Population Decline Archives - Gujarat Inside - Latest News Today https://www.gujaratinside.com/tag/population-decline/ Latest News: Today’s News, Top News Headlines, Breaking News India, World News, Entertainment News, Sports News | Latest News Today | Gujarat Inside Tue, 09 Sep 2025 06:18:09 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.9.4 https://www.gujaratinside.com/wp-content/uploads/2025/06/cropped-GUJARAT-32x32.png Population Decline Archives - Gujarat Inside - Latest News Today https://www.gujaratinside.com/tag/population-decline/ 32 32 ગ્રીસે જાહેર કરી ‘ચાર બાળકો પર ઝીરો ટેક્સ’ નીતિ, ઘટતી વસ્તીને વધારવા પગલાં https://www.gujaratinside.com/2025/09/09/greece-zero-tax-four-children-population-policy/ https://www.gujaratinside.com/2025/09/09/greece-zero-tax-four-children-population-policy/#respond Tue, 09 Sep 2025 08:15:31 +0000 https://www.gujaratinside.com/?p=18852 દક્ષિણ-પૂર્વ યુરોપના દેશ ગ્રીસે વસ્તી ઘટવાના ગંભીર પડકારનો સામનો કરવા માટે નવો પ્રોત્સાહક પેકેજ જાહેર કર્યો છે. દેશના વડાપ્રધાન કિરિયાકોસ મિત્સોતાકિસે રવિવારે આ નીતિની જાહેરાત કરતા જણાવ્યું કે, “આ રાહત પેકેજ મુખ્યત્વે ઘટતી વસ્તીને વધારવા માટે તૈયાર કરવામાં આવ્યું છે અને તેમાં વધુ બાળકો પેદા કરવા માટે કરમાં છૂટ તેમજ અન્ય પ્રોત્સાહક પગલાંનો સમાવેશ છે.”...

The post ગ્રીસે જાહેર કરી ‘ચાર બાળકો પર ઝીરો ટેક્સ’ નીતિ, ઘટતી વસ્તીને વધારવા પગલાં appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
દક્ષિણ-પૂર્વ યુરોપના દેશ ગ્રીસે વસ્તી ઘટવાના ગંભીર પડકારનો સામનો કરવા માટે નવો પ્રોત્સાહક પેકેજ જાહેર કર્યો છે. દેશના વડાપ્રધાન કિરિયાકોસ મિત્સોતાકિસે રવિવારે આ નીતિની જાહેરાત કરતા જણાવ્યું કે, “આ રાહત પેકેજ મુખ્યત્વે ઘટતી વસ્તીને વધારવા માટે તૈયાર કરવામાં આવ્યું છે અને તેમાં વધુ બાળકો પેદા કરવા માટે કરમાં છૂટ તેમજ અન્ય પ્રોત્સાહક પગલાંનો સમાવેશ છે.”

નવી નીતિ અનુસાર, 2026થી લાગુ થનાર નિયમો હેઠળ ચાર બાળકો ધરાવતા પરિવારોને ટેક્સમાંથી સંપૂર્ણ મુક્તિ મળશે. ઉપરાંત, 1,500 કરતા ઓછી વસ્તી ધરાવતા ગામો અને વસાહતોના લોકો પણ વિવિધ ટેક્સમાંથી છૂટ મેળવશે, જેનો ખર્ચ સરકાર પોતાના બજેટમાંથી ભોગવશે. વડાપ્રધાન મિત્સોતાકિસે જણાવ્યું કે વધુ બાળકો ધરાવતા પરિવારોને પુરસ્કૃત કરવાનો આ પ્રયાસ જીવન ખર્ચ વધારાના પરિપ્રેક્ષ્યમાં જરૂરી છે.

આ પગલાં હેઠળ દરેક વર્ગને 2% ટેક્સ કટનો લાભ મળશે, જ્યારે ઓછી આવક ધરાવતા ચાર બાળકોવાળા પરિવારોને ‘ઝીરો ટેક્સ’ નીતિનો ફાયદો મળશે. મિત્સોતાકિસે આ નીતિને છેલ્લા 50 વર્ષમાં ગ્રીસમાં લાગુ થયેલો સૌથી સાહસિક કર સુધારણાનો કાર્યક્રમ ગણાવ્યો છે.

ગ્રીસમાં પ્રજનન દર યુરોપમાં સૌથી ઓછો છે, દર મહિલા પર સરેરાશ 1.4 બાળકો થાય છે, જ્યારે જરૂરી સરેરાશ દર 2.1 છે. યુરોસ્ટેટના આંકડા મુજબ, દેશની વર્તમાન વસ્તી 1.02 કરોડ છે અને 2050 સુધીમાં આ સંખ્યા 80 લાખથી ઓછી થઈ શકે છે, જેમાંથી 36% વસ્તી 65 વર્ષથી વધુ ઉંમરની હશે.

આ ગંભીર પરિસ્થિતિને પગલે નાણામંત્રીએ જણાવ્યું કે, વસ્તી ઘટાડો દેશના ભવિષ્ય માટે મોટો ખતરો છે અને નવી કર નીતિ તથા અન્ય સુધારાઓ આ સમસ્યાનો ઉકેલ લાવવા મદદરૂપ થશે.

 

The post ગ્રીસે જાહેર કરી ‘ચાર બાળકો પર ઝીરો ટેક્સ’ નીતિ, ઘટતી વસ્તીને વધારવા પગલાં appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/09/09/greece-zero-tax-four-children-population-policy/feed/ 0
તમિલનાડુમાં બાળકોના અભાવે 1000થી વધુ શાળાઓ બંધ થવાના આરે, ઘટતો જન્મ દર મુખ્ય કારણ https://www.gujaratinside.com/2025/08/14/tamil-nadu-schools-closing-no-students-low-birth-rate/ https://www.gujaratinside.com/2025/08/14/tamil-nadu-schools-closing-no-students-low-birth-rate/#respond Thu, 14 Aug 2025 10:08:09 +0000 https://www.gujaratinside.com/?p=16203 તમિલનાડુમાં સરકારી અને ખાનગી શાળાઓ સામે મોટી સમસ્યા ઊભી થઈ છે. રાજ્યના શાળા શિક્ષણ વિભાગે જણાવ્યું છે કે આ વર્ષે 208 સરકારી શાળાઓ અને 869 ખાનગી શાળાઓમાં એક પણ વિદ્યાર્થીનું એડમિશન નથી થયું. આશ્ચર્યજનક વાત એ છે કે આ સ્થિતિ માટે શાળાઓનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર અથવા શિક્ષણનું સ્તર જવાબદાર નથી, પરંતુ ઘટતો જન્મ દર અને લોકોનું સ્થળાંતર...

The post તમિલનાડુમાં બાળકોના અભાવે 1000થી વધુ શાળાઓ બંધ થવાના આરે, ઘટતો જન્મ દર મુખ્ય કારણ appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
તમિલનાડુમાં સરકારી અને ખાનગી શાળાઓ સામે મોટી સમસ્યા ઊભી થઈ છે. રાજ્યના શાળા શિક્ષણ વિભાગે જણાવ્યું છે કે આ વર્ષે 208 સરકારી શાળાઓ અને 869 ખાનગી શાળાઓમાં એક પણ વિદ્યાર્થીનું એડમિશન નથી થયું. આશ્ચર્યજનક વાત એ છે કે આ સ્થિતિ માટે શાળાઓનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર અથવા શિક્ષણનું સ્તર જવાબદાર નથી, પરંતુ ઘટતો જન્મ દર અને લોકોનું સ્થળાંતર મુખ્ય કારણ છે. બાળકોના અભાવે ઘણી સરકારી શાળાઓ બંધ કરવાની ફરજ પડી છે. જો ભવિષ્યમાં વિદ્યાર્થીઓ આવશે તો શાળાઓ ફરી શરૂ કરવામાં આવશે.

શિક્ષણ વિભાગના જણાવ્યા મુજબ, રાજ્યમાં ઘટતો જન્મ દર એડમિશનમાં ઘટાડાનું મુખ્ય કારણ છે. આંકડાઓ દર્શાવે છે કે તમિલનાડુનો કુલ પ્રજનન દર 2011 થી 2015 દરમિયાન 1.68 ટકા હતો, જે 2021-2025માં ઘટીને 1.54 ટકા થયો છે. જન્મદર ઘટવાના કારણે બાળકોની સંખ્યા પણ ઓછી થઈ છે. 2011માં આશરે 10.7 લાખ બાળકોનો જન્મ થયો હતો, જ્યારે 2023માં 9.02 લાખ અને 2024માં માત્ર 8.46 લાખ જન્મ નોંધાયા છે.

રાજ્યના ઘણા વિસ્તારોમાં માતાપિતા પોતાના બાળકોને સારી શિક્ષણ માટે શહેર લઈ જતા હોવાથી પણ આ સમસ્યા વધી છે. ખાસ કરીને 1204 શાળાઓમાં કોઈ એડમિશન નથી, જેમાંથી 208 સરકારી શાળાઓ છે અને મોટાભાગે દૂરના વિસ્તારોમાં આવેલી છે. ઘણા પરિવારો પોતાના બાળકોને ખાનગી શાળામાં દાખલ કરવાનું પસંદ કરે છે.

હાલમાં તમિલનાડુમાં કુલ 37,595 સરકારી શાળાઓ છે, જેમાં 42.5 લાખથી વધુ વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે. આ વર્ષે ધોરણ 1માં આશરે 4,07,379 વિદ્યાર્થીઓનું એડમિશન થયું છે. સરકારી આંકડા મુજબ 2024-25માં સરકારી શાળાઓમાં ખાનગી શાળાઓ કરતાં લગભગ 1.75 લાખ વધુ વિદ્યાર્થીઓ છે. શિક્ષણ વિભાગે જણાવ્યું છે કે આગામી વર્ષોમાં સરકારી શાળાઓમાં એડમિશન વધારવા માટે પ્રયાસ કરવામાં આવશે.

 

The post તમિલનાડુમાં બાળકોના અભાવે 1000થી વધુ શાળાઓ બંધ થવાના આરે, ઘટતો જન્મ દર મુખ્ય કારણ appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/08/14/tamil-nadu-schools-closing-no-students-low-birth-rate/feed/ 0