Project Rebirth Archives - Gujarat Inside - Latest News Today https://www.gujaratinside.com/tag/project-rebirth/ Latest News: Today’s News, Top News Headlines, Breaking News India, World News, Entertainment News, Sports News | Latest News Today | Gujarat Inside Sun, 14 Sep 2025 04:18:44 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.9.4 https://www.gujaratinside.com/wp-content/uploads/2025/06/cropped-GUJARAT-32x32.png Project Rebirth Archives - Gujarat Inside - Latest News Today https://www.gujaratinside.com/tag/project-rebirth/ 32 32 ક્રેશ લેન્ડિંગમાં જાનહાની અટકાવવા વિમાન માટે એઆઇ આધારિત એરબેગ કવચ તૈયાર https://www.gujaratinside.com/2025/09/14/ai-powered-airbag-system-for-airplane-crash-landing/ https://www.gujaratinside.com/2025/09/14/ai-powered-airbag-system-for-airplane-crash-landing/#respond Sun, 14 Sep 2025 06:00:29 +0000 https://www.gujaratinside.com/?p=19308 અમદાવાદના વિમાન અકસ્માત પછી વિમાન સુરક્ષાને લઈ મહત્વપૂર્ણ સંશોધન આગળ વધ્યું છે. દુબઈ સ્થિત બિરલા ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજી એન્ડ સાયન્સના બે એન્જિનિયર્સ – એશેલ વસીમ અને ધર્શન શ્રીનિવાસન –એ વિમાન માટે ખાસ સુરક્ષા કવચ ડિઝાઇન કર્યું છે જે ક્રેશ લેન્ડિંગ પહેલાં જ ખૂલી જશે. આ કવચ એરબેગ જેવું કામ કરશે અને વિમાનને સંપૂર્ણ રીતે ઢાંકી...

The post ક્રેશ લેન્ડિંગમાં જાનહાની અટકાવવા વિમાન માટે એઆઇ આધારિત એરબેગ કવચ તૈયાર appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
અમદાવાદના વિમાન અકસ્માત પછી વિમાન સુરક્ષાને લઈ મહત્વપૂર્ણ સંશોધન આગળ વધ્યું છે. દુબઈ સ્થિત બિરલા ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજી એન્ડ સાયન્સના બે એન્જિનિયર્સ – એશેલ વસીમ અને ધર્શન શ્રીનિવાસન –એ વિમાન માટે ખાસ સુરક્ષા કવચ ડિઝાઇન કર્યું છે જે ક્રેશ લેન્ડિંગ પહેલાં જ ખૂલી જશે. આ કવચ એરબેગ જેવું કામ કરશે અને વિમાનને સંપૂર્ણ રીતે ઢાંકી જાનહાની ઘટાડશે.

આ સુરક્ષા કવચમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) નો મહત્વપૂર્ણ ઉપયોગ કરવામાં આવ્યો છે. વિમાનમાં લગાડાયેલા AI સેન્સર્સ અકસ્માતની શક્યતા થતા જ સક્રિય થઈ જશે અને માત્ર બે સેકન્ડમાં વિમાનની આગળ, વચ્ચે અને પાછળના ભાગને વિશાળ એરબેગથી કવર કરી દેશે.

ક્રેશ લેન્ડિંગ દરમિયાન આ એરબેગ વિમાન અને મુસાફરોને ગંભીર ઇજા થવાથી બચાવશે.

આ પ્રોજેક્ટને “પ્રોજેક્ટ રિબર્થ” નામ આપવામાં આવ્યું છે. ડિઝાઇનર્સના જણાવ્યા મુજબ, આ વિચાર અમદાવાદ વિમાન દુર્ઘટના પછી આવ્યો હતો, કારણ કે તે ઘટનાએ તેમના પરિવારોને હચમચાવી નાખ્યા હતા.

હાલ આ પ્રોજેક્ટ પ્રાથમિક તબક્કામાં છે અને એન્જિનિયર્સે તેને પ્રતિષ્ઠિત જેમ્સ ડાયસન એવોર્ડ માટે રજુ કર્યો છે. આગામી તબક્કામાં તેઓ પ્રોટોટાઇપનું ટેસ્ટિંગ કરવાની તૈયારીમાં છે.

 

The post ક્રેશ લેન્ડિંગમાં જાનહાની અટકાવવા વિમાન માટે એઆઇ આધારિત એરબેગ કવચ તૈયાર appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/09/14/ai-powered-airbag-system-for-airplane-crash-landing/feed/ 0