આવ્યો. સરકારના આદેશ બાદ 20 યુવાનોનાં મોત થયા અને 300થી વધુ ઘાયલ થયા. સરકારે પ્રતિબંધ પાછો ખેંચ્યા છતાં આંદોલન વધુ ઉગ્ર બન્યું છે. ઠેરઠેર આગચંપી, મંત્રીઓ અને સાંસદોના નિવાસસ્થાનો પર હુમલા થઈ રહ્યા છે.

સુદન ગુરુંગ આજે નેપાળના યુવા આંદોલનનો મુખ્ય ચહેરો બની ગયો છે, જેણે સત્તાના પાયા હચમચાવી દીધા છે.

 

The post 36 વર્ષનો સુદન ગુરુંગ: નેપાળના Gen Z આંદોલનનો ચહેરો, જેણે સત્તાના પાયા હચમચાવ્યા appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/09/09/sudan-gurung-gen-z-protest-nepal/feed/ 0
નેપાળમાં 20ના મોત બાદ ઉથલપાથલ: સોશિયલ મીડિયા બેન હટાવાયો છતાં Gen-Zનું આંદોલન યથાવત્ https://www.gujaratinside.com/2025/09/09/nepal-genz-revolution-social-media-ban/ https://www.gujaratinside.com/2025/09/09/nepal-genz-revolution-social-media-ban/#respond Tue, 09 Sep 2025 04:19:08 +0000 https://www.gujaratinside.com/?p=18834 નેપાળમાં સોશિયલ મીડિયા પ્રતિબંધને લઈને થયેલા હિંસક દેખાવોએ ગંભીર પરિસ્થિતિ ઊભી કરી છે. સોમવારે (8 સપ્ટેમ્બર) પોલીસ કાર્યવાહી દરમિયાન 20 લોકોના મોત થયા હતા અને 300થી વધુ લોકો ઘાયલ થયા હતા. આ ઘટનાના પગલે ગૃહમંત્રી રમેશ લેખકે રાજીનામું આપવું પડ્યું. કાઠમંડુમાં હાલ પરિસ્થિતિ તંગ છે. મંગળવારે (9 સપ્ટેમ્બર) સવારથી જ સંસદ ભવનની બહાર દેખાવકારો વડાપ્રધાન...

The post નેપાળમાં 20ના મોત બાદ ઉથલપાથલ: સોશિયલ મીડિયા બેન હટાવાયો છતાં Gen-Zનું આંદોલન યથાવત્ appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
નેપાળમાં સોશિયલ મીડિયા પ્રતિબંધને લઈને થયેલા હિંસક દેખાવોએ ગંભીર પરિસ્થિતિ ઊભી કરી છે. સોમવારે (8 સપ્ટેમ્બર) પોલીસ કાર્યવાહી દરમિયાન 20 લોકોના મોત થયા હતા અને 300થી વધુ લોકો ઘાયલ થયા હતા. આ ઘટનાના પગલે ગૃહમંત્રી રમેશ લેખકે રાજીનામું આપવું પડ્યું.

કાઠમંડુમાં હાલ પરિસ્થિતિ તંગ છે. મંગળવારે (9 સપ્ટેમ્બર) સવારથી જ સંસદ ભવનની બહાર દેખાવકારો વડાપ્રધાન વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરી રહ્યા છે. સવારે કર્ફ્યુ હટાવવામાં આવ્યો હોવા છતાં રાષ્ટ્રપતિ ભવન, ઉપરાષ્ટ્રપતિ નિવાસસ્થાન, વડાપ્રધાન નિવાસ, સિંહ દરબાર અને સંસદ ભવનની આસપાસ પ્રતિબંધો યથાવત્ છે. બીજી તરફ મંત્રીના નિવાસસ્થાન અને મુખ્ય પક્ષોના કાર્યાલયોની આસપાસ સવારે 7થી બપોરે 12 વાગ્યા સુધી કર્ફ્યુ લાગુ રહેશે.

આઈટી મંત્રી પૃથ્વી સુબ્બા ગુરુંગે જાહેરાત કરી હતી કે સરકારે ફેસબુક, એક્સ (ટ્વિટર), ઈન્સ્ટાગ્રામ, વોટ્સએપ અને યુટ્યુબ સહિત 26 સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર મુકવામાં આવેલ પ્રતિબંધ હટાવી દીધો છે અને સેવાઓ ધીમે ધીમે પુનઃસ્થાપિત થશે. તેમ છતાં, યુવાનોમાં અસંતોષ યથાવત્ છે અને તેઓ રસ્તાઓ પર વિરોધ કરી રહ્યા છે.

નિવૃત્ત કર્નલ માધવ સુંદર ખડગાએ જણાવ્યું કે તેઓ છેલ્લા છ મહિનાથી ભ્રષ્ટાચાર વિરોધી અભિયાનમાં સક્રિય હતા. તેમણે પોલીસ પર હુમલાના આરોપ લગાવતા રાષ્ટ્રપતિ પાસે વર્તમાન સરકારને ભંગ કરવાની માંગ પણ કરી.

આ આંદોલનને લોકો ‘Gen-Z રિવોલ્યુશન’ કહી રહ્યા છે કારણ કે તેની આગેવાની મોટા ભાગે યુવા અને વિદ્યાર્થીઓ કરી રહ્યા છે. સોશિયલ મીડિયા પર પ્રતિબંધને યુવાનોએ પોતાની અભિવ્યક્તિની સ્વતંત્રતા પર હુમલો ગણાવીને જોરદાર પ્રતિક્રિયા આપી છે.

 

The post નેપાળમાં 20ના મોત બાદ ઉથલપાથલ: સોશિયલ મીડિયા બેન હટાવાયો છતાં Gen-Zનું આંદોલન યથાવત્ appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/09/09/nepal-genz-revolution-social-media-ban/feed/ 0
નેપાળમાં Gen-Z આંદોલન ઉગ્રઃ 19ના મોત, 250થી વધુ ઈજાગ્રસ્ત, ગૃહમંત્રી રમેશ લેખકનું રાજીનામું https://www.gujaratinside.com/2025/09/08/nepal-gen-z-protests-violence-19-dead-home-minister-resigns/ https://www.gujaratinside.com/2025/09/08/nepal-gen-z-protests-violence-19-dead-home-minister-resigns/#respond Mon, 08 Sep 2025 15:44:17 +0000 https://www.gujaratinside.com/?p=18803 કાઠમંડુઃ નેપાળમાં સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ જેમ કે ફેસબુક, ઈન્સ્ટાગ્રામ અને વોટ્સએપ પર પ્રતિબંધ બાદ ભડકેલા વિરોધ પ્રદર્શનોએ હિંસક સ્વરૂપ ધારણ કર્યું છે. યુવાનો દ્વારા શરૂ કરાયેલ આંદોલનને “Gen-Z આંદોલન” નામ આપવામાં આવ્યું છે. અત્યાર સુધી 19 લોકોના મોત થયા છે અને 250થી વધુ ઈજાગ્રસ્ત હોવાના અહેવાલ છે. કાઠમંડુમાં હજારો વિદ્યાર્થીઓ સંસદ ભવનમાં ઘૂસી ગયા બાદ...

The post નેપાળમાં Gen-Z આંદોલન ઉગ્રઃ 19ના મોત, 250થી વધુ ઈજાગ્રસ્ત, ગૃહમંત્રી રમેશ લેખકનું રાજીનામું appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
કાઠમંડુઃ નેપાળમાં સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ જેમ કે ફેસબુક, ઈન્સ્ટાગ્રામ અને વોટ્સએપ પર પ્રતિબંધ બાદ ભડકેલા વિરોધ પ્રદર્શનોએ હિંસક સ્વરૂપ ધારણ કર્યું છે. યુવાનો દ્વારા શરૂ કરાયેલ આંદોલનને “Gen-Z આંદોલન” નામ આપવામાં આવ્યું છે. અત્યાર સુધી 19 લોકોના મોત થયા છે અને 250થી વધુ ઈજાગ્રસ્ત હોવાના અહેવાલ છે.

કાઠમંડુમાં હજારો વિદ્યાર્થીઓ સંસદ ભવનમાં ઘૂસી ગયા બાદ તોડફોડ અને આગચંપી થઈ. ધીમે ધીમે આક્રોશ અન્ય શહેરોમાં પણ ફેલાતા કર્ફ્યુ લાગુ કરવો પડ્યો અને પરિસ્થિતિ કાબુમાં લેવા સેનાને તૈનાત કરવી પડી. હિંસક ઘટનાઓ બાદ નેપાળના ગૃહમંત્રી રમેશ લેખકે નૈતિક જવાબદારી સ્વીકારી રાજીનામું આપ્યું છે.

સરકારે કાઠમંડુ, બૂટવલ, ભૈરહવા અને ઈટહરી સહિતના શહેરોમાં કર્ફ્યુ જાહેર કર્યો છે. રાષ્ટ્રપતિ અને વડાપ્રધાનના નિવાસસ્થાનો સહિત સંવેદનશીલ વિસ્તારોમાં સુરક્ષા કડક કરવામાં આવી છે. સરકારે સ્પષ્ટ જણાવ્યું છે કે કાયદાનો ભંગ અને બંધારણનું અપમાન સહન કરાશે નહીં.

Gen-Z આંદોલનને નેપાળના લોકપ્રિય કલાકારો અને સેલિબ્રિટીઓએ પણ ખુલ્લું સમર્થન આપ્યું છે.

બીજી તરફ, નેપાળી સરકારનું કહેવું છે કે આંદોલનમાં અસામાજિક તત્ત્વો જોડાયા છે, જેનો હેતુ સત્તા પલટવાનો છે. વડાપ્રધાન કેપી શર્મા ઓલીએ સુરક્ષા દળોને ઉગ્ર પ્રદર્શનકારીઓ સામે કડક કાર્યવાહી કરવા આદેશ આપ્યા છે.

વિરોધની લહેરને કારણે અનેક શાળાઓને આગામી બે દિવસ બંધ રાખવા આદેશ આપવામાં આવ્યા છે અને 9 થી 11 સપ્ટેમ્બર સુધીની તમામ પરીક્ષાઓ મોકૂફ રાખવામાં આવી છે. સંસદનો દરવાજો સળગાવવાનો બનાવ અને પોલીસ-યુવાનો વચ્ચે અથડામણ બાદ પરિસ્થિતિ વધુ ગંભીર બની છે. વિશ્વભરના માનવાધિકાર સંગઠનો દ્વારા વિદ્યાર્થીઓ પર ગોળીબારની ઘટનાની કડક ટીકા કરવામાં આવી છે.

આ આંદોલન હવે “Gen-Z રિવોલ્યૂશન” તરીકે ઓળખાઈ રહ્યું છે, જેમાં હજારો યુવાનો ભ્રષ્ટાચાર અને સોશિયલ મીડિયા પ્રતિબંધનો વિરોધ કરી સરકાર વિરુદ્ધ સુત્રોચ્ચાર કરી રહ્યા છે. વડાપ્રધાન ઓલીના રાજીનામાની માંગણી સાથે નેપાળનું રાજકારણ હચમચી ઉઠ્યું છે.

 

The post નેપાળમાં Gen-Z આંદોલન ઉગ્રઃ 19ના મોત, 250થી વધુ ઈજાગ્રસ્ત, ગૃહમંત્રી રમેશ લેખકનું રાજીનામું appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/09/08/nepal-gen-z-protests-violence-19-dead-home-minister-resigns/feed/ 0