બોલિવૂડ અભિનેત્રી શિલ્પા શેટ્ટી અને તેમના પતિ રાજ કુન્દ્રા ફરી એકવાર કાનૂની મુશ્કેલીમાં ફસાયા છે. મુંબઈના ઉદ્યોગપતિ દીપક કોઠારી દ્વારા નોંધાવાયેલી ફરિયાદના આધારે શિલ્પા, રાજ અને એક અજાણ્યા વ્યક્તિ સામે 60.4 કરોડ રૂપિયાની છેતરપિંડીનો કેસ નોંધાયો છે. આ કેસ હવે મુંબઈ પોલીસની આર્થિક ગુના શાખા (EOW) દ્વારા તપાસવામાં આવી રહ્યો છે, કારણ કે છેતરપિંડીની રકમ...
