trade war Archives - Gujarat Inside - Latest News Today https://www.gujaratinside.com/tag/trade-war/ Latest News: Today’s News, Top News Headlines, Breaking News India, World News, Entertainment News, Sports News | Latest News Today | Gujarat Inside Tue, 26 Aug 2025 15:21:36 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.9.4 https://www.gujaratinside.com/wp-content/uploads/2025/06/cropped-GUJARAT-32x32.png trade war Archives - Gujarat Inside - Latest News Today https://www.gujaratinside.com/tag/trade-war/ 32 32 ટ્રમ્પના વધેલા ટેરિફ પર મોદી સરકારની તાત્કાલિક બેઠક, અસરો જાણવા ચર્ચા વિચારણા https://www.gujaratinside.com/2025/08/26/modi-meeting-on-trump-tariff-impact/ https://www.gujaratinside.com/2025/08/26/modi-meeting-on-trump-tariff-impact/#respond Tue, 26 Aug 2025 15:21:36 +0000 https://www.gujaratinside.com/?p=17399 અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા લાદવામાં આવેલા વધારાના 25 ટકા ટેરિફ આવતીકાલથી અમલમાં આવશે. આ પગલાથી અમેરિકાએ ભારત પાસેથી કુલ 50 ટકા ટેરિફ વસૂલવાની યોજના જાહેર કરી છે, જેના માટે સત્તાવાર નોટિફિકેશન પણ બહાર પાડવામાં આવ્યા છે. ટ્રમ્પના આ ટેરિફ વલણને કારણે આજે (26 ઑગસ્ટ) પીએમઓ ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં મહત્વપૂર્ણ બેઠક યોજાઈ, જેમાં...

The post ટ્રમ્પના વધેલા ટેરિફ પર મોદી સરકારની તાત્કાલિક બેઠક, અસરો જાણવા ચર્ચા વિચારણા appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા લાદવામાં આવેલા વધારાના 25 ટકા ટેરિફ આવતીકાલથી અમલમાં આવશે. આ પગલાથી અમેરિકાએ ભારત પાસેથી કુલ 50 ટકા ટેરિફ વસૂલવાની યોજના જાહેર કરી છે, જેના માટે સત્તાવાર નોટિફિકેશન પણ બહાર પાડવામાં આવ્યા છે. ટ્રમ્પના આ ટેરિફ વલણને કારણે આજે (26 ઑગસ્ટ) પીએમઓ ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં મહત્વપૂર્ણ બેઠક યોજાઈ, જેમાં ગૃહ મંત્રી, વાણિજ્ય મંત્રી અને અન્ય કેબિનેટ મંત્રીઓ ઉપસ્થિત રહ્યા.

બેઠકમાં ટેરિફના પ્રભાવ અને તેના નિકાસ ક્ષેત્ર પર પડતાં અસરો વિશે ચર્ચા કરવામાં આવી. વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયે નિકાસકારો અને નિકાસ પ્રોત્સાહન સમિતિઓ સાથે બેઠક કરી, જેમાં નિકાસકારોએ ઈમરજન્સી ક્રેડિટ લાઇન ગેરેંટી સ્કીમ જેવી સરકાર સમર્થિત સહાયની માગ કરી. જોકે, અધિકારીઓએ જણાવ્યું કે સેક્ટર આધારિત ઉકેલો વધુ અસરકારક રહેશે.

વડાપ્રધાનની અધ્યક્ષતામાં યોજાયેલ આ બેઠક બાદ સરકાર કેટલીક મોટી જાહેરાતો કરી શકે છે, જે ભારતીય નિકાસકારોને રાહત પૂરી પાડવા ઉપરાંત વૈકલ્પિક બજારો શોધવામાં મદદરૂપ થશે. આ બેઠક આ મહિનાના અંતમાં જાપાન અને ચીનની મહત્વપૂર્ણ અર્થવ્યવસ્થા મુલાકાત પહેલાં યોજાઈ રહી છે. શક્યતા છે કે સરકાર ભારતીય નિકાસકારો અને કામદારોની સલામતી માટે આર્થિક રાહત પેકેજ જાહેર કરી શકે. આ સાથે ટ્રમ્પના ટેરિફ હમલાને પહોંચી વળવા વૈકલ્પિક બજારો શોધવા માટેના પ્રયત્નો પણ વધારી દેવામાં આવશે.

નિષ્ણાતોના અભિપ્રાય પ્રમાણે, ટ્રમ્પ ટેરિફ ભારતના લગભગ 55% ઉત્પાદન ક્ષેત્રોની અમેરિકામાં નિકાસને અસર કરી શકે છે. આ ક્ષેત્રોમાં કપડાં, ઘરેણાં, ચામડાના ઉત્પાદનો, રમકડાં, રસાયણો, મશીન ટૂલ્સ, પ્લાસ્ટિક અને દરિયાઈ ઉત્પાદનોનો સમાવેશ થાય છે. આ ઉત્પાદનો દેશની મોટી વસ્તી માટે રોજગારી પ્રદાન કરે છે. ટ્રમ્પની નીતિ સાથે, આ ભારતીય ઉત્પાદનો અમેરિકામાં બિનસ્પર્ધાત્મક બની શકે છે, કારણ કે ભારતના મોટા ભાગના સ્પર્ધાત્મક ઉત્પાદનો હવે 50% દરના બદલે 30-35% ઓછા દરે ઉપલબ્ધ થશે, જેના કારણે અમેરિકાના બજારમાં આ ઉત્પાદનો ટકી રહેવું મુશ્કેલ બની જશે.

The post ટ્રમ્પના વધેલા ટેરિફ પર મોદી સરકારની તાત્કાલિક બેઠક, અસરો જાણવા ચર્ચા વિચારણા appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/08/26/modi-meeting-on-trump-tariff-impact/feed/ 0
ટેરિફ હટાવાશે તો આવશે 1929 જેવી મહામંદી: ટ્રમ્પે અમેરિકન કોર્ટને આપી ચેતવણી https://www.gujaratinside.com/2025/08/08/trump-warns-us-court-over-tariff-removal-ieepa-depression-threat/ https://www.gujaratinside.com/2025/08/08/trump-warns-us-court-over-tariff-removal-ieepa-depression-threat/#respond Fri, 08 Aug 2025 18:26:26 +0000 https://www.gujaratinside.com/?p=16069 અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે શુક્રવારે અમેરિકન કોર્ટને ચેતવણી આપી કે જો ટેરિફ મુદ્દે તેમના ઈકોનોમિક અધિકારોને નબળા પાડવામાં આવશે, તો તે દેશને 1929 જેવી ભયાનક મહામંદી તરફ દોરી શકે છે. ટ્રમ્પે જણાવ્યું કે ‘ઇન્ટરનેશનલ ઇમરજન્સી ઇકોનોમિક પાવર્સ એક્ટ’ (IEEPA) હેઠળ તેમણે વિદેશી વેપારમાં અમેરિકા હિતમાં કેટલાંય નિર્ણયો લીધા છે અને તેની અસર ખૂબ જ સકારાત્મક...

The post ટેરિફ હટાવાશે તો આવશે 1929 જેવી મહામંદી: ટ્રમ્પે અમેરિકન કોર્ટને આપી ચેતવણી appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે શુક્રવારે અમેરિકન કોર્ટને ચેતવણી આપી કે જો ટેરિફ મુદ્દે તેમના ઈકોનોમિક અધિકારોને નબળા પાડવામાં આવશે, તો તે દેશને 1929 જેવી ભયાનક મહામંદી તરફ દોરી શકે છે. ટ્રમ્પે જણાવ્યું કે ‘ઇન્ટરનેશનલ ઇમરજન્સી ઇકોનોમિક પાવર્સ એક્ટ’ (IEEPA) હેઠળ તેમણે વિદેશી વેપારમાં અમેરિકા હિતમાં કેટલાંય નિર્ણયો લીધા છે અને તેની અસર ખૂબ જ સકારાત્મક રહી છે.

ટ્રમ્પે Truth Social પર લખ્યું કે ટેરિફના કારણે શેરબજારમાં સતત નવી ઊંચાઈ જોવા મળી રહી છે અને ખજાનામાં પણ સદંતર અબજો ડોલર ઉમેરાઈ રહ્યા છે. તેમણે કોર્ટને ચેતવણી આપી કે જો IEEPAના ઉપયોગ અંગે કોઈ પ્રતિબંધ લગાવવામાં આવે, તો અર્થતંત્ર નાશ પામશે અને દેશ 1929 જેવી ગંભીર સ્થિતીમાં ફસાઈ જશે, જ્યાંથી બહાર નીકળવું મુશ્કેલ થશે.

IEEPA અમેરિકન રાષ્ટ્રપતિને આર્થિક વ્યવહારો પર વિશેષ અધિકાર આપે છે. ટ્રમ્પે આ કાયદાનો ઉપયોગ કરીને ભારત સહિત અનેક દેશો પર ટેરિફ લાદ્યો હતો. હાલ આ કાયદાની મર્યાદાઓ અંગે કાનૂની તપાસ ચાલી રહી છે. કેટલાંક નિષ્ણાતો માને છે કે ટ્રમ્પે આ કાયદાનો ઉપયોગ વેપાર નીતિ માટે કરીને તેના મૂળ હેતુને બગાડ્યો છે.

ટ્રમ્પના આ નિવેદન પાછળનું કારણ એ પણ છે કે તેમણે રાષ્ટ્રીય સુરક્ષાના હવાલાથી અનેકવાર વેપાર પ્રતિબંધો લાદ્યા છે. પરંતુ હવે કોર્ટ આ અધિકારોને ચુંપવી શકે છે, જેના કારણે ટ્રમ્પ ચિંતિત દેખાઈ રહ્યા છે.

1929માં આવેલી મહામંદી મોર્ડન ઇતિહાસની સૌથી ભારે આર્થિક મંદી હતી, જેમાં શેરબજાર ધરાશાયી થયો, બેંકો તૂટી પડી, કરોડો લોકો બેરોજગાર બન્યા અને વૈશ્વિક વેપાર ઘસડી ગયો. ટ્રમ્પે કોર્ટને ચેતવ્યું કે આવો જ સંકટ ફરી ઊભું થઈ શકે છે જો તે IEEPAના ઉપયોગને નાબૂદ કરશે.

The post ટેરિફ હટાવાશે તો આવશે 1929 જેવી મહામંદી: ટ્રમ્પે અમેરિકન કોર્ટને આપી ચેતવણી appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/08/08/trump-warns-us-court-over-tariff-removal-ieepa-depression-threat/feed/ 0
‘નરેન્દ્ર મોદી – હિંમત કરો, ટ્રમ્પને જવાબ આપો…’ ટેરિફ મુદ્દે કોંગ્રેસનો મોદી સરકાર પર આક્રોશ https://www.gujaratinside.com/2025/08/06/congress-attacks-modi-over-trump-50-percent-tariff/ https://www.gujaratinside.com/2025/08/06/congress-attacks-modi-over-trump-50-percent-tariff/#respond Wed, 06 Aug 2025 16:59:48 +0000 https://www.gujaratinside.com/?p=15964 અમેરિકા અને ભારત વચ્ચે વેપાર સંબંધોમાં ફરી તણાવ સર્જાયો છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત પરથી આયાત થતાં ઉત્પાદનો પર વધારાના 25% ટેરિફ લાદવાનો આદેશ સાઇન કર્યો છે, જેના કારણે કુલ ટેરિફ દર 50% સુધી પહોંચી ગયો છે. આ નિર્ણયથી ભારતના નિકાસકારો પર આર્થિક દબાણ વધશે, જ્યારે રાજકીય મોરચે વિપક્ષે મોદી સરકારને ઘેરી લીધી છે....

The post ‘નરેન્દ્ર મોદી – હિંમત કરો, ટ્રમ્પને જવાબ આપો…’ ટેરિફ મુદ્દે કોંગ્રેસનો મોદી સરકાર પર આક્રોશ appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
અમેરિકા અને ભારત વચ્ચે વેપાર સંબંધોમાં ફરી તણાવ સર્જાયો છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત પરથી આયાત થતાં ઉત્પાદનો પર વધારાના 25% ટેરિફ લાદવાનો આદેશ સાઇન કર્યો છે, જેના કારણે કુલ ટેરિફ દર 50% સુધી પહોંચી ગયો છે. આ નિર્ણયથી ભારતના નિકાસકારો પર આર્થિક દબાણ વધશે, જ્યારે રાજકીય મોરચે વિપક્ષે મોદી સરકારને ઘેરી લીધી છે.

કોંગ્રેસનો આક્ષેપ: “મોદી સરકાર મૌન કેમ?”

કોંગ્રેસે આ મુદ્દે વડા પ્રધાન નરેન્દ્ર મોદીને કટઘરામાં ઉભા કર્યા છે. પાર્ટીના પ્રવક્તાએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને જણાવ્યું, “મોદીજીના મિત્ર ટ્રમ્પે ભારત પર 50% ટેરિફ લાદ્યો છે અને પીએમ મોદી તરફથી કોઈ પ્રતિક્રિયા નહીં આવવી શરમજનક છે. ભારત વિરોધી આ નિર્ણય સામે સરકારે મૌન સેવી રાખ્યું છે.”

કોંગ્રેસના નેતાઓનો આક્ષેપ છે કે, ટ્રમ્પ સતત ભારત વિરુદ્ધ આક્રમક પગલાં લઈ રહ્યા છે, પરંતુ મોદી સરકાર તેની સામે મજબૂત જવાબ આપવા નિષ્ફળ સાબિત થઈ રહી છે.

શશિ થરૂરની ચિંતા: નિકાસ માટે મોટો પડકાર

કોંગ્રેસના વરિષ્ઠ નેતા શશિ થરૂરે પણ ટ્રમ્પના પગલાંને લઈને ચિંતા વ્યક્ત કરી છે. તેમણે કહ્યું, “ભારતીય ઉત્પાદકો માટે અમેરિકી બજારમાં સ્પર્ધા કરવી હવે મુશ્કેલ બનશે. વિયેતનામ, બાંગ્લાદેશ અને ફિલિપાઈન્સ જેવા દેશોના ઉત્પાદનોને વધુ તાકાત મળશે.”

થરૂરે આગાહી કરી કે, વધેલા ટેરિફને કારણે ભારતની નિકાસ અર્થવ્યવસ્થા પર ગંભીર અસર પડશે અને અમેરિકી બજારમાં ભારતીય માલ માટે માંગ ઘટી શકે છે.

ટેરિફ પાછળનું કારણ: રશિયન તેલ ખરીદી

અમેરિકાના આ વધારાના ટેરિફ પાછળનું મુખ્ય કારણ ભારત દ્વારા રશિયા પાસેથી મોટા પ્રમાણમાં ક્રૂડ ઓઇલની ખરીદી હોવાનું માનવામાં આવે છે. ટ્રમ્પે આરોપ લગાવ્યો છે કે ભારત રશિયાને આડકતરી સહાય કરી રહ્યું છે અને ઓછી કિંમતે તેલ ખરીદી વૈશ્વિક બજારમાં વેચી નફો કમાઈ રહ્યું છે.

ભારતે આ આક્ષેપોને નકારી કાઢ્યા છે અને કહ્યું છે કે તેની ઊર્જા નીતિ બજાર પરિબળો અને 1.4 અબજ લોકોની ઊર્જા સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે આધારિત છે.

The post ‘નરેન્દ્ર મોદી – હિંમત કરો, ટ્રમ્પને જવાબ આપો…’ ટેરિફ મુદ્દે કોંગ્રેસનો મોદી સરકાર પર આક્રોશ appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/08/06/congress-attacks-modi-over-trump-50-percent-tariff/feed/ 0
ટ્રમ્પનો 25% ટેરિફ અમેરિકા માટે મોટો આર્થિક ફટકો સાબિત થઈ શકે છે: SBI રિસર્ચ https://www.gujaratinside.com/2025/08/01/trump-tariff-impact-us-economy-sbi-research/ https://www.gujaratinside.com/2025/08/01/trump-tariff-impact-us-economy-sbi-research/#respond Fri, 01 Aug 2025 13:42:11 +0000 https://www.gujaratinside.com/?p=15802 અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ભારત પર 25% ટેરિફ લાદ્યા બાદ, સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI)ના તાજેતરના રિસર્ચ રિપોર્ટમાં ખુલાસો થયો છે કે આ નિર્ણય ભારત કરતાં અમેરિકાના અર્થતંત્ર પર વધારે પ્રભાવ પાડશે. SBI રિસર્ચે ચેતવણી આપી છે કે આ પગલાથી અમેરિકામાં ફુગાવો વધશે, ડોલર નબળું પડશે અને GDPમાં ઘટાડો થઈ શકે છે. ટ્રમ્પે 30...

The post ટ્રમ્પનો 25% ટેરિફ અમેરિકા માટે મોટો આર્થિક ફટકો સાબિત થઈ શકે છે: SBI રિસર્ચ appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ભારત પર 25% ટેરિફ લાદ્યા બાદ, સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI)ના તાજેતરના રિસર્ચ રિપોર્ટમાં ખુલાસો થયો છે કે આ નિર્ણય ભારત કરતાં અમેરિકાના અર્થતંત્ર પર વધારે પ્રભાવ પાડશે. SBI રિસર્ચે ચેતવણી આપી છે કે આ પગલાથી અમેરિકામાં ફુગાવો વધશે, ડોલર નબળું પડશે અને GDPમાં ઘટાડો થઈ શકે છે.

ટ્રમ્પે 30 જુલાઈએ જાહેરાત કરી હતી કે ભારતમાંથી આવતા તમામ માલ પર 25 ટકા ડ્યુટી લાદવામાં આવશે. સાથે જ રશિયા પાસેથી ક્રૂડ ઓઇલ અને સંરક્ષણ સાધનોની ખરીદી બદલ ભારતીય ઉત્પાદનો પર વધારાનો દંડ પણ લગાવવામાં આવ્યો છે. SBIના અહેવાલમાં જણાવાયું છે કે આ નીતિ અમેરિકન ગ્રાહકો માટે નુકસાનકારક છે કારણ કે તેનો પ્રભાવ ઘરેલું ફુગાવા અને ભાવ વધારામાં દેખાશે.

રિપોર્ટ અનુસાર અમેરિકાના અર્થતંત્રને ભારત કરતાં મોટો ફટકો પડી શકે છે. SBIએ અંદાજ લગાવ્યો છે કે આ ડ્યુટીના કારણે અમેરિકન ગ્રાહકો પર વાર્ષિક સરેરાશ $2,400નો વધારાનો બોજ પડશે, જ્યારે ઓછી આવક ધરાવતા પરિવારો પર તેની અસર ત્રણ ગણી થઈ શકે છે.

ભારતે પોતાના નિકાસ સ્થળોને વૈવિધ્યીકરણ કર્યું છે, જેના કારણે અમેરિકા પરની નિર્ભરતા ઘટી રહી છે. નાણાકીય વર્ષ 2024-25માં અમેરિકા ભારતનું સૌથી મોટું નિકાસ સ્થળ હોવા છતાં ટોચના 10 દેશોનો કુલ હિસ્સો માત્ર 53% છે. ભારતથી અમેરિકા મોકલાતા મુખ્ય ઉત્પાદનોમાં ઇલેક્ટ્રોનિક્સ, રત્નો અને ઝવેરાત, દવાઓ અને મશીનરીનો સમાવેશ થાય છે. ટ્રમ્પની જાહેરાત બાદ આ ઉત્પાદનો પરની ડ્યુટી 25% સુધી વધશે. SBIએ વધુમાં જણાવ્યું કે અમેરિકા દવાઓ માટે ભારત પર 47% નિર્ભર છે, અને ઉત્પાદન ખસેડવામાં 3 થી 5 વર્ષ લાગી શકે છે, જેના કારણે અમેરિકન બજારમાં દવાઓની અછત અને ભાવમાં વધારો થઈ શકે છે.

ડોઇશ બેંકના મુખ્ય અર્થશાસ્ત્રી કૌશિક દાસે જણાવ્યું કે ઇલેક્ટ્રિકલ મશીનરી, રત્નો, દવાઓ, કાપડ અને રસાયણો જેવા ક્ષેત્રો આ ટેરિફથી સૌથી વધુ પ્રભાવિત થશે. તેમણે ઉમેર્યું કે ભારતનો અમેરિકા સાથેનો વેપાર સરપ્લસ છેલ્લા દાયકામાં નોંધપાત્ર રીતે વધ્યો છે અને એપ્રિલ-જૂન 2025 ક્વાર્ટરમાં તે 35.4% વધીને $12.7 બિલિયન થયો છે. આ પુરવઠાના કારણે ભારતીય નિકાસકારોને ટેરિફના પ્રભાવને સમાયોજિત કરવા માટે થોડો સમય મળશે.

 

The post ટ્રમ્પનો 25% ટેરિફ અમેરિકા માટે મોટો આર્થિક ફટકો સાબિત થઈ શકે છે: SBI રિસર્ચ appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/08/01/trump-tariff-impact-us-economy-sbi-research/feed/ 0