#Trump Archives - Gujarat Inside - Latest News Today https://www.gujaratinside.com/tag/trump/ Latest News: Today’s News, Top News Headlines, Breaking News India, World News, Entertainment News, Sports News | Latest News Today | Gujarat Inside Mon, 25 Aug 2025 05:09:56 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.9.4 https://www.gujaratinside.com/wp-content/uploads/2025/06/cropped-GUJARAT-32x32.png #Trump Archives - Gujarat Inside - Latest News Today https://www.gujaratinside.com/tag/trump/ 32 32 અમેરિકાનું કડક પગલું: ભારત પર વધારાના ટેરિફ લગાવ્યા https://www.gujaratinside.com/2025/08/25/trump-secondary-tariffs-on-india-to-pressure-russia/ https://www.gujaratinside.com/2025/08/25/trump-secondary-tariffs-on-india-to-pressure-russia/#respond Mon, 25 Aug 2025 05:05:05 +0000 https://www.gujaratinside.com/?p=17216 અમેરિકાના ઉપપ્રમુખ જેડી વેન્સે રવિવારે જણાવ્યું કે રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે રશિયાને યુક્રેન પર બોમ્બમારો અટકાવવા માટે કડક આર્થિક દબાણની રણનીતિ અપનાવી છે, જેમાં ભારત પર સેકન્ડરી ટેરિફ લગાવવાનો પણ સમાવેશ થાય છે. એનબીસી ન્યૂઝના કાર્યક્રમ મીટ ધ પ્રેસ દરમિયાન વેન્સે સ્પષ્ટ કર્યું કે આ પગલાંનો હેતુ રશિયાની ઓઇલ ઇકોનોમીમાંથી થતી આવક ઘટાડવાનો છે, જેથી તે...

The post અમેરિકાનું કડક પગલું: ભારત પર વધારાના ટેરિફ લગાવ્યા appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
અમેરિકાના ઉપપ્રમુખ જેડી વેન્સે રવિવારે જણાવ્યું કે રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે રશિયાને યુક્રેન પર બોમ્બમારો અટકાવવા માટે કડક આર્થિક દબાણની રણનીતિ અપનાવી છે, જેમાં ભારત પર સેકન્ડરી ટેરિફ લગાવવાનો પણ સમાવેશ થાય છે. એનબીસી ન્યૂઝના કાર્યક્રમ મીટ ધ પ્રેસ દરમિયાન વેન્સે સ્પષ્ટ કર્યું કે આ પગલાંનો હેતુ રશિયાની ઓઇલ ઇકોનોમીમાંથી થતી આવક ઘટાડવાનો છે, જેથી તે યુદ્ધ ચાલુ ન રાખી શકે.

વેન્સે કહ્યું કે ટ્રમ્પ વહીવટીતંત્ર રશિયા પર સતત દબાણ લાવી રહ્યું છે. તેમણે જણાવ્યું કે ટ્રમ્પે ભારત પર વધારાના ટેરિફ લગાવીને રશિયાની ઓઇલ આવકને અસર કરવાની કોશિશ કરી છે. વેન્સે એ પણ ઉમેર્યું કે જો રશિયા હુમલો બંધ કરે, તો તેને વૈશ્વિક ઇકોનોમીમાં પાછું સામેલ કરી શકાય, પરંતુ જો હુમલો ચાલુ રહેશે તો તેને અલગ રહેવું પડશે.

ટ્રમ્પ સરકાર સતત ભારત પર રશિયા પાસેથી સસ્તું ક્રૂડ ઓઇલ ખરીદવા અંગે ટીકા કરી રહી છે, જ્યારે ચીન સામે કોઈ ખુલ્લી ટિપ્પણી નથી કરી, જે રશિયાથી સૌથી વધુ ઓઇલ ખરીદે છે. ભારતે હંમેશા સ્પષ્ટ કર્યું છે કે તેની ઓઇલ ખરીદી રાષ્ટ્રીય હિત અને બજારની પરિસ્થિતિ પર આધારિત છે.

અમેરિકાએ ભારતીય માલ પર ડ્યુટી બમણી કરીને 50 ટકા કરી દીધી, જેના કારણે ભારત-અમેરિકા વેપારી સંબંધોમાં તણાવ વધ્યો છે. અમેરિકા આરોપ લગાવે છે કે ભારતની રશિયન ઓઇલ ખરીદી યુક્રેન યુદ્ધમાં મોસ્કોને પરોક્ષ રીતે સહાય કરે છે, જ્યારે ભારતે આ આરોપોને નકારી કાઢ્યા છે.

ભારતના પ્રતિક્રિયા પર, વિદેશ મંત્રી એસ. જયશંકરે જણાવ્યું હતું કે, આ પ્રકારની દબાણની નીતિ વાજબી નથી અને નીતિ-પ્રતિસાધનો પર પણ સ્પષ્ટતા આપી છે, ખાસ કરીને જયશંકરે અમુક રાજકીય દબાણને ખોટી રીતે મૂલ્યાંકિત કરવાનો સંકેત આપ્યો છે.

આ પ્રકરણ દ્રષ્ટિએ, ભારતની ઊર્જા નીતિ અને વૈશ્વિક રાજકીય દબાણોની વચ્ચે એક સંઘર્ષ તરીકે જોવાઈ રહી છે.

 

 

The post અમેરિકાનું કડક પગલું: ભારત પર વધારાના ટેરિફ લગાવ્યા appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/08/25/trump-secondary-tariffs-on-india-to-pressure-russia/feed/ 0
ભારત-અમેરિકા ટેરિફ વિવાદ વચ્ચે પોસ્ટ વિભાગે અમેરિકા માટે પાર્સલ સેવા અસ્થાયી રીતે બંધ કરી https://www.gujaratinside.com/2025/08/23/india-post-halts-parcels-to-usa/ https://www.gujaratinside.com/2025/08/23/india-post-halts-parcels-to-usa/#respond Sat, 23 Aug 2025 11:24:18 +0000 https://www.gujaratinside.com/?p=17051 ભારત અને અમેરિકા વચ્ચે ચાલી રહેલા ટેરિફ વિવાદના પગલે ભારતીય પોસ્ટ વિભાગે મોટો નિર્ણય લીધો છે. ભારતમાં મોકલાતા મોટા ભાગના પાર્સલ અને ટપાલ સેવાઓ 25 ઓગસ્ટ, 2025થી અમેરિકા માટે અસ્થાયી રીતે બંધ કરાઈ રહી છે. આ નિર્ણય અમેરિકાના નવા કસ્ટમ ડ્યુટી નિયમો અને સ્પષ્ટીકરણના અભાવને ધ્યાનમાં રાખીને લેવામાં આવ્યો છે. ગયા 30 જુલાઇના રોજ અમેરિકાએ...

The post ભારત-અમેરિકા ટેરિફ વિવાદ વચ્ચે પોસ્ટ વિભાગે અમેરિકા માટે પાર્સલ સેવા અસ્થાયી રીતે બંધ કરી appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
ભારત અને અમેરિકા વચ્ચે ચાલી રહેલા ટેરિફ વિવાદના પગલે ભારતીય પોસ્ટ વિભાગે મોટો નિર્ણય લીધો છે. ભારતમાં મોકલાતા મોટા ભાગના પાર્સલ અને ટપાલ સેવાઓ 25 ઓગસ્ટ, 2025થી અમેરિકા માટે અસ્થાયી રીતે બંધ કરાઈ રહી છે. આ નિર્ણય અમેરિકાના નવા કસ્ટમ ડ્યુટી નિયમો અને સ્પષ્ટીકરણના અભાવને ધ્યાનમાં રાખીને લેવામાં આવ્યો છે.

ગયા 30 જુલાઇના રોજ અમેરિકાએ જાહેર કર્યું કે 800 ડોલર સુધીના સામાન પર આપવામાં આવતી કસ્ટમ છૂટ હવે ખતમ થઈ ગઈ છે. હવે 29 ઓગસ્ટ, 2025થી 800 ડોલર સુધીના સામાન પર પણ ડ્યુટી લાગશે. નવા નિયમ અનુસાર ટપાલ મારફતે અમેરિકા મોકલાતા પાર્સલ પર કસ્ટમ ડ્યુટી જમા કરાવવી જરૂરી થશે. જોકે, આ કલેક્શન સિસ્ટમ કેવી રીતે લાગુ થશે તે હજુ સ્પષ્ટ નથી, જેના કારણે ભારતીય પોસ્ટે સુરક્ષા રૂપે સેવા પર રોક લગાવી છે.

અત્યારે 25 ઓગસ્ટથી પત્ર, દસ્તાવેજ અને 100 ડોલર સુધીની ગિફ્ટ આઈટમ સિવાયની કોઇ સેવા મંજૂર નહીં હોય. અમેરિકાના નિયમો 29 ઓગસ્ટથી લાગુ થશે. એર કેરિયર્સે પણ જણાવ્યું છે કે 25 ઓગસ્ટથી ટપાલનો સામાન સ્વીકારી શકશે નહીં.

વિદેશમંત્રી એસ. જયશંકરે ટ્રમ્પની વિદેશનીતિ અને ભારત-અમેરિકા સંબંધોની સ્થિતિ પર સ્પષ્ટતા કરી છે. તેમણે જણાવ્યું કે પાકિસ્તાન સાથેના વિવાદમાં ભારતે ક્યારેય મધ્યસ્થી સ્વીકાર્યો નથી અને ઓપરેશન સિંદૂર વખતે પણ અમેરિકાએ મધ્યસ્થી પ્રયત્નો કર્યા હતા તે ખોટું દાવો છે. જૈશ્વંકરે જણાવ્યું કે, ખેડૂતો અને નાના ઉત્પાદકોના મામલામાં કોઈ બાંધછોડ નહીં થાય અને રશિયાથી તેલ ખરીદી બાબત પણ ભારતની નીતિ સ્પષ્ટ છે.

The post ભારત-અમેરિકા ટેરિફ વિવાદ વચ્ચે પોસ્ટ વિભાગે અમેરિકા માટે પાર્સલ સેવા અસ્થાયી રીતે બંધ કરી appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/08/23/india-post-halts-parcels-to-usa/feed/ 0
ઝેલેન્સ્કીનો ડ્રેસ કોડ ચર્ચામાં: ટ્રમ્પ સાથે મુલાકાત પહેલાં સૂટ પહેરશે કે નહીં? https://www.gujaratinside.com/2025/08/18/zelenskyy-trump-meeting-dress-code-controversy/ https://www.gujaratinside.com/2025/08/18/zelenskyy-trump-meeting-dress-code-controversy/#respond Mon, 18 Aug 2025 16:28:05 +0000 https://www.gujaratinside.com/?p=16650 યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડિમિર ઝેલેન્સ્કી અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે મુલાકાત માટે અમેરિકા પહોંચી ગયા છે. જોકે બેઠક પહેલાં તેમના ડ્રેસને લઈને ચર્ચા શરૂ થઈ ગઈ છે. એક્સિયોસના રિપોર્ટ મુજબ, વ્હાઇટ હાઉસે પૂછ્યું છે કે ઓવલ ઓફિસમાં યોજાનાર આ બેઠકમાં ઝેલેન્સ્કી સૂટ પહેરશે કે નહીં. બેઠકમાં યુરોપના ટોચના નેતાઓ પણ હાજર રહેશે. અગાઉ માર્ચમાં વ્હાઇટ હાઉસમાં...

The post ઝેલેન્સ્કીનો ડ્રેસ કોડ ચર્ચામાં: ટ્રમ્પ સાથે મુલાકાત પહેલાં સૂટ પહેરશે કે નહીં? appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડિમિર ઝેલેન્સ્કી અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે મુલાકાત માટે અમેરિકા પહોંચી ગયા છે. જોકે બેઠક પહેલાં તેમના ડ્રેસને લઈને ચર્ચા શરૂ થઈ ગઈ છે. એક્સિયોસના રિપોર્ટ મુજબ, વ્હાઇટ હાઉસે પૂછ્યું છે કે ઓવલ ઓફિસમાં યોજાનાર આ બેઠકમાં ઝેલેન્સ્કી સૂટ પહેરશે કે નહીં. બેઠકમાં યુરોપના ટોચના નેતાઓ પણ હાજર રહેશે.

અગાઉ માર્ચમાં વ્હાઇટ હાઉસમાં ઝેલેન્સ્કી અને ટ્રમ્પ વચ્ચે થયેલી મુલાકાત દરમિયાન ડ્રેસ કોડ મુદ્દે વિવાદ ઊભો થયો હતો. ત્યારે એક રિપોર્ટરે ઝેલેન્સ્કીને સૂટ ન પહેરવા અંગે સવાલ કર્યો હતો. તેના જવાબમાં ઝેલેન્સ્કીએ કટાક્ષ કરતા કહ્યું હતું કે રશિયા સાથેનું યુદ્ધ પૂર્ણ થયા બાદ જ તેઓ સૂટ પહેરશે.

ઝેલેન્સ્કી અગાઉ ટ્રમ્પ સાથે મળવા માટે સૈનિક ડ્રેસમાં આવ્યા હતા, જે યુક્રેનના યુદ્ધનું પ્રતિક બની ગયું હતું. રિપોર્ટ અનુસાર, આ વખતે તેઓ સૂટ અને ટાઈના બદલે કાળી જેકેટ પહેરવાની યોજના ધરાવે છે, જે બિઝનેસ સ્ટાઈલનો દેખાવ આપે છે. આ બેઠક વોશિંગ્ટન ડીસીમાં યોજાશે અને તેમાં બ્રિટન, જર્મની, ફ્રાન્સ, ઈટાલી, ફિનલેન્ડ તેમજ યુરોપીય સંઘ અને નાટોના ટોચના નેતાઓ પણ જોડાશે.

 

The post ઝેલેન્સ્કીનો ડ્રેસ કોડ ચર્ચામાં: ટ્રમ્પ સાથે મુલાકાત પહેલાં સૂટ પહેરશે કે નહીં? appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/08/18/zelenskyy-trump-meeting-dress-code-controversy/feed/ 0
પુતિન વિના યુક્રેન યુદ્ધનો ઉકેલ શક્ય નથી : ટ્રમ્પના વિદેશ મંત્રીનું નિવેદન https://www.gujaratinside.com/2025/08/18/putin-trump-alaska-summit-ukraine-war/ https://www.gujaratinside.com/2025/08/18/putin-trump-alaska-summit-ukraine-war/#respond Mon, 18 Aug 2025 16:21:43 +0000 https://www.gujaratinside.com/?p=16648 ન્યૂયોર્ક : અમેરિકાના વિદેશ મંત્રી માર્કો રૂબિયોએ સ્પષ્ટ કર્યું છે કે રશિયાના પ્રમુખ વ્લાદિમીર પુતિન ઘણા સમયથી વૈશ્વિક સ્તરના અગત્યના નેતા છે અને યુક્રેન યુદ્ધનો ઉકેલ લાવવા માટે અમેરિકા પાસે તેમના સાથે વાતચીત કરવી એ જ એકમાત્ર વિકલ્પ છે. એબીસી ન્યૂઝને આપેલા ઇન્ટરવ્યુમાં રૂબિયોએ જણાવ્યું કે પુતિન પાસે વિશાળ પરમાણુ શસ્ત્ર ભંડાર (અંદાજે 5,580) છે...

The post પુતિન વિના યુક્રેન યુદ્ધનો ઉકેલ શક્ય નથી : ટ્રમ્પના વિદેશ મંત્રીનું નિવેદન appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
ન્યૂયોર્ક : અમેરિકાના વિદેશ મંત્રી માર્કો રૂબિયોએ સ્પષ્ટ કર્યું છે કે રશિયાના પ્રમુખ વ્લાદિમીર પુતિન ઘણા સમયથી વૈશ્વિક સ્તરના અગત્યના નેતા છે અને યુક્રેન યુદ્ધનો ઉકેલ લાવવા માટે અમેરિકા પાસે તેમના સાથે વાતચીત કરવી એ જ એકમાત્ર વિકલ્પ છે. એબીસી ન્યૂઝને આપેલા ઇન્ટરવ્યુમાં રૂબિયોએ જણાવ્યું કે પુતિન પાસે વિશાળ પરમાણુ શસ્ત્ર ભંડાર (અંદાજે 5,580) છે અને તેઓ વિશ્વના ટોચના નેતાઓમાં સામેલ છે. તેમણે એ પણ કહ્યું કે છેલ્લા 4-5 વર્ષથી પુતિન સતત વૈશ્વિક રાજકીય ચર્ચાના કેન્દ્રમાં છે. તેથી, શાંતિ સમજૂતી માટે તેમની સાથે મંત્રણા કરવી સહજ બાબત છે.

ચીન પર વધારાના ટેરિફ બાબતે રૂબિયોએ જણાવ્યું કે ચીન રશિયા પાસેથી ક્રૂડ તેલ ખરીદી તેને રિફાઇન કરીને ખાસ કરીને યુરોપિયન દેશોને એએફટી, પેટ્રોલ અને ડીઝલ રૂપે વેચે છે. જો વધારાના ટેરિફ લગાડવામાં આવે તો તેલના ભાવ વિશ્વભરમાં વધી શકે છે. સાથે તેમણે યાદ અપાવ્યું કે યુરોપ આજે પણ રશિયા પાસેથી કુદરતી ગેસ ખરીદે છે, જેને નિરીક્ષકો ‘અસ્પષ્ટ નીતિ’ કહી રહ્યા છે.

રૂબિયોએ એ પણ ઉલ્લેખ્યું કે 15મી ઓગસ્ટે આલાસ્કામાં ટ્રમ્પ અને પુતિન વચ્ચે યુક્રેન યુદ્ધનો ઉકેલ લાવવા માટે ત્રણ કલાકની ચર્ચા થઈ હતી, પરંતુ કોઈ નિષ્કર્ષ આવી શક્યો નહોતો. બેઠકમાં રશિયા તરફથી યુરી ઉશાકાવે અને વિદેશ મંત્રી સર્ગેઈ લાવારોવ હાજર હતા, જ્યારે અમેરિકાની તરફથી રૂબિયો અને ટ્રમ્પના વિશેષ દૂત સ્ટીવ વિટકોફ ઉપસ્થિત રહ્યા હતા.

 

The post પુતિન વિના યુક્રેન યુદ્ધનો ઉકેલ શક્ય નથી : ટ્રમ્પના વિદેશ મંત્રીનું નિવેદન appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/08/18/putin-trump-alaska-summit-ukraine-war/feed/ 0
પુતિન અને PM મોદીની ટેલિફોનિક ચર્ચા: અલાસ્કામાં ટ્રમ્પ સાથેની બેઠક અંગે ચર્ચા https://www.gujaratinside.com/2025/08/18/putin-modi-discuss-trump-meeting-alaska/ https://www.gujaratinside.com/2025/08/18/putin-modi-discuss-trump-meeting-alaska/#respond Mon, 18 Aug 2025 12:41:25 +0000 https://www.gujaratinside.com/?p=16604 તાજેતરમાં અલાસ્કામાં અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને રશિયાના પ્રમુખ વ્લાદિમીર પુતિનની મુલાકાત યોજાઈ હતી, જેમાં યુક્રેન યુદ્ધના શાંતિપૂર્ણ ઉકેલ અંગે ચર્ચા કરવામાં આવી હતી. આ બેઠક બાદ પુતિને ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે ટેલિફોનિક વાતચીત કરી હતી. બંને નેતાઓએ ટ્રમ્પ સાથે થયેલી ચર્ચા વિશે વિગતવાર ચર્ચા કરી. વડાપ્રધાન મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર જણાવ્યું...

The post પુતિન અને PM મોદીની ટેલિફોનિક ચર્ચા: અલાસ્કામાં ટ્રમ્પ સાથેની બેઠક અંગે ચર્ચા appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
તાજેતરમાં અલાસ્કામાં અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને રશિયાના પ્રમુખ વ્લાદિમીર પુતિનની મુલાકાત યોજાઈ હતી, જેમાં યુક્રેન યુદ્ધના શાંતિપૂર્ણ ઉકેલ અંગે ચર્ચા કરવામાં આવી હતી. આ બેઠક બાદ પુતિને ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે ટેલિફોનિક વાતચીત કરી હતી. બંને નેતાઓએ ટ્રમ્પ સાથે થયેલી ચર્ચા વિશે વિગતવાર ચર્ચા કરી. વડાપ્રધાન મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર જણાવ્યું હતું કે, “ભારત પહેલેથી જ યુક્રેન સંઘર્ષનો શાંતિપૂર્ણ ઉકેલ લાવવા હાંકલ કરી રહ્યું છે અને આ સંદર્ભમાં તમામ પ્રયાસોને અમારો ટેકો રહેશે.”

 

The post પુતિન અને PM મોદીની ટેલિફોનિક ચર્ચા: અલાસ્કામાં ટ્રમ્પ સાથેની બેઠક અંગે ચર્ચા appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/08/18/putin-modi-discuss-trump-meeting-alaska/feed/ 0
અમેરિકાનો નિર્ણય દુર્ભાગ્યપૂર્ણ: ભારત પોતાના હિતોની રક્ષા માટે કરશે કડક પગલાં – વિદેશ મંત્રાલય https://www.gujaratinside.com/2025/08/06/india-responds-trump-25-percent-tariff-russian-oil/ https://www.gujaratinside.com/2025/08/06/india-responds-trump-25-percent-tariff-russian-oil/#respond Wed, 06 Aug 2025 15:59:22 +0000 https://www.gujaratinside.com/?p=15951 અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ફરી એકવાર ભારત સામે આક્રમક પગલું લીધું છે. રશિયા પાસેથી ભારતની ક્રૂડ ઓઈલ ખરીદી મુદ્દે અસંતોષ વ્યક્ત કરતાં તેમણે બુધવારે સાંજે એક્ઝિક્યુટિવ ઓર્ડર પર હસ્તાક્ષર કરીને ભારત પર વધારાનો 25% ટેરિફ લાદ્યો છે. આ નવા પગલાં બાદ ભારત પર કુલ 50% ટેરિફ લાગુ થઈ ગયો છે. અમેરિકાના આ નિર્ણયને ભારતે “અન્યાયી”...

The post અમેરિકાનો નિર્ણય દુર્ભાગ્યપૂર્ણ: ભારત પોતાના હિતોની રક્ષા માટે કરશે કડક પગલાં – વિદેશ મંત્રાલય appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ફરી એકવાર ભારત સામે આક્રમક પગલું લીધું છે. રશિયા પાસેથી ભારતની ક્રૂડ ઓઈલ ખરીદી મુદ્દે અસંતોષ વ્યક્ત કરતાં તેમણે બુધવારે સાંજે એક્ઝિક્યુટિવ ઓર્ડર પર હસ્તાક્ષર કરીને ભારત પર વધારાનો 25% ટેરિફ લાદ્યો છે. આ નવા પગલાં બાદ ભારત પર કુલ 50% ટેરિફ લાગુ થઈ ગયો છે. અમેરિકાના આ નિર્ણયને ભારતે “અન્યાયી” અને “દુર્ભાગ્યપૂર્ણ” ગણાવ્યો છે.

MEAનું કડક નિવેદન: “ભારત કરશે રાષ્ટ્રીય હિતોની રક્ષા”

ભારતીય વિદેશ મંત્રાલયે અમેરિકાના આ પગલાને લઈને સત્તાવાર નિવેદન આપ્યું. પ્રવક્તા રણધીર જયસ્વાલે જણાવ્યું કે, “અમેરિકા દ્વારા તાજેતરમાં ભારતની તેલ આયાતને નિશાન બનાવવું અત્યંત દુર્ભાગ્યપૂર્ણ છે. અમારી આયાત બજારના પરિબળો અને 1.4 અબજ લોકોની ઊર્જા સુરક્ષા સુનિશ્ચિત કરવા માટેના હેતુઓ પર આધારિત છે.”

જયસ્વાલે વધુમાં કહ્યું કે, “આ પગલાં અન્યાયી અને ગેરવાજબી છે. ભારત તેના રાષ્ટ્રીય હિતોને સુરક્ષિત રાખવા માટે તમામ જરૂરી પગલાં લેશે.”

ભારતની સ્પષ્ટતા: ઊર્જા સુરક્ષામાં કોઈ સમાધાન નહીં

MEAએ ભારપૂર્વક જણાવ્યું કે ભારતે અગાઉ પણ અમેરિકાને પોતાની સ્થિતિ સ્પષ્ટ કરી છે. ભારતનું માનવું છે કે તે પોતાના ઊર્જા સ્રોતોને વૈવિધ્યપૂર્ણ રાખવા અને આંતરિક જરૂરિયાતોને પૂરી કરવા માટે તમામ વિકલ્પો ખોલી રાખશે.

વિદેશ મંત્રાલયે એ પણ કહ્યું કે, “આંતરરાષ્ટ્રીય સ્તરે ઘણા દેશો પોતાના રાષ્ટ્રીય હિતમાં નિર્ણયો લઈ રહ્યા છે. અમેરિકાનો આ નિર્ણય અન્યાયી છે અને ભારત તેનો યોગ્ય પ્રતિસાદ આપશે.”

તણાવમાં વધારો અને ભવિષ્યની અસર

ટ્રમ્પના આ નિર્ણયથી બંને દેશો વચ્ચેના વેપાર સંબંધોમાં વધુ તણાવ વધ્યો છે. વિશ્લેષકોના જણાવ્યા અનુસાર, આ વધારાના ટેરિફનો સીધો પ્રભાવ ભારતીય નિકાસ ઉદ્યોગો પર પડશે, જેમાં જ્વેલરી, ટેક્સટાઇલ, ફાર્મા અને ઇલેક્ટ્રોનિક્સ ક્ષેત્રનો સમાવેશ થાય છે. જો પરિસ્થિતિ આવી જ રહે તો તે ભારતની આર્થિક વૃદ્ધિ પર દબાણ વધારી શકે છે.

The post અમેરિકાનો નિર્ણય દુર્ભાગ્યપૂર્ણ: ભારત પોતાના હિતોની રક્ષા માટે કરશે કડક પગલાં – વિદેશ મંત્રાલય appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/08/06/india-responds-trump-25-percent-tariff-russian-oil/feed/ 0
રશિયન તેલની ખરીદી પર અમેરિકાનો કડક નિર્ણય: ભારત પર વધારાનો 25% ટેરિફ, કુલ ટેરિફ 50% સુધી પહોંચ્યો https://www.gujaratinside.com/2025/08/06/trump-25-percent-additional-tariff-on-india-over-russian-oil/ https://www.gujaratinside.com/2025/08/06/trump-25-percent-additional-tariff-on-india-over-russian-oil/#respond Wed, 06 Aug 2025 14:17:30 +0000 https://www.gujaratinside.com/?p=15948 અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ફરી એકવાર ભારત સામે આક્રમક વલણ અપનાવ્યું છે. બુધવારે સાંજે તેમણે એક્ઝિક્યુટિવ ઓર્ડર પર હસ્તાક્ષર કરીને ભારત પર વધારાના 25% ટેરિફ લાદવાની જાહેરાત કરી. આ સાથે અમેરિકાએ ભારત પર કુલ 50% ટેરિફ લાગુ કરવાની જાહેરાત કરી છે. વ્હાઇટ હાઉસ દ્વારા જાહેર કરવામાં આવેલા નિવેદન અનુસાર, આ પગલું ભારત દ્વારા રશિયન તેલની...

The post રશિયન તેલની ખરીદી પર અમેરિકાનો કડક નિર્ણય: ભારત પર વધારાનો 25% ટેરિફ, કુલ ટેરિફ 50% સુધી પહોંચ્યો appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ફરી એકવાર ભારત સામે આક્રમક વલણ અપનાવ્યું છે. બુધવારે સાંજે તેમણે એક્ઝિક્યુટિવ ઓર્ડર પર હસ્તાક્ષર કરીને ભારત પર વધારાના 25% ટેરિફ લાદવાની જાહેરાત કરી. આ સાથે અમેરિકાએ ભારત પર કુલ 50% ટેરિફ લાગુ કરવાની જાહેરાત કરી છે.

વ્હાઇટ હાઉસ દ્વારા જાહેર કરવામાં આવેલા નિવેદન અનુસાર, આ પગલું ભારત દ્વારા રશિયન તેલની સતત ખરીદીના જવાબમાં લેવામાં આવ્યું છે. અમેરિકાએ આરોપ મૂક્યો છે કે ભારત રશિયન ક્રૂડ ઓઇલ ખરીદીને વૈશ્વિક બજારમાં શુદ્ધ ઉત્પાદનો તરીકે વેચે છે, જેનાથી રશિયાની યુદ્ધ મશીનરીને ફંડિંગ મળે છે.

ટ્રમ્પે સ્પષ્ટ ચેતવણી આપી છે કે જો ભારત તેની નીતિમાં ફેરફાર નહીં કરે તો આવનારા દિવસોમાં વધુ કડક પગલાં લેવામાં આવશે. તેમણે કહ્યું, “કોઈપણ દેશ જે રશિયાની યુદ્ધ મશીનરીને ફંડ આપે છે, તેને પરિણામો ભોગવવા પડશે.”

ભારતનો પ્રતિસાદ અને તણાવમાં વધારો

ભારત સરકારે અમેરિકાના આ પગલાને “અન્યાયી અને અયોગ્ય” ગણાવી કડક પ્રતિક્રિયા આપી છે. ભારતે પુનરાવર્તન કર્યું કે તે પોતાની ઊર્જા સુરક્ષા અને રાષ્ટ્રીય હિતોને ધ્યાનમાં રાખીને નિર્ણયો લે છે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ‘મેક ઇન ઇન્ડિયા’ પહેલને આગળ ધપાવવાની પ્રતિબદ્ધતા દર્શાવી અને કહ્યું કે ભારત વૈશ્વિક દબાણ છતાં પોતાના હિત માટે નીતિઓમાં સ્વતંત્રતા જાળવશે.

અર્થતંત્ર પર અસર

આ વધારાના ટેરિફને કારણે ભારતીય નિકાસ ક્ષેત્રોમાં તણાવ વધી રહ્યો છે. નિષ્ણાતોના જણાવ્યા અનુસાર, જ્વેલરી, ટેક્સટાઇલ, ફાર્મા અને ઇલેક્ટ્રોનિક્સ જેવા ક્ષેત્રો પર સૌથી વધુ અસર પડશે. જો ટેરિફ લાંબા સમય સુધી ચાલુ રહેશે તો તે ભારતના GDP વૃદ્ધિ દર પર નકારાત્મક અસર કરી શકે છે.

સાથે જ યુ.એસ. દ્વારા સંકેત આપવામાં આવ્યો છે કે જો ભારત રશિયન તેલ ખરીદી ચાલુ રાખશે તો વધુ ઊંચા ટેરિફ સહિત અન્ય આર્થિક પ્રતિબંધો લાગુ થઈ શકે છે. આ પરિસ્થિતિ બંને દેશો વચ્ચેના વેપાર સંબંધોમાં નવા તણાવનું કારણ બની રહી છે.

 

The post રશિયન તેલની ખરીદી પર અમેરિકાનો કડક નિર્ણય: ભારત પર વધારાનો 25% ટેરિફ, કુલ ટેરિફ 50% સુધી પહોંચ્યો appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/08/06/trump-25-percent-additional-tariff-on-india-over-russian-oil/feed/ 0
ટ્રમ્પનો મોટો દાવો: ‘મારા હસ્તક્ષેપથી ભારત-પાકિસ્તાન યુદ્ધ ટળ્યું, 5 ફાઇટર જેટ્સ તોડી પાડવામાં આવ્યા’ https://www.gujaratinside.com/2025/07/19/my-intervention-prevented-indo-pak-war-5-fighter-jets-were-shot-down/ https://www.gujaratinside.com/2025/07/19/my-intervention-prevented-indo-pak-war-5-fighter-jets-were-shot-down/#respond Sat, 19 Jul 2025 12:59:23 +0000 https://www.gujaratinside.com/?p=14898 અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ભારત અને પાકિસ્તાન વચ્ચેના તણાવ અંગે કરેલા દાવા સાથે ચર્ચામાં આવ્યા છે. વ્હાઇટ હાઉસમાં રિપબ્લિકન સાંસદો સાથે ડિનર દરમિયાન તેમણે જણાવ્યું હતું કે તેમણે ભારત-પાકિસ્તાન સંઘર્ષ દરમિયાન હસ્તક્ષેપ કર્યો હતો અને જેના પરિણામે એક મોટું યુદ્ધ ટળી ગયું હતું. ટ્રમ્પનો દાવો: “ફાઈટર જેટ્સ તોડી પાડાયા, તણાવ હદે પહોંચી ગયો...

The post ટ્રમ્પનો મોટો દાવો: ‘મારા હસ્તક્ષેપથી ભારત-પાકિસ્તાન યુદ્ધ ટળ્યું, 5 ફાઇટર જેટ્સ તોડી પાડવામાં આવ્યા’ appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ભારત અને પાકિસ્તાન વચ્ચેના તણાવ અંગે કરેલા દાવા સાથે ચર્ચામાં આવ્યા છે. વ્હાઇટ હાઉસમાં રિપબ્લિકન સાંસદો સાથે ડિનર દરમિયાન તેમણે જણાવ્યું હતું કે તેમણે ભારત-પાકિસ્તાન સંઘર્ષ દરમિયાન હસ્તક્ષેપ કર્યો હતો અને જેના પરિણામે એક મોટું યુદ્ધ ટળી ગયું હતું.

ટ્રમ્પનો દાવો: “ફાઈટર જેટ્સ તોડી પાડાયા, તણાવ હદે પહોંચી ગયો હતો”

ટ્રમ્પે જણાવ્યું કે, “પહલગામ હુમલાના જવાબમાં ભારતે ‘ઓપરેશન સિંદૂર’ શરૂ કર્યું હતું. પરિસ્થિતિ ખૂબ જ ગંભીર બની ગઈ હતી. બંને દેશો પાસે પરમાણુ શસ્ત્રો હતા અને લડાઈના એ તબક્કે લગભગ પાંચ ફાઈટર જેટ્સ તોડી પાડવામાં આવ્યા હતા.”  તેમણે દાવો કર્યો કે તેમની દખલથી સ્થિતિ સંભાળી શકાઈ હતી. ટ્રમ્પે કહ્યું, “મેં ઘણા મોટા યુદ્ધોને રોકવામાં ભૂમિકા ભજવી છે, અને ભારત-પાકિસ્તાન વચ્ચે પણ એવી જ સ્થિતિ સર્જાઈ હતી. જો મારી દખલઅંદાજી ન હોત, તો શક્ય છે કે પરમાણુ સંઘર્ષ થઈ ગયો હોત.”

“અમે વેપાર દ્વારા દબાણ બનાવ્યું”

ડોનાલ્ડ ટ્રમ્પે વધુમાં કહ્યું કે, તેમણે વેપારના દબાણ દ્વારા બંને દેશોને સંયમ રાખવા મજબૂર કર્યા હતા. “અમે કહ્યું કે જો તમે શસ્ત્રો (અથવા પરમાણુ શસ્ત્રો)નો ઉપયોગ કરશો તો અમે કોઈ વેપાર કરાર નહીં કરીએ” એમ ટ્રમ્પે ઉમેર્યું.

ભારતે તોડી પાડ્યા અનેક પાકિસ્તાની ફાઈટર જેટ્સ

ટ્રમ્પના દાવાની સમર્થનરૂપ ભારત તરફથી 10 મેના રોજ એર માર્શલ એ. કે. ભારતીએ જણાવ્યું હતું કે ભારતે પાકિસ્તાનના ઘણા હાઈ-ટેક ફાઈટર જેટ્સ તોડી પાડ્યા છે, જોકે ચોક્કસ સંખ્યા જાહેર કરવામાં નહોતી આવી. બીજી તરફ પાકિસ્તાને ભારતીય દાવાઓ નકારી કાઢ્યા હતા અને કહ્યું હતું કે માત્ર એક પાકિસ્તાની વિમાનને નુકસાન થયું છે. પાકિસ્તાનનો દાવો છે કે તેમણે ભારતીય વાયુસેના (IAF)ના રાફેલ સહિત છ વિમાનોને તોડી પાડ્યા છે.

CDS જનરલ અનિલ ચૌહાણનુ નિવેદન

ભારતના ચીફ ઑફ ડિફેન્સ સ્ટાફ (CDS) જનરલ અનિલ ચૌહાણે પાકિસ્તાનના દાવાને ફગાવી દીધો હતો. તેમણે કહ્યું કે, “હા, કેટલાક ફાઈટર પ્લેન તોડી પાડવામાં આવ્યા હતા, પણ તેમની સંખ્યા મહત્વપૂર્ણ નથી. મહત્વનું એ છે કે કઈ ભૂલના કારણે એવું થયું અને ભારતે ત્યારબાદ તે ભૂલોને ઝડપથી સુધારી હતી.” તેમણે ઉમેર્યું કે, “પરિસ્થિતિનો યોગ્ય અને તત્કાલ જવાબ આપવો ભારતીય સશસ્ત્ર દળોની ક્ષમતા દર્શાવે છે.”

ટ્રમ્પના દાવા ફરી એકવાર આંતરરાષ્ટ્રીય રાજકારણ અને દક્ષિણ એશિયા પર તેના દબાણ અંગે ચર્ચા ઉભી કરી રહ્યાં છે. તેમની વાતો ઘણીવાર વિવાદાસ્પદ રહી છે, પરંતુ તેમની ભાષામાં ભારત-પાકિસ્તાન વચ્ચેના તણાવનું ગંભીરતાપૂર્વકનું વર્ણન ચોક્કસપણે ચિંતાજનક છે.

The post ટ્રમ્પનો મોટો દાવો: ‘મારા હસ્તક્ષેપથી ભારત-પાકિસ્તાન યુદ્ધ ટળ્યું, 5 ફાઇટર જેટ્સ તોડી પાડવામાં આવ્યા’ appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/07/19/my-intervention-prevented-indo-pak-war-5-fighter-jets-were-shot-down/feed/ 0
ઈલોન મસ્કનો ડોનાલ્ડ ટ્રમ્પને સીધો પડકાર, નવી રાજકીય ‘અમેરિકા પાર્ટી’ની કરી સ્થાપના https://www.gujaratinside.com/2025/07/06/elon-musk-directly-challenges-donald-trump-establishes-new-political-america-party/ https://www.gujaratinside.com/2025/07/06/elon-musk-directly-challenges-donald-trump-establishes-new-political-america-party/#respond Sun, 06 Jul 2025 06:02:36 +0000 https://www.gujaratinside.com/?p=14627 249મા સ્વતંત્રતા દિવસની ઊજવણી દરમિયાન અમેરિકાના રાજકારણમાં ભારે હલચલ સર્જાઈ અમેરિકાના 249મા સ્વતંત્રતા દિવસ નિમિત્તે પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે એક નવો કાયદો  ‘વન બિગ બ્યુટીફુલ લૉ’ અમલમાં મૂક્યો છે. પરંતુ આ દરમિયાન વિશ્વવિખ્યાત ઉદ્યોગપતિ અને ટેસ્લાના સીઈઓ ઈલોન મસ્કે એક મહત્વપૂર્ણ રાજકીય પગલું ભર્યું છે. ઈલોન મસ્કે X પર જાહેરાત કરીને ‘અમેરિકા પાર્ટી’ નામે એક...

The post ઈલોન મસ્કનો ડોનાલ્ડ ટ્રમ્પને સીધો પડકાર, નવી રાજકીય ‘અમેરિકા પાર્ટી’ની કરી સ્થાપના appeared first on Gujarat Inside - Latest News Today.

]]>

249મા સ્વતંત્રતા દિવસની ઊજવણી દરમિયાન અમેરિકાના રાજકારણમાં ભારે હલચલ સર્જાઈ

અમેરિકાના 249મા સ્વતંત્રતા દિવસ નિમિત્તે પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે એક નવો કાયદો  ‘વન બિગ બ્યુટીફુલ લૉ’ અમલમાં મૂક્યો છે. પરંતુ આ દરમિયાન વિશ્વવિખ્યાત ઉદ્યોગપતિ અને ટેસ્લાના સીઈઓ ઈલોન મસ્કે એક મહત્વપૂર્ણ રાજકીય પગલું ભર્યું છે.

ઈલોન મસ્કે X પર જાહેરાત કરીને ‘અમેરિકા પાર્ટી’ નામે એક નવા રાજકીય પક્ષની સ્થાપના કરી. આ ઘોષણાએ અમેરિકન રાજકારણમાં ધમાકો કર્યો છે અને મસ્કે હાલની બે મુખ્ય રાજકીય પાર્ટીઓ વિરુદ્ધ મજબૂત પડકાર ફેંક્યો છે.

મસ્કે કહ્યું – “અમે તમને તમારી સ્વતંત્રતા પાછી આપવા માટે આવ્યા છીએ”

ઈલોન મસ્કે જણાવ્યું હતું કે ‘અમેરિકા પાર્ટી’નો ઉદ્દેશ લોકશાહીને એકમાત્ર પાર્ટી સિસ્ટમમાંથી મુક્ત કરવાનો છે. મસ્કે પોતાની પોસ્ટમાં તાજેતરના એક સર્વેનો ઉલ્લેખ કરતા જણાવ્યું કે, “જાહેર મત અનુસાર 2:1 ના રેશિયોથી લોકો એક નવા રાજકીય વિકલ્પની માગ કરી રહ્યા છે. હવે એ વિકલ્પ હાજર છે.”

પોતાની જાહેરાતમાં મસ્કે વર્તમાન રાજકીય વ્યવસ્થાની ટીકા કરી અને કહ્યું, ‘જ્યારે આપણા દેશને કચરો અને ભ્રષ્ટાચારથી નાદાર કરવાની વાત આવે છે, ત્યારે આપણે લોકશાહીમાં નહીં, પણ એક-પક્ષીય વ્યવસ્થામાં જીવતા હોય તેવું સ્પષ્ટ દેખાય છે.’ અમેરિકા પાર્ટીની રચના તમારી ખોવાયેલી સ્વતંત્રતા પાછી લાવવા માટે કરવામાં આવી છે.

ટ્રમ્પને સીધો પડકાર

મસ્કના આ પગલાને રાજકીય વિશ્લેષકો ટ્રમ્પ માટે સીધો પડકાર માની રહ્યા છે. હાલના પરિસ્થિતિમાં જ્યારે ટ્રમ્પ 2024ની ચૂંટણી માટે ફરીથી મોખરે નજરે પડે છે, ત્યારે મસ્કનો રાજકીય પ્રવેશ નવા સમીકરણો સર્જી શકે છે.

હવે જોવું રહ્યું કે ઈલોન મસ્કની નવી રાજકીય ‘અમેરિકા પાર્ટી’ આવનારી ચૂંટણીમાં કેટલો ફેરફાર લાવે છે.

The post ઈલોન મસ્કનો ડોનાલ્ડ ટ્રમ્પને સીધો પડકાર, નવી રાજકીય ‘અમેરિકા પાર્ટી’ની કરી સ્થાપના appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/07/06/elon-musk-directly-challenges-donald-trump-establishes-new-political-america-party/feed/ 0
ભ્રષ્ટાચારના કેસમાં નેતન્યાહૂને ઇઝરાયલી કોર્ટની મોટી રાહત https://www.gujaratinside.com/2025/06/30/israeli-court-gives-netanyahu-major-relief-in-corruption-case/ https://www.gujaratinside.com/2025/06/30/israeli-court-gives-netanyahu-major-relief-in-corruption-case/#respond Mon, 30 Jun 2025 08:14:23 +0000 https://www.gujaratinside.com/?p=14532 લાંબા સમયથી હમાસ અને ઈરાન સામે યુદ્ધ લડી રહેલા ઇઝરાયલના વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહૂને મોટી રાહત મળી છે. જેરુસલેમ ડિસ્ટ્રિક્ટ કોર્ટે તેમને ભ્રષ્ટાચારના કેસમાં તાત્કાલિક રાહત આપી છે. રવિવારે, કોર્ટે 4 વર્ષથી ચાલતા તેમના ભ્રષ્ટાચારના કેસની સુનાવણી આગામી બે અઠવાડિયા માટે મુલતવી રાખી હતી. શું છે કેસ? નેતન્યાહૂ વિરુદ્ધ 2019 થી લાંચ, છેતરપિંડી અને વિશ્વાસઘાતના...

The post ભ્રષ્ટાચારના કેસમાં નેતન્યાહૂને ઇઝરાયલી કોર્ટની મોટી રાહત appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
લાંબા સમયથી હમાસ અને ઈરાન સામે યુદ્ધ લડી રહેલા ઇઝરાયલના વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહૂને મોટી રાહત મળી છે. જેરુસલેમ ડિસ્ટ્રિક્ટ કોર્ટે તેમને ભ્રષ્ટાચારના કેસમાં તાત્કાલિક રાહત આપી છે. રવિવારે, કોર્ટે 4 વર્ષથી ચાલતા તેમના ભ્રષ્ટાચારના કેસની સુનાવણી આગામી બે અઠવાડિયા માટે મુલતવી રાખી હતી.

શું છે કેસ?

નેતન્યાહૂ વિરુદ્ધ 2019 થી લાંચ, છેતરપિંડી અને વિશ્વાસઘાતના કેસ ચાલી રહ્યા છે. સરકારી એજન્સીઓ દ્વારા તપાસ બાદ, આ કેસની સુનાવણી હવે 2020 થી કોર્ટમાં થઈ રહી છે. શુક્રવારે નેતન્યાહૂના વકીલોએ કોર્ટને અપીલ કરી હતી કે ગાઝા યુદ્ધ અને તાજેતરમાં ઈરાન સાથે પૂર્ણ થયેલા 12 દિવસના યુદ્ધને કારણે સર્જાયેલી પરિસ્થિતિ વચ્ચે નેતન્યાહૂની હાજરી બે અઠવાડિયા માટે મુલતવી રાખવામાં આવે.

કોર્ટે શું આદેશ આપ્યો?

જેરુસલેમ ડિસ્ટ્રિક્ટ કોર્ટે નેતન્યાહૂના વકીલોની અરજી સ્વીકારી, જેમાં તેમણે રાષ્ટ્રીય સુરક્ષા અને રાજદ્વારી મુદ્દાઓને ટાંકીને સુનાવણી મુલતવી રાખવાની માંગ કરી હતી. જે અગાઉ કોર્ટે ફગાવી દીધી હતી. પરંતુ ટ્રમ્પના જાહેર નિવેદન અને ઇઝરાયલી ગુપ્તચર એજન્સીઓના વડાઓની જુબાની પછી, કોર્ટે પોતાનું વલણ બદલ્યું. કોર્ટે કહ્યું કે, ‘વડાપ્રધાન નેતન્યાહૂના ટાઈમટેબલ અને રાષ્ટ્રીય હિતોને ધ્યાનમાં રાખીને આ અઠવાડિયાની સુનાવણી રદ કરવામાં આવે છે.’ આ સુનાવણી મુલતવી રહેવાથી નેતન્યાહૂ માટે કામચલાઉ રાહત છે, કારણ કે તેમની ઊલટતપાસ 3 જૂનથી શરૂ થઈ હતી અને આગામી એક વર્ષ સુધી ચાલુ રહેવાની શક્યતા છે.

ભ્રષ્ટાચારના કેસમાં ડોનાલ્ડ ટ્રમ્પે આપી પ્રતિક્રિયા 

અગાઉ, ડોનાલ્ડ ટ્રમ્પે ટ્રુથ સોશિયલ પર નેતન્યાહૂ વિરુદ્ધ ચાલી રહેલા ભ્રષ્ટાચારના કેસની આકરી ટીકા કરી હતી અને તેને રાજકીય ષડયંત્ર ગણાવ્યું હતું. ટ્રમ્પે લખ્યું હતું કે, ‘ઇઝરાયલમાં નેતન્યાહૂ સાથે જે થઈ રહ્યું છે તે અત્યંત શરમજનક છે. તેઓ એક યુદ્ધ નાયક છે અને તેમણે ઈરાનના ખતરનાક પરમાણુ ખતરાને દૂર કરવા માટે અમેરિકા સાથે મળીને ઉત્તમ કામ કર્યું છે.’

The post ભ્રષ્ટાચારના કેસમાં નેતન્યાહૂને ઇઝરાયલી કોર્ટની મોટી રાહત appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/06/30/israeli-court-gives-netanyahu-major-relief-in-corruption-case/feed/ 0