US Economy Archives - Gujarat Inside - Latest News Today https://www.gujaratinside.com/tag/us-economy/ Latest News: Today’s News, Top News Headlines, Breaking News India, World News, Entertainment News, Sports News | Latest News Today | Gujarat Inside Sat, 16 Aug 2025 15:50:33 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.9.4 https://www.gujaratinside.com/wp-content/uploads/2025/06/cropped-GUJARAT-32x32.png US Economy Archives - Gujarat Inside - Latest News Today https://www.gujaratinside.com/tag/us-economy/ 32 32 ટ્રમ્પનું દ્વિચરિત્રઃ રશિયા પર ટેરિફનો દબાણ અને પાછળથી વધી રહેલો વેપાર https://www.gujaratinside.com/2025/08/16/trump-russia-trade-controversy-double-standards/ https://www.gujaratinside.com/2025/08/16/trump-russia-trade-controversy-double-standards/#respond Sat, 16 Aug 2025 15:49:03 +0000 https://www.gujaratinside.com/?p=16479 અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનની અલાસ્કામાં થયેલી બેઠક બાદ ચોંકાવનારી હકીકત બહાર આવી છે. બેઠક દરમિયાન ટ્રેડ ડીલ અને યુક્રેન યુદ્ધના સીઝફાયર પર કોઈ સમજૂતી થઈ નહીં, પરંતુ મીડિયા સાથે વાતચીતમાં પુતિને જણાવ્યું કે ટ્રમ્પ સત્તામાં આવ્યા પછી અમેરિકા અને રશિયા વચ્ચે દ્વિપક્ષીય વેપારમાં નોંધપાત્ર વધારો થયો છે. પુતિનના જણાવ્યા મુજબ...

The post ટ્રમ્પનું દ્વિચરિત્રઃ રશિયા પર ટેરિફનો દબાણ અને પાછળથી વધી રહેલો વેપાર appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનની અલાસ્કામાં થયેલી બેઠક બાદ ચોંકાવનારી હકીકત બહાર આવી છે. બેઠક દરમિયાન ટ્રેડ ડીલ અને યુક્રેન યુદ્ધના સીઝફાયર પર કોઈ સમજૂતી થઈ નહીં, પરંતુ મીડિયા સાથે વાતચીતમાં પુતિને જણાવ્યું કે ટ્રમ્પ સત્તામાં આવ્યા પછી અમેરિકા અને રશિયા વચ્ચે દ્વિપક્ષીય વેપારમાં નોંધપાત્ર વધારો થયો છે. પુતિનના જણાવ્યા મુજબ આ સમયગાળા દરમિયાન વેપારમાં 20%નો વધારો નોંધાયો છે, જે દર્શાવે છે કે બંને દેશો વચ્ચે રોકાણ અને સહકારની શક્યતાઓ ઘણી મોટી છે.

અહીં સવાલ એ ઊભો થાય છે કે જ્યારે ટ્રમ્પ અન્ય દેશો પર રશિયા સાથે વેપાર ન કરવા દબાણ કરી રહ્યા છે, ત્યારે તેઓ પોતે કેમ વેપાર કરી રહ્યા છે? હકીકત એ છે કે અમેરિકા રશિયા પર કેટલીક મહત્વપૂર્ણ વસ્તુઓ માટે નિર્ભર છે. જો અમેરિકા રશિયા સાથે વેપાર બંધ કરે, તો તેની અર્થવ્યવસ્થાને ગંભીર અસર થશે.

અમેરિકા રશિયાથી આયાત કરતી મુખ્ય વસ્તુઓ

  • ખાતર (Fertilizers): યુએસ સેન્સસ બ્યુરોના આંકડા મુજબ, અમેરિકાએ આ વર્ષે $927 મિલિયનના મૂલ્યના ખાતરની આયાત કરી છે. તેમાં યુરિયા, યુએએન (યુરિયા એમોનિયમ નાઈટ્રેટ) અને પોટેશિયમ ક્લોરાઇડ જેવા રસાયણિક ખાતરોનો સમાવેશ થાય છે.

  • પેલેડિયમ (Palladium): આ ધાતુ ઇલેક્ટ્રોનિક્સ અને કારના કેટાલિટિક કન્વર્ટરમાં ઉપયોગ થાય છે. 2024 માં $878 મિલિયન અને 2025 માં $594 મિલિયનની આયાત થઈ છે.

  • યુરેનિયમ અને પ્લુટોનિયમ: અમેરિકા રશિયાથી પરમાણુ ઉર્જા માટેના આ ઘટકોની આયાત કરે છે, જેની કિંમત $755 મિલિયન જેટલી છે.

આ હકીકતથી સ્પષ્ટ થાય છે કે ટ્રમ્પ સરકાર રશિયા સાથે વેપારિક સંબંધો જાળવી રાખવા મજબૂર છે, કારણ કે આ વસ્તુઓનો અભાવ અમેરિકન અર્થવ્યવસ્થાને મોટું નુકસાન પહોંચાડી શકે છે.

The post ટ્રમ્પનું દ્વિચરિત્રઃ રશિયા પર ટેરિફનો દબાણ અને પાછળથી વધી રહેલો વેપાર appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/08/16/trump-russia-trade-controversy-double-standards/feed/ 0
અમેરિકા પર 37 ટ્રિલિયન ડોલરનું રાષ્ટ્રીય દેવું: દર પાંચ મહિને 1 ટ્રિલિયન ડોલરનો વધારો, વૈશ્વિક અર્થતંત્ર માટે ચિંતાનું કારણ https://www.gujaratinside.com/2025/08/14/us-national-debt-crosses-37-trillion/ https://www.gujaratinside.com/2025/08/14/us-national-debt-crosses-37-trillion/#respond Thu, 14 Aug 2025 03:11:08 +0000 https://www.gujaratinside.com/?p=16155 વિશ્વનું સૌથી મોટું અર્થતંત્ર માનવામાં આવતું અમેરિકા હાલ રેકોર્ડ સ્તરના દેવામાં સપડાયું છે. અમેરિકાના ટ્રેઝરી ડિપાર્ટમેન્ટના તાજેતરના રિપોર્ટ અનુસાર, દેશનું કુલ રાષ્ટ્રીય દેવું હવે 37 ટ્રિલિયન ડોલર સુધી પહોંચી ગયું છે. ચિંતાજનક બાબત એ છે કે, હવે દર પાંચ મહિને લગભગ 1 ટ્રિલિયન ડોલર જેટલું દેવું વધતું જાય છે. જાન્યુઆરી 2024માં અમેરિકાનું દેવું 34 ટ્રિલિયન...

The post અમેરિકા પર 37 ટ્રિલિયન ડોલરનું રાષ્ટ્રીય દેવું: દર પાંચ મહિને 1 ટ્રિલિયન ડોલરનો વધારો, વૈશ્વિક અર્થતંત્ર માટે ચિંતાનું કારણ appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
વિશ્વનું સૌથી મોટું અર્થતંત્ર માનવામાં આવતું અમેરિકા હાલ રેકોર્ડ સ્તરના દેવામાં સપડાયું છે. અમેરિકાના ટ્રેઝરી ડિપાર્ટમેન્ટના તાજેતરના રિપોર્ટ અનુસાર, દેશનું કુલ રાષ્ટ્રીય દેવું હવે 37 ટ્રિલિયન ડોલર સુધી પહોંચી ગયું છે. ચિંતાજનક બાબત એ છે કે, હવે દર પાંચ મહિને લગભગ 1 ટ્રિલિયન ડોલર જેટલું દેવું વધતું જાય છે.

જાન્યુઆરી 2024માં અમેરિકાનું દેવું 34 ટ્રિલિયન ડોલર હતું, જે જુલાઈ 2024માં વધીને 35 ટ્રિલિયન અને નવેમ્બર 2024 સુધીમાં 36 ટ્રિલિયન ડોલર સુધી પહોંચી ગયું હતું. તાજેતરમાં આ આંકડો 37 ટ્રિલિયનને પાર કરી ગયો છે, જે અગાઉના અંદાજો કરતા ઘણી વખત ઝડપથી વધ્યું છે.

વિશેષ નિષ્ણાતોનું માનવું છે કે આ વધારાના માટે મુખ્યત્વે કોવિડ-19 મહામારી અને સરકારના ઉંચા ખર્ચ જવાબદાર છે. ટ્રમ્પના કાર્યકાળ દરમિયાન ટેક્સ ઘટાડો અને વધારાના ખર્ચની મંજુરીથી આ દેવામાં નોંધપાત્ર વધારો થયો હતો. ત્યારબાદ બાઇડેન સરકારના રાહત પેકેજો અને ફાઇનાન્સિયલ સહાયથી પણ રાષ્ટ્રીય ખર્ચ વધુ વધ્યો.

કોંગ્રેસના બજેટ કાર્યાલયના અનુમાન મુજબ, માત્ર ટ્રમ્પના સમયના નીતિગત ફેરફારોના કારણે જ આગામી દાયકામાં લગભગ 4.1 ટ્રિલિયન ડોલરનું વધારे દેવું આવી શકે છે.

આ કારણે ફેડરલ રિઝર્વ પર વ્યાજદર વધારવાનો દબાણ પણ વધે છે, જેના પરિણામે લોન મોંઘી થાય છે અને ખાનગી ક્ષેત્રમાં રોકાણ ઘટે છે. એ અર્થતંત્ર માટે લાંબા ગાળે હાનિકારક સાબિત થઈ શકે છે.

The post અમેરિકા પર 37 ટ્રિલિયન ડોલરનું રાષ્ટ્રીય દેવું: દર પાંચ મહિને 1 ટ્રિલિયન ડોલરનો વધારો, વૈશ્વિક અર્થતંત્ર માટે ચિંતાનું કારણ appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/08/14/us-national-debt-crosses-37-trillion/feed/ 0
ટેરિફ હટાવાશે તો આવશે 1929 જેવી મહામંદી: ટ્રમ્પે અમેરિકન કોર્ટને આપી ચેતવણી https://www.gujaratinside.com/2025/08/08/trump-warns-us-court-over-tariff-removal-ieepa-depression-threat/ https://www.gujaratinside.com/2025/08/08/trump-warns-us-court-over-tariff-removal-ieepa-depression-threat/#respond Fri, 08 Aug 2025 18:26:26 +0000 https://www.gujaratinside.com/?p=16069 અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે શુક્રવારે અમેરિકન કોર્ટને ચેતવણી આપી કે જો ટેરિફ મુદ્દે તેમના ઈકોનોમિક અધિકારોને નબળા પાડવામાં આવશે, તો તે દેશને 1929 જેવી ભયાનક મહામંદી તરફ દોરી શકે છે. ટ્રમ્પે જણાવ્યું કે ‘ઇન્ટરનેશનલ ઇમરજન્સી ઇકોનોમિક પાવર્સ એક્ટ’ (IEEPA) હેઠળ તેમણે વિદેશી વેપારમાં અમેરિકા હિતમાં કેટલાંય નિર્ણયો લીધા છે અને તેની અસર ખૂબ જ સકારાત્મક...

The post ટેરિફ હટાવાશે તો આવશે 1929 જેવી મહામંદી: ટ્રમ્પે અમેરિકન કોર્ટને આપી ચેતવણી appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે શુક્રવારે અમેરિકન કોર્ટને ચેતવણી આપી કે જો ટેરિફ મુદ્દે તેમના ઈકોનોમિક અધિકારોને નબળા પાડવામાં આવશે, તો તે દેશને 1929 જેવી ભયાનક મહામંદી તરફ દોરી શકે છે. ટ્રમ્પે જણાવ્યું કે ‘ઇન્ટરનેશનલ ઇમરજન્સી ઇકોનોમિક પાવર્સ એક્ટ’ (IEEPA) હેઠળ તેમણે વિદેશી વેપારમાં અમેરિકા હિતમાં કેટલાંય નિર્ણયો લીધા છે અને તેની અસર ખૂબ જ સકારાત્મક રહી છે.

ટ્રમ્પે Truth Social પર લખ્યું કે ટેરિફના કારણે શેરબજારમાં સતત નવી ઊંચાઈ જોવા મળી રહી છે અને ખજાનામાં પણ સદંતર અબજો ડોલર ઉમેરાઈ રહ્યા છે. તેમણે કોર્ટને ચેતવણી આપી કે જો IEEPAના ઉપયોગ અંગે કોઈ પ્રતિબંધ લગાવવામાં આવે, તો અર્થતંત્ર નાશ પામશે અને દેશ 1929 જેવી ગંભીર સ્થિતીમાં ફસાઈ જશે, જ્યાંથી બહાર નીકળવું મુશ્કેલ થશે.

IEEPA અમેરિકન રાષ્ટ્રપતિને આર્થિક વ્યવહારો પર વિશેષ અધિકાર આપે છે. ટ્રમ્પે આ કાયદાનો ઉપયોગ કરીને ભારત સહિત અનેક દેશો પર ટેરિફ લાદ્યો હતો. હાલ આ કાયદાની મર્યાદાઓ અંગે કાનૂની તપાસ ચાલી રહી છે. કેટલાંક નિષ્ણાતો માને છે કે ટ્રમ્પે આ કાયદાનો ઉપયોગ વેપાર નીતિ માટે કરીને તેના મૂળ હેતુને બગાડ્યો છે.

ટ્રમ્પના આ નિવેદન પાછળનું કારણ એ પણ છે કે તેમણે રાષ્ટ્રીય સુરક્ષાના હવાલાથી અનેકવાર વેપાર પ્રતિબંધો લાદ્યા છે. પરંતુ હવે કોર્ટ આ અધિકારોને ચુંપવી શકે છે, જેના કારણે ટ્રમ્પ ચિંતિત દેખાઈ રહ્યા છે.

1929માં આવેલી મહામંદી મોર્ડન ઇતિહાસની સૌથી ભારે આર્થિક મંદી હતી, જેમાં શેરબજાર ધરાશાયી થયો, બેંકો તૂટી પડી, કરોડો લોકો બેરોજગાર બન્યા અને વૈશ્વિક વેપાર ઘસડી ગયો. ટ્રમ્પે કોર્ટને ચેતવ્યું કે આવો જ સંકટ ફરી ઊભું થઈ શકે છે જો તે IEEPAના ઉપયોગને નાબૂદ કરશે.

The post ટેરિફ હટાવાશે તો આવશે 1929 જેવી મહામંદી: ટ્રમ્પે અમેરિકન કોર્ટને આપી ચેતવણી appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/08/08/trump-warns-us-court-over-tariff-removal-ieepa-depression-threat/feed/ 0