Uttarakhand heavy rain Archives - Gujarat Inside - Latest News Today https://www.gujaratinside.com/tag/uttarakhand-heavy-rain/ Latest News: Today’s News, Top News Headlines, Breaking News India, World News, Entertainment News, Sports News | Latest News Today | Gujarat Inside Tue, 02 Sep 2025 04:40:58 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.9.4 https://www.gujaratinside.com/wp-content/uploads/2025/06/cropped-GUJARAT-32x32.png Uttarakhand heavy rain Archives - Gujarat Inside - Latest News Today https://www.gujaratinside.com/tag/uttarakhand-heavy-rain/ 32 32 પંજાબમાં પૂરની વિકટ પરિસ્થિતિ: 29નાં મોત, હિમાચલ-ઉત્તરાખંડમાં ભૂસ્ખલનથી હાહાકાર https://www.gujaratinside.com/2025/09/02/punjab-floods-himachal-uttarakhand-landslide/ https://www.gujaratinside.com/2025/09/02/punjab-floods-himachal-uttarakhand-landslide/#respond Tue, 02 Sep 2025 04:40:58 +0000 https://www.gujaratinside.com/?p=18046 નવી દિલ્હી: પંજાબમાં ભારે વરસાદને કારણે આવેલા પૂરે રાજ્યના 12 જિલ્લાઓમાં વિકટ પરિસ્થિતિ ઊભી કરી છે. છેલ્લા કેટલાક દિવસોથી થઈ રહેલા અતિભારે વરસાદના કારણે અનેક ગામોમાં પાણી ઘૂસી ગયું છે. અત્યાર સુધીમાં 29 લોકોના મોત થયા છે અને આશરે ત્રણ લાખ લોકો પ્રભાવિત થયા છે. 16 હજાર લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા છે, જ્યારે પઠાણકોટ...

The post પંજાબમાં પૂરની વિકટ પરિસ્થિતિ: 29નાં મોત, હિમાચલ-ઉત્તરાખંડમાં ભૂસ્ખલનથી હાહાકાર appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
નવી દિલ્હી: પંજાબમાં ભારે વરસાદને કારણે આવેલા પૂરે રાજ્યના 12 જિલ્લાઓમાં વિકટ પરિસ્થિતિ ઊભી કરી છે. છેલ્લા કેટલાક દિવસોથી થઈ રહેલા અતિભારે વરસાદના કારણે અનેક ગામોમાં પાણી ઘૂસી ગયું છે. અત્યાર સુધીમાં 29 લોકોના મોત થયા છે અને આશરે ત્રણ લાખ લોકો પ્રભાવિત થયા છે. 16 હજાર લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા છે, જ્યારે પઠાણકોટ જિલ્લામાં સૌથી વધુ અસર જોવા મળી છે.

પંજાબ સરકારે પરિસ્થિતિને ધ્યાને રાખીને તમામ કોલેજો અને યુનિવર્સિટીઓને 3 સપ્ટેમ્બર સુધી બંધ રાખવાનો આદેશ આપ્યો છે. રાજ્યમાં રાહત માટે ટ્રેક્ટર-ટ્રોલીઓને કેમ્પમાં ફેરવવામાં આવ્યા છે. સૈન્ય અને SDRF ટીમો દ્વારા અત્યાર સુધીમાં પાંચ હજારથી વધુ નાગરિકોને રેસ્ક્યૂ કરવામાં આવ્યા છે. પંજાબ, જમ્મુ અને હિમાચલમાં 21 ટન રાહત સામગ્રીનું વિતરણ કરવામાં આવ્યું છે. ખેતીને પણ ભારે નુકસાન થયું છે, અંદાજે એક લાખ હેક્ટર જમીન પૂરમાં ગરકાવ થઈ છે.

હવામાન વિભાગે ચેતવણી આપી છે કે આગામી ત્રણથી ચાર દિવસ ઉત્તરાખંડ, હિમાચલ અને જમ્મુ કાશ્મીરમાં ભારે વરસાદ રહેશે. દેહરાદૂનમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યો છે, જ્યારે હરિયાણામાં ભારે વરસાદની આગાહીને ધ્યાનમાં રાખીને ગુરુગ્રામમાં ખાનગી અને સરકારી ક્ષેત્રે વર્ક ફ્રોમ હોમ માટે એડવાઇઝરી જાહેર થઈ છે.

દિલ્હી, નોઇડા અને ગાઝિયાબાદમાં યમુના નદી ખતરનાક સપાટીએ પહોંચતા પૂરનું એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. હરિયાણાથી 3.29 લાખ ક્યુસેક પાણી છોડાતા દિલ્હી સરકારે એલર્ટ જાહેર કર્યો છે. બીજી તરફ હિમાચલ અને ઉત્તરાખંડમાં ભૂસ્ખલનના કારણે સાત લોકોના મોત થયા છે અને અનેક રસ્તાઓ બંધ થતા ટ્રાફિક જામ જોવા મળ્યો છે. જમ્મુ કાશ્મીરમાં ભારે વરસાદને કારણે વૈષ્ણોદેવી યાત્રા સતત સાતમા દિવસે સ્થગિત રહી છે.

 

The post પંજાબમાં પૂરની વિકટ પરિસ્થિતિ: 29નાં મોત, હિમાચલ-ઉત્તરાખંડમાં ભૂસ્ખલનથી હાહાકાર appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/09/02/punjab-floods-himachal-uttarakhand-landslide/feed/ 0
ઉત્તરાખંડમાં કુદરતી કહેર: રુદ્રપ્રયાગમાં વાદળ ફાટતાં તબાહી, 6 લોકો ગુમ અને અનેક વાહનો વહી ગયા https://www.gujaratinside.com/2025/08/29/uttarakhand-cloudburst-rudraprayag-chamoli-landslide-august-2025/ https://www.gujaratinside.com/2025/08/29/uttarakhand-cloudburst-rudraprayag-chamoli-landslide-august-2025/#respond Fri, 29 Aug 2025 10:02:17 +0000 https://www.gujaratinside.com/?p=17670 ઉત્તરાખંડમાં અવિરત વરસાદે હાહાકાર મચાવ્યો છે. ચમોલી, રુદ્રપ્રયાગ અને ટિહરી જિલ્લાઓમાં મોડી રાતથી ભારે વરસાદને કારણે પરિસ્થિતિ ચિંતાજનક બની છે. રુદ્રપ્રયાગ જિલ્લાના બાસુકેદાર વિસ્તારમાં વાદળ ફાટતાં ભારે તબાહી સર્જાઈ છે. અહેવાલ મુજબ, આ જળપ્રલયમાં અનેક વાહનો વહી ગયા છે અને છ લોકો ગુમ થયા હોવાનું જાણવા મળે છે. ચમોલી જિલ્લામાં થયેલા ભૂસ્ખલનથી અનેક ઘરો ધસી...

The post ઉત્તરાખંડમાં કુદરતી કહેર: રુદ્રપ્રયાગમાં વાદળ ફાટતાં તબાહી, 6 લોકો ગુમ અને અનેક વાહનો વહી ગયા appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
ઉત્તરાખંડમાં અવિરત વરસાદે હાહાકાર મચાવ્યો છે. ચમોલી, રુદ્રપ્રયાગ અને ટિહરી જિલ્લાઓમાં મોડી રાતથી ભારે વરસાદને કારણે પરિસ્થિતિ ચિંતાજનક બની છે. રુદ્રપ્રયાગ જિલ્લાના બાસુકેદાર વિસ્તારમાં વાદળ ફાટતાં ભારે તબાહી સર્જાઈ છે.

અહેવાલ મુજબ, આ જળપ્રલયમાં અનેક વાહનો વહી ગયા છે અને છ લોકો ગુમ થયા હોવાનું જાણવા મળે છે. ચમોલી જિલ્લામાં થયેલા ભૂસ્ખલનથી અનેક ઘરો ધસી પડ્યા છે. મોપાટા ગામમાં એક ઘર અને ગૌશાળામાં રહેલા દંપતી ભૂસ્ખલનથી દબાઈ જવાને કારણે ગુમ થયા છે. જિલ્લા મેજિસ્ટ્રેટ ડૉ. સંદીપ તિવારીએ જણાવ્યું કે સ્થાનિક પ્રશાસન તાત્કાલિક રાહત કામગીરીમાં લાગ્યું છે.

વાદળ ફાટવાથી ગૌરીકુંડ-રુદ્રપ્રયાગ-ઋષિકેશ-બદ્રીનાથ રાષ્ટ્રીય ધોરીમાર્ગ અનેક જગ્યાએ અવરોધિત થયો છે, જ્યારે અલકનંદા અને મંદાકિની નદીઓનું પાણી ભયજનક સ્તરે વધી રહ્યું છે. રસ્તાઓ પર કાટમાળ ફેલાઈ જવાથી ઘણા વાહનો ફસાઈ ગયા છે અને અનેક પરિવારોને સ્થળાંતર કરવું પડ્યું છે.

મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ સોશિયલ મીડિયા પર જણાવ્યું કે, ‘રાહત અને બચાવ કામગીરી યુદ્ધના ધોરણે ચાલી રહી છે. હું અધિકારીઓ સાથે સતત સંપર્કમાં છું અને અસરકારક કામગીરી માટે જરૂરી સૂચનાઓ આપી છે.’ તેમણે પ્રાર્થના વ્યક્ત કરતાં કહ્યું કે દરેક વ્યક્તિ સુરક્ષિત રહે.

 

The post ઉત્તરાખંડમાં કુદરતી કહેર: રુદ્રપ્રયાગમાં વાદળ ફાટતાં તબાહી, 6 લોકો ગુમ અને અનેક વાહનો વહી ગયા appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/08/29/uttarakhand-cloudburst-rudraprayag-chamoli-landslide-august-2025/feed/ 0