Panchmahal News Archives - Gujarat Inside - Latest News Today https://www.gujaratinside.com/tag/panchmahal-news/ Latest News: Today’s News, Top News Headlines, Breaking News India, World News, Entertainment News, Sports News | Latest News Today | Gujarat Inside Sat, 06 Sep 2025 13:08:20 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.9.4 https://www.gujaratinside.com/wp-content/uploads/2025/06/cropped-GUJARAT-32x32.png Panchmahal News Archives - Gujarat Inside - Latest News Today https://www.gujaratinside.com/tag/panchmahal-news/ 32 32 પાવાગઢમાં ગુડ્સ રોપ-વે તૂટી પડતાં 6ના મોત, પેસેન્જર રોપ-વે પણ બંધ કરાયો https://www.gujaratinside.com/2025/09/06/pavagadh-goods-ropeway-collapse-six-dead/ https://www.gujaratinside.com/2025/09/06/pavagadh-goods-ropeway-collapse-six-dead/#respond Sat, 06 Sep 2025 13:08:20 +0000 https://www.gujaratinside.com/?p=18607 પંચમહાલ: પાવાગઢમાં શનિવારે (6 સપ્ટેમ્બર) ગુડ્સ રોપ-વે તૂટી પડતાં 6 લોકોના મોત નીપજ્યાં. ઘટનામાં બે લિફ્ટ ઓપરેટર, બે શ્રમિક અને અન્ય બે લોકોનો સમાવેશ થાય છે. જાણકારી મળતાં પોલીસ અને ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી અને તમામ જરૂરી કાર્યવાહી હાથ ધરાઈ. મળતી માહિતી અનુસાર, પાવાગઢના માંચી થી નિજ મંદિર સુધી બાંધકામ માટે...

The post પાવાગઢમાં ગુડ્સ રોપ-વે તૂટી પડતાં 6ના મોત, પેસેન્જર રોપ-વે પણ બંધ કરાયો appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
પંચમહાલ: પાવાગઢમાં શનિવારે (6 સપ્ટેમ્બર) ગુડ્સ રોપ-વે તૂટી પડતાં 6 લોકોના મોત નીપજ્યાં. ઘટનામાં બે લિફ્ટ ઓપરેટર, બે શ્રમિક અને અન્ય બે લોકોનો સમાવેશ થાય છે. જાણકારી મળતાં પોલીસ અને ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી અને તમામ જરૂરી કાર્યવાહી હાથ ધરાઈ.

મળતી માહિતી અનુસાર, પાવાગઢના માંચી થી નિજ મંદિર સુધી બાંધકામ માટે સામગ્રી પરિવહન કરતી ગુડ્સ રોપ-વેનો તાર અચાનક તૂટી ગયો, જે દુર્ઘટનાનું મુખ્ય કારણ હોવાનું જણાયું છે. પંચમહાલના પોલીસ સુપરિટેન્ડન્ટે જણાવ્યું કે, મૃતકોના મૃતદેહોને પીએમ અર્થે મોકલી આગળની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.

સાથે જ, પવન અને વરસાદી સ્થિતિને પગલે પાવાગઢમાં પેસેન્જર રોપ-વે પણ સુરક્ષાની દૃષ્ટિએ તાત્કાલિક બંધ કરવામાં આવ્યો છે. અધિકારીઓએ જણાવ્યું છે કે, જાહેર નિર્દેશ આપ્યા વિના પેસેન્જર રોપ-વે ચાલુ નહીં કરવામાં આવે.

 

The post પાવાગઢમાં ગુડ્સ રોપ-વે તૂટી પડતાં 6ના મોત, પેસેન્જર રોપ-વે પણ બંધ કરાયો appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/09/06/pavagadh-goods-ropeway-collapse-six-dead/feed/ 0
ગોધરાની શેઠ પી.ટી. આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજમાં પ્રાથમિક સુવિધાઓના અભાવથી વિદ્યાર્થીઓ પરેશાન https://www.gujaratinside.com/2025/09/03/godhra-college-lacks-basic-facilities-abvp-7-day-ultimatum/ https://www.gujaratinside.com/2025/09/03/godhra-college-lacks-basic-facilities-abvp-7-day-ultimatum/#respond Wed, 03 Sep 2025 10:45:22 +0000 https://www.gujaratinside.com/?p=18211 પંચમહાલ જિલ્લાના ગોધરા શહેરમાં 66 વર્ષથી કાર્યરત શેઠ પી.ટી. આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજમાં પ્રાથમિક સુવિધાઓના અભાવને લઈને વિદ્યાર્થીઓ પરેશાન છે. કોલેજમાં 1200થી વધુ વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા હોવા છતાં પીવાનું પાણી, શૌચાલય અને સ્વચ્છતા જેવી મૂળભૂત સુવિધાઓની સઘન ખામી જોવા મળી રહી છે. વિદ્યાર્થીઓ દ્વારા વારંવાર રજૂઆત કરવામાં આવી હોવા છતાં કોઈ નિશ્ચિત પગલાં લેવામાં...

The post ગોધરાની શેઠ પી.ટી. આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજમાં પ્રાથમિક સુવિધાઓના અભાવથી વિદ્યાર્થીઓ પરેશાન appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
પંચમહાલ જિલ્લાના ગોધરા શહેરમાં 66 વર્ષથી કાર્યરત શેઠ પી.ટી. આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજમાં પ્રાથમિક સુવિધાઓના અભાવને લઈને વિદ્યાર્થીઓ પરેશાન છે. કોલેજમાં 1200થી વધુ વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા હોવા છતાં પીવાનું પાણી, શૌચાલય અને સ્વચ્છતા જેવી મૂળભૂત સુવિધાઓની સઘન ખામી જોવા મળી રહી છે.

વિદ્યાર્થીઓ દ્વારા વારંવાર રજૂઆત કરવામાં આવી હોવા છતાં કોઈ નિશ્ચિત પગલાં લેવામાં આવ્યા નથી. આને પગલે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ (ABVP) દ્વારા કોલેજના સત્તાધીશો સામે રજૂઆત કરવામાં આવી છે. ABVPએ કહ્યું કે કોલેજમાં પીવાના પાણીની યોગ્ય વ્યવસ્થા નથી, અને પરિસર સ્વચ્છતાના મામલે પણ ખોટ પડતી દેખાઈ રહી છે. ટ્રસ્ટીઓ સાથે વારંવાર વાતચીત કરાઇ હોવા છતાં હાલ સુધી કોઈ ઉકેલ નથી આવ્યો.

ABVPએ કોલેજ સત્તાધીશો માટે સાત દિવસનું અલ્ટીમેટમ આપ્યું છે. જો આ સમયગાળામાં પ્રાથમિક સુવિધાઓ પૂરી પાડવામાં નહીં આવે, તો ઉગ્ર આંદોલનની ચીમકી આપવામાં આવી છે. વિદ્યાર્થીઓ અને ABVPની માંગ છે કે કોલેજનું પ્રશાસન તાત્કાલિક પગલાં લઇ, વિદ્યાર્થીઓને યોગ્ય સુવિધાઓ પૂરી પાડે જેથી અભ્યાસમાં કોઈ મુશ્કેલી ન આવે. હાલ કોલેજના પ્રશાસન તરફથી સત્તાવાર પ્રતિક્રિયા આપવામાં આવી નથી, જે વિદ્યાર્થીઓમાં રોષનું કારણ બની રહ્યું છે.

 

The post ગોધરાની શેઠ પી.ટી. આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજમાં પ્રાથમિક સુવિધાઓના અભાવથી વિદ્યાર્થીઓ પરેશાન appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/09/03/godhra-college-lacks-basic-facilities-abvp-7-day-ultimatum/feed/ 0
શહેરા નજીક જમીનમાંથી પ્રગટ થયું શિવલિંગ, શ્રાવણ માસમાં ઉમટ્યા શ્રદ્ધાળુઓ https://www.gujaratinside.com/2025/08/16/shivling-found-near-shehra-panchmahal-shravan/ https://www.gujaratinside.com/2025/08/16/shivling-found-near-shehra-panchmahal-shravan/#respond Sat, 16 Aug 2025 11:13:29 +0000 https://www.gujaratinside.com/?p=16448 પંચમહાલ જિલ્લાના શહેરા નજીક શ્રાવણ માસના પવિત્ર દિવસોમાં એક અનોખી ઘટના સામે આવી છે. મરડેશ્વર મહાદેવ મંદિરની નજીક આવેલી એક જમીનમાંથી અચાનક શિવલિંગ પ્રગટ થતાં સ્થાનિક લોકોમાં આશ્ચર્ય અને શ્રદ્ધાનો માહોલ સર્જાયો છે. ઝાડીઓ વચ્ચે શિવલિંગ દેખાતાં જમીન માલિક અને આસપાસના લોકોએ તરત જ તેની જાણ કરી અને પૂજા-અર્ચના શરૂ કરી. આ ઘટના વાયુવેગે શહેરા...

The post શહેરા નજીક જમીનમાંથી પ્રગટ થયું શિવલિંગ, શ્રાવણ માસમાં ઉમટ્યા શ્રદ્ધાળુઓ appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
પંચમહાલ જિલ્લાના શહેરા નજીક શ્રાવણ માસના પવિત્ર દિવસોમાં એક અનોખી ઘટના સામે આવી છે. મરડેશ્વર મહાદેવ મંદિરની નજીક આવેલી એક જમીનમાંથી અચાનક શિવલિંગ પ્રગટ થતાં સ્થાનિક લોકોમાં આશ્ચર્ય અને શ્રદ્ધાનો માહોલ સર્જાયો છે. ઝાડીઓ વચ્ચે શિવલિંગ દેખાતાં જમીન માલિક અને આસપાસના લોકોએ તરત જ તેની જાણ કરી અને પૂજા-અર્ચના શરૂ કરી.

આ ઘટના વાયુવેગે શહેરા તેમજ આસપાસના વિસ્તારોમાં ફેલાતા મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ આ સ્થળે ઉમટી પડ્યા છે. લોકો ભક્તિભાવથી શિવલિંગની પૂજા કરી રહ્યા છે અને ભજનો ગાઈ રહ્યા છે. સ્થાનિક પ્રશાસન અને મંદિર સમિતિ દ્વારા સ્થળ પર દેખરેખની વ્યવસ્થા કરવામાં આવી છે જેથી કોઈ ગેરવ્યવસ્થા ન થાય.

સ્થાનિક લોકોએ માન્યું છે કે આ શિવલિંગ પ્રાચીન મરડેશ્વર મહાદેવ મંદિરના વિસ્તૃત પરિસરનો જ એક ભાગ હોઈ શકે છે. વર્ષો પહેલાં આ વિસ્તારમાં અનેક નાનાં-મોટાં શિવમંદિરો અસ્તિત્વમાં હતા, જે સમય સાથે ધરતીમાં સમાઈ ગયા હશે. શિવલિંગનું પ્રગટ થવું પ્રાચીન ધાર્મિક અવશેષોના પુનઃપ્રકટન સમાન માનવામાં આવી રહ્યું છે.

 

The post શહેરા નજીક જમીનમાંથી પ્રગટ થયું શિવલિંગ, શ્રાવણ માસમાં ઉમટ્યા શ્રદ્ધાળુઓ appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/08/16/shivling-found-near-shehra-panchmahal-shravan/feed/ 0
પંચમહાલમાં દુર્ઘટના: તળાવમાં ડૂબી જવાથી 12 વર્ષના કિશોરનું કરુણ મોત https://www.gujaratinside.com/2025/08/15/panchmahal-boy-drowned-in-pond/ https://www.gujaratinside.com/2025/08/15/panchmahal-boy-drowned-in-pond/#respond Fri, 15 Aug 2025 14:47:49 +0000 https://www.gujaratinside.com/?p=16400 પંચમહાલ જિલ્લાના ઘોઘંબા તાલુકાના ધનેશ્વર ગામમાં એક કરુણ ઘટના બની છે. તળાવમાં ડૂબી જવાથી 12 વર્ષીય કિશોર કશ્યપ યોગેશભાઈ બારીયાનું મોત થયું. આ દુર્ઘટનાથી સમગ્ર ગામમાં શોકનો માહોલ છવાઈ ગયો છે અને મૃતકના પરિવારમાં ગમગીની વ્યાપી ગઈ છે. મળતી માહિતી મુજબ, કિશોર તળાવમાં ડૂબી ગયો હોવાની જાણ થતાં તાત્કાલિક ફાયર ફાઈટર ટીમને ઘટનાસ્થળે બોલાવવામાં આવી...

The post પંચમહાલમાં દુર્ઘટના: તળાવમાં ડૂબી જવાથી 12 વર્ષના કિશોરનું કરુણ મોત appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
પંચમહાલ જિલ્લાના ઘોઘંબા તાલુકાના ધનેશ્વર ગામમાં એક કરુણ ઘટના બની છે. તળાવમાં ડૂબી જવાથી 12 વર્ષીય કિશોર કશ્યપ યોગેશભાઈ બારીયાનું મોત થયું. આ દુર્ઘટનાથી સમગ્ર ગામમાં શોકનો માહોલ છવાઈ ગયો છે અને મૃતકના પરિવારમાં ગમગીની વ્યાપી ગઈ છે.

મળતી માહિતી મુજબ, કિશોર તળાવમાં ડૂબી ગયો હોવાની જાણ થતાં તાત્કાલિક ફાયર ફાઈટર ટીમને ઘટનાસ્થળે બોલાવવામાં આવી હતી. લાંબી શોધખોળ બાદ ટીમે કિશોરનો મૃતદેહ બહાર કાઢ્યો.

ઘટનાની જાણ થતાં રાજગઢ પોલીસ પણ સ્થળ પર પહોંચી હતી અને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી વધુ તપાસ શરૂ કરી છે. આ દુર્ઘટનાએ સમગ્ર પંથકને શોકમાં ગરકાવ કરી દીધું છે.

The post પંચમહાલમાં દુર્ઘટના: તળાવમાં ડૂબી જવાથી 12 વર્ષના કિશોરનું કરુણ મોત appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/08/15/panchmahal-boy-drowned-in-pond/feed/ 0