Russia-Ukraine conflict Archives - Gujarat Inside - Latest News Today https://www.gujaratinside.com/tag/russia-ukraine-conflict/ Latest News: Today’s News, Top News Headlines, Breaking News India, World News, Entertainment News, Sports News | Latest News Today | Gujarat Inside Thu, 04 Sep 2025 17:26:14 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.9.4 https://www.gujaratinside.com/wp-content/uploads/2025/06/cropped-GUJARAT-32x32.png Russia-Ukraine conflict Archives - Gujarat Inside - Latest News Today https://www.gujaratinside.com/tag/russia-ukraine-conflict/ 32 32 EU અધ્યક્ષે PM મોદીને ફોન પર કહ્યું: ‘ભારત રશિયા-યુક્રેન યુદ્ધ અટકાવી શકે છે’ https://www.gujaratinside.com/2025/09/04/eu-chief-ursula-calls-pm-modi-russia-ukraine-mediation/ https://www.gujaratinside.com/2025/09/04/eu-chief-ursula-calls-pm-modi-russia-ukraine-mediation/#respond Thu, 04 Sep 2025 17:26:14 +0000 https://www.gujaratinside.com/?p=18410 રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધને લઈને વિશ્વભરમાં ચિંતાનો માહોલ છે. હાલમાં ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોન અને જર્મનીના વિદેશ મંત્રી સાથેની વાતચીત બાદ યુરોપિયન યુનિયન (EU) કમિશનના અધ્યક્ષ ઉર્સુલા વોન ડેર લેયેને પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે ફોન પર ચર્ચા કરી છે. યુરોપિયન યુનિયનના અધ્યક્ષએ જણાવ્યું કે, રશિયાએ આક્રમકતા બંધ કરીને શાંતિનો માર્ગ અપનાવવો...

The post EU અધ્યક્ષે PM મોદીને ફોન પર કહ્યું: ‘ભારત રશિયા-યુક્રેન યુદ્ધ અટકાવી શકે છે’ appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધને લઈને વિશ્વભરમાં ચિંતાનો માહોલ છે. હાલમાં ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોન અને જર્મનીના વિદેશ મંત્રી સાથેની વાતચીત બાદ યુરોપિયન યુનિયન (EU) કમિશનના અધ્યક્ષ ઉર્સુલા વોન ડેર લેયેને પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે ફોન પર ચર્ચા કરી છે. યુરોપિયન યુનિયનના અધ્યક્ષએ જણાવ્યું કે, રશિયાએ આક્રમકતા બંધ કરીને શાંતિનો માર્ગ અપનાવવો જોઈએ અને તેમાં ભારતની ભૂમિકા મહત્વપૂર્ણ બની છે.

ઉર્સુલાએ જણાવ્યું, “વડાપ્રધાન મોદી સાથે વાતચીત કરીને આનંદ થયો. યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કી સાથે ભારતના સંબંધ આવકારદાયક છે. આ યુદ્ધ માત્ર યુરોપ માટે નહીં, સમગ્ર વિશ્વ માટે જોખમ ઊભું કરી રહ્યું છે. તેથી ભારતની મધ્યસ્થી અતિ આવશ્યક બની ગઈ છે.”

વડાપ્રધાન મોદીએ પણ ટ્વીટ દ્વારા કહ્યું કે, EU અધ્યક્ષ અને યુરોપિયન કાઉન્સિલના અધ્યક્ષ એન્ટોનિયો કોસ્ટા સાથે ટ્રેડ, ટેક્નોલોજી, રોકાણ, સંરક્ષણ અને પુરવઠા ચેઈન મજબૂત બનાવવા પર ચર્ચા થઈ છે. બંને પક્ષો ભારત-ઈયુ ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ વહેલી તકે પૂર્ણ કરવા માટે સહમત થયા છે. સાથે જ, યુક્રેન સંકટને સમાપ્ત કરવાના પ્રયાસો પર પણ ચર્ચા થઈ છે અને યુરોપિયન નેતાઓને ભારત-ઈયુ સમિટ માટે આમંત્રણ આપવામાં આવ્યું છે.

યુદ્ધની શરૂઆતથી જ ભારતે સંયુક્ત રાષ્ટ્રમાં યુદ્ધવિરામ અને શાંતિ સ્થાપનની અપીલ કરી છે, સાથે રશિયાથી તૈલની આયાત ચાલુ રાખીને પોતાના રાષ્ટ્રીય હિતની પણ સુરક્ષા કરી છે. વડાપ્રધાન મોદીએ આ યુદ્ધને ‘યુદ્ધનો યુગ નથી’ કહીને વિશ્વમાં શાંતિનો સંદેશ આપ્યો છે. અગાઉ યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કીએ પણ PM મોદી સાથે વાત કરી, જેમાં ભારતને એક એવો વિશ્વસનીય મધ્યસ્થી તરીકે માનવામાં આવ્યો છે, જેના પર રશિયા અને પશ્ચિમ બંને વિશ્વાસ કરે છે.

 

The post EU અધ્યક્ષે PM મોદીને ફોન પર કહ્યું: ‘ભારત રશિયા-યુક્રેન યુદ્ધ અટકાવી શકે છે’ appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/09/04/eu-chief-ursula-calls-pm-modi-russia-ukraine-mediation/feed/ 0
વડાપ્રધાન મોદીની ફ્રાન્સના રાષ્ટ્રપ્રમુખ મેક્રોન સાથે ફોન પર યુક્રેન યુદ્ધ મુદ્દે ચર્ચા https://www.gujaratinside.com/2025/08/21/modi-macron-ukraine-war-discussion/ https://www.gujaratinside.com/2025/08/21/modi-macron-ukraine-war-discussion/#respond Thu, 21 Aug 2025 13:45:21 +0000 https://www.gujaratinside.com/?p=16877 ભારત હંમેશાથી યુક્રેન-રશિયા યુદ્ધનો અંત લાવવા માટે વાતચીતનો માર્ગ અપનાવવાનું સમર્થન કરતું આવ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અગાઉ પણ સંઘર્ષનો ઉકેલ સંવાદ દ્વારા લાવવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. તાજેતરમાં, વડાપ્રધાન મોદીએ ફ્રાન્સના રાષ્ટ્રપ્રમુખ ઇમેન્યુઅલ મેક્રોન સાથે ફોન પર ચર્ચા કરી. બંને નેતાઓએ યુક્રેન યુદ્ધ અને પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા સંઘર્ષો માટે શાંતિપૂર્ણ ઉકેલ માટેના...

The post વડાપ્રધાન મોદીની ફ્રાન્સના રાષ્ટ્રપ્રમુખ મેક્રોન સાથે ફોન પર યુક્રેન યુદ્ધ મુદ્દે ચર્ચા appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
ભારત હંમેશાથી યુક્રેન-રશિયા યુદ્ધનો અંત લાવવા માટે વાતચીતનો માર્ગ અપનાવવાનું સમર્થન કરતું આવ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અગાઉ પણ સંઘર્ષનો ઉકેલ સંવાદ દ્વારા લાવવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો.

તાજેતરમાં, વડાપ્રધાન મોદીએ ફ્રાન્સના રાષ્ટ્રપ્રમુખ ઇમેન્યુઅલ મેક્રોન સાથે ફોન પર ચર્ચા કરી. બંને નેતાઓએ યુક્રેન યુદ્ધ અને પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા સંઘર્ષો માટે શાંતિપૂર્ણ ઉકેલ માટેના પ્રયાસો અંગે વિચારવિમર્શ કર્યો.

વડાપ્રધાન મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર લખ્યું કે, “મારા મિત્ર રાષ્ટ્રપ્રમુખ મેક્રોન સાથે ખૂબ જ સારી વાતચીત થઈ. યુક્રેન અને પશ્ચિમ એશિયામાં સંઘર્ષોના શાંતિપૂર્ણ ઉકેલ માટેના પ્રયાસો પર વિચારોનું આદાન-પ્રદાન કર્યું. ભારત-ફ્રાન્સ વ્યૂહાત્મક ભાગીદારીને વધુ મજબૂત બનાવવાની અમારી પ્રતિબદ્ધતાને પુનઃપુષ્ટિ કરી.”

The post વડાપ્રધાન મોદીની ફ્રાન્સના રાષ્ટ્રપ્રમુખ મેક્રોન સાથે ફોન પર યુક્રેન યુદ્ધ મુદ્દે ચર્ચા appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/08/21/modi-macron-ukraine-war-discussion/feed/ 0
ટ્રમ્પની હોટ માઈક વાતચીત વાયરલ: મેક્રોનને પુતિનનો ડીલ પ્લાન જણાવતા કેદ થયો વીડિયો https://www.gujaratinside.com/2025/08/19/trump-hot-mic-reveals-putin-deal-plan/ https://www.gujaratinside.com/2025/08/19/trump-hot-mic-reveals-putin-deal-plan/#respond Tue, 19 Aug 2025 12:20:59 +0000 https://www.gujaratinside.com/?p=16714 અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને ફ્રાન્સના પ્રમુખ ઇમેન્યુઅલ મેક્રોન વચ્ચેની એક ખાનગી વાતચીતનો વીડિયો વાયરલ થયો છે, જેમાં ટ્રમ્પ પુતિનની શાંતિ યોજનાનો ઉલ્લેખ કરે છે. આ ઘટના 18 ઓગસ્ટે યુરોપિયન નેતાઓ સાથેની મહત્ત્વપૂર્ણ બહુપક્ષીય બેઠક પહેલાં બની હતી. ટ્રમ્પે મેક્રોન સાથેની વાતમાં કહ્યું હતું, “મને લાગે છે કે રશિયાના પ્રમુખ ડીલ કરવા ઈચ્છે છે, કદાચ...

The post ટ્રમ્પની હોટ માઈક વાતચીત વાયરલ: મેક્રોનને પુતિનનો ડીલ પ્લાન જણાવતા કેદ થયો વીડિયો appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને ફ્રાન્સના પ્રમુખ ઇમેન્યુઅલ મેક્રોન વચ્ચેની એક ખાનગી વાતચીતનો વીડિયો વાયરલ થયો છે, જેમાં ટ્રમ્પ પુતિનની શાંતિ યોજનાનો ઉલ્લેખ કરે છે. આ ઘટના 18 ઓગસ્ટે યુરોપિયન નેતાઓ સાથેની મહત્ત્વપૂર્ણ બહુપક્ષીય બેઠક પહેલાં બની હતી. ટ્રમ્પે મેક્રોન સાથેની વાતમાં કહ્યું હતું, “મને લાગે છે કે રશિયાના પ્રમુખ ડીલ કરવા ઈચ્છે છે, કદાચ મારા માટે પણ એક ડીલ છે.” હોટ માઈકમાં કેદ થયેલી આ વાતચીત પરથી અનુમાન થાય છે કે પુતિન યુદ્ધવિરામ માટે તૈયાર હોઈ શકે છે.

ટ્રમ્પે આ બેઠક પહેલાં શુક્રવારે પુતિન સાથે મુલાકાત કરી હતી, જેને તેમણે સકારાત્મક ગણાવી હતી. ટ્રમ્પે જણાવ્યું હતું કે, પુતિન વિવિધ શરતો પર યુદ્ધવિરામ કરવા તૈયાર છે, પરંતુ કોઈ ડીલ ન થાય ત્યાં સુધી અંતિમ નિર્ણય નહીં લેવાય. બહુપક્ષીય બેઠકમાં યુક્રેનના પ્રમુખ ઝેલેન્સ્કી, બ્રિટનના વડાપ્રધાન કીર સ્ટાર્મર, ઈટલીની વડાપ્રધાન જ્યોર્જિયા મેલોની, જર્મન ચાન્સેલર ફ્રેડરિક મેર્ઝ, ફિનલેન્ડના પ્રમુખ એલેકઝેન્ડર સ્ટબ અને નાટો સેક્રેટરી જનરલ માર્ક રૂટ સહિત અનેક નેતાઓએ ભાગ લીધો હતો. આ બેઠકમાં યુક્રેનની સુરક્ષા ગેરેંટી અને યુદ્ધ સમાપ્તિના મુદ્દાઓ પર ચર્ચા થઈ હતી. ઝેલેન્સ્કીએ જણાવ્યું હતું કે યુક્રેન અમેરિકા પાસેથી 90 અબજ ડોલરના હથિયારો ખરીદશે.

 

The post ટ્રમ્પની હોટ માઈક વાતચીત વાયરલ: મેક્રોનને પુતિનનો ડીલ પ્લાન જણાવતા કેદ થયો વીડિયો appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/08/19/trump-hot-mic-reveals-putin-deal-plan/feed/ 0
ઝેલેન્સ્કીનો ડ્રેસ કોડ ચર્ચામાં: ટ્રમ્પ સાથે મુલાકાત પહેલાં સૂટ પહેરશે કે નહીં? https://www.gujaratinside.com/2025/08/18/zelenskyy-trump-meeting-dress-code-controversy/ https://www.gujaratinside.com/2025/08/18/zelenskyy-trump-meeting-dress-code-controversy/#respond Mon, 18 Aug 2025 16:28:05 +0000 https://www.gujaratinside.com/?p=16650 યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડિમિર ઝેલેન્સ્કી અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે મુલાકાત માટે અમેરિકા પહોંચી ગયા છે. જોકે બેઠક પહેલાં તેમના ડ્રેસને લઈને ચર્ચા શરૂ થઈ ગઈ છે. એક્સિયોસના રિપોર્ટ મુજબ, વ્હાઇટ હાઉસે પૂછ્યું છે કે ઓવલ ઓફિસમાં યોજાનાર આ બેઠકમાં ઝેલેન્સ્કી સૂટ પહેરશે કે નહીં. બેઠકમાં યુરોપના ટોચના નેતાઓ પણ હાજર રહેશે. અગાઉ માર્ચમાં વ્હાઇટ હાઉસમાં...

The post ઝેલેન્સ્કીનો ડ્રેસ કોડ ચર્ચામાં: ટ્રમ્પ સાથે મુલાકાત પહેલાં સૂટ પહેરશે કે નહીં? appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડિમિર ઝેલેન્સ્કી અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે મુલાકાત માટે અમેરિકા પહોંચી ગયા છે. જોકે બેઠક પહેલાં તેમના ડ્રેસને લઈને ચર્ચા શરૂ થઈ ગઈ છે. એક્સિયોસના રિપોર્ટ મુજબ, વ્હાઇટ હાઉસે પૂછ્યું છે કે ઓવલ ઓફિસમાં યોજાનાર આ બેઠકમાં ઝેલેન્સ્કી સૂટ પહેરશે કે નહીં. બેઠકમાં યુરોપના ટોચના નેતાઓ પણ હાજર રહેશે.

અગાઉ માર્ચમાં વ્હાઇટ હાઉસમાં ઝેલેન્સ્કી અને ટ્રમ્પ વચ્ચે થયેલી મુલાકાત દરમિયાન ડ્રેસ કોડ મુદ્દે વિવાદ ઊભો થયો હતો. ત્યારે એક રિપોર્ટરે ઝેલેન્સ્કીને સૂટ ન પહેરવા અંગે સવાલ કર્યો હતો. તેના જવાબમાં ઝેલેન્સ્કીએ કટાક્ષ કરતા કહ્યું હતું કે રશિયા સાથેનું યુદ્ધ પૂર્ણ થયા બાદ જ તેઓ સૂટ પહેરશે.

ઝેલેન્સ્કી અગાઉ ટ્રમ્પ સાથે મળવા માટે સૈનિક ડ્રેસમાં આવ્યા હતા, જે યુક્રેનના યુદ્ધનું પ્રતિક બની ગયું હતું. રિપોર્ટ અનુસાર, આ વખતે તેઓ સૂટ અને ટાઈના બદલે કાળી જેકેટ પહેરવાની યોજના ધરાવે છે, જે બિઝનેસ સ્ટાઈલનો દેખાવ આપે છે. આ બેઠક વોશિંગ્ટન ડીસીમાં યોજાશે અને તેમાં બ્રિટન, જર્મની, ફ્રાન્સ, ઈટાલી, ફિનલેન્ડ તેમજ યુરોપીય સંઘ અને નાટોના ટોચના નેતાઓ પણ જોડાશે.

 

The post ઝેલેન્સ્કીનો ડ્રેસ કોડ ચર્ચામાં: ટ્રમ્પ સાથે મુલાકાત પહેલાં સૂટ પહેરશે કે નહીં? appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/08/18/zelenskyy-trump-meeting-dress-code-controversy/feed/ 0