Rainfall in Gujarat Archives - Gujarat Inside - Latest News Today https://www.gujaratinside.com/tag/rainfall-in-gujarat/ Latest News: Today’s News, Top News Headlines, Breaking News India, World News, Entertainment News, Sports News | Latest News Today | Gujarat Inside Sat, 06 Sep 2025 13:12:52 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=7.0 https://www.gujaratinside.com/wp-content/uploads/2025/06/cropped-GUJARAT-32x32.png Rainfall in Gujarat Archives - Gujarat Inside - Latest News Today https://www.gujaratinside.com/tag/rainfall-in-gujarat/ 32 32 ગુજરાતમાં ભારે વરસાદ: 123 ડેમ હાઈ એલર્ટ પર, નર્મદા ડેમ 92 ટકા ભરાયો https://www.gujaratinside.com/2025/09/06/gujarat-heavy-rain-dams-high-alert/ Sat, 06 Sep 2025 13:45:28 +0000 https://www.gujaratinside.com/?p=18612 ગાંધીનગર, ગુજરાત: રાજ્યમાં છેલ્લા બે-ત્રણ દિવસથી ભારે વરસાદી માહોલ છે, જેના પગલે 123 ડેમ હાઈ એલર્ટ પર છે. સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટરના તાજા આંકડાઓ પ્રમાણે શનિવારે (6 સપ્ટેમ્બર) સાંજે પાંચ વાગ્યા સુધી સિઝનની સરેરાશ વરસી ચૂકેલ વરસાદ 98.85 ટકા છે. દક્ષિણ ગુજરાતમાં સૌથી વધુ 105 ટકા વરસાદ ખાબક્યો છે. ગત 24 કલાકમાં રાજ્યના 198 તાલુકામાં...

The post ગુજરાતમાં ભારે વરસાદ: 123 ડેમ હાઈ એલર્ટ પર, નર્મદા ડેમ 92 ટકા ભરાયો appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
ગાંધીનગર, ગુજરાત: રાજ્યમાં છેલ્લા બે-ત્રણ દિવસથી ભારે વરસાદી માહોલ છે, જેના પગલે 123 ડેમ હાઈ એલર્ટ પર છે. સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટરના તાજા આંકડાઓ પ્રમાણે શનિવારે (6 સપ્ટેમ્બર) સાંજે પાંચ વાગ્યા સુધી સિઝનની સરેરાશ વરસી ચૂકેલ વરસાદ 98.85 ટકા છે. દક્ષિણ ગુજરાતમાં સૌથી વધુ 105 ટકા વરસાદ ખાબક્યો છે.

ગત 24 કલાકમાં રાજ્યના 198 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. શનિવારે સવારના 6 વાગ્યાથી સાંજના 4 વાગ્યા સુધીમાં વલસાડના કપરાડામાં 6.61 ઇંચ અને બોટાદમાં 3.50 ઇંચ વરસાદ ખાબક્યો. આ કારણે સરદાર સરોવર નર્મદા ડેમ 92 ટકા ભરાઈ ગયો છે.

રાજ્યના કુલ 206 ડેમમાંથી 123 ડેમ હાઈ એલર્ટ, 21 ડેમ એલર્ટ અને 11 ડેમ અંગે વોર્નિંગ જાહેર કરવામાં આવી છે. તેમાં 88 ડેમ સંપૂર્ણ 100 ટકા ભરાઈ ચુક્યા છે, જે રાજ્યના નાગરિકો અને ખેડૂતોએ સાવચેતી રાખવાની જરૂર છે.

 

The post ગુજરાતમાં ભારે વરસાદ: 123 ડેમ હાઈ એલર્ટ પર, નર્મદા ડેમ 92 ટકા ભરાયો appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
ધરોઈ ડેમમાંથી સાબરમતીમાં પાણી છોડાયું, નીચાણવાળા વિસ્તારોમાં એલર્ટ https://www.gujaratinside.com/2025/08/25/dharoi-dam-water-release-sabarmati-alert/ Mon, 25 Aug 2025 14:44:38 +0000 https://www.gujaratinside.com/?p=17303 ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદને કારણે નદીઓ, તળાવો અને જળાશયો છલકાઈ ગયા છે, જેના પગલે સાબરમતી નદી પરના ધરોઈ ડેમમાં પાણીની આવક સતત વધી રહી છે. હાલ ડેમનું જળસ્તર 188.68 મીટરે પહોંચ્યું છે. અધિકારીઓએ માહિતી આપી છે કે ધરોઈ ડેમમાંથી 1,07,248 ક્યુસેક પાણી સાબરમતી નદીમાં છોડવામાં આવ્યું છે, જેનો પ્રવાહ આશરે 10થી 12 કલાકમાં અમદાવાદના સુભાષ...

The post ધરોઈ ડેમમાંથી સાબરમતીમાં પાણી છોડાયું, નીચાણવાળા વિસ્તારોમાં એલર્ટ appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદને કારણે નદીઓ, તળાવો અને જળાશયો છલકાઈ ગયા છે, જેના પગલે સાબરમતી નદી પરના ધરોઈ ડેમમાં પાણીની આવક સતત વધી રહી છે. હાલ ડેમનું જળસ્તર 188.68 મીટરે પહોંચ્યું છે. અધિકારીઓએ માહિતી આપી છે કે ધરોઈ ડેમમાંથી 1,07,248 ક્યુસેક પાણી સાબરમતી નદીમાં છોડવામાં આવ્યું છે, જેનો પ્રવાહ આશરે 10થી 12 કલાકમાં અમદાવાદના સુભાષ બ્રિજ વિસ્તારમાં પહોંચી શકે છે. આના કારણે નીચાણવાળા વિસ્તારોમાં સાવચેતી રાખવા માટે લોકોને સૂચના આપવામાં આવ્યુ છે.

તે ઉપરાંત, ગાંધીનગરના સંત સરોવર ડેમમાંથી 27,282 ક્યુસેક પાણી અને વાસણા બેરેજમાંથી 30,836 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે. હાલમાં સાબરમતી કિનારા પરની વસાહતોમાં પૂરનો ખતરો રહેતા લોકોમા એલર્ટ જારી કરવામાં આવ્યું છે. અધિકારીઓને પણ સાવધાન રહેવા અને જરૂરી સુરક્ષાના પગલાં લેવામાટે સૂચના આપવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે, સંત સરોવર ડેમના તમામ 21 દરવાજા ખોલી દેવામાં આવ્યા છે, કારણ કે ડેમમાં 66,215 ક્યુસેક પાણીની આવક થવાથી જળસ્તર 52.45 મીટર સુધી પહોંચી ગયું છે. પરિણામે સાબરમતી નદી હાલ બે કાંઠે વહી રહી છે.

ગુજરાતમાં આ વર્ષે ચોમાસું સંતોષકારક રહ્યું છે અને અત્યાર સુધીમાં સરેરાશ 27.50 ઈંચ વરસાદ સાથે રાજ્યમાં 80% વરસાદ નોંધાયો છે. 37 તાલુકાઓમાં 40 ઈંચથી વધુ વરસાદ થયો છે. હાલ રાજ્યના 207 જળાશયોમાં સરેરાશ જળસ્તર 78.82% છે, જેમાંથી 59 જળાશયો છલોછલ થયા છે અને 78 જળાશયો હાઈ એલર્ટ પર છે.

 

The post ધરોઈ ડેમમાંથી સાબરમતીમાં પાણી છોડાયું, નીચાણવાળા વિસ્તારોમાં એલર્ટ appeared first on Gujarat Inside - Latest News Today.

]]>