SCO summit Archives - Gujarat Inside - Latest News Today https://www.gujaratinside.com/tag/sco-summit/ Latest News: Today’s News, Top News Headlines, Breaking News India, World News, Entertainment News, Sports News | Latest News Today | Gujarat Inside Sat, 06 Sep 2025 11:20:11 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.9.4 https://www.gujaratinside.com/wp-content/uploads/2025/06/cropped-GUJARAT-32x32.png SCO summit Archives - Gujarat Inside - Latest News Today https://www.gujaratinside.com/tag/sco-summit/ 32 32 ભારત-અમેરિકા સંબંધો પર ટ્રમ્પના નિવેદન બાદ PM મોદી અને જયશંકરની પ્રતિક્રિયા https://www.gujaratinside.com/2025/09/06/pm-modi-jaishankar-reaction-trump-india-us-ties/ https://www.gujaratinside.com/2025/09/06/pm-modi-jaishankar-reaction-trump-india-us-ties/#respond Sat, 06 Sep 2025 11:50:07 +0000 https://www.gujaratinside.com/?p=18577 નવી દિલ્હી: ભારત અને અમેરિકા વચ્ચેના સંબંધો પર વધતી ચર્ચા વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને વિદેશ મંત્રી એસ. જયશંકરે અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના તાજેતરના નિવેદન પર પ્રતિક્રિયા આપી છે. જયશંકરે શનિવારે જણાવ્યું કે વડાપ્રધાન મોદી ભારત-અમેરિકા ભાગીદારીને અત્યંત મહત્ત્વ આપે છે અને બંને દેશો સતત સંપર્કમાં છે. અમેરિકન પ્રમુખ ટ્રમ્પે તાજેતરમાં ભારતને “મિત્ર” કહીને સંબોધ્યા...

The post ભારત-અમેરિકા સંબંધો પર ટ્રમ્પના નિવેદન બાદ PM મોદી અને જયશંકરની પ્રતિક્રિયા appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
નવી દિલ્હી: ભારત અને અમેરિકા વચ્ચેના સંબંધો પર વધતી ચર્ચા વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને વિદેશ મંત્રી એસ. જયશંકરે અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના તાજેતરના નિવેદન પર પ્રતિક્રિયા આપી છે. જયશંકરે શનિવારે જણાવ્યું કે વડાપ્રધાન મોદી ભારત-અમેરિકા ભાગીદારીને અત્યંત મહત્ત્વ આપે છે અને બંને દેશો સતત સંપર્કમાં છે.

અમેરિકન પ્રમુખ ટ્રમ્પે તાજેતરમાં ભારતને “મિત્ર” કહીને સંબોધ્યા હતા. તેના પ્રતિસાદમાં પીએમ મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર લખ્યું કે, “અમે ટ્રમ્પની ભાવનાઓ અને ભારત-અમેરિકા વચ્ચેના ખાસ સંબંધો અંગેના તેમના સકારાત્મક વિચારોની પ્રશંસા કરીએ છીએ અને તેનો સંપૂર્ણ સમર્થન આપીએ છીએ.”

થોડા દિવસ પહેલાં જ ટ્રમ્પે નિવેદન આપ્યું હતું કે અમેરિકા “ભારતને ચીનના હાથમાં ગુમાવી દીધું છે.” જોકે, ત્યારબાદ તેમણે સ્પષ્ટતા કરી કે, ભારત-અમેરિકા સંબંધો હંમેશાં ખાસ રહેશે અને તેઓ મોદીના હંમેશાં મિત્ર રહેશે.

જયશંકરે પણ આ મુદ્દે ઉમેર્યું કે, “પીએમ મોદીના ટ્રમ્પ સાથે અંગત સંબંધો હંમેશા મજબૂત રહ્યા છે અને ભારત અમેરિકા સાથે જોડાયેલું રહે છે.”

આ વિવાદ ત્યારે ઊભો થયો જ્યારે ગયા મહિને ટ્રમ્પ સરકારે ભારત પર 50% ટેરિફ લાદ્યું હતું અને તેલ આયાતના મુદ્દે ભારતની ટીકા કરી હતી. SCO શિખર સંમેલનમાં પીએમ મોદી, રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન અને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ સાથે જોવા મળ્યા બાદ ટ્રમ્પના ટિપ્પણીઓ વધુ ચર્ચામાં આવી હતી.

 

The post ભારત-અમેરિકા સંબંધો પર ટ્રમ્પના નિવેદન બાદ PM મોદી અને જયશંકરની પ્રતિક્રિયા appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/09/06/pm-modi-jaishankar-reaction-trump-india-us-ties/feed/ 0
ટ્રમ્પે ટિપ્પણી કરી: ભારત-રશિયા-ચીનની ત્રિપુટી ભવિષ્ય માટે મજબૂત https://www.gujaratinside.com/2025/09/05/trump-india-russia-china-sco/ https://www.gujaratinside.com/2025/09/05/trump-india-russia-china-sco/#respond Fri, 05 Sep 2025 11:30:00 +0000 https://www.gujaratinside.com/?p=18483 અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે તાજેતરમાં ભારત અને રશિયાના સંબંધોને લઇને મોટું નિવેદન આપ્યું છે. ટ્રમ્પે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્રુથ પર જણાવ્યું કે, “અમે ભારત અને રશિયાને ઊંડા, અંધારા ચીનના હાથોમાં ગુમાવી દીધા છે, અપેક્ષા છે કે તેઓ એકસાથે લાંબું અને સમૃદ્ધ ભવિષ્ય મેળવે.” આ નિવેદનથી ત્રિપુટી – ભારત, રશિયા અને ચીન – વચ્ચેની એકતા ખુલ્લી...

The post ટ્રમ્પે ટિપ્પણી કરી: ભારત-રશિયા-ચીનની ત્રિપુટી ભવિષ્ય માટે મજબૂત appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે તાજેતરમાં ભારત અને રશિયાના સંબંધોને લઇને મોટું નિવેદન આપ્યું છે. ટ્રમ્પે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્રુથ પર જણાવ્યું કે, “અમે ભારત અને રશિયાને ઊંડા, અંધારા ચીનના હાથોમાં ગુમાવી દીધા છે, અપેક્ષા છે કે તેઓ એકસાથે લાંબું અને સમૃદ્ધ ભવિષ્ય મેળવે.” આ નિવેદનથી ત્રિપુટી – ભારત, રશિયા અને ચીન – વચ્ચેની એકતા ખુલ્લી પડી રહી હોવાનું સંકેત મળ્યો છે.

ત્રણેય દેશોના વડાઓ તિઆનજિન, ચીનમાં આયોજિત શાંઘાઈ સહયોગ સંગઠન (SCO) શિખર સંમેલનમાં એકત્રિત થયા હતા, જ્યાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ચીનના પ્રમુખ શી જિનપિંગ અને રશિયાના પ્રમુખ વ્લાદિમીર પુતિન હાજર રહ્યા. સંમેલનમાં તેમણે ટ્રમ્પની ટેરિફ નીતિની કડક ટીકા કરી અને એશિયાના આત્રિક અને વેપાર સંબંધોને વધુ મજબૂત બનાવવાનો સંકલ્પ વ્યક્ત કર્યો.

SCO સમિટ પછી ટ્રમ્પના નિવેદનથી સ્પષ્ટ થાય છે કે અમેરિકા, ભારતીય-રશિયન સંબંધોમાં થોડી નબળી સ્થિતિ દેખાઈ રહી છે અને ચીનની અસર વધતી જાય તે અંગે ચિંતિત છે. આ નિવેદન આંતરરાષ્ટ્રીય રાજકારણમાં ત્રિપુટી દેશોની એકતા અને અમેરિકા-એશિયા સંબંધો પર નવી ચર્ચાઓ શરૂ કરી શકે છે.

 

 

 

 

 

The post ટ્રમ્પે ટિપ્પણી કરી: ભારત-રશિયા-ચીનની ત્રિપુટી ભવિષ્ય માટે મજબૂત appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/09/05/trump-india-russia-china-sco/feed/ 0
અમેરિકા-ભારત સંબંધોમાં નવો વળાંક: ટેરિફ વિવાદ વચ્ચે મિત્રતાનો સંકેત, SCO સમિટ માત્ર દેખાડો- અમેરિકન નાણામંત્રી https://www.gujaratinside.com/2025/09/02/us-india-relations-tariff-dispute-sco-summit/ https://www.gujaratinside.com/2025/09/02/us-india-relations-tariff-dispute-sco-summit/#respond Tue, 02 Sep 2025 03:07:53 +0000 https://www.gujaratinside.com/?p=18040 ભારત અને અમેરિકા વચ્ચે વધતા ટેરિફ વિવાદ વચ્ચે હવે અમેરિકાના નાણામંત્રી સ્કોટ બેસેન્ટे નવા સંકેત આપ્યા છે. તેમણે જણાવ્યું કે ભારત અને અમેરિકા બંને મહાન દેશો છે અને અંતે સમાધાનનો રસ્તો જરૂર મળશે. બેસેન્ટનો દાવો: અંતે બંને દેશો એક થશે બેસેન્ટે કહ્યું, “ભારત અને અમેરિકાના સંબંધો જટિલ છે, પરંતુ વડાપ્રધાન મોદી અને પ્રમુખ ટ્રમ્પ સારા મિત્રો...

The post અમેરિકા-ભારત સંબંધોમાં નવો વળાંક: ટેરિફ વિવાદ વચ્ચે મિત્રતાનો સંકેત, SCO સમિટ માત્ર દેખાડો- અમેરિકન નાણામંત્રી appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
ભારત અને અમેરિકા વચ્ચે વધતા ટેરિફ વિવાદ વચ્ચે હવે અમેરિકાના નાણામંત્રી સ્કોટ બેસેન્ટे નવા સંકેત આપ્યા છે. તેમણે જણાવ્યું કે ભારત અને અમેરિકા બંને મહાન દેશો છે અને અંતે સમાધાનનો રસ્તો જરૂર મળશે.

બેસેન્ટનો દાવો: અંતે બંને દેશો એક થશે

બેસેન્ટે કહ્યું, “ભારત અને અમેરિકાના સંબંધો જટિલ છે, પરંતુ વડાપ્રધાન મોદી અને પ્રમુખ ટ્રમ્પ સારા મિત્રો છે. ભારત વિશ્વની સૌથી મોટી લોકશાહી છે જ્યારે અમેરિકા સૌથી મોટી અર્થવ્યવસ્થા છે. અંતે બંને દેશો એક થઈ જશે.”

SCO સમિટ માત્ર દેખાડો

ચીનમાં યોજાયેલી SCO સમિટ પર ટિપ્પણી કરતાં બેસેન્ટે જણાવ્યું કે આ જૂનું પ્લેટફોર્મ છે અને મોટાભાગે માત્ર દેખાવ માટે જ છે. તેમણે ભારપૂર્વક કહ્યું કે ભારતના મૂલ્યો રશિયા અને ચીન કરતાં અમેરિકા સાથે વધારે મેળ ખાતા હોય છે.

રશિયા ઓઈલ મુદ્દે નારાજગી

બેસેન્ટે રશિયાથી ઓઈલ ખરીદી મુદ્દે ભારત પર અસંતોષ વ્યક્ત કર્યો. તેમણે કહ્યું કે ભારતે ઓઈલ ખરીદી પછી તેનું વેચાણ કર્યું, જેનાથી રશિયાને યુક્રેન યુદ્ધમાં આર્થિક મદદ મળી.

ટ્રમ્પના હુમલા

અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે તાજેતરમાં ભારત પર કુલ 50% ટેરિફ લગાવવાની જાહેરાત કરી. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્રુથ સોશિયલ પર પોસ્ટ કરતાં ટ્રમ્પે કહ્યું કે “ભારત અમેરિકા સાથે બહુ મોટો વેપાર કરે છે, જ્યારે અમેરિકા ભારત સાથે બહુ ઓછો કરે છે. આ એકતરફી સંબંધો લાંબા સમયથી ચાલી રહ્યા છે.”
ટ્રમ્પનો દાવો છે કે ભારતે હવે ટેરિફ ઘટાડવાની ઓફર આપી છે, પરંતુ આ નિર્ણય ઘણી મોડો આવ્યો છે.

અમેરિકન એમ્બેસીનો મિત્રતાનો સંદેશ

બીજી તરફ, ભારતમાં આવેલી અમેરિકન એમ્બેસીએ પોતાના X હેન્ડલ પરથી પોસ્ટ કરી અને જણાવ્યું કે ભારત-અમેરિકા ભાગીદારી નવી ઊંચાઈએ પહોંચી રહી છે. આ સંબંધ 21મી સદી માટે નિર્ણાયક રહેશે અને ઈનોવેશનથી લઈને સંરક્ષણ સુધીના ક્ષેત્રોમાં ઊર્જા પુરે છે.

SCO સમિટમાં ભારત-ચીન-રશિયાની એકતા

ચીનમાં યોજાયેલી SCO સમિટમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રશિયાના પ્રમુખ પુતિન અને ચીનના પ્રમુખ શી જિનપિંગ સાથે મુલાકાત કરી. આ ત્રણેય નેતાઓની મુલાકાતની તસવીરો વિશ્વભરમાં ચર્ચાનો વિષય બની. સમિટમાં અમેરિકાનું નામ લીધા વિના કડક સંદેશ આપવામાં આવ્યો.

અમેરિકાનું સતત દબાણ

રશિયા ઓઈલ મુદ્દે અમેરિકા વારંવાર ભારત પર દબાણ કરી રહ્યું છે. વ્હાઇટ હાઉસ અને અમેરિકાના કેબિનેટના અનેક સભ્યો આ મુદ્દે ભારતને ટારગેટ કરી ચૂક્યા છે. જોકે ભારતે સ્પષ્ટ કર્યું છે કે તે પોતાની ઊર્જા જરૂરિયાતોને ધ્યાને લઈને જ્યાંથી સારી ડીલ મળશે ત્યાંથી ઓઈલ ખરીદશે, ભલે તે રશિયા જ કેમ ન હોય.

The post અમેરિકા-ભારત સંબંધોમાં નવો વળાંક: ટેરિફ વિવાદ વચ્ચે મિત્રતાનો સંકેત, SCO સમિટ માત્ર દેખાડો- અમેરિકન નાણામંત્રી appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/09/02/us-india-relations-tariff-dispute-sco-summit/feed/ 0
‘ભારત-રશિયા સંબંધ રાજકારણ નહીં, વિશ્વાસ પર આધારિત છે’: PM મોદી સાથે પુતિનની બેઠકમાં મોટું નિવેદન https://www.gujaratinside.com/2025/09/01/pm-modi-putin-india-russia-trust-based-relationship/ https://www.gujaratinside.com/2025/09/01/pm-modi-putin-india-russia-trust-based-relationship/#respond Mon, 01 Sep 2025 12:45:43 +0000 https://www.gujaratinside.com/?p=17994 ચીનના ટિયાનજિનમાં શાંઘાઈ સહયોગ સંગઠન (SCO) શિખર સંમેલન બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન વચ્ચે દ્વિપક્ષીય બેઠક યોજાઈ. બેઠક દરમિયાન બંને નેતાઓએ પોતાના ઐતિહાસિક સંબંધોનો ઉલ્લેખ કર્યો અને સહકાર વધારવાની ઈચ્છા વ્યક્ત કરી. પુતિને જણાવ્યું કે, ભારત અને રશિયા વચ્ચેનો સંબંધ રાજકીય નહીં, પરંતુ વિશ્વાસ પર આધારિત છે. આ અનોખા સંબંધ દ્વારા...

The post ‘ભારત-રશિયા સંબંધ રાજકારણ નહીં, વિશ્વાસ પર આધારિત છે’: PM મોદી સાથે પુતિનની બેઠકમાં મોટું નિવેદન appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
ચીનના ટિયાનજિનમાં શાંઘાઈ સહયોગ સંગઠન (SCO) શિખર સંમેલન બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન વચ્ચે દ્વિપક્ષીય બેઠક યોજાઈ. બેઠક દરમિયાન બંને નેતાઓએ પોતાના ઐતિહાસિક સંબંધોનો ઉલ્લેખ કર્યો અને સહકાર વધારવાની ઈચ્છા વ્યક્ત કરી.

પુતિને જણાવ્યું કે, ભારત અને રશિયા વચ્ચેનો સંબંધ રાજકીય નહીં, પરંતુ વિશ્વાસ પર આધારિત છે. આ અનોખા સંબંધ દ્વારા બંને દેશોએ વૈશ્વિક સ્તરે સ્પષ્ટ સંદેશ આપ્યો કે, કોઈ પણ દબાણ હેઠળ ભારત ક્યારેય પોતાના મજબૂત અને ઐતિહાસિક સંબંધોને તોડશે નહીં.

વડાપ્રધાન મોદીએ પુતિનના નિવેદનનું સમર્થન કરતા કહ્યું કે, ભારત-રશિયાના સંબંધો ખરાબ સમયમાં પણ મજબૂત રહ્યા છે. તેમણે પુતિનને ડિસેમ્બરમાં ભારતની યાત્રા માટે આવકાર આપ્યો અને જણાવ્યું કે, 140 કરોડ ભારતીયો તેમની રાહ જોઈ રહ્યા છે.

સાંકેતિક રીતે, બંને નેતાઓએ યુક્રેન સંઘર્ષ અને શાંતિ પ્રયાસો પર ચર્ચા કરી, જેમાં વડાપ્રધાન મોદીએ ભારત શાંતિ માટે તમામ પગલાં સાથે છે તે સ્પષ્ટ કર્યું. બેઠક દરમિયાન અનૌપચારિક વાતચીત અને સ્મિતના પળો બંને દેશો વચ્ચેના ગાઢ સંબંધોની સાબિતી રહ્યા. ઉલ્લેખનીય છે કે, યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે તાજેતરમાં ભારત પર 50 ટકા ટેરિફ લાગુ કર્યો હતો, જે રશિયા પાસેથી મોટા પ્રમાણમાં ક્રૂડ ઓઇલ ખરીદવા અને તેનો યુક્રેન યુદ્ધમાં ઉપયોગ અંગેનો મુદ્દો છે.

 

The post ‘ભારત-રશિયા સંબંધ રાજકારણ નહીં, વિશ્વાસ પર આધારિત છે’: PM મોદી સાથે પુતિનની બેઠકમાં મોટું નિવેદન appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/09/01/pm-modi-putin-india-russia-trust-based-relationship/feed/ 0
PM મોદી, પુતિન અને શી જિનપિંગની મુલાકાત બાદ અમેરિકા જાગ્યું, ભારત-અમેરિકા સંબંધો અંગે આપ્યો સંકેત https://www.gujaratinside.com/2025/09/01/pm-modi-putin-xi-jinping-meet-us-reacts-india-relations/ https://www.gujaratinside.com/2025/09/01/pm-modi-putin-xi-jinping-meet-us-reacts-india-relations/#respond Mon, 01 Sep 2025 12:20:40 +0000 https://www.gujaratinside.com/?p=17987 શાંઘાઈ સહયોગ સંગઠન (SCO) શિખર સંમેલનમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, રશિયાના પ્રમુખ વ્લાદિમીર પુતિન અને ચીનના પ્રમુખ શી જિનપિંગ એક મંચ પર મળ્યા. ત્રણેય નેતાઓ વચ્ચે હળીમળીને વાતચીત થઈ અને ત્રણેય દેશ એકઠા રહેવાના સંદેશ આપ્યો. આ મુલાકાત બાદ અમેરિકાએ પણ ભારત સાથેની મૈત્રી યાદ કરી. અમેરિકાના દૂતાવાસે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને જણાવ્યું કે, યુનાઇટેડ...

The post PM મોદી, પુતિન અને શી જિનપિંગની મુલાકાત બાદ અમેરિકા જાગ્યું, ભારત-અમેરિકા સંબંધો અંગે આપ્યો સંકેત appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
શાંઘાઈ સહયોગ સંગઠન (SCO) શિખર સંમેલનમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, રશિયાના પ્રમુખ વ્લાદિમીર પુતિન અને ચીનના પ્રમુખ શી જિનપિંગ એક મંચ પર મળ્યા. ત્રણેય નેતાઓ વચ્ચે હળીમળીને વાતચીત થઈ અને ત્રણેય દેશ એકઠા રહેવાના સંદેશ આપ્યો. આ મુલાકાત બાદ અમેરિકાએ પણ ભારત સાથેની મૈત્રી યાદ કરી.

અમેરિકાના દૂતાવાસે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને જણાવ્યું કે, યુનાઇટેડ સ્ટેટ્સ અને ભારત વચ્ચેની ભાગીદારી સતત નવી ઊંચાઈ પર પહોંચી રહી છે. આ 21મી સદીમાં મહત્વપૂર્ણ સંબંધ છે, જેમાં ઈનોવેશન, ઉદ્યોગ, સંરક્ષણ અને દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવવામાં આવી રહી છે. પોસ્ટમાં અમેરિકાના વિદેશ મંત્રી માર્કો રૂબિયોના નિવેદનનો પણ ઉલ્લેખ હતો, જેમણે કહ્યું કે, “ભારત અને અમેરિકાના લોકો વચ્ચેની ગાઢ મિત્રતા અમારા સંબંધોનો આધાર છે.”

SCO સમિટ પૂર્ણ થયા પછી, વડાપ્રધાન મોદીએ રશિયાના પ્રમુખ પુતિન સાથે દ્વિપક્ષીય બેઠક કરી. આ બેઠક દરમિયાન એ વાતનો ઉલ્લેખ થયો કે, અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા રશિયન ક્રૂડ ખરીદવા અંગે ભારત પર દબાણ છે અને 25 ટકા ટેરિફ લાદવામાં આવ્યો છે, જેને કારણે ભારત હાલ 50 ટકા ટેરિફનો સામનો કરી રહ્યું છે.

એક દિવસ પહેલાં, વડાપ્રધાન મોદીએ ચીનના પ્રમુખ શી જિનપિંગ સાથે દ્વિપક્ષીય બેઠક કરી હતી, જે લગભગ એક કલાક સુધી ચાલી. આ બેઠકમાં પીએમ મોદીએ જણાવ્યું કે ભારત સંબંધોને વિશ્વાસ અને સન્માન સાથે આગળ વધારવા માટે પ્રતિબદ્ધ છે. ચીનના પ્રમુખે કહ્યું કે, “ડ્રેગન અને એલિફન્ટ સાથે મળીને સહયોગ વધારશે. ભારત અને ચીન વિકાસના ભાગીદાર છે, હરીફ નથી અને મતભેદોને વિવાદોમાં ફેરવવું જોઈએ નહીં.” પીએમ મોદીએ શી જિનપિંગને 2026માં ભારતમાં યોજાનારી બ્રિક્સ સમિટમાં ભાગ લેવા આમંત્રણ આપ્યું.

The post PM મોદી, પુતિન અને શી જિનપિંગની મુલાકાત બાદ અમેરિકા જાગ્યું, ભારત-અમેરિકા સંબંધો અંગે આપ્યો સંકેત appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/09/01/pm-modi-putin-xi-jinping-meet-us-reacts-india-relations/feed/ 0
ચીનમાં SCO બેઠકમાં પીએમ મોદી અને પુતિનની ખાસ વાતચીત, શાહબાઝ શરીફ નિરાશ https://www.gujaratinside.com/2025/09/01/pm-modi-putin-meeting-shehbaz-sharif-left-alone-sco-summit/ https://www.gujaratinside.com/2025/09/01/pm-modi-putin-meeting-shehbaz-sharif-left-alone-sco-summit/#respond Mon, 01 Sep 2025 05:00:41 +0000 https://www.gujaratinside.com/?p=17954 ચીનમાં યોજાઈ રહેલા શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશન (SCO) શિખર સંમેલનમાં એક રસપ્રદ દ્રશ્ય સામે આવ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમની ચીન યાત્રા દરમિયાન રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથે ચર્ચા કરતા આગળ વધતા જોવા મળ્યા, જ્યારે પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફ એક ખૂણામાં હાથ જોડીને ઊભા રહ્યા અને માત્ર જોઈ રહ્યા હતા. આ દ્રશ્ય હાલમાં સોશિયલ મીડિયા પર...

The post ચીનમાં SCO બેઠકમાં પીએમ મોદી અને પુતિનની ખાસ વાતચીત, શાહબાઝ શરીફ નિરાશ appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
ચીનમાં યોજાઈ રહેલા શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશન (SCO) શિખર સંમેલનમાં એક રસપ્રદ દ્રશ્ય સામે આવ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમની ચીન યાત્રા દરમિયાન રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથે ચર્ચા કરતા આગળ વધતા જોવા મળ્યા, જ્યારે પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફ એક ખૂણામાં હાથ જોડીને ઊભા રહ્યા અને માત્ર જોઈ રહ્યા હતા. આ દ્રશ્ય હાલમાં સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બન્યું છે.

પીએમ મોદી હાલમાં ચીનની બે દિવસીય યાત્રા પર છે અને SCO શિખર સંમેલનમાં ભાગ લઈ રહ્યા છે. આજે યોજાયેલી બેઠક દરમિયાન પીએમ મોદીએ રશિયાના રાષ્ટ્રપતિ સાથે મુલાકાત કરી હતી. આ મુલાકાત પર આખી દુનિયાની નજર હતી, કારણ કે તેમાં ભારત, રશિયા અને ચીનના ટોચના નેતાઓ સામેલ હતા.

જ્યારે પીએમ મોદી અને પુતિન ચર્ચા કરતા આગળ વધી રહ્યા હતા, ત્યારે હોલમાં હાજર પાકિસ્તાનના પીએમ શાહબાઝ શરીફ એકલા ઊભા રહ્યા હતા.  આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે અને લોકો આ પર વિવિધ પ્રકારની પ્રતિક્રિયા આપી રહ્યા છે.

 

The post ચીનમાં SCO બેઠકમાં પીએમ મોદી અને પુતિનની ખાસ વાતચીત, શાહબાઝ શરીફ નિરાશ appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/09/01/pm-modi-putin-meeting-shehbaz-sharif-left-alone-sco-summit/feed/ 0
પુતિન: BRICS અને વૈશ્વિક વિકાસમાં વેપારના પ્રતિબંધો મુખ્ય અવરોધ, ચીન સાથે સહયોગ મજબૂત બનાવશે https://www.gujaratinside.com/2025/08/30/putin-brics-global-trade-restrictions/ https://www.gujaratinside.com/2025/08/30/putin-brics-global-trade-restrictions/#respond Sat, 30 Aug 2025 06:46:52 +0000 https://www.gujaratinside.com/?p=17771 રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને ચીન પ્રવાસ શરૂ કરતા પહેલા એક ઇન્ટરવ્યૂમાં જણાવ્યું કે રશિયા અને ચીન ભેદભાવપૂર્ણ વૈશ્વિક વેપાર પ્રતિબંધોનો કડક વિરોધ કરે છે, જે વિશ્વની અર્થવ્યવસ્થાને નુકસાન પહોંચાડી રહ્યા છે. પુતિને ચીન સાથેના સહયોગને મજબૂત બનાવવા, આર્થિક સંબંધોને સુધારવા અને દ્વિતીય વિશ્વયુદ્ધના ઇતિહાસની સુરક્ષા કરવા પર ભાર મૂક્યો. તેમણે ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગની પ્રશંસા...

The post પુતિન: BRICS અને વૈશ્વિક વિકાસમાં વેપારના પ્રતિબંધો મુખ્ય અવરોધ, ચીન સાથે સહયોગ મજબૂત બનાવશે appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને ચીન પ્રવાસ શરૂ કરતા પહેલા એક ઇન્ટરવ્યૂમાં જણાવ્યું કે રશિયા અને ચીન ભેદભાવપૂર્ણ વૈશ્વિક વેપાર પ્રતિબંધોનો કડક વિરોધ કરે છે, જે વિશ્વની અર્થવ્યવસ્થાને નુકસાન પહોંચાડી રહ્યા છે. પુતિને ચીન સાથેના સહયોગને મજબૂત બનાવવા, આર્થિક સંબંધોને સુધારવા અને દ્વિતીય વિશ્વયુદ્ધના ઇતિહાસની સુરક્ષા કરવા પર ભાર મૂક્યો. તેમણે ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગની પ્રશંસા કરી અને પશ્ચિમી દેશો દ્વારા ઇતિહાસને વિકૃત રીતે રજૂ કરવાની કોશિશોની નિંદા કરી.

પુતિને જણાવ્યું કે, “BRICS માળખા હેઠળ રશિયા અને ચીન સતત સાથે કામ કરી રહ્યા છે અને સભ્ય દેશો માટે નવી આર્થિક તકો ઉભી કરી રહ્યા છે. બંને દેશોના ઘાટા સહયોગથી G20 અને APEC જેવા મોટા આર્થિક મંચોમાં સકારાત્મક ફેરફારો થયા છે.” તેમણે એ પણ જણાવ્યું કે, “SCO શિખર સંમેલન પછી સંગઠન વધુ વેગ સાથે આગળ વધશે અને વર્તમાન વૈશ્વિક પડકારોનો વધુ સારી રીતે સામનો કરવામાં મદદરૂપ થશે.”

પુતિને ચીન પ્રવાસ દરમિયાન બંને દેશો વચ્ચે પરસ્પર સહયોગ અને નવા ઉદ્યોગી પ્રસ્તાવો પર ચર્ચા કરવાની સંભાવના વ્યક્ત કરી. તેમણે જણાવ્યું કે રશિયા અને ચીન પરસ્પર વેપારમાં અવરોધો ઘટાડવા માટે કાર્યરત છે. તેમણે સોવિયત સૈનિકોની યાદ અને શ્રદ્ધાંજલિ જાળવતા ચીનનો આભાર માન્યો અને વિશ્વયુદ્ધના ઇતિહાસને વિક્રિત કરવાનો કોઈપણ પ્રયાસનો કડક વિરોધ કરવાનો વચન આપ્યું.

The post પુતિન: BRICS અને વૈશ્વિક વિકાસમાં વેપારના પ્રતિબંધો મુખ્ય અવરોધ, ચીન સાથે સહયોગ મજબૂત બનાવશે appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/08/30/putin-brics-global-trade-restrictions/feed/ 0
રશિયા-ભારત સંબંધ: રાષ્ટ્રપ્રમુખ પુતિન ડિસેમ્બરમાં ભારતની મુલાકાતે, ટ્રમ્પનો તેલ આયાત પર કડક વલણ https://www.gujaratinside.com/2025/08/29/putin-india-visit-december-trump-oil-tariff/ https://www.gujaratinside.com/2025/08/29/putin-india-visit-december-trump-oil-tariff/#respond Fri, 29 Aug 2025 17:18:03 +0000 https://www.gujaratinside.com/?p=17737 ક્રેમલિનના વરિષ્ઠ અધિકારી યુરી ઉષાકોવે પુષ્ટિ કરી છે કે રશિયાના રાષ્ટ્રપ્રમુખ વ્લાદિમીર પુતિન ડિસેમ્બરમાં ભારતની મુલાકાત પર આવશે. તેમની મુલાકાતની ચર્ચા આવતા સોમવારે ચીનમાં યોજાનારી શાંઘાઈ સહયોગ સંગઠન (SCO) સમિટમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળીને કરવામાં આવશે. ભારતીય રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોભાલે પહેલાથી જ સંકેત આપ્યો હતો કે પુતિન ટૂંક સમયમાં ભારતની મુલાકાત લેશે, જો...

The post રશિયા-ભારત સંબંધ: રાષ્ટ્રપ્રમુખ પુતિન ડિસેમ્બરમાં ભારતની મુલાકાતે, ટ્રમ્પનો તેલ આયાત પર કડક વલણ appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
ક્રેમલિનના વરિષ્ઠ અધિકારી યુરી ઉષાકોવે પુષ્ટિ કરી છે કે રશિયાના રાષ્ટ્રપ્રમુખ વ્લાદિમીર પુતિન ડિસેમ્બરમાં ભારતની મુલાકાત પર આવશે. તેમની મુલાકાતની ચર્ચા આવતા સોમવારે ચીનમાં યોજાનારી શાંઘાઈ સહયોગ સંગઠન (SCO) સમિટમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળીને કરવામાં આવશે.

ભારતીય રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોભાલે પહેલાથી જ સંકેત આપ્યો હતો કે પુતિન ટૂંક સમયમાં ભારતની મુલાકાત લેશે, જો કે તે સમયે ચોક્કસ તારીખ નક્કી કરવામાં આવી નહોતી. ડોભાલે જણાવ્યું કે ભારત-રશિયા વચ્ચેની લાંબા સમયથી ચાલતી અને વિશેષ સંબંધોને બંને દેશો મહત્વ આપે છે.

આ જાહેરાત એ સમયે આવી છે જ્યારે અમેરિકાએ ભારત પર રશિયન તેલની ખરીદી માટે વધારાનો 25% ટેરિફ લગાવ્યો છે. અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનો દાવો છે કે ભારત રશિયન તેલ સસ્તી કિંમતે ખરીદી અને ખુલ્લા બજારમાં ઉંચા ભાવે વેચી લാഭકમાઈ કરી રહ્યું છે. ટ્રમ્પએ આ મામલે લખ્યું હતું કે “યુક્રેનમાં રશિયન મશીનરી દ્વારા કેટલા લોકો માર્યા જઈ રહ્યા છે તેની ભારતને ચિંતા નથી.”

 

The post રશિયા-ભારત સંબંધ: રાષ્ટ્રપ્રમુખ પુતિન ડિસેમ્બરમાં ભારતની મુલાકાતે, ટ્રમ્પનો તેલ આયાત પર કડક વલણ appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/08/29/putin-india-visit-december-trump-oil-tariff/feed/ 0
ભારત-ચીન સહકાર વૈશ્વિક સ્થિરતા માટે આવશ્યક: જાપાનથી PM મોદીની મોટી ટિપ્પણી https://www.gujaratinside.com/2025/08/29/pm-modi-india-china-cooperation-global-stability/ https://www.gujaratinside.com/2025/08/29/pm-modi-india-china-cooperation-global-stability/#respond Fri, 29 Aug 2025 15:27:09 +0000 https://www.gujaratinside.com/?p=17728 જાપાનની મુલાકાતે ગયેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે (29 ઓગસ્ટ, 2025) ધ યોમિઉરી શિંબુનને આપેલા ઈન્ટરવ્યૂમાં ચીન અંગે મહત્વપૂર્ણ નિવેદન આપ્યું. મોદીએ કહ્યું કે ભારત અને ચીન વચ્ચેનો સહકાર વૈશ્વિક અર્થતંત્રમાં સ્થિરતા લાવવા માટે ખૂબ જરૂરી છે. તેમણે જણાવ્યું કે ભારત દ્વિપક્ષીય સંબંધોને રણનીતિક અને દીર્ઘકાલીન દૃષ્ટિકોણથી, પરસ્પર સન્માન, હિત અને સંવેદનશીલતા પર આધારિત રાખીને આગળ...

The post ભારત-ચીન સહકાર વૈશ્વિક સ્થિરતા માટે આવશ્યક: જાપાનથી PM મોદીની મોટી ટિપ્પણી appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
જાપાનની મુલાકાતે ગયેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે (29 ઓગસ્ટ, 2025) ધ યોમિઉરી શિંબુનને આપેલા ઈન્ટરવ્યૂમાં ચીન અંગે મહત્વપૂર્ણ નિવેદન આપ્યું. મોદીએ કહ્યું કે ભારત અને ચીન વચ્ચેનો સહકાર વૈશ્વિક અર્થતંત્રમાં સ્થિરતા લાવવા માટે ખૂબ જરૂરી છે. તેમણે જણાવ્યું કે ભારત દ્વિપક્ષીય સંબંધોને રણનીતિક અને દીર્ઘકાલીન દૃષ્ટિકોણથી, પરસ્પર સન્માન, હિત અને સંવેદનશીલતા પર આધારિત રાખીને આગળ વધારવા પ્રતિબદ્ધ છે.

ચીન સાથેના સંબંધોને લઈને પૂછવામાં આવેલા સવાલ પર મોદીએ જણાવ્યું કે રાષ્ટ્રપ્રમુખ શી જિનપિંગના આમંત્રણ પર તેઓ તિયાનજિન જશે અને શાંઘાઈ સહયોગ સંગઠન (SCO) શિખર સંમેલનમાં ભાગ લેશે. મોદીએ ઉમેર્યું કે ગયા વર્ષે કઝાનમાં શી જિનપિંગ સાથે થયેલી બેઠક બાદ દ્વિપક્ષીય સંબંધોમાં સતત અને સકારાત્મક પ્રગતિ થઈ છે.

વડાપ્રધાન મોદીએ જણાવ્યું કે બે પાડોશી દેશો તરીકે ભારત અને ચીન વચ્ચે સ્થિર, અનુમાનિત અને મૈત્રીપૂર્ણ સંબંધો પ્રાદેશિક તેમજ વૈશ્વિક શાંતિ અને સમૃદ્ધિ પર સકારાત્મક અસર કરી શકે છે. આ એશિયાના બહુધ્રુવીય માળખા અને વિશ્વ માટે પણ અત્યંત મહત્વપૂર્ણ છે.

તેમણે વધુમાં જણાવ્યું કે હાલની વૈશ્વિક આર્થિક અસ્થિરતાને ધ્યાનમાં લેતા ભારત અને ચીન જેવા બે મોટા અર્થતંત્રોએ મળીને કામ કરવું જરૂરી છે. પરસ્પર વિશ્વાસ અને સંવેદનશીલતા પર આધારિત રણનીતિક સંવાદ દ્વારા દ્વિપક્ષીય સંબંધોને વધુ મજબૂત બનાવી શકાય અને બંને દેશોના વિકાસ સંબંધિત પડકારોને પહોંચી વળાઈ શકે.

 

The post ભારત-ચીન સહકાર વૈશ્વિક સ્થિરતા માટે આવશ્યક: જાપાનથી PM મોદીની મોટી ટિપ્પણી appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/08/29/pm-modi-india-china-cooperation-global-stability/feed/ 0
જાપાન અને ચીનના પ્રવાસે વડાપ્રધાન મોદી: વ્યૂહાત્મક ભાગીદારી અને SCO સમિટ પર ધ્યાન https://www.gujaratinside.com/2025/08/29/pm-modi-japan-china-visit-sco-summit/ https://www.gujaratinside.com/2025/08/29/pm-modi-japan-china-visit-sco-summit/#respond Fri, 29 Aug 2025 05:15:56 +0000 https://www.gujaratinside.com/?p=17638 વડાપ્રધાન નરેન્દ્ર મોદી શાંઘાઈ સહયોગ સંગઠન (SCO)ના શિખર સંમેલનમાં ભાગ લેવા માટે ચીન જવા પૂર્વે જાપાન પહોંચ્યા છે. ટોક્યોના હાનેડા એરપોર્ટ પર તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. વડાપ્રધાન 28 ઓગસ્ટે જાપાન અને ચીનની મહત્વપૂર્ણ મુલાકાત માટે રવાના થયા હતા. જાપાન મુલાકાત અંગે મોદીએ જણાવ્યું કે આ પ્રવાસ ભારતના હિતોને મજબૂત બનાવશે અને પ્રાદેશિક તેમજ...

The post જાપાન અને ચીનના પ્રવાસે વડાપ્રધાન મોદી: વ્યૂહાત્મક ભાગીદારી અને SCO સમિટ પર ધ્યાન appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
વડાપ્રધાન નરેન્દ્ર મોદી શાંઘાઈ સહયોગ સંગઠન (SCO)ના શિખર સંમેલનમાં ભાગ લેવા માટે ચીન જવા પૂર્વે જાપાન પહોંચ્યા છે. ટોક્યોના હાનેડા એરપોર્ટ પર તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. વડાપ્રધાન 28 ઓગસ્ટે જાપાન અને ચીનની મહત્વપૂર્ણ મુલાકાત માટે રવાના થયા હતા.

જાપાન મુલાકાત અંગે મોદીએ જણાવ્યું કે આ પ્રવાસ ભારતના હિતોને મજબૂત બનાવશે અને પ્રાદેશિક તેમજ વૈશ્વિક સ્તરે શાંતિ, સ્થિરતા અને પરસ્પર સહયોગ વધારવામાં મદદરૂપ થશે. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો કે જાપાન સાથેની વિશેષ વ્યૂહાત્મક અને વૈશ્વિક ભાગીદારીને વધુ ઊંચાઈ પર લઈ જવામાં આ મુલાકાત મહત્વપૂર્ણ સાબિત થશે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી 29 અને 30 ઓગસ્ટે જાપાનમાં રહેશે અને તેમના જાપાની સમકક્ષ શિગેરુ ઇશિબા સાથે શિખર સંમેલન કરશે. ચર્ચાનો મુખ્ય ફોકસ આર્થિક સહકાર, રોકાણના અવસરો, તેમજ AI અને સેમિકન્ડક્ટર ટેક્નોલોજીમાં ભાગીદારી વધારવા પર રહેશે. બંને દેશો વચ્ચે સાંસ્કૃતિક અને સભ્યતાગત સંબંધોને વધુ મજબૂત બનાવવાનો હેતુ પણ છે.

જાપાનની મુલાકાત પૂર્ણ થયા બાદ વડાપ્રધાન મોદી 31 ઓગસ્ટ અને 1 સપ્ટેમ્બરે ચીનના તિયાનજિન શહેર જશે, જ્યાં તેઓ SCO શિખર સંમેલનમાં ભાગ લેશે. મોદીએ જણાવ્યું કે ભારત SCO દેશો સાથે મળીને સામાન્ય પડકારોને હલ કરવા માટે પ્રતિબદ્ધ છે અને પ્રાદેશિક સહકાર વધારવા માટે કટિબદ્ધ છે. તેમણે ઉમેર્યું કે ભારતના કાર્યકાળ દરમિયાન SCOમાં ઇનોવેશન, હેલ્થ અને સાંસ્કૃતિક આદાનપ્રદાન જેવા ક્ષેત્રોમાં નવી પહેલ કરવામાં આવી છે.

 

The post જાપાન અને ચીનના પ્રવાસે વડાપ્રધાન મોદી: વ્યૂહાત્મક ભાગીદારી અને SCO સમિટ પર ધ્યાન appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/08/29/pm-modi-japan-china-visit-sco-summit/feed/ 0