ભારતમાં ઓનલાઈન સટ્ટો હવે ગુનો ગણાશે: લોકસભામાં ગેમિંગ બિલ પસાર

ભારતમાં ઓનલાઈન સટ્ટો હવે ગુનો ગણાશે: લોકસભામાં ગેમિંગ બિલ પસાર

ભારતમાં ઓનલાઈન સટ્ટાબાજી હવે દંડનીય ગુનો ગણાશે કારણ કે લોકસભાએ ઓનલાઈન ગેમિંગ બિલને મંજૂરી આપી છે. આ બિલ પસાર થયા પછી સરકાર ઓનલાઈન સટ્ટાને પ્રોત્સાહન આપતી એપ્સ અને તેનું માર્કેટિંગ કરનાર વ્યક્તિઓ સામે કાર્યવાહી કરશે. લોકસભામાં ભારે ચર્ચા વચ્ચે આ બિલ રજૂ કરવામાં આવ્યું અને તેને મંજૂરી મળી. હવે આ બિલ રાજ્યસભામાં પસાર કરાશે.

નવા બિલમાં કેટલીક મહત્વની જોગવાઈઓ સામેલ છે. તેમાં અમુક ઓનલાઈન ગેમ્સ પર પ્રતિબંધ મૂકવાની જોગવાઈ છે, ખાસ કરીને જે ગેમ્સ કુટેવ, નાણાકીય જોખમ અને સામાજિક અસરને પ્રોત્સાહન આપે છે. જ્યારે સ્કિલ આધારિત ગેમ્સ જેમ કે ચેસ, ક્વિઝ અથવા ઈ-સ્પોર્ટ્સ માટે પ્લેટફોર્મને દર્શાવવું પડશે કે તે સ્કિલ આધારિત છે કે તક આધારિત. દરેક ગેમિંગ પ્લેટફોર્મ માટે કેવાયસી અને ડેટા પ્રોટેક્શનના નિયમો લાગુ કરાશે. સગીરો માટે સમય મર્યાદા, ખર્ચ મર્યાદા અને પેરન્ટલ કંટ્રોલ અનિવાર્ય રહેશે. સાથે જ બેટિંગ ગેમ્સ પર સંપૂર્ણ પ્રતિબંધ રહેશે.

હાલમાં ભારતના આશરે 22 કરોડ લોકો ઓનલાઈન સટ્ટાબાજી એપ્સનો ઉપયોગ કરે છે જેમાંથી 11 કરોડ લોકો નિયમિત યુઝર્સ છે. ભારતમાં ઓનલાઈન ગેમિંગનું બજાર 3 અબજ ડૉલરથી વધુ છે. નવા કાયદાથી કાયદેસર રીતે કાર્યરત ગેમિંગ કંપનીઓને લાભ મળશે અને વિદેશી રોકાણકારોનો વિશ્વાસ વધશે. આ બિલનો મુખ્ય ઉદ્દેશ ઈ-સ્પોર્ટ્સ, એજ્યુકેશનલ ગેમ્સ અને સોશિયલ ગેમ્સ સહિત ઓનલાઈન ગેમિંગ સેક્ટરને નિયમન અને પ્રોત્સાહન આપવાનો છે. સાથે સાથે ગેરકાયદે અને સટ્ટાકીય પ્રવૃત્તિઓને રોકવાનો પણ છે.

 

Leave a Reply

Your email address will not be published.