South Gujarat Rain Archives - Gujarat Inside - Latest News Today https://www.gujaratinside.com/tag/south-gujarat-rain/ Latest News: Today’s News, Top News Headlines, Breaking News India, World News, Entertainment News, Sports News | Latest News Today | Gujarat Inside Sat, 20 Sep 2025 10:18:36 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.9.4 https://www.gujaratinside.com/wp-content/uploads/2025/06/cropped-GUJARAT-32x32.png South Gujarat Rain Archives - Gujarat Inside - Latest News Today https://www.gujaratinside.com/tag/south-gujarat-rain/ 32 32 બંગાળની ખાડીમાં સાઇકલોનિક સર્ક્યુલેશનથી નવરાત્રિમાં ગુજરાતમાં ભારે વરસાદની આગાહી https://www.gujaratinside.com/2025/09/20/cyclonic-circulation-bay-of-bengal-gujarat-heavy-rain-novratri/ https://www.gujaratinside.com/2025/09/20/cyclonic-circulation-bay-of-bengal-gujarat-heavy-rain-novratri/#respond Sat, 20 Sep 2025 11:10:54 +0000 https://www.gujaratinside.com/?p=19692 ગુજરાત: 2025નું ચોમાસુ પોતાના અંતિમ ચરણમાં છે ત્યારે હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામી અનુસાર બંગાળની ખાડીમાં એક સાયક્લોનિક સર્ક્યુલેશન વિકસવાની સંભાવના છે, જેના કારણે નવરાત્રિ દરમિયાન રાજ્યમાં ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે. આ સિસ્ટમની અસર રાજ્યના વિશેષ કરીને દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં જોવા મળી શકે છે. પરેશ ગોસ્વામી અનુસાર, ચોમાસું ઉત્તર...

The post બંગાળની ખાડીમાં સાઇકલોનિક સર્ક્યુલેશનથી નવરાત્રિમાં ગુજરાતમાં ભારે વરસાદની આગાહી appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
ગુજરાત: 2025નું ચોમાસુ પોતાના અંતિમ ચરણમાં છે ત્યારે હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામી અનુસાર બંગાળની ખાડીમાં એક સાયક્લોનિક સર્ક્યુલેશન વિકસવાની સંભાવના છે, જેના કારણે નવરાત્રિ દરમિયાન રાજ્યમાં ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે. આ સિસ્ટમની અસર રાજ્યના વિશેષ કરીને દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં જોવા મળી શકે છે.

પરેશ ગોસ્વામી અનુસાર, ચોમાસું ઉત્તર ગુજરાત અને કચ્છમાંથી તો વિદાય લઈ ચૂક્યું છે, પરંતુ ભેજવાળા પવન હજુ ચાલુ છે, જે કારણે ચોમાસું સ્થિર થઈ ગયું છે.

છેલ્લા બે દિવસથી બંગાળની ખાડીની અસસ્થિરતા ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વરસાદ લાવી રહી છે અને સૌરાષ્ટ્રમાં પણ છુટોછવાયો વરસાદ નોંધાયો છે, જે 22 સપ્ટેમ્બર સુધી ચાલુ રહેવાની શક્યતા છે.

નવરાત્રિના પહેલા દિવસોમાં સામાન્ય છુટોછવાયો વરસાદ પડશે, પરંતુ નવરાત્રિના છેલ્લા દિવસોમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી છે.

આ સિસ્ટમ આંધ્રપ્રદેશથી મહારાષ્ટ્ર થઈ ગુજરાત તરફ પસાર થશે. જો સિસ્ટમના ટ્રેકમાં ફેરફાર ન થાય તો 28 સપ્ટેમ્બરથી 2 ઓક્ટોબર સુધી રાજ્યમાં ભારે વરસાદ જોવા મળી શકે છે.

આ સાથે, રાજ્યમાં ગાજવીજ અને 35-40 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન પણ ફૂંકાશે. હવામાન નિષ્ણાતે ગુજરાતીઓ અને ખેડૂતોને આ માટે સાવચેતી રાખવાની સૂચના આપી છે, કારણ કે આ વરસાદ અને પવનથી નુકશાનની શક્યતા છે.

 

The post બંગાળની ખાડીમાં સાઇકલોનિક સર્ક્યુલેશનથી નવરાત્રિમાં ગુજરાતમાં ભારે વરસાદની આગાહી appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/09/20/cyclonic-circulation-bay-of-bengal-gujarat-heavy-rain-novratri/feed/ 0
ગુજરાતમાં બે દિવસ વરસાદનો વિરામ, 4 સપ્ટેમ્બરથી ફરી અતિભારે વરસાદની આગાહી https://www.gujaratinside.com/2025/09/01/gujarat-heavy-rain-alert-september-2024/ https://www.gujaratinside.com/2025/09/01/gujarat-heavy-rain-alert-september-2024/#respond Mon, 01 Sep 2025 15:25:07 +0000 https://www.gujaratinside.com/?p=18022 ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી સતત ભારે વરસાદને કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાવાની પરિસ્થિતિ સર્જાઈ હતી. હવે હવામાન વિભાગે આગાહી કરી છે કે મેઘરાજા આવતા બે દિવસ માટે થોડો વિરામ લેશે. 2 અને 3 સપ્ટેમ્બરે માત્ર દક્ષિણ ગુજરાતના અમુક જિલ્લામાં વરસાદ પડશે, જેમાં 2 સપ્ટેમ્બરે નવસારી અને વલસાડ અને 3 સપ્ટેમ્બરે દાહોદ, છોટા ઉદેપુર, તાપી, નર્મદા,...

The post ગુજરાતમાં બે દિવસ વરસાદનો વિરામ, 4 સપ્ટેમ્બરથી ફરી અતિભારે વરસાદની આગાહી appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી સતત ભારે વરસાદને કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાવાની પરિસ્થિતિ સર્જાઈ હતી. હવે હવામાન વિભાગે આગાહી કરી છે કે મેઘરાજા આવતા બે દિવસ માટે થોડો વિરામ લેશે. 2 અને 3 સપ્ટેમ્બરે માત્ર દક્ષિણ ગુજરાતના અમુક જિલ્લામાં વરસાદ પડશે, જેમાં 2 સપ્ટેમ્બરે નવસારી અને વલસાડ અને 3 સપ્ટેમ્બરે દાહોદ, છોટા ઉદેપુર, તાપી, નર્મદા, ડાંગ, નવસારી અને વલસાડ જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે.

હવામાન વિભાગની આગાહી મુજબ, 4 સપ્ટેમ્બરથી ફરી વરસાદનું જોર વધશે. છોટા ઉદેપુર, નર્મદા, તાપી અને ડાંગમાં અતિભારે વરસાદને કારણે ઑરેન્જ એલર્ટ જાહેર કરાયું છે, જ્યારે ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, આણંદ, ખેડા, મહીસાગર, અરવલ્લી, દાહોદ, પંચમહાલ, ભરુચ, સુરત, નવસારી અને વલસાડમાં ભારે વરસાદને પગલે યલો એલર્ટ આપવામાં આવ્યું છે.

5 અને 6 સપ્ટેમ્બરે રાજ્યના 28થી વધુ જિલ્લાઓમાં યલો અને ઑરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. રાજકોટ, જૂનાગઢ, અમરેલી, ગીર સોમનાથ, બોટાદ, ભાવનગર, સુરેન્દ્રનગર, અમદાવાદ, પાટણ, ગાંધીનગર, મહેસાણા, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, ખેડા, આણંદ, પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, તાપી, ડાંગ, ભરુચ, સુરત, નવસારી અને વલસાડ જિલ્લામાં ગાજવીજ સાથે ભારેથી અતિભારે વરસાદની આગાહી છે.

7 સપ્ટેમ્બરે પણ 27 જિલ્લામાં યલો એલર્ટ જાહેર કરાયું છે, જેમાં કચ્છ, મોરબી, જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, રાજકોટ, જૂનાગઢ, અમરેલી, ગીર સોમનાથ, બોટાદ, ભાવનગર, સુરેન્દ્રનગર, અમદાવાદ, પાટણ, મહેસાણા, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, આણંદ, વડોદરા, નર્મદા, તાપી, ડાંગ, ભરુચ, સુરત, નવસારી અને વલસાડમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

 

 

The post ગુજરાતમાં બે દિવસ વરસાદનો વિરામ, 4 સપ્ટેમ્બરથી ફરી અતિભારે વરસાદની આગાહી appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/09/01/gujarat-heavy-rain-alert-september-2024/feed/ 0
ગુજરાતમાં ચોમાસાની ધમાકેદાર વાપસી: ચાર વરસાદી સિસ્ટમ સક્રિય, ખેડૂતોમાં ખુશીની લહેર https://www.gujaratinside.com/2025/08/15/gujarat-four-rain-systems-active-heavy-rainfall-alert/ https://www.gujaratinside.com/2025/08/15/gujarat-four-rain-systems-active-heavy-rainfall-alert/#respond Fri, 15 Aug 2025 13:30:04 +0000 https://www.gujaratinside.com/?p=16384 ગુજરાતમાં લાંબા વિરામ બાદ ચોમાસાએ ધમાકેદાર વાપસી કરી છે. રાજ્યના ઉત્તર અને મધ્ય ગુજરાત સહિત સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ધોધમાર વરસાદ પડતાં ખેડૂતોમાં આનંદની લાગણી છવાઈ ગઈ છે. ભારે ગરમી અને બફારાથી ત્રાહિમામ પોકારતા લોકોને પણ આ વરસાદથી રાહત મળી છે. હવામાન વિભાગે જણાવ્યું છે કે હાલ ગુજરાત પર એકસાથે ચાર વરસાદી સિસ્ટમ સક્રિય છે....

The post ગુજરાતમાં ચોમાસાની ધમાકેદાર વાપસી: ચાર વરસાદી સિસ્ટમ સક્રિય, ખેડૂતોમાં ખુશીની લહેર appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
ગુજરાતમાં લાંબા વિરામ બાદ ચોમાસાએ ધમાકેદાર વાપસી કરી છે. રાજ્યના ઉત્તર અને મધ્ય ગુજરાત સહિત સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ધોધમાર વરસાદ પડતાં ખેડૂતોમાં આનંદની લાગણી છવાઈ ગઈ છે. ભારે ગરમી અને બફારાથી ત્રાહિમામ પોકારતા લોકોને પણ આ વરસાદથી રાહત મળી છે.

હવામાન વિભાગે જણાવ્યું છે કે હાલ ગુજરાત પર એકસાથે ચાર વરસાદી સિસ્ટમ સક્રિય છે. બંગાળની ખાડીમાં બનેલી લો પ્રેશર સિસ્ટમ આગામી 48 કલાકમાં રાજ્ય તરફ આગળ વધશે. ઉપરાંત મોન્સૂન ટ્રફ રાજસ્થાન, ઉત્તર ગુજરાત અને મધ્યપ્રદેશની સરહદ સુધી આવી ગયું છે, જ્યારે મધ્ય લેવલે ટ્રફ સિસ્ટમ સક્રિય છે. આ ચારેય સિસ્ટમને કારણે રાજ્યમાં આગામી પાંચ દિવસ સાર્વત્રિક વરસાદ પડશે. ખાસ કરીને 17 ઓગસ્ટથી દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની શક્યતા સાથે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

ઉત્તર ગુજરાતમાં વરસાદ
અરવલ્લી, બનાસકાંઠા અને સાબરકાંઠા જિલ્લામાં સારો વરસાદ થયો છે. મેઘરજ, અંબાજી, દાંતા જેવા વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. પાટણ જિલ્લામાં પણ લાંબા વિરામ બાદ મેઘ મહેર જોવા મળી છે.

સૌરાષ્ટ્રમાં મેઘરાજાની એન્ટ્રી
અમરેલી જિલ્લામાં મેઘરાજાએ જોરદાર એન્ટ્રી કરી છે. ખાંભા, બગસરા, ધારી, ગઢિયા અને સાવરકુંડલા વિસ્તારોમાં વરસાદ પડતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે. આ વરસાદથી કપાસ, સોયાબીન અને મગફળીના પાકને ખુબ ફાયદો થશે.

દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં વરસાદ
સુરત અને નવસારી જિલ્લામાં પણ ભારે વરસાદ વરસ્યો છે. સુરતના અઠવાલાઈન્સ, અડાજણ, રાંદેર, ડુમસ અને પીપલોદ વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડ્યો હતો. વડોદરાના શિનોર, કરજણ અને કંજેઠામાં પણ સારો વરસાદ નોંધાયો છે.

ખેડૂતોમાં ખુશીની લહેર છવાઈ ગઈ છે કારણ કે આ વરસાદ પાક માટે જીવનદાયી સાબિત થશે. લાંબા વિરામ બાદ મળેલા આ વરસાદથી પાકને નવજીવન મળ્યું છે, ખાસ કરીને કપાસ, સોયાબીન અને મગફળી માટે આ વરસાદ અત્યંત મહત્વનો છે.

 

The post ગુજરાતમાં ચોમાસાની ધમાકેદાર વાપસી: ચાર વરસાદી સિસ્ટમ સક્રિય, ખેડૂતોમાં ખુશીની લહેર appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/08/15/gujarat-four-rain-systems-active-heavy-rainfall-alert/feed/ 0