sardar sarovar dam Archives - Gujarat Inside - Latest News Today https://www.gujaratinside.com/tag/sardar-sarovar-dam/ Latest News: Today’s News, Top News Headlines, Breaking News India, World News, Entertainment News, Sports News | Latest News Today | Gujarat Inside Wed, 17 Sep 2025 04:46:14 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.9.4 https://www.gujaratinside.com/wp-content/uploads/2025/06/cropped-GUJARAT-32x32.png sardar sarovar dam Archives - Gujarat Inside - Latest News Today https://www.gujaratinside.com/tag/sardar-sarovar-dam/ 32 32 ગુજરાતના જળાશયોમાં 91% જળસ્તર, 111 છલકાયા, 145 હાઈ એલર્ટ પર https://www.gujaratinside.com/2025/09/17/gujarat-dams-91-percent-water-level-111-overflowing/ https://www.gujaratinside.com/2025/09/17/gujarat-dams-91-percent-water-level-111-overflowing/#respond Wed, 17 Sep 2025 05:25:52 +0000 https://www.gujaratinside.com/?p=19448 અમદાવાદ: ગુજરાતના 206 જળાશયોમાં હાલ સરેરાશ જળસ્તર 91.15 ટકા નોંધાયું છે. રાજ્યના 111 જળાશયોમાં 100 ટકાથી વધુ જળસ્તર હોવાથી તેઓ છલકાઈ રહ્યા છે, જ્યારે 145 જળાશયો હાઈ એલર્ટ હેઠળ રાખવામાં આવ્યા છે. મુખ્ય જળાશયોમાં હાથમતી (અરવલ્લી), શેત્રુંજી (ભાવનગર), મચ્છુ-1 અને મચ્છુ-2 (મોરબી), ધાતરવાડી (અમરેલી), રામી (છોટાઉદેપુર), વાઘોડિયા (જામનગર), તેમજ કંકાવટી-નિરૂણા (કચ્છ)નો સમાવેશ થાય છે. હાલમાં...

The post ગુજરાતના જળાશયોમાં 91% જળસ્તર, 111 છલકાયા, 145 હાઈ એલર્ટ પર appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
અમદાવાદ: ગુજરાતના 206 જળાશયોમાં હાલ સરેરાશ જળસ્તર 91.15 ટકા નોંધાયું છે. રાજ્યના 111 જળાશયોમાં 100 ટકાથી વધુ જળસ્તર હોવાથી તેઓ છલકાઈ રહ્યા છે, જ્યારે 145 જળાશયો હાઈ એલર્ટ હેઠળ રાખવામાં આવ્યા છે.

મુખ્ય જળાશયોમાં હાથમતી (અરવલ્લી), શેત્રુંજી (ભાવનગર), મચ્છુ-1 અને મચ્છુ-2 (મોરબી), ધાતરવાડી (અમરેલી), રામી (છોટાઉદેપુર), વાઘોડિયા (જામનગર), તેમજ કંકાવટી-નિરૂણા (કચ્છ)નો સમાવેશ થાય છે.

હાલમાં 12 જળાશયો 80 થી 90 ટકા જળસ્તર વચ્ચે હોવાથી એલર્ટ પર છે, જ્યારે 17 જળાશયો 70 થી 80 ટકા જળસ્તર વચ્ચે હોવાથી વોર્નિંગ હેઠળ રાખવામાં આવ્યા છે. 70 ટકાથી ઓછું જળસ્તર ધરાવતા 32 જળાશયો પણ રાજ્યમાં છે.

રીજનલ લેવલ પર જોવામાં આવે તો સૌરાષ્ટ્રના 141માંથી 76, કચ્છના 20માંથી 13 અને દક્ષિણ ગુજરાતના 13માંથી 9 જળાશયો સંપૂર્ણ ભરાયેલા છે. રાજ્યની જીવાદોરી ગણાતો સરદાર સરોવર હાલમાં 92.47 ટકા જળસ્તર સાથે સંતોષકારક સ્થિતિમાં છે.

રાજ્યના જળસંચય વિભાગ મુજબ સતત વરસાદ અને નદી-નાળામાં આવતા પાણીના પ્રવાહને ધ્યાનમાં રાખીને જળાશયોની સ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે અને જરૂરી હોય ત્યાં એલર્ટ જારી કરવામાં આવી રહ્યા છે.

 

The post ગુજરાતના જળાશયોમાં 91% જળસ્તર, 111 છલકાયા, 145 હાઈ એલર્ટ પર appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/09/17/gujarat-dams-91-percent-water-level-111-overflowing/feed/ 0
ગુજરાતમાં ભારે વરસાદ: 123 ડેમ હાઈ એલર્ટ પર, નર્મદા ડેમ 92 ટકા ભરાયો https://www.gujaratinside.com/2025/09/06/gujarat-heavy-rain-dams-high-alert/ https://www.gujaratinside.com/2025/09/06/gujarat-heavy-rain-dams-high-alert/#respond Sat, 06 Sep 2025 13:45:28 +0000 https://www.gujaratinside.com/?p=18612 ગાંધીનગર, ગુજરાત: રાજ્યમાં છેલ્લા બે-ત્રણ દિવસથી ભારે વરસાદી માહોલ છે, જેના પગલે 123 ડેમ હાઈ એલર્ટ પર છે. સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટરના તાજા આંકડાઓ પ્રમાણે શનિવારે (6 સપ્ટેમ્બર) સાંજે પાંચ વાગ્યા સુધી સિઝનની સરેરાશ વરસી ચૂકેલ વરસાદ 98.85 ટકા છે. દક્ષિણ ગુજરાતમાં સૌથી વધુ 105 ટકા વરસાદ ખાબક્યો છે. ગત 24 કલાકમાં રાજ્યના 198 તાલુકામાં...

The post ગુજરાતમાં ભારે વરસાદ: 123 ડેમ હાઈ એલર્ટ પર, નર્મદા ડેમ 92 ટકા ભરાયો appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
ગાંધીનગર, ગુજરાત: રાજ્યમાં છેલ્લા બે-ત્રણ દિવસથી ભારે વરસાદી માહોલ છે, જેના પગલે 123 ડેમ હાઈ એલર્ટ પર છે. સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટરના તાજા આંકડાઓ પ્રમાણે શનિવારે (6 સપ્ટેમ્બર) સાંજે પાંચ વાગ્યા સુધી સિઝનની સરેરાશ વરસી ચૂકેલ વરસાદ 98.85 ટકા છે. દક્ષિણ ગુજરાતમાં સૌથી વધુ 105 ટકા વરસાદ ખાબક્યો છે.

ગત 24 કલાકમાં રાજ્યના 198 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. શનિવારે સવારના 6 વાગ્યાથી સાંજના 4 વાગ્યા સુધીમાં વલસાડના કપરાડામાં 6.61 ઇંચ અને બોટાદમાં 3.50 ઇંચ વરસાદ ખાબક્યો. આ કારણે સરદાર સરોવર નર્મદા ડેમ 92 ટકા ભરાઈ ગયો છે.

રાજ્યના કુલ 206 ડેમમાંથી 123 ડેમ હાઈ એલર્ટ, 21 ડેમ એલર્ટ અને 11 ડેમ અંગે વોર્નિંગ જાહેર કરવામાં આવી છે. તેમાં 88 ડેમ સંપૂર્ણ 100 ટકા ભરાઈ ચુક્યા છે, જે રાજ્યના નાગરિકો અને ખેડૂતોએ સાવચેતી રાખવાની જરૂર છે.

 

The post ગુજરાતમાં ભારે વરસાદ: 123 ડેમ હાઈ એલર્ટ પર, નર્મદા ડેમ 92 ટકા ભરાયો appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/09/06/gujarat-heavy-rain-dams-high-alert/feed/ 0
સરદાર સરોવર ડેમ 94% ભરાયું, ઓવરફ્લો માટે માત્ર 1.92 મીટર બાકી https://www.gujaratinside.com/2025/08/30/sardar-sarovar-dam-94-percent-full/ https://www.gujaratinside.com/2025/08/30/sardar-sarovar-dam-94-percent-full/#respond Sat, 30 Aug 2025 16:25:30 +0000 https://www.gujaratinside.com/?p=17829 ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસથી થયેલા ભારે વરસાદના કારણે સરદાર સરોવર ડેમની સપાટી સતત વધતી રહી છે. હાલમાં ડેમ 94 ટકા ભરાઈ ગયો છે અને ઓવરફ્લો માટે માત્ર 1.92 મીટર જ બાકી છે, જ્યારે ડેમની વર્તમાન સપાટી 136.76 મીટર પર પહોંચી છે. રાજ્યભરમાં આજે વહેલી સવારે 6 વાગ્યાથી બપોરે 12 વાગ્યા સુધીમાં 66 તાલુકામાં મેઘમહેર નોંધાઈ...

The post સરદાર સરોવર ડેમ 94% ભરાયું, ઓવરફ્લો માટે માત્ર 1.92 મીટર બાકી appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસથી થયેલા ભારે વરસાદના કારણે સરદાર સરોવર ડેમની સપાટી સતત વધતી રહી છે. હાલમાં ડેમ 94 ટકા ભરાઈ ગયો છે અને ઓવરફ્લો માટે માત્ર 1.92 મીટર જ બાકી છે, જ્યારે ડેમની વર્તમાન સપાટી 136.76 મીટર પર પહોંચી છે.

રાજ્યભરમાં આજે વહેલી સવારે 6 વાગ્યાથી બપોરે 12 વાગ્યા સુધીમાં 66 તાલુકામાં મેઘમહેર નોંધાઈ હતી, જેમાં સૌથી વધુ પંચમહાલના હાલોલમાં 9 ઇંચ વરસાદ ખાબક્યો હતો. છેલ્લા 24 કલાકમાં રાજ્યના 129 તાલુકામાં ધોધમાર વરસાદ નોંધાયો છે, જેમાં તાપી જિલ્લાના ડોલવણમાં 6.34 ઇંચ વરસાદ નોંધાયો.

ડેમમાં છેલ્લા 24 કલાકમાં સપાટી 24 સે.મી. વધતાં 1,67,113 ક્યુસેક પાણીની આવક નોંધાઈ છે, જ્યારે કેનાલમાં પાણીની જાવક 23,501 ક્યુસેક છે. ડેમનું ગ્રોસ સ્ટોરેજ 8,850.40 MCM છે. સપાટી વધતા તંત્ર દ્વારા 15 દરવાજા ખોલી નર્મદા નદીમાં 2.95 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. આ સાથે RBPH અને CHPHમાંથી કેનાલમાં કુલ 2,24,000 ક્યુસેક પાણી છોડાયું છે.

નદીમાં પાણી છોડાયના કારણે નર્મદા નદી કાંઠાના ગ્રામજનોને ઍલર્ટ રહેવાની સૂચના આપવામાં આવી છે. ભરુચના ગોલ્ડન બ્રિજ નજીક નર્મદા નદીની જળસપાટી વોર્નિંગ લેવલ પર પહોંચી શકે છે, જેને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા તમામ જરૂરી પગલાં લેવામાં આવ્યા છે.

 

The post સરદાર સરોવર ડેમ 94% ભરાયું, ઓવરફ્લો માટે માત્ર 1.92 મીટર બાકી appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/08/30/sardar-sarovar-dam-94-percent-full/feed/ 0
સરદાર સરોવર ડેમ છલકાવાની તૈયારીમાં, નર્મદા નદી વિસ્તાર માટે એલર્ટ જાહેર https://www.gujaratinside.com/2025/08/28/sardar-sarovar-dam-prepares-to-overflow/ https://www.gujaratinside.com/2025/08/28/sardar-sarovar-dam-prepares-to-overflow/#respond Thu, 28 Aug 2025 09:25:02 +0000 https://www.gujaratinside.com/?p=17584 ગુજરાતમાં સરદાર સરોવર નર્મદા ડેમ છલકાવાની તૈયારીમાં છે. ડેમમાં હાલની પાણીની સપાટી 135.65 મીટર પહોંચી ગઈ છે, જ્યારે મહામ લેવલ 138.68 મીટર છે. ડેમના ઉપરવાસમાં ભારે વરસાદને કારણે 1.72 લાખ ક્યુસેક પાણી આવક થઈ રહી છે, જે કારણે સપાટીમાં સતત વધારો થઇ રહ્યો છે. જળના પ્રવાહને નિયંત્રિત કરવા માટે ડેમના કેટલાક દરવાજા 28 ઓગસ્ટે સવારે...

The post સરદાર સરોવર ડેમ છલકાવાની તૈયારીમાં, નર્મદા નદી વિસ્તાર માટે એલર્ટ જાહેર appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
ગુજરાતમાં સરદાર સરોવર નર્મદા ડેમ છલકાવાની તૈયારીમાં છે. ડેમમાં હાલની પાણીની સપાટી 135.65 મીટર પહોંચી ગઈ છે, જ્યારે મહામ લેવલ 138.68 મીટર છે. ડેમના ઉપરવાસમાં ભારે વરસાદને કારણે 1.72 લાખ ક્યુસેક પાણી આવક થઈ રહી છે, જે કારણે સપાટીમાં સતત વધારો થઇ રહ્યો છે.

જળના પ્રવાહને નિયંત્રિત કરવા માટે ડેમના કેટલાક દરવાજા 28 ઓગસ્ટે સવારે 8 વાગ્યાથી ખોલવામાં આવશે. દરવાજા ખોલ્યા બાદ મહામ લેવલથી 50 હજાર ક્યુસેક અને રિવરબેડ પાવર હાઉસ દ્વારા 45 હજાર ક્યુસેક પાણી છોડવામાં આવશે, જેથી કુલ 95 હજાર ક્યુસેક પાણી નર્મદા નદીમાં પહોંચશે. આ પગલાંને લીધે નર્મદા, ભરૂચ અને વડોદરા જિલ્લાના કાંઠાવાળા ગામોના લોકોને એલર્ટ રહેવાની સૂચના આપવામાં આવી છે.

અત્યાર સુધી ડેમમાં પાણીનો ગ્રોસ સ્ટોરેજ 8512 એમસીએમ થયો છે અને ડેમ 90 ટકા ભરાઈ ગયો છે. છેલ્લા 24 કલાકમાં ડેમની સપાટીમાં 100 સેન્ટિમીટરનો વધારો નોંધાયો છે. નર્મદા નદીમાં પાણીની જાવક 44,024 ક્યુસેક છે, જ્યારે કેનાલમાં 5,242 ક્યુસેક પાણી વહે રહ્યું છે.

ગુજરાતમાં હાલ 70 જળાશયો 100 ટકાથી વધુ ભરાઈ ચુક્યા છે, જ્યારે 65 જળાશયો 70% થી 100% વચ્ચે છે. 25 જળાશયો 50% થી 70% ભરાયેલા છે. રાજ્યમાં કુલ 95 જળાશયો હાઈએલર્ટ હેઠળ છે, જ્યારે 23 જળાશયો એલર્ટ હેઠળ છે.

 

The post સરદાર સરોવર ડેમ છલકાવાની તૈયારીમાં, નર્મદા નદી વિસ્તાર માટે એલર્ટ જાહેર appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/08/28/sardar-sarovar-dam-prepares-to-overflow/feed/ 0
મેઘરાજાની ધમાકેદાર બેટિંગ: ગુજરાતના 49 ડેમમાં જળસ્તર 90%થી ઉપર, રાજ્યમાં હાઇએલર્ટ https://www.gujaratinside.com/2025/07/28/gujarat-dams-water-level-2025-high-alert/ https://www.gujaratinside.com/2025/07/28/gujarat-dams-water-level-2025-high-alert/#respond Mon, 28 Jul 2025 05:44:36 +0000 https://www.gujaratinside.com/?p=15647 ગુજરાતમાં ચોમાસાના નવા રાઉન્ડે ધમાલ મચાવી છે. ભારે વરસાદના કારણે રાજ્યના જળાશયોમાં પાણીની સ્થિતિમાં નોંધપાત્ર સુધારો થયો છે. હાલ સમગ્ર રાજ્યના જળાશયોમાં સરેરાશ જળસ્તર વધીને 62 ટકા થઈ ગયું છે. વધતા જળસ્તરના કારણે અનેક વિસ્તારોમાં હાઇએલર્ટ જાહેર કરવામાં આવ્યો છે. ગુજરાતના જળાશયોની હાલની સ્થિતિ રાજ્યના કુલ 29 જળાશયો 100 ટકા ભરાઈ ગયા છે, જેમાં કચ્છના...

The post મેઘરાજાની ધમાકેદાર બેટિંગ: ગુજરાતના 49 ડેમમાં જળસ્તર 90%થી ઉપર, રાજ્યમાં હાઇએલર્ટ appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
ગુજરાતમાં ચોમાસાના નવા રાઉન્ડે ધમાલ મચાવી છે. ભારે વરસાદના કારણે રાજ્યના જળાશયોમાં પાણીની સ્થિતિમાં નોંધપાત્ર સુધારો થયો છે. હાલ સમગ્ર રાજ્યના જળાશયોમાં સરેરાશ જળસ્તર વધીને 62 ટકા થઈ ગયું છે. વધતા જળસ્તરના કારણે અનેક વિસ્તારોમાં હાઇએલર્ટ જાહેર કરવામાં આવ્યો છે.

ગુજરાતના જળાશયોની હાલની સ્થિતિ

રાજ્યના કુલ 29 જળાશયો 100 ટકા ભરાઈ ગયા છે, જેમાં કચ્છના 5, ભાવનગરના 4 અને સુરેન્દ્રનગરના 3 જળાશયોનો સમાવેશ થાય છે. 62 જળાશયો 70 થી 100 ટકા જળસ્તર સુધી પહોંચી ગયા છે, જ્યારે 38 જળાશયોમાં 25 થી 50 ટકા પાણી છે. તેમ છતાં, હજુ પણ 36 જળાશયોમાં જળસ્તર 25 ટકાથી ઓછું છે.

હાલમાં 48 જળાશયોમાં જળસ્તર 90 ટકાથી વધુ હોવાથી હાઇએલર્ટ જાહેર કરાયું છે. ઉપરાંત, 21 જળાશયો એલર્ટ હેઠળ અને 21 જળાશયો વોર્નિંગ હેઠળ રાખવામાં આવ્યા છે.

સરદાર સરોવર ડેમમાં જળસંગ્રહની સ્થિતિ

રાજ્યના મુખ્ય સરદાર સરોવર નર્મદા ડેમમાં હાલ કુલ ક્ષમતાના 60.72 ટકા જેટલું પાણી ભરાયું છે. રીજિયનવાઇઝ જોવામાં આવે તો ઉત્તર ગુજરાતમાં 57 ટકા, મધ્ય ગુજરાતમાં 66 ટકા, દક્ષિણ ગુજરાતમાં 61 ટકા, કચ્છમાં 56 ટકા અને સૌરાષ્ટ્રમાં 66 ટકા જેટલું જળસ્તર નોંધાયું છે.

The post મેઘરાજાની ધમાકેદાર બેટિંગ: ગુજરાતના 49 ડેમમાં જળસ્તર 90%થી ઉપર, રાજ્યમાં હાઇએલર્ટ appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/07/28/gujarat-dams-water-level-2025-high-alert/feed/ 0