online gaming bill Archives - Gujarat Inside - Latest News Today https://www.gujaratinside.com/tag/online-gaming-bill/ Latest News: Today’s News, Top News Headlines, Breaking News India, World News, Entertainment News, Sports News | Latest News Today | Gujarat Inside Wed, 20 Aug 2025 13:48:14 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.9.4 https://www.gujaratinside.com/wp-content/uploads/2025/06/cropped-GUJARAT-32x32.png online gaming bill Archives - Gujarat Inside - Latest News Today https://www.gujaratinside.com/tag/online-gaming-bill/ 32 32 ઓનલાઈન ગેમિંગ બિલ પાસ: મની ગેમ્સ પર કડક કાયદો, સટ્ટાબાજી હવે દંડનીય ગુનો https://www.gujaratinside.com/2025/08/20/online-gaming-bill-passed-betting-now-punishable-offense/ https://www.gujaratinside.com/2025/08/20/online-gaming-bill-passed-betting-now-punishable-offense/#respond Wed, 20 Aug 2025 13:48:14 +0000 https://www.gujaratinside.com/?p=16829 ભારતમાં હવે ઓનલાઈન સટ્ટાબાજી દંડનીય ગુનો ગણાશે કારણ કે લોકસભામાં ઓનલાઈન ગેમિંગ બિલ પસાર કરવામાં આવ્યું છે. આ બિલના અમલથી સટ્ટાને પ્રોત્સાહન આપતી એપ્લિકેશન્સ અને તેનું માર્કેટિંગ કરનાર સેલિબ્રિટીઓ સામે કાર્યવાહી સરળ બનશે. હાલ દેશભરમાં આશરે 22 કરોડ યુઝર્સ ઓનલાઈન સટ્ટાબાજી એપ્સનો ઉપયોગ કરે છે, જેમાંથી લગભગ 11 કરોડ યુઝર્સ નિયમિત રીતે તેનો ઉપયોગ કરે...

The post ઓનલાઈન ગેમિંગ બિલ પાસ: મની ગેમ્સ પર કડક કાયદો, સટ્ટાબાજી હવે દંડનીય ગુનો appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
ભારતમાં હવે ઓનલાઈન સટ્ટાબાજી દંડનીય ગુનો ગણાશે કારણ કે લોકસભામાં ઓનલાઈન ગેમિંગ બિલ પસાર કરવામાં આવ્યું છે. આ બિલના અમલથી સટ્ટાને પ્રોત્સાહન આપતી એપ્લિકેશન્સ અને તેનું માર્કેટિંગ કરનાર સેલિબ્રિટીઓ સામે કાર્યવાહી સરળ બનશે. હાલ દેશભરમાં આશરે 22 કરોડ યુઝર્સ ઓનલાઈન સટ્ટાબાજી એપ્સનો ઉપયોગ કરે છે, જેમાંથી લગભગ 11 કરોડ યુઝર્સ નિયમિત રીતે તેનો ઉપયોગ કરે છે.

ઇલેક્ટ્રોનિક્સ અને આઈટી મંત્રી અશ્વિની વૈષ્ણવે લોકસભામાં આ બિલ રજૂ કરતા જણાવ્યું કે, ગત 11 વર્ષમાં ડિજિટલ ટેક્નોલોજીનો ઝડપથી પ્રસાર થયો છે, જેના કારણે દેશની નવી ઓળખ બની છે અને સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ પણ આગળ વધ્યો છે. તેમણે જણાવ્યું કે ગેમિંગ સેક્ટરમાં ત્રણ મુખ્ય સેગમેન્ટ છે – ઇ-સ્પોર્ટ્સ, ઓનલાઇન સોશિયલ ગેમ્સ અને ઓનલાઇન મની ગેમ્સ. જ્યાં ઇ-સ્પોર્ટ્સ અને સોશિયલ ગેમિંગ શૈક્ષણિક તથા સ્ટ્રેટેજિક થિંકિંગ વધારવામાં મદદરૂપ છે, ત્યાં ઓનલાઇન મની ગેમ્સ સમાજ માટે ગંભીર ચિંતાનો વિષય બની ગયા છે.

વૈષ્ણવે જણાવ્યું કે અનેક લોકો ઓનલાઈન મની ગેમ્સના કારણે એડિક્શનનો શિકાર બન્યા છે, પોતાની જીવનભરની કમાણી અને બચત ગુમાવી દીધી છે. આ ગેમ્સમાં ફ્રોડ, ચીટિંગ અને ઓપેક અલ્ગોરિધમ્સના કારણે હાર નક્કી થઈ જાય છે. કર્ણાટકમાં માત્ર 31 મહિનામાં 32 સુસાઇડના કેસ નોંધાયા છે, જેનાથી સ્થિતિની ગંભીરતા સ્પષ્ટ થાય છે. ઉપરાંત મની લોન્ડ્રિંગ અને ટેરર ફંડિંગ જેવા જોખમો પણ આ ક્ષેત્ર સાથે જોડાયેલા છે. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન (WHO)એ પણ ઓનલાઈન ગેમિંગ ડિસઓર્ડરને નવી બીમારી તરીકે જાહેર કરી છે.

આ બિલ મુજબ ઇ-સ્પોર્ટ્સ અને સોશિયલ ગેમિંગને પ્રોત્સાહન આપવાના આયોજન સાથે ઓથોરિટી રચાશે, જ્યારે ઓનલાઇન મની ગેમ્સ પર કડક નિયંત્રણ રહેશે. કેન્દ્ર સરકારે મધ્યમ વર્ગ અને સમાજના હિતને ધ્યાનમાં રાખીને આ પગલું ભર્યું છે. જો કે, વિપક્ષના હોબાળાના કારણે ચર્ચા વગર આ બિલ ધ્વનિમતથી પસાર કરાયું છે અને લોકસભાની કાર્યવાહી 21 ઓગસ્ટ સુધી સ્થગિત કરવામાં આવી છે.

 

The post ઓનલાઈન ગેમિંગ બિલ પાસ: મની ગેમ્સ પર કડક કાયદો, સટ્ટાબાજી હવે દંડનીય ગુનો appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/08/20/online-gaming-bill-passed-betting-now-punishable-offense/feed/ 0
ભારતમાં ઓનલાઈન સટ્ટો હવે ગુનો ગણાશે: લોકસભામાં ગેમિંગ બિલ પસાર https://www.gujaratinside.com/2025/08/20/online-gaming-bill-india-betting-ban/ https://www.gujaratinside.com/2025/08/20/online-gaming-bill-india-betting-ban/#respond Wed, 20 Aug 2025 12:10:53 +0000 https://www.gujaratinside.com/?p=16796 ભારતમાં ઓનલાઈન સટ્ટાબાજી હવે દંડનીય ગુનો ગણાશે કારણ કે લોકસભાએ ઓનલાઈન ગેમિંગ બિલને મંજૂરી આપી છે. આ બિલ પસાર થયા પછી સરકાર ઓનલાઈન સટ્ટાને પ્રોત્સાહન આપતી એપ્સ અને તેનું માર્કેટિંગ કરનાર વ્યક્તિઓ સામે કાર્યવાહી કરશે. લોકસભામાં ભારે ચર્ચા વચ્ચે આ બિલ રજૂ કરવામાં આવ્યું અને તેને મંજૂરી મળી. હવે આ બિલ રાજ્યસભામાં પસાર કરાશે. નવા...

The post ભારતમાં ઓનલાઈન સટ્ટો હવે ગુનો ગણાશે: લોકસભામાં ગેમિંગ બિલ પસાર appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
ભારતમાં ઓનલાઈન સટ્ટાબાજી હવે દંડનીય ગુનો ગણાશે કારણ કે લોકસભાએ ઓનલાઈન ગેમિંગ બિલને મંજૂરી આપી છે. આ બિલ પસાર થયા પછી સરકાર ઓનલાઈન સટ્ટાને પ્રોત્સાહન આપતી એપ્સ અને તેનું માર્કેટિંગ કરનાર વ્યક્તિઓ સામે કાર્યવાહી કરશે. લોકસભામાં ભારે ચર્ચા વચ્ચે આ બિલ રજૂ કરવામાં આવ્યું અને તેને મંજૂરી મળી. હવે આ બિલ રાજ્યસભામાં પસાર કરાશે.

નવા બિલમાં કેટલીક મહત્વની જોગવાઈઓ સામેલ છે. તેમાં અમુક ઓનલાઈન ગેમ્સ પર પ્રતિબંધ મૂકવાની જોગવાઈ છે, ખાસ કરીને જે ગેમ્સ કુટેવ, નાણાકીય જોખમ અને સામાજિક અસરને પ્રોત્સાહન આપે છે. જ્યારે સ્કિલ આધારિત ગેમ્સ જેમ કે ચેસ, ક્વિઝ અથવા ઈ-સ્પોર્ટ્સ માટે પ્લેટફોર્મને દર્શાવવું પડશે કે તે સ્કિલ આધારિત છે કે તક આધારિત. દરેક ગેમિંગ પ્લેટફોર્મ માટે કેવાયસી અને ડેટા પ્રોટેક્શનના નિયમો લાગુ કરાશે. સગીરો માટે સમય મર્યાદા, ખર્ચ મર્યાદા અને પેરન્ટલ કંટ્રોલ અનિવાર્ય રહેશે. સાથે જ બેટિંગ ગેમ્સ પર સંપૂર્ણ પ્રતિબંધ રહેશે.

હાલમાં ભારતના આશરે 22 કરોડ લોકો ઓનલાઈન સટ્ટાબાજી એપ્સનો ઉપયોગ કરે છે જેમાંથી 11 કરોડ લોકો નિયમિત યુઝર્સ છે. ભારતમાં ઓનલાઈન ગેમિંગનું બજાર 3 અબજ ડૉલરથી વધુ છે. નવા કાયદાથી કાયદેસર રીતે કાર્યરત ગેમિંગ કંપનીઓને લાભ મળશે અને વિદેશી રોકાણકારોનો વિશ્વાસ વધશે. આ બિલનો મુખ્ય ઉદ્દેશ ઈ-સ્પોર્ટ્સ, એજ્યુકેશનલ ગેમ્સ અને સોશિયલ ગેમ્સ સહિત ઓનલાઈન ગેમિંગ સેક્ટરને નિયમન અને પ્રોત્સાહન આપવાનો છે. સાથે સાથે ગેરકાયદે અને સટ્ટાકીય પ્રવૃત્તિઓને રોકવાનો પણ છે.

 

The post ભારતમાં ઓનલાઈન સટ્ટો હવે ગુનો ગણાશે: લોકસભામાં ગેમિંગ બિલ પસાર appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/08/20/online-gaming-bill-india-betting-ban/feed/ 0
કેન્દ્ર સરકારે ઓનલાઈન ગેમિંગ બિલને લીલી ઝંડી આપી, ગેમિંગ ઈન્ડસ્ટ્રીમાં આવશે પારદર્શિતા https://www.gujaratinside.com/2025/08/19/online-gaming-bill-approved-india/ https://www.gujaratinside.com/2025/08/19/online-gaming-bill-approved-india/#respond Tue, 19 Aug 2025 11:42:02 +0000 https://www.gujaratinside.com/?p=16705 વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મંગળવારે યોજાયેલી બેઠકમાં કેન્દ્ર સરકારે ઓનલાઈન ગેમિંગ બિલને મંજૂરી આપી છે. આ બિલના માધ્યમથી ઓનલાઈન ગેમિંગને કાયદાકીય નિયંત્રણ હેઠળ લાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. સરકાર અનુસાર, આ પગલાંથી ગેમિંગ ઈન્ડસ્ટ્રીમાં પારદર્શિતા વધશે અને લિસ્ટેડ તેમજ અનલિસ્ટેડ કંપનીઓ પર કડક નિયંત્રણ થશે. બિલ બુધવારે લોકસભામાં રજૂ કરવામાં આવશે. નવા બિલમાં કેટલાક મહત્વના...

The post કેન્દ્ર સરકારે ઓનલાઈન ગેમિંગ બિલને લીલી ઝંડી આપી, ગેમિંગ ઈન્ડસ્ટ્રીમાં આવશે પારદર્શિતા appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મંગળવારે યોજાયેલી બેઠકમાં કેન્દ્ર સરકારે ઓનલાઈન ગેમિંગ બિલને મંજૂરી આપી છે. આ બિલના માધ્યમથી ઓનલાઈન ગેમિંગને કાયદાકીય નિયંત્રણ હેઠળ લાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. સરકાર અનુસાર, આ પગલાંથી ગેમિંગ ઈન્ડસ્ટ્રીમાં પારદર્શિતા વધશે અને લિસ્ટેડ તેમજ અનલિસ્ટેડ કંપનીઓ પર કડક નિયંત્રણ થશે. બિલ બુધવારે લોકસભામાં રજૂ કરવામાં આવશે.

નવા બિલમાં કેટલાક મહત્વના પ્રાવધાનો સામેલ છે. કુટેવ, નાણાકીય જોખમ અને સામાજિક અસર પેદા કરતી ગેમ્સ પર પ્રતિબંધ મુકાશે. સ્કિલ આધારિત ગેમ્સ જેવી કે ચેસ, ક્વિઝ અને ઈ-સ્પોર્ટ્સને દર્શાવવું પડશે કે તેઓ સ્કિલ આધારિત છે કે તક આધારિત. દરેક ગેમિંગ પ્લેટફોર્મ માટે કેવાયસી અને ડેટા પ્રોટેક્શન નિયમ લાગુ કરાશે. સગીરો માટે ટાઈમ લીમિટ, ખર્ચ મર્યાદા અને પેરેન્ટલ કંટ્રોલ ફરજિયાત રહેશે. સાથે જ સટ્ટાકીય પ્રવૃત્તિને પ્રોત્સાહન આપતી બેટિંગ ગેમ્સ પર સંપૂર્ણ પ્રતિબંધ લાગશે.

બિલનો મુખ્ય ઉદ્દેશ ઓનલાઈન ગેમિંગ સેક્ટર માટે કાયદાકીય માળખું બનાવવાનો અને ગ્રાહકોને સુરક્ષિત માહોલ પ્રદાન કરવાનો છે. હાલ નિયમોના અભાવે ગ્રાહકો છેતરપિંડી અને ફ્રોડનો ભોગ બને છે. નવા કાયદાથી ગેમિંગ ઈન્ડસ્ટ્રીમાં પારદર્શિતા વધશે, ફ્રોડ રોકાશે અને વિદેશી રોકાણકારોનો વિશ્વાસ પણ વધશે. ભારતમાં ગેમિંગ ઈન્ડસ્ટ્રીની સાઈઝ હાલમાં 3 અબજ ડોલરથી વધુ છે, અને આ બિલથી સાચા ગેમિંગ પ્લેટફોર્મને લાભ મળશે.

 

The post કેન્દ્ર સરકારે ઓનલાઈન ગેમિંગ બિલને લીલી ઝંડી આપી, ગેમિંગ ઈન્ડસ્ટ્રીમાં આવશે પારદર્શિતા appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/08/19/online-gaming-bill-approved-india/feed/ 0