SDRF Rescue Archives - Gujarat Inside - Latest News Today https://www.gujaratinside.com/tag/sdrf-rescue/ Latest News: Today’s News, Top News Headlines, Breaking News India, World News, Entertainment News, Sports News | Latest News Today | Gujarat Inside Tue, 09 Sep 2025 14:59:26 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.9.4 https://www.gujaratinside.com/wp-content/uploads/2025/06/cropped-GUJARAT-32x32.png SDRF Rescue Archives - Gujarat Inside - Latest News Today https://www.gujaratinside.com/tag/sdrf-rescue/ 32 32 સાંતલપુરમાં નદી દુર્ઘટના: ત્રણના મોત, અનેક ગુમ, SDRF દ્વારા શોધખોળ ચાલુ https://www.gujaratinside.com/2025/09/09/santalpur-drowning-accidents-three-dead-sdrf-search/ https://www.gujaratinside.com/2025/09/09/santalpur-drowning-accidents-three-dead-sdrf-search/#respond Tue, 09 Sep 2025 14:59:26 +0000 https://www.gujaratinside.com/?p=18930 પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકામાં આજે (9 સપ્ટેમ્બર) બે અલગ અલગ સ્થળોએ બનેલી ડૂબવાની દુર્ઘટનાઓને કારણે વિસ્તારમાં શોકનું મોજું છવાઈ ગયું છે. મળતી માહિતી મુજબ, પ્રથમ બનાવ સાંતલપુર વિસ્તારમાં બન્યો હતો, જ્યાં નદીના તેજ વહેણમાં ત્રણ લોકો તણાઈ ગયા હતા. આ ઘટના અંગે જાણ થતાં જ ફાયર બ્રિગેડની ટીમ તેમજ સ્થાનિક તરવૈયાઓ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયા...

The post સાંતલપુરમાં નદી દુર્ઘટના: ત્રણના મોત, અનેક ગુમ, SDRF દ્વારા શોધખોળ ચાલુ appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકામાં આજે (9 સપ્ટેમ્બર) બે અલગ અલગ સ્થળોએ બનેલી ડૂબવાની દુર્ઘટનાઓને કારણે વિસ્તારમાં શોકનું મોજું છવાઈ ગયું છે.

મળતી માહિતી મુજબ, પ્રથમ બનાવ સાંતલપુર વિસ્તારમાં બન્યો હતો, જ્યાં નદીના તેજ વહેણમાં ત્રણ લોકો તણાઈ ગયા હતા. આ ઘટના અંગે જાણ થતાં જ ફાયર બ્રિગેડની ટીમ તેમજ સ્થાનિક તરવૈયાઓ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને બચાવ કામગીરી હાથ ધરી હતી. કલાકો સુધી ચાલેલી કામગીરી દરમિયાન બે વ્યક્તિઓના મૃતદેહ મળી આવ્યા છે, જ્યારે એક વ્યક્તિ હજી ગુમ છે અને તેની શોધખોળ જારી છે.

બીજી ઘટના નળીયા ગામ નજીક ખારી નદીમાં બની હતી, જ્યાં નહાવા ગયેલા પાંચથી વધુ યુવકો અચાનક વધેલા પાણીના પ્રવાહમાં ફસાઈ તણાઈ ગયા હતા. સ્થાનિક ગ્રામજનો તાત્કાલિક મદદરૂપ બન્યા હતા અને ચાર યુવકોને જીવતા બહાર કાઢવામાં સફળતા મળી હતી. જોકે, બાકીની વ્યક્તિઓની શોધખોળ હજુ સુધી ચાલુ છે.

આ માટે SDRFની ટીમે સ્થળ પર પહોંચી વિશેષ સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે. અચાનક વધેલા પાણીના પ્રવાહને કારણે થયેલી આ બંને દુર્ઘટનાઓએ સ્થાનિકોમાં ગમગીનીનો માહોલ સર્જી દીધો છે અને સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી વ્યાપી ગઈ છે.

હાલ અધિકારીઓ તરફથી સત્તાવાર માહિતીની રાહ જોવાઈ રહી છે અને બચાવ ટીમો સતત પ્રયત્નશીલ છે.

The post સાંતલપુરમાં નદી દુર્ઘટના: ત્રણના મોત, અનેક ગુમ, SDRF દ્વારા શોધખોળ ચાલુ appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/09/09/santalpur-drowning-accidents-three-dead-sdrf-search/feed/ 0
અમદાવાદમાં વરસાદનું ઝળહળતું કહેર: વાસણા બેરેજ ખુલ્લા, બોપલમાં દિવાલ પડી https://www.gujaratinside.com/2025/09/07/ahmedabad-heavy-rain-sabarmati-alert-bopal-wall-collapse/ https://www.gujaratinside.com/2025/09/07/ahmedabad-heavy-rain-sabarmati-alert-bopal-wall-collapse/#respond Sun, 07 Sep 2025 05:58:36 +0000 https://www.gujaratinside.com/?p=18655 શનિવારે સાંજથી (6 સપ્ટેમ્બર) અમદાવાદમાં ભારે વરસાદ નોંધાયો છે. મોડી રાતથી સતત વરસાદના કારણે સાબરનદી ઉપર સ્થિત વાસણા બેરેજના હેઠવાસમાં 32,410 ક્યુસેક પાણી છોડવામાં આવ્યા છે. હાલમાં વાસણા બેરેજના કુલ 27 દરવાજા ખોલવામાં આવ્યા છે, જેના લીધે સંબંધિત સત્તાધિકારીઓને સાવધાન રહેવાની સૂચના આપવામાં આવી છે. નદીકાંઠાના નીચાણવાળા વિસ્તારોમાં રહેલા લોકોને પણ ચેતવણી આપવામાં આવી છે....

The post અમદાવાદમાં વરસાદનું ઝળહળતું કહેર: વાસણા બેરેજ ખુલ્લા, બોપલમાં દિવાલ પડી appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
શનિવારે સાંજથી (6 સપ્ટેમ્બર) અમદાવાદમાં ભારે વરસાદ નોંધાયો છે. મોડી રાતથી સતત વરસાદના કારણે સાબરનદી ઉપર સ્થિત વાસણા બેરેજના હેઠવાસમાં 32,410 ક્યુસેક પાણી છોડવામાં આવ્યા છે. હાલમાં વાસણા બેરેજના કુલ 27 દરવાજા ખોલવામાં આવ્યા છે, જેના લીધે સંબંધિત સત્તાધિકારીઓને સાવધાન રહેવાની સૂચના આપવામાં આવી છે. નદીકાંઠાના નીચાણવાળા વિસ્તારોમાં રહેલા લોકોને પણ ચેતવણી આપવામાં આવી છે.

આ સાથે જ અમદાવાદના બોપલ વિસ્તારમાં એક મોટું અકસ્માત સર્જાયું હતું. સરસ્વતી હોસ્પિટલ નજીક કન્સ્ટ્રક્શન સાઇટની બાંધકામ દિવાલ ધરાશાયી થતાં ભૂસ્ખલન જેવી સ્થિતિ સર્જાઇ. નજીકમાં ઊભેલી ત્રણ કાર ખાડામાં ખાબકી ગઈ હતી. જોકે, આ ઘટના દરમિયાન કોઈ જાનહાનિ કે ઘાયલના અહેવાલ સામે નથી આવ્યા.

બનાસકાંઠામાં દાંતામાં મંંડાલી પાસે સાબરમતી નદીમાં ફસાયેલા 8 લોકોને SDRF ટીમ અને દાંતાના મામલતદાર કચેરીના સ્ટાફ દ્વારા સુરક્ષિત રીતે રેસ્ક્યુ કરવામાં આવ્યા.

હવામાન વિભાગે રાજ્યના વિવિધ જિલ્લાઓમાં રેડ એલર્ટ જાહેર કર્યો છે. અતિ ભારે વરસાદની આગાહીથી ગાંધીનગરમાં મુખ્ય સચિવ પંકજ જોષીએ સમીક્ષા બેઠક બોલાવી હતી.

GPSC પરીક્ષા કેન્દ્રોમાં અને અન્ય સંવેદનશીલ વિસ્તારોમાં તકેદારી રાખવા જિલ્લાના કલેક્ટરોને સૂચના આપવામાં આવી છે. રાજ્યના વિવિધ ડેમના જળસ્તર અને વરસાદી આવક અંગે વિગતો મેળવવામાં આવી છે, અને નીચાણવાળા વિસ્તારો માટે એલર્ટ જારી કરવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે. રાજ્યના વિવિધ જિલ્લાઓમાં 12 NDRF અને 20 SDRF ટીમ તૈનાત કરવામાં આવી છે.

રાજ્યમાં 209 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે. વલસાડ જિલ્લામાં કપરાડામાં 24 કલાકમાં 7.8 ઇંચ વરસાદ નોંધાયો છે. બોટાદમાં 3.50 ઇંચ, સાબરકાંઠાના પોશિનામાં 3.25 ઇંચ, રાજકોટના પડધરીમાં 3.15 ઇંચ, સાબરકાંઠાના તલોદ અને અમદાવાદના સાંંદમાં 3 ઇંચ વરસાદ નોંધાયો છે.

અન્ય વિસ્તારોમાં પણ નોંધપાત્ર વરસાદ નોંધાયો છે, જેમાં રાજકોટના જામકંડોરણા 2.85 ઇંચ, સાબરકાંઠાના પ્રાંતિજ 2.75 ઇંચ, અરવલ્લીના બાયડ અને વલસાડના ઉમરગાંવ 2.60 ઇંચ વરસાદ નોંધાયો છે. શનિવારે કુલ 50 તાલુકામાં 1 ઈંચથી વધુ વરસાદ નોંધાયો.

 

 

The post અમદાવાદમાં વરસાદનું ઝળહળતું કહેર: વાસણા બેરેજ ખુલ્લા, બોપલમાં દિવાલ પડી appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/09/07/ahmedabad-heavy-rain-sabarmati-alert-bopal-wall-collapse/feed/ 0
ચમોલીમાં મધરાતે વાદળ ફાટ્યું, થરાલી વિસ્તારમાં તબાહી, એકનું મોત અને અનેક ઘર કાટમાળમાં દટાયા https://www.gujaratinside.com/2025/08/23/chamoli-cloudburst-tharali-destruction-uttarakhand/ https://www.gujaratinside.com/2025/08/23/chamoli-cloudburst-tharali-destruction-uttarakhand/#respond Sat, 23 Aug 2025 04:25:21 +0000 https://www.gujaratinside.com/?p=17016 ઉત્તરાખંડના ચમોલી જિલ્લાના થરાલી વિસ્તારમાં શુક્રવારે (22 ઓગસ્ટ) મધરાતે વાદળ ફાટવાથી ભારે વિનાશ સર્જાયો હતો. ભારે વરસાદ અને કાટમાળના પ્રવાહથી અનેક ઘર, દુકાનો અને રસ્તાઓ ખોરવાઈ ગયા હતા. થરાલી શહેર, આસપાસના ગામો અને બજારોમાં જનજીવન સંપૂર્ણ રીતે ખોરવાઈ ગયું હતું. વહીવટી તંત્ર અને સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (SDRF)ની ટીમોએ તાત્કાલિક રાહત અને બચાવ કામગીરી શરૂ...

The post ચમોલીમાં મધરાતે વાદળ ફાટ્યું, થરાલી વિસ્તારમાં તબાહી, એકનું મોત અને અનેક ઘર કાટમાળમાં દટાયા appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
ઉત્તરાખંડના ચમોલી જિલ્લાના થરાલી વિસ્તારમાં શુક્રવારે (22 ઓગસ્ટ) મધરાતે વાદળ ફાટવાથી ભારે વિનાશ સર્જાયો હતો. ભારે વરસાદ અને કાટમાળના પ્રવાહથી અનેક ઘર, દુકાનો અને રસ્તાઓ ખોરવાઈ ગયા હતા. થરાલી શહેર, આસપાસના ગામો અને બજારોમાં જનજીવન સંપૂર્ણ રીતે ખોરવાઈ ગયું હતું. વહીવટી તંત્ર અને સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (SDRF)ની ટીમોએ તાત્કાલિક રાહત અને બચાવ કામગીરી શરૂ કરી હતી.

આ ઘટનાનો સૌથી વધુ પ્રભાવ થરાલી બજાર, કોટદીપ અને તહસીલ પરિસરમાં જોવા મળ્યો હતો. કાટમાળ તહસીલ કચેરી, એસડીએમ આવાસ અને અન્ય ઘરોમાં ઘૂસી ગયો હતો. પાર્ક કરેલી અનેક ગાડીઓ કાટમાળ નીચે દટાઈ ગઈ હતી. શહેરના રસ્તાઓ પર કાટમાળ એટલો ભરાયો હતો કે રસ્તાઓ તળાવ જેવા દેખાવા લાગ્યા હતા. સાગવાડા ગામમાં એક યુવતી કાટમાળ નીચે દટાઈ જતાં મોત નીપજ્યું હતું, જ્યારે એક વ્યક્તિ હજુ પણ ગુમ હોવાનું જાણવા મળ્યું છે.

ભારે વરસાદના કારણે થરાલી-ગ્વાલદમ અને થરાલી-સાગવાડા માર્ગો પર અવરજવર સંપૂર્ણ બંધ થઈ ગઈ છે. વાહન વ્યવહાર ખોરવાઈ જતાં લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. BRO (બોર્ડર રોડ્સ ઓર્ગેનાઇઝેશન)ની ટીમ મિંગ્ગદેરા નજીક રસ્તો ખોલવા પ્રયાસ કરી રહી છે જેથી ટ્રાફિક અને રાહત કામગીરી ફરી શરૂ થઈ શકે.

સુરક્ષા હેતુસર જિલ્લા વહીવટીતંત્રે થરાલી તાલુકાની તમામ શાળાઓ અને આંગણવાડી કેન્દ્રોને શનિવાર (23 ઓગસ્ટ) માટે બંધ રાખવાનો આદેશ આપ્યો છે. જિલ્લા મેજિસ્ટ્રેટ ડૉ. સંદીપ તિવારીએ જણાવ્યું હતું કે પોલીસ અને વહીવટીતંત્રની ટીમો સતત સ્થળ પર હાજર રહી રાહત અને બચાવ કાર્યમાં વ્યસ્ત છે.

The post ચમોલીમાં મધરાતે વાદળ ફાટ્યું, થરાલી વિસ્તારમાં તબાહી, એકનું મોત અને અનેક ઘર કાટમાળમાં દટાયા appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/08/23/chamoli-cloudburst-tharali-destruction-uttarakhand/feed/ 0