Uttarakhand Floods Archives - Gujarat Inside - Latest News Today https://www.gujaratinside.com/tag/uttarakhand-floods/ Latest News: Today’s News, Top News Headlines, Breaking News India, World News, Entertainment News, Sports News | Latest News Today | Gujarat Inside Fri, 19 Sep 2025 04:13:59 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.9.4 https://www.gujaratinside.com/wp-content/uploads/2025/06/cropped-GUJARAT-32x32.png Uttarakhand Floods Archives - Gujarat Inside - Latest News Today https://www.gujaratinside.com/tag/uttarakhand-floods/ 32 32 ચમોલી વાદળફાટ અને ભૂસ્ખલન: બેના મોત, છ લોકો હજુ ગુમ, રેસ્ક્યૂ ઓપરેશન ચાલુ https://www.gujaratinside.com/2025/09/19/chamoli-cloudburst-landslide-two-dead-six-missing/ https://www.gujaratinside.com/2025/09/19/chamoli-cloudburst-landslide-two-dead-six-missing/#respond Fri, 19 Sep 2025 04:13:59 +0000 https://www.gujaratinside.com/?p=19577 ઉત્તરાખંડના ચમોલી જિલ્લામાં ભારે વરસાદ અને વાદળફાટ બાદ પરિસ્થિતિ ગંભીર બની છે. સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર (SEOC)ના તાજેતરના અહેવાલ અનુસાર, આ કુદરતી આફતમાં આશરે 45 ઘરો અને 15 પશુવાડા પૂરેપૂરા નાશ પામ્યા છે. કુંત્રી લગા ફલી ગામમાં કાટમાળ નીચે દટાયેલા ચાર લોકોને જીવતા બહાર કાઢવામાં આવ્યા છે, જ્યારે ધુરમા ગામમાંથી એક વ્યક્તિને સુરક્ષિત બહાર લાવવામાં...

The post ચમોલી વાદળફાટ અને ભૂસ્ખલન: બેના મોત, છ લોકો હજુ ગુમ, રેસ્ક્યૂ ઓપરેશન ચાલુ appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
ઉત્તરાખંડના ચમોલી જિલ્લામાં ભારે વરસાદ અને વાદળફાટ બાદ પરિસ્થિતિ ગંભીર બની છે. સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર (SEOC)ના તાજેતરના અહેવાલ અનુસાર, આ કુદરતી આફતમાં આશરે 45 ઘરો અને 15 પશુવાડા પૂરેપૂરા નાશ પામ્યા છે.

કુંત્રી લગા ફલી ગામમાં કાટમાળ નીચે દટાયેલા ચાર લોકોને જીવતા બહાર કાઢવામાં આવ્યા છે, જ્યારે ધુરમા ગામમાંથી એક વ્યક્તિને સુરક્ષિત બહાર લાવવામાં આવ્યો છે.

SEOCએ જણાવ્યું છે કે કુંત્રી લગા ફલી અને કુંત્રી લગા સરપાની ગામોમાંથી એક-એક મૃતદેહ મળી આવ્યા છે, જ્યારે છ લોકો હજુ ગુમ છે અને તેમની શોધખોળ યુદ્ધસ્તરે ચાલુ છે. ગંભીર રીતે ઘાયલ થયેલા લોકોને ઋષિકેશના AIIMSમાં સારવાર હેઠળ રાખવામાં આવ્યા છે.

નંદનગર વિસ્તારના ચાર ગામો – કુંત્રી લગા ફલી, કુંત્રી લગા સરપાની, સેરા અને ધુરમા – ભારે અસરગ્રસ્ત છે. આ સ્થળો દહેરાદૂનથી આશરે 260 કિલોમીટર અને ચમોલી જિલ્લાના ગોપેશ્વરથી 50 કિલોમીટર દૂર આવેલાં છે.

ગયા મહિના અંતથી આ વિસ્તારમાં સતત ભૂસ્ખલન અને ઘરોમાં તિરાડો જોવા મળી રહી હતી, જેના કારણે 64 લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે.

મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ દેહરાદૂનમાં SEOCની મુલાકાત લઈને પરિસ્થિતિની સમીક્ષા કરી. તેમણે જણાવ્યું કે વાદળફાટ અને કાટમાળના મોટા પ્રવાહને કારણે ચારેય ગામોમાં વ્યાપક નુકસાન થયું છે અને આ આપત્તિથી 200થી વધુ લોકો પ્રભાવિત થયા છે.

 

The post ચમોલી વાદળફાટ અને ભૂસ્ખલન: બેના મોત, છ લોકો હજુ ગુમ, રેસ્ક્યૂ ઓપરેશન ચાલુ appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/09/19/chamoli-cloudburst-landslide-two-dead-six-missing/feed/ 0
ઉત્તરાખંડથી જમ્મુ-કાશ્મીર સુધી વરસાદનો કહેર, પૂર-ભૂસ્ખલનથી હાહાકાર, લાખો લોકો પ્રભાવિત https://www.gujaratinside.com/2025/09/01/uttarakhand-himachal-jammu-kashmir-rains-landslides-floods/ https://www.gujaratinside.com/2025/09/01/uttarakhand-himachal-jammu-kashmir-rains-landslides-floods/#respond Mon, 01 Sep 2025 04:55:27 +0000 https://www.gujaratinside.com/?p=17949 ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ અને જમ્મુ-કાશ્મીરમાં ભારે વરસાદ અને કુદરતી આફતે હાહાકાર મચાવ્યો છે. સતત વરસાદને કારણે ભૂસ્ખલન, વાદળ ફાટવા અને પૂરની પરિસ્થિતિ સર્જાઈ છે, જેના કારણે પુલો તૂટી ગયા, રસ્તાઓ બંધ થયા અને ગામોનો સંપર્ક કપાઈ ગયો છે. હજારો લોકો ફસાઈ ગયા છે અને લાખો લોકો પ્રભાવિત થયા છે. હિમાચલ પ્રદેશમાં વાદળ ફાટવાના કારણે રસ્તાઓ...

The post ઉત્તરાખંડથી જમ્મુ-કાશ્મીર સુધી વરસાદનો કહેર, પૂર-ભૂસ્ખલનથી હાહાકાર, લાખો લોકો પ્રભાવિત appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ અને જમ્મુ-કાશ્મીરમાં ભારે વરસાદ અને કુદરતી આફતે હાહાકાર મચાવ્યો છે. સતત વરસાદને કારણે ભૂસ્ખલન, વાદળ ફાટવા અને પૂરની પરિસ્થિતિ સર્જાઈ છે, જેના કારણે પુલો તૂટી ગયા, રસ્તાઓ બંધ થયા અને ગામોનો સંપર્ક કપાઈ ગયો છે. હજારો લોકો ફસાઈ ગયા છે અને લાખો લોકો પ્રભાવિત થયા છે.

હિમાચલ પ્રદેશમાં વાદળ ફાટવાના કારણે રસ્તાઓ કાટમાળથી ભરાઈ ગયા છે અને શિમલાના ગ્રામ્ય વિસ્તારોમાં ભૂસ્ખલનથી અનેક માર્ગો અવરોધિત થયા છે. કુલ્લુમાં ભૂસ્ખલનથી રાષ્ટ્રીય ધોરીમાર્ગ પણ પ્રભાવિત થયો છે. ચંબામાં મણિ મહેશ યાત્રા રોકી દેવામાં આવી છે અને હજારો શ્રદ્ધાળુઓને સુરક્ષિત સ્થળે ખસેડવા માટે વહીવટી તંત્ર પ્રયત્નશીલ છે.

ઉત્તરાખંડમાં ચમોલી જિલ્લાના નીતિ ઘાટીમાં મુખ્ય પુલ તૂટી જતાં અનેક ગામો કટોકટીમાં આવી ગયા છે. નીતિ-મલારી હાઈવે પર તમક નાળાનો પુલ તૂટી પડ્યો છે, જ્યારે ઉત્તરકાશીમાં યમુના નદીનું જળસ્તર ખતરનાક સપાટી પર પહોંચી ગયું છે. વિકાસનગર અને સરહદીય ગામોમાં મકાનો ધરાશાયી થયા છે અને શાળાઓ બંધ કરી દેવામાં આવી છે.

જમ્મુ-કાશ્મીરમાં રામબન, ઉધમપુર અને જમ્મુ જિલ્લામાં વાદળ ફાટવા અને ભૂસ્ખલનના કારણે હાઈવે તૂટી ગયો છે, જેના કારણે અવરજવર બંધ થઈ ગઈ છે. કટરામાં ઘરો અને દુકાનોમાં પૂરના કારણે પાણી ઘૂસી ગયું છે.

પંજાબમાં પૂરે વિનાશ મચાવ્યો છે. 9 જિલ્લામાં એક હજારથી વધુ ગામો પ્રભાવિત થયા છે અને 3 લાખ એકર ખેતીની જમીન પાણીમાં ગરકાવ થઈ ગઈ છે. અમૃતસર, ગુરદાસપુર, પઠાણકોટ અને ફિરોઝપુરમાં પરિસ્થિતિ ગંભીર છે. ગુરુદ્વારા લોકો માટે આશ્રયસ્થાન બની રહ્યા છે, જ્યારે ગુરદાસપુરમાં સતલજ, રાવી અને બિયાસ નદીઓના પૂરે 40થી વધુ ગામોને અસર કરી છે.

બચાવ કાર્ય માટે એરફોર્સ, સેના, NDRF, BSF અને સ્થાનિક વહીવટી તંત્ર સતત કામ કરી રહ્યા છે. MI-17 હેલિકોપ્ટર દ્વારા નદી કિનારે ફસાયેલા લોકોનું રેસ્ક્યૂ કરવામાં આવી રહ્યું છે. પશુઓ માટે ચારો ઉપલબ્ધ ન હોવાના કારણે મુશ્કેલીઓ વધી રહી છે. હવામાન વિભાગે હજી પણ ભારે વરસાદ અને પૂરની ચેતવણી આપી છે.

મેદાની રાજ્યોમાં પણ પરિસ્થિતિ ગંભીર છે. બિહારના મુંગેર અને બેગુસરાયમાં પૂર જેવી સ્થિતિ છે, જ્યારે ગુજરાતના સાબરકાંઠા અને પંચમહાલમાં રસ્તાઓ અને ઘરો પાણીમાં ગરકાવ થઈ ગયા છે. રાજસ્થાનના ટોંકમાં માસી નદીના તેજ પ્રવાહમાં ડમ્પર પલટી જતાં જોખમ વધ્યું છે.

કુલ મળીને, આ વર્ષે હવામાને ઉત્તર ભારતથી લઈને મેદાનો સુધી વિનાશક પરિસ્થિતિ સર્જી છે અને રાહત કાર્ય સતત ચાલુ છે.

 

The post ઉત્તરાખંડથી જમ્મુ-કાશ્મીર સુધી વરસાદનો કહેર, પૂર-ભૂસ્ખલનથી હાહાકાર, લાખો લોકો પ્રભાવિત appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/09/01/uttarakhand-himachal-jammu-kashmir-rains-landslides-floods/feed/ 0
ઉત્તરાખંડમાં કુદરતી કહેર: રુદ્રપ્રયાગમાં વાદળ ફાટતાં તબાહી, 6 લોકો ગુમ અને અનેક વાહનો વહી ગયા https://www.gujaratinside.com/2025/08/29/uttarakhand-cloudburst-rudraprayag-chamoli-landslide-august-2025/ https://www.gujaratinside.com/2025/08/29/uttarakhand-cloudburst-rudraprayag-chamoli-landslide-august-2025/#respond Fri, 29 Aug 2025 10:02:17 +0000 https://www.gujaratinside.com/?p=17670 ઉત્તરાખંડમાં અવિરત વરસાદે હાહાકાર મચાવ્યો છે. ચમોલી, રુદ્રપ્રયાગ અને ટિહરી જિલ્લાઓમાં મોડી રાતથી ભારે વરસાદને કારણે પરિસ્થિતિ ચિંતાજનક બની છે. રુદ્રપ્રયાગ જિલ્લાના બાસુકેદાર વિસ્તારમાં વાદળ ફાટતાં ભારે તબાહી સર્જાઈ છે. અહેવાલ મુજબ, આ જળપ્રલયમાં અનેક વાહનો વહી ગયા છે અને છ લોકો ગુમ થયા હોવાનું જાણવા મળે છે. ચમોલી જિલ્લામાં થયેલા ભૂસ્ખલનથી અનેક ઘરો ધસી...

The post ઉત્તરાખંડમાં કુદરતી કહેર: રુદ્રપ્રયાગમાં વાદળ ફાટતાં તબાહી, 6 લોકો ગુમ અને અનેક વાહનો વહી ગયા appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
ઉત્તરાખંડમાં અવિરત વરસાદે હાહાકાર મચાવ્યો છે. ચમોલી, રુદ્રપ્રયાગ અને ટિહરી જિલ્લાઓમાં મોડી રાતથી ભારે વરસાદને કારણે પરિસ્થિતિ ચિંતાજનક બની છે. રુદ્રપ્રયાગ જિલ્લાના બાસુકેદાર વિસ્તારમાં વાદળ ફાટતાં ભારે તબાહી સર્જાઈ છે.

અહેવાલ મુજબ, આ જળપ્રલયમાં અનેક વાહનો વહી ગયા છે અને છ લોકો ગુમ થયા હોવાનું જાણવા મળે છે. ચમોલી જિલ્લામાં થયેલા ભૂસ્ખલનથી અનેક ઘરો ધસી પડ્યા છે. મોપાટા ગામમાં એક ઘર અને ગૌશાળામાં રહેલા દંપતી ભૂસ્ખલનથી દબાઈ જવાને કારણે ગુમ થયા છે. જિલ્લા મેજિસ્ટ્રેટ ડૉ. સંદીપ તિવારીએ જણાવ્યું કે સ્થાનિક પ્રશાસન તાત્કાલિક રાહત કામગીરીમાં લાગ્યું છે.

વાદળ ફાટવાથી ગૌરીકુંડ-રુદ્રપ્રયાગ-ઋષિકેશ-બદ્રીનાથ રાષ્ટ્રીય ધોરીમાર્ગ અનેક જગ્યાએ અવરોધિત થયો છે, જ્યારે અલકનંદા અને મંદાકિની નદીઓનું પાણી ભયજનક સ્તરે વધી રહ્યું છે. રસ્તાઓ પર કાટમાળ ફેલાઈ જવાથી ઘણા વાહનો ફસાઈ ગયા છે અને અનેક પરિવારોને સ્થળાંતર કરવું પડ્યું છે.

મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ સોશિયલ મીડિયા પર જણાવ્યું કે, ‘રાહત અને બચાવ કામગીરી યુદ્ધના ધોરણે ચાલી રહી છે. હું અધિકારીઓ સાથે સતત સંપર્કમાં છું અને અસરકારક કામગીરી માટે જરૂરી સૂચનાઓ આપી છે.’ તેમણે પ્રાર્થના વ્યક્ત કરતાં કહ્યું કે દરેક વ્યક્તિ સુરક્ષિત રહે.

 

The post ઉત્તરાખંડમાં કુદરતી કહેર: રુદ્રપ્રયાગમાં વાદળ ફાટતાં તબાહી, 6 લોકો ગુમ અને અનેક વાહનો વહી ગયા appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/08/29/uttarakhand-cloudburst-rudraprayag-chamoli-landslide-august-2025/feed/ 0
ઉત્તરાખંડના ચમોલીમાં ફરી આભ ફાટ્યું: બે લોકો ગુમ, ઘરોમાં કાટમાળ ભરાયો https://www.gujaratinside.com/2025/08/29/uttarakhand-chamoli-cloudburst-two-missing/ https://www.gujaratinside.com/2025/08/29/uttarakhand-chamoli-cloudburst-two-missing/#respond Fri, 29 Aug 2025 05:21:38 +0000 https://www.gujaratinside.com/?p=17647 ઉત્તરાખંડમાં ચોમાસાની ઋતુ સતત કુદરતી આફતો લઈને આવી રહી છે. રાજ્યના વિવિધ વિસ્તારોમાં વારંવાર આભ ફાટવાની ઘટનાઓ સર્જાતા ભારે વિનાશ ફેલાયો છે અને સ્થાનિકોમાં ભયનો માહોલ છે. ગઇકાલે રાતે ચમોલી જિલ્લાના દેવાલ વિસ્તારના મોપાટામાં ફરી એકવાર આભ ફાટ્યો હતો, જેના કારણે મોટી હાનિ થઈ છે. માહિતી મુજબ આ દુર્ઘટનામાં બે લોકો ગુમ છે, જેમા તારા...

The post ઉત્તરાખંડના ચમોલીમાં ફરી આભ ફાટ્યું: બે લોકો ગુમ, ઘરોમાં કાટમાળ ભરાયો appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
ઉત્તરાખંડમાં ચોમાસાની ઋતુ સતત કુદરતી આફતો લઈને આવી રહી છે. રાજ્યના વિવિધ વિસ્તારોમાં વારંવાર આભ ફાટવાની ઘટનાઓ સર્જાતા ભારે વિનાશ ફેલાયો છે અને સ્થાનિકોમાં ભયનો માહોલ છે. ગઇકાલે રાતે ચમોલી જિલ્લાના દેવાલ વિસ્તારના મોપાટામાં ફરી એકવાર આભ ફાટ્યો હતો, જેના કારણે મોટી હાનિ થઈ છે.

માહિતી મુજબ આ દુર્ઘટનામાં બે લોકો ગુમ છે, જેમા તારા સિંહ અને તેમની પત્નીનો સમાવેશ થાય છે. ઉપરાંત, બે લોકોને કાટમાળ નીચેથી જીવતા બહાર કાઢવામાં આવ્યા છે, જેમની હાલત ગંભીર છે અને તેઓ હાલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.

જિલ્લા અધિકારી સંદીપ તિવારીએ જણાવ્યું કે આ કુદરતી આફતથી અનેક મકાન અને ગૌશાળાઓને નુકસાન થયું છે. કાટમાળ અને કાદવ ઘરોમાં ઘુસી જતાં હૃદયદ્રાવક દૃશ્યો સામે આવ્યા છે. આશરે 15-20 પશુઓના મૃતદેહો કાટમાળમાં દટાયેલાં હાલતમાં મળી આવ્યા છે, જેના કારણે વિસ્તારમાં શોકનો માહોલ છે.

આભ ફાટ્યાની જાણ થતાં જ સ્થાનિક તંત્ર અને ડિઝાસ્ટર મેનેજમેન્ટની ટીમે ઘટનાસ્થળે પહોંચી રાહત અને બચાવ કામગીરી શરૂ કરી હતી. ભારે વરસાદને કારણે પ્રદેશમાં ભૌગોલિક અસુરક્ષિતતા વધી રહી છે, જેના કારણે પ્રજામાં ચિંતા વ્યાપી છે.

 

The post ઉત્તરાખંડના ચમોલીમાં ફરી આભ ફાટ્યું: બે લોકો ગુમ, ઘરોમાં કાટમાળ ભરાયો appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/08/29/uttarakhand-chamoli-cloudburst-two-missing/feed/ 0