સુરતના કાપોદ્રા વિસ્તારમાં આવેલી ડી.કે. એન્ડ સન્સ ડાયમંડ કંપનીમાંથી 32.53 કરોડ રૂપિયાની ચોરીની ઘટનાએ શહેરમાં હાહાકાર મચાવ્યો છે. આ ચોરીમાં 32.48 કરોડના રફ અને પોલિશ્ડ હીરા સાથે 5 લાખ રોકડા રૂપિયા સમાવવામાં આવ્યા હતા. સૂત્રોના જણાવ્યા અનુસાર, રવિવારે મધરાત્રિએ પાંચ તસ્કરો બે રિક્ષામાં ગેસ કટર સાથે આવ્યા હતા. એક રિક્ષામાં ત્રણ અને બીજીમાં બે શખ્સો...

