Patna High Court Archives - Gujarat Inside - Latest News Today https://www.gujaratinside.com/tag/patna-high-court/ Latest News: Today’s News, Top News Headlines, Breaking News India, World News, Entertainment News, Sports News | Latest News Today | Gujarat Inside Wed, 17 Sep 2025 11:44:23 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.9.4 https://www.gujaratinside.com/wp-content/uploads/2025/06/cropped-GUJARAT-32x32.png Patna High Court Archives - Gujarat Inside - Latest News Today https://www.gujaratinside.com/tag/patna-high-court/ 32 32 પટણા હાઈકોર્ટનો કોંગ્રેસને ઝાટકો: પીએમ મોદીની માતાનો AI વીડિયો સોશિયલ મીડિયા પરથી દૂર કરવાનો આદેશ https://www.gujaratinside.com/2025/09/17/patna-high-court-orders-removal-of-pm-modi-mother-ai-video/ https://www.gujaratinside.com/2025/09/17/patna-high-court-orders-removal-of-pm-modi-mother-ai-video/#respond Wed, 17 Sep 2025 12:40:13 +0000 https://www.gujaratinside.com/?p=19495 બિહાર ચૂંટણી પહેલા કોંગ્રેસ પાર્ટીને મોટો ઝટકો આપતાં પટણા હાઈકોર્ટે પીએમ મોદીની માતાનો AI વીડિયો સોશિયલ મીડિયા પરથી દૂર કરવાનો આદેશ આપ્યો છે. હાઈકોર્ટે આ મામલે સુનાવણી કરીને સ્પષ્ટ કર્યું કે કોંગ્રેસે બનાવેલો વીડિયો તમામ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પરથી હટાવવો પડશે. આ વીડિયો કોંગ્રેસ દ્વારા તાજેતરમાં જ બહાર પાડવામાં આવ્યો હતો જેમાં પીએમ મોદીની માતા...

The post પટણા હાઈકોર્ટનો કોંગ્રેસને ઝાટકો: પીએમ મોદીની માતાનો AI વીડિયો સોશિયલ મીડિયા પરથી દૂર કરવાનો આદેશ appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
બિહાર ચૂંટણી પહેલા કોંગ્રેસ પાર્ટીને મોટો ઝટકો આપતાં પટણા હાઈકોર્ટે પીએમ મોદીની માતાનો AI વીડિયો સોશિયલ મીડિયા પરથી દૂર કરવાનો આદેશ આપ્યો છે. હાઈકોર્ટે આ મામલે સુનાવણી કરીને સ્પષ્ટ કર્યું કે કોંગ્રેસે બનાવેલો વીડિયો તમામ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પરથી હટાવવો પડશે.

આ વીડિયો કોંગ્રેસ દ્વારા તાજેતરમાં જ બહાર પાડવામાં આવ્યો હતો જેમાં પીએમ મોદીની માતા તેમના સપનામાં આવીને વાતચીત કરતી બતાવવામાં આવી હતી. ભાજપે આ વીડિયો સામે તીખી પ્રતિક્રિયા આપી હતી.

ભાજપ નેતા શહજાદ પૂનાવાલાએ કોંગ્રેસ પર આકરી ટીકા કરતા કહ્યું કે કોંગ્રેસ ફરી એકવાર પીએમ મોદીની માતાનો અપમાન કરી રહી છે. તેમણે જણાવ્યું, “આ હવે ગાંધીની કોંગ્રેસ નથી, પરંતુ અપમાન કરતી કોંગ્રેસ બની ગઈ છે.”

ભાજપના નેતા શાહનવાઝ હુસૈને પણ કોંગ્રેસને આ વીડિયો બદલ માફી માંગવાની માંગ કરી અને કહ્યું કે કોંગ્રેસે પીએમ મોદીની માતાનો અપમાન કર્યો છે, જે હવે આ દુનિયામાં નથી.

પદ્મશ્રી મથુરભાઈ સવાણીએ પણ પીએમ મોદીને પત્ર લખીને આ વીડિયોને લઈને ચિંતા વ્યક્ત કરી હતી. તેમણે ટેકનોલોજીના દુરુપયોગનો ઉલ્લેખ કર્યો અને આવા AI વીડિયોના ઉપયોગ પર નિયંત્રણ માટે નિયમો ઘડવાની માંગ કરી.

તેમણે જણાવ્યું કે વીડિયોમાં બતાવેલો સંવાદ ભારતીય સંસ્કૃતિને અનુરૂપ નથી અને તે દુઃખદ છે.

ગયા મહિને પણ પીએમ મોદી અને તેમની માતાને લઈને વિવાદ ઉભો થયો હતો જ્યારે દરભંગામાં એક કાર્યક્રમ દરમિયાન અપશબ્દોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. આ ઘટનાને લઈને પણ ભાજપે કોંગ્રેસ અને આરજેડી પર આક્રમક વલણ અપનાવ્યું હતું.

પીએમ મોદીએ જણાવ્યું હતું કે, “મારી માતા હવે આ દુનિયામાં નથી, છતાં કોંગ્રેસ અને આરજેડી પ્લેટફોર્મ પરથી તેમના પર દુર્વ્યવહાર કરવામાં આવ્યો, જે અત્યંત દુઃખદ છે.”

 

The post પટણા હાઈકોર્ટનો કોંગ્રેસને ઝાટકો: પીએમ મોદીની માતાનો AI વીડિયો સોશિયલ મીડિયા પરથી દૂર કરવાનો આદેશ appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/09/17/patna-high-court-orders-removal-of-pm-modi-mother-ai-video/feed/ 0
જસ્ટિસ વિપુલ પંચોલી સુપ્રીમ કોર્ટના જજ તરીકે શપથ લીધા, ગુજરાતના ત્રણ જજ બન્યા https://www.gujaratinside.com/2025/08/30/justice-vipul-pancholi-takes-oath-as-supreme-court-judge/ https://www.gujaratinside.com/2025/08/30/justice-vipul-pancholi-takes-oath-as-supreme-court-judge/#respond Sat, 30 Aug 2025 12:06:07 +0000 https://www.gujaratinside.com/?p=17787 ભારતના સુપ્રીમ કોર્ટમાં આજે ગુજરાત માટે ગૌરવનો દિવસ રહ્યો છે. ગુજરાતના વતની અને હાલના પટણા હાઇકોર્ટના ચીફ જસ્ટિસ રહી ચૂકેલા જસ્ટિસ વિપુલ એમ. પંચોલીએ શુક્રવારે (29 ઓગસ્ટ) દેશની ટોચની અદાલતમાં ન્યાયમૂર્તિ તરીકે શપથ લીધા. સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ બી. આર. ગવઇએ તેમને પદ અને ગોપનીયતાનો શપથ ગ્રહણ કરાવ્યો હતો. આ સાથે સુપ્રીમ કોર્ટમાં જજોની સંખ્યા...

The post જસ્ટિસ વિપુલ પંચોલી સુપ્રીમ કોર્ટના જજ તરીકે શપથ લીધા, ગુજરાતના ત્રણ જજ બન્યા appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
ભારતના સુપ્રીમ કોર્ટમાં આજે ગુજરાત માટે ગૌરવનો દિવસ રહ્યો છે. ગુજરાતના વતની અને હાલના પટણા હાઇકોર્ટના ચીફ જસ્ટિસ રહી ચૂકેલા જસ્ટિસ વિપુલ એમ. પંચોલીએ શુક્રવારે (29 ઓગસ્ટ) દેશની ટોચની અદાલતમાં ન્યાયમૂર્તિ તરીકે શપથ લીધા. સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ બી. આર. ગવઇએ તેમને પદ અને ગોપનીયતાનો શપથ ગ્રહણ કરાવ્યો હતો. આ સાથે સુપ્રીમ કોર્ટમાં જજોની સંખ્યા હવે 34 થઈ ગઈ છે, જેમાં ગુજરાતના ત્રણ ન્યાયાધીશોનો સમાવેશ થાય છે.

વિશેષ શપથવિધિ સમારોહ દરમિયાન જસ્ટિસ વિપુલ પંચોલી સાથે જસ્ટિસ આલોક આરાધેએ પણ સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ તરીકે શપથ લીધા. કાર્યક્રમમાં સુપ્રીમ કોર્ટના અન્ય ન્યાયમૂર્તિઓ, ગુજરાત અને પટણા હાઇકોર્ટના ન્યાયાધીશો, પરિવારજનો તથા ન્યાયિક અધિકારીઓ હાજર રહ્યા હતા. હાલ સુપ્રીમ કોર્ટમાં જસ્ટિસ જે.બી. પારડીવાલા અને જસ્ટિસ નિલય અંજારિયા પહેલેથી જ સેવા આપી રહ્યા છે, જ્યારે હવે જસ્ટિસ વિપુલ પંચોલી ત્રીજા ગુજરાતી ન્યાયમૂર્તિ તરીકે જોડાયા છે.

જસ્ટિસ વિપુલ પંચોલીનો જન્મ 28 મે, 1967ના રોજ અમદાવાદમાં થયો હતો. તેમણે 1 ઑક્ટોબર, 2014ના રોજ ગુજરાત હાઇકોર્ટના એડિશનલ જજ તરીકે કારકિર્દીની શરૂઆત કરી અને 10 જૂન, 2016ના રોજ કાયમી ન્યાયમૂર્તિ બન્યા. બાદમાં જુલાઈ 2023માં તેમને પટણા હાઇકોર્ટમાં ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા અને થોડા મહિનાં પહેલાં જ તેઓને ચીફ જસ્ટિસ તરીકે બઢતી આપવામાં આવી હતી. હવે તેઓ સુપ્રીમ કોર્ટમાં સીધી નિમણૂક મેળવનાર ગુજરાતના ગૌરવ સમાન ન્યાયાધીશ બન્યા છે.

 

The post જસ્ટિસ વિપુલ પંચોલી સુપ્રીમ કોર્ટના જજ તરીકે શપથ લીધા, ગુજરાતના ત્રણ જજ બન્યા appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/08/30/justice-vipul-pancholi-takes-oath-as-supreme-court-judge/feed/ 0