Railway News Archives - Gujarat Inside - Latest News Today https://www.gujaratinside.com/tag/railway-news/ Latest News: Today’s News, Top News Headlines, Breaking News India, World News, Entertainment News, Sports News | Latest News Today | Gujarat Inside Sat, 20 Sep 2025 14:29:40 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.9.4 https://www.gujaratinside.com/wp-content/uploads/2025/06/cropped-GUJARAT-32x32.png Railway News Archives - Gujarat Inside - Latest News Today https://www.gujaratinside.com/tag/railway-news/ 32 32 રેલવેમાં રેલ નીર પાણીની બોટલ થઈ સસ્તી, 22 સપ્ટેમ્બરથી લાગુ થશે નવા દર https://www.gujaratinside.com/2025/09/20/rail-neer-water-bottle-price-reduced-indian-railways/ https://www.gujaratinside.com/2025/09/20/rail-neer-water-bottle-price-reduced-indian-railways/#respond Sat, 20 Sep 2025 15:29:26 +0000 https://www.gujaratinside.com/?p=19742 ભારતીય રેલ્વે દ્વારા મુસાફરોને રાહત આપતી મોટી જાહેરાત કરવામાં આવી છે. રેલ મંત્રાલયે જણાવ્યું કે 22 સપ્ટેમ્બરથી પ્લેટફોર્મ અને ટ્રેનોમાં ઉપલબ્ધ રેલ નીર પેકેજ્ડ પાણીની બોટલના ભાવ ઘટાડવામાં આવશે. 1 લીટર રેલ નીરની બોટલ, જે પહેલા રૂપિયા 15માં મળતી હતી, હવે રૂપિયા 14માં મળશે, જ્યારે 500 એમએલની બોટલનો ભાવ રૂપિયા 10થી ઘટાડીને રૂપિયા 9 કરવામાં...

The post રેલવેમાં રેલ નીર પાણીની બોટલ થઈ સસ્તી, 22 સપ્ટેમ્બરથી લાગુ થશે નવા દર appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
ભારતીય રેલ્વે દ્વારા મુસાફરોને રાહત આપતી મોટી જાહેરાત કરવામાં આવી છે. રેલ મંત્રાલયે જણાવ્યું કે 22 સપ્ટેમ્બરથી પ્લેટફોર્મ અને ટ્રેનોમાં ઉપલબ્ધ રેલ નીર પેકેજ્ડ પાણીની બોટલના ભાવ ઘટાડવામાં આવશે.

1 લીટર રેલ નીરની બોટલ, જે પહેલા રૂપિયા 15માં મળતી હતી, હવે રૂપિયા 14માં મળશે, જ્યારે 500 એમએલની બોટલનો ભાવ રૂપિયા 10થી ઘટાડીને રૂપિયા 9 કરવામાં આવ્યો છે.

મંત્રાલયના સત્તાવાર નિવેદન મુજબ, આ ઘટાડેલા ભાવ રેલ્વે સ્ટેશનો અને ટ્રેનોમાં વેચાતી અન્ય બ્રાન્ડની પેકેજ્ડ પાણીની બોટલો પર પણ લાગુ થશે. આ પગલાથી મુસાફરોને પાણી માટે વધારાના પૈસા ચૂકવવા નહીં પડે અને પ્રવાસ દરમિયાન તેમને સસ્તું અને શુદ્ધ પાણી ઉપલબ્ધ રહેશે.

આ જાહેરાત GST 2.0 લાગુ થવા પૂર્વે કરવામાં આવી છે. નવા GST સિસ્ટમમાં ફક્ત બે સ્લેબ – 5% અને 18% રહેશે, જ્યારે 12% અને 28%ના સ્લેબ નાબૂદ કરવામાં આવ્યા છે.

આવશ્યક ચીજવસ્તુઓ જેવી કે સાબુ, ટૂથપેસ્ટ અને બ્રેડ પર ટેક્સ ઘટાડીને 0% અથવા 5% કરવામાં આવ્યો છે. જીવનરક્ષક દવાઓ પરનો ટેક્સ પણ 12%થી ઘટાડીને 0% અથવા 5% કરવામાં આવ્યો છે, જેનાથી સારવાર વધુ સસ્તી બનશે.

રેલ નીરની ઉત્પાદન ક્ષમતા વધારવા માટે IRCTC તેના મહારાષ્ટ્રના અંબરનાથ સ્થિત પ્લાન્ટની ક્ષમતા લગભગ બમણી કરવા તૈયાર છે. આ પ્લાન્ટ દરરોજ આશરે 1.74 લાખ લીટર પેકેજ્ડ પાણીનું ઉત્પાદન કરે છે અને મુંબઈ, મહારાષ્ટ્ર તેમજ ગુજરાતના મુસાફરોને પાણી પૂરું પાડે છે.

 

The post રેલવેમાં રેલ નીર પાણીની બોટલ થઈ સસ્તી, 22 સપ્ટેમ્બરથી લાગુ થશે નવા દર appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/09/20/rail-neer-water-bottle-price-reduced-indian-railways/feed/ 0
રેલવે મુસાફરો માટે રાહત: વધારાના સામાન પર નહીં લાગે કોઈ દંડ, અહેવાલોને રદ કર્યા https://www.gujaratinside.com/2025/08/21/railway-extra-baggage-no-penalty-ashwini-vaishnaw-clarifies/ https://www.gujaratinside.com/2025/08/21/railway-extra-baggage-no-penalty-ashwini-vaishnaw-clarifies/#respond Thu, 21 Aug 2025 13:38:56 +0000 https://www.gujaratinside.com/?p=16874 રેલવે મુસાફરો માટે મહત્વની સ્પષ્ટતા કરતા કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું છે કે ટ્રેન મુસાફરો પાસેથી વિમાન સેવા જેવી વધારાના સામાન માટે વધારાના ચાર્જ વસૂલવાની કોઈ નવી વ્યવસ્થા કરવામાં આવી નથી. તાજેતરમાં આવી રહેલા અહેવાલોમાં કહેવામાં આવ્યું હતું કે ભારતીય રેલવે લગેજ માટે નવા નિયમો લાગુ કરી રહી છે, જેમાં મર્યાદા કરતાં વધુ સામાન...

The post રેલવે મુસાફરો માટે રાહત: વધારાના સામાન પર નહીં લાગે કોઈ દંડ, અહેવાલોને રદ કર્યા appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
રેલવે મુસાફરો માટે મહત્વની સ્પષ્ટતા કરતા કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું છે કે ટ્રેન મુસાફરો પાસેથી વિમાન સેવા જેવી વધારાના સામાન માટે વધારાના ચાર્જ વસૂલવાની કોઈ નવી વ્યવસ્થા કરવામાં આવી નથી. તાજેતરમાં આવી રહેલા અહેવાલોમાં કહેવામાં આવ્યું હતું કે ભારતીય રેલવે લગેજ માટે નવા નિયમો લાગુ કરી રહી છે, જેમાં મર્યાદા કરતાં વધુ સામાન પર વધારાનો ચાર્જ લેવામાં આવશે. પરંતુ વૈષ્ણવે સ્પષ્ટ કર્યું છે કે ટ્રેન મુસાફરો કેટલો સામાન લઈ જઈ શકે તે દાયકાઓ પહેલાંથી નક્કી કરાયેલા નિયમ મુજબ છે અને તેમાં કોઈ બદલાવ કરવામાં આવ્યો નથી.

અહેવાલોમાં એવો પણ દાવો કરવામાં આવ્યો હતો કે જુદા જુદા કોચ માટે મફત સામાનની મર્યાદા અલગ છે — ફર્સ્ટ ક્લાસ એસી માટે 70 કિલો, એસી સેકન્ડ ક્લાસ માટે 50 કિલો અને થર્ડ એસી તેમજ સ્લિપર ક્લાસ માટે 40 કિલો સુધી મફત મર્યાદા છે. જો તેનાથી વધારે સામાન હશે તો બુકિંગ કરાવવું પડશે. ઉપરાંત, જનરલ ટિકિટ પર મુસાફરી કરતી વખતે મફત મર્યાદા 35 કિલો સુધી રહેશે.

ઉત્તર રેલવે અને ઉત્તર-મધ્ય રેલવેએ લખનૌ, પ્રયાગરાજ સહિતના કેટલાક સ્ટેશનો પર સામાનના વજન ચકાસવા માટે ઈલેક્ટ્રોનિક લગેજ મશીન લગાવવાની યોજના જાહેર કરી હતી. જો બેગના કદમાં અતિરેક હશે તો દંડ વસૂલવાનો પણ ઉલ્લેખ અહેવાલોમાં કરવામાં આવ્યો હતો.

જોકે હવે રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે આ તમામ અહેવાલોને રદ કરી સ્પષ્ટ કર્યું છે કે કોઈ નવા નિયમો લાગુ કરવામાં આવ્યા નથી અને મુસાફરો પર વધારાના સામાન માટે કોઈ દંડ લાગુ નહીં થાય.

 

The post રેલવે મુસાફરો માટે રાહત: વધારાના સામાન પર નહીં લાગે કોઈ દંડ, અહેવાલોને રદ કર્યા appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/08/21/railway-extra-baggage-no-penalty-ashwini-vaishnaw-clarifies/feed/ 0
ટ્રેનમાં સામાનના વજન પર કડક નિયમો: હવે એરલાઈન્સ જેવી લાગશે લગેજ ચેકિંગ સિસ્ટમ https://www.gujaratinside.com/2025/08/19/indian-railways-new-luggage-rules-extra-baggage-charges/ https://www.gujaratinside.com/2025/08/19/indian-railways-new-luggage-rules-extra-baggage-charges/#respond Tue, 19 Aug 2025 12:35:07 +0000 https://www.gujaratinside.com/?p=16721 ભારતીય રેલવે મુસાફરો માટે એક મોટો ફેરફાર લાવવાની તૈયારીમાં છે. હવે ટ્રેન મુસાફરી દરમ્યાન વિમાન જેવી લગેજ પોલિસી અમલમાં આવશે. જો મુસાફરો નિર્ધારિત મર્યાદા કરતાં વધુ સામાન લઈ જશે તો તેમને દંડ અથવા વધારાનો ચાર્જ ચૂકવવો પડશે. અત્યાર સુધી આ નિયમો માત્ર કાગળ પર હતા, પરંતુ હવે રેલવે મંત્રાલય તેને કડકાઈથી લાગુ કરવાની યોજના બનાવી...

The post ટ્રેનમાં સામાનના વજન પર કડક નિયમો: હવે એરલાઈન્સ જેવી લાગશે લગેજ ચેકિંગ સિસ્ટમ appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
ભારતીય રેલવે મુસાફરો માટે એક મોટો ફેરફાર લાવવાની તૈયારીમાં છે. હવે ટ્રેન મુસાફરી દરમ્યાન વિમાન જેવી લગેજ પોલિસી અમલમાં આવશે. જો મુસાફરો નિર્ધારિત મર્યાદા કરતાં વધુ સામાન લઈ જશે તો તેમને દંડ અથવા વધારાનો ચાર્જ ચૂકવવો પડશે. અત્યાર સુધી આ નિયમો માત્ર કાગળ પર હતા, પરંતુ હવે રેલવે મંત્રાલય તેને કડકાઈથી લાગુ કરવાની યોજના બનાવી રહી છે.

મફત લગેજ મર્યાદા પ્રમાણે, ફર્સ્ટ એસી કોચમાં મુસાફરી કરતી વ્યક્તિ 70 કિગ્રા સુધીનો સામાન લઈ જઈ શકે છે. એસી સેકન્ડ ક્લાસ માટે મર્યાદા 50 કિગ્રા છે, જ્યારે થર્ડ એસી અને સ્લીપર ક્લાસ માટે 40 કિગ્રા સુધીનો સામાન મફતમાં લઈ જવાની મંજૂરી છે. જનરલ ટિકિટ ધરાવતા મુસાફરો માટે આ મર્યાદા માત્ર 35 કિગ્રા છે. મર્યાદા કરતાં વધુ સામાન માટે ચાર્જ વસૂલવામાં આવશે.

આ નિયમનો અમલ શરૂઆતમાં લખનૌ, પ્રયાગરાજ, કાનપુર, અલીગઢ જેવા ટોચના રેલવે સ્ટેશનો પર કરવામાં આવશે. રેલવે અધિકારીઓના જણાવ્યા મુજબ, વધુ સામાન કોચમાં હલન-ચલનમાં અવરોધ ઉભો કરે છે અને મુસાફરોને મુશ્કેલી પડે છે, એટલા માટે આ નિયમ જરૂરી છે.

રેલવે સ્ટેશનો પર એરપોર્ટ જેવી લગેજ બુકિંગ સુવિધા શરૂ કરવામાં આવી છે. જો બેગનું વજન મર્યાદા કરતાં વધુ હોય અને બુકિંગ ન કરાવ્યું હોય તો દંડ લાદવામાં આવશે. સાથે જ મુસાફરોને વધારાના 10 કિગ્રા સામાન લઈ જવાની છૂટ મળશે, પણ તેનાથી વધુ સામાન બુક કરાવવો પડશે.

રેલવે સ્ટેશનો પર ઇલેક્ટ્રોનિક લગેજ મશીન સ્થાપિત કરાશે, જેના દ્વારા મુસાફરોના સામાનનું વજન અને કદ ચકાસવામાં આવશે. જો બેગની સાઈઝ મર્યાદા કરતાં વધારે હશે તો દંડ લાદવામાં આવશે, ભલે વજન ઓછી હોય. આ નિયમ મુસાફરોની સુવિધા અને સલામતી માટે અમલમાં લાવવામાં આવી રહ્યો છે.

 

The post ટ્રેનમાં સામાનના વજન પર કડક નિયમો: હવે એરલાઈન્સ જેવી લાગશે લગેજ ચેકિંગ સિસ્ટમ appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/08/19/indian-railways-new-luggage-rules-extra-baggage-charges/feed/ 0