Volodymyr Zelenskyy Archives - Gujarat Inside - Latest News Today https://www.gujaratinside.com/tag/volodymyr-zelenskyy/ Latest News: Today’s News, Top News Headlines, Breaking News India, World News, Entertainment News, Sports News | Latest News Today | Gujarat Inside Tue, 19 Aug 2025 15:32:49 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.9.4 https://www.gujaratinside.com/wp-content/uploads/2025/06/cropped-GUJARAT-32x32.png Volodymyr Zelenskyy Archives - Gujarat Inside - Latest News Today https://www.gujaratinside.com/tag/volodymyr-zelenskyy/ 32 32 યુરોપ શાંતિ સમજૂતીમાં અવરોધ બની રહ્યું છે: રશિયાના વિદેશ મંત્રીએ ટ્રમ્પની પ્રશંસા કરી https://www.gujaratinside.com/2025/08/19/russia-foreign-minister-slams-europe-supports-trump/ https://www.gujaratinside.com/2025/08/19/russia-foreign-minister-slams-europe-supports-trump/#respond Tue, 19 Aug 2025 15:32:49 +0000 https://www.gujaratinside.com/?p=16743 અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને યુક્રેનના રાષ્ટ્રપ્રમુખ વ્લોદિમીર ઝેલેન્સ્કી વચ્ચે બેઠક યોજાયા બાદ રશિયાના વિદેશ મંત્રી સર્ગેઈ લાવરોવે યુરોપિયન દેશોને કટાક્ષ કર્યો છે. ઝેલેન્સ્કી યુરોપિયન દેશોના નેતાઓ સાથે મુલાકાત કર્યા બાદ અમેરિકા પહોંચી અને ટ્રમ્પ સાથે ચર્ચા કરી હતી. ત્યારબાદ ટ્રમ્પે ત્રિપક્ષીય બેઠક યોજવાનું આશ્વાસન આપ્યું હતું. અલાસ્કામાં ટ્રમ્પ અને રશિયાના રાષ્ટ્રપ્રમુખ વ્લાદિમીર પુતિન વચ્ચે...

The post યુરોપ શાંતિ સમજૂતીમાં અવરોધ બની રહ્યું છે: રશિયાના વિદેશ મંત્રીએ ટ્રમ્પની પ્રશંસા કરી appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને યુક્રેનના રાષ્ટ્રપ્રમુખ વ્લોદિમીર ઝેલેન્સ્કી વચ્ચે બેઠક યોજાયા બાદ રશિયાના વિદેશ મંત્રી સર્ગેઈ લાવરોવે યુરોપિયન દેશોને કટાક્ષ કર્યો છે. ઝેલેન્સ્કી યુરોપિયન દેશોના નેતાઓ સાથે મુલાકાત કર્યા બાદ અમેરિકા પહોંચી અને ટ્રમ્પ સાથે ચર્ચા કરી હતી. ત્યારબાદ ટ્રમ્પે ત્રિપક્ષીય બેઠક યોજવાનું આશ્વાસન આપ્યું હતું.

અલાસ્કામાં ટ્રમ્પ અને રશિયાના રાષ્ટ્રપ્રમુખ વ્લાદિમીર પુતિન વચ્ચે થયેલી બેઠકની ચર્ચા કરતા લાવરોવે કહ્યું કે ટ્રમ્પ લાંબા ગાળાની શાંતિ સમજૂતી કરવા ઈચ્છે છે જ્યારે યુરોપિયન દેશો માત્ર યુદ્ધવિરામની વાતો કરે છે. તેમણે કહ્યું, “ટ્રમ્પ અને તેમની ટીમ ઈમાનદારીથી યુદ્ધ અટકાવવાનો પ્રયાસ કરી રહી છે અને તેઓ ટકાઉ, વિશ્વસનીય સમાધાન ઈચ્છે છે.”

લાવરોવે આક્ષેપ કર્યો કે યુરોપિયન દેશો શાંતિ કરતાં યુદ્ધવિરામને પ્રાધાન્ય આપે છે જેથી તેઓ યુક્રેનને હથિયારો પૂરા પાડતા રહી શકે. તેમણે ટ્રમ્પ અને ઝેલેન્સ્કીની બેઠક અંગે જણાવ્યું કે ટ્રમ્પે સ્પષ્ટ કહ્યું છે કે રશિયા-યુક્રેન વચ્ચે શાંતિ સમજૂતી થઈ શકે છે અને યુદ્ધવિરામની જરૂર નથી.

The post યુરોપ શાંતિ સમજૂતીમાં અવરોધ બની રહ્યું છે: રશિયાના વિદેશ મંત્રીએ ટ્રમ્પની પ્રશંસા કરી appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/08/19/russia-foreign-minister-slams-europe-supports-trump/feed/ 0
યુક્રેન-રશિયા યુદ્ધનો ટૂક સમયમાં અંત? ટ્રમ્પ, પુતિન અને ઝેલેન્સ્કીની ત્રિપક્ષીય બેઠક થશે https://www.gujaratinside.com/2025/08/19/trump-putin-zelensky-peace-meeting-white-house/ https://www.gujaratinside.com/2025/08/19/trump-putin-zelensky-peace-meeting-white-house/#respond Tue, 19 Aug 2025 04:35:35 +0000 https://www.gujaratinside.com/?p=16662 અમેરિકાના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ગઇકાલે વ્હાઈટ હાઉસમાં યુક્રેનના પ્રમુખ વોલોદીમિર ઝેલેન્સ્કી અને યુરોપના અનેક નેતાઓ સાથે બેઠક કરી. આ બેઠકનો મુખ્ય ઉદ્દેશ યુક્રેન-રશિયા યુદ્ધને સમાપ્ત કરવાના રસ્તાઓ શોધવાનો હતો. બેઠક બાદ કોઈ અંતિમ નિર્ણય લેવામાં આવ્યો ન હોય, છતાં બધાં નેતાઓએ આશાજનક નિવેદનો આપ્યા છે. ટ્રમ્પે કહ્યું કે તેઓ યુદ્ધ સમાપ્ત થવાની શક્યતા અંગે...

The post યુક્રેન-રશિયા યુદ્ધનો ટૂક સમયમાં અંત? ટ્રમ્પ, પુતિન અને ઝેલેન્સ્કીની ત્રિપક્ષીય બેઠક થશે appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
અમેરિકાના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ગઇકાલે વ્હાઈટ હાઉસમાં યુક્રેનના પ્રમુખ વોલોદીમિર ઝેલેન્સ્કી અને યુરોપના અનેક નેતાઓ સાથે બેઠક કરી. આ બેઠકનો મુખ્ય ઉદ્દેશ યુક્રેન-રશિયા યુદ્ધને સમાપ્ત કરવાના રસ્તાઓ શોધવાનો હતો. બેઠક બાદ કોઈ અંતિમ નિર્ણય લેવામાં આવ્યો ન હોય, છતાં બધાં નેતાઓએ આશાજનક નિવેદનો આપ્યા છે. ટ્રમ્પે કહ્યું કે તેઓ યુદ્ધ સમાપ્ત થવાની શક્યતા અંગે આશાવાન છે.

ટ્રમ્પે વધુમાં ખુલાસો કર્યો કે નજીકના ભવિષ્યમાં રશિયન પ્રમુખ પુતિન અને યુક્રેનના પ્રમુખ ઝેલેન્સ્કી વચ્ચે પણ બેઠક યોજાશે. તેમણે એ પણ જણાવ્યું કે કોઈપણ પૂર્વ શરત વિના પુતિન સાથે વાતચીત જરૂરી છે અને યુદ્ધ સમાપ્ત કરવા માટે બધા પાસાંઓને વિચારવા આવશ્યક છે. ટ્રમ્પે સંકેત આપ્યા કે અમેરિકા યુક્રેનને સુરક્ષા અંગે કેટલીક ગેરંટી આપી શકે છે.

અલાસ્કામાં 15 ઓગસ્ટે ટ્રમ્પ અને પુતિનની મુલાકાત થઈ હતી. તેની પાશ્વભૂમિમાં હવે ટ્રમ્પે જણાવ્યું કે “ફોન પર પુતિન સાથે મારી વાતચીત થઈ છે અને અમે ત્રણેય વચ્ચે (ટ્રમ્પ, પુતિન અને ઝેલેન્સ્કી) ત્રિપક્ષીય બેઠક માટે સ્થળ નક્કી કરી રહ્યા છીએ. આ ચાર વર્ષથી ચાલતા યુદ્ધને અંત આપવાનો મહત્વપૂર્ણ પ્રયાસ હશે.”

વ્હાઈટ હાઉસની બેઠકમાં ઝેલેન્સ્કી ઉપરાંત ફ્રાંસના પ્રમુખ ઇમાન્યુઅલ મેક્રોન, ઇટાલીની વડાપ્રધાન જોયર્જિયા મેલોની, યુકેના વડાપ્રધાન કિઅર સ્ટાર્મર અને જર્મન ચાન્સલર મર્જ પણ ઉપસ્થિત રહ્યા હતા. આ બેઠકને આંતરરાષ્ટ્રીય રાજકીય વર્તુળોમાં શાંતિ સ્થાપનાની દિશામાં મોટા પગલાં તરીકે જોવામાં આવી રહી છે.

The post યુક્રેન-રશિયા યુદ્ધનો ટૂક સમયમાં અંત? ટ્રમ્પ, પુતિન અને ઝેલેન્સ્કીની ત્રિપક્ષીય બેઠક થશે appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/08/19/trump-putin-zelensky-peace-meeting-white-house/feed/ 0
વ્હાઇટ હાઉસ બેઠક પહેલા રશિયાનો યુક્રેન પર ઘાતક હુમલો, ઝેલેન્સ્કીનો કડક આરોપ https://www.gujaratinside.com/2025/08/18/russia-attacks-ukraine-before-white-house-meeting/ https://www.gujaratinside.com/2025/08/18/russia-attacks-ukraine-before-white-house-meeting/#respond Mon, 18 Aug 2025 15:26:48 +0000 https://www.gujaratinside.com/?p=16634 વોશિંગ્ટનમાં અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને યુક્રેનના પ્રમુખ વોલોદિમિર ઝેલેન્સ્કી વચ્ચે બેઠક થવાની પૂર્વસંધ્યાએ રશિયાએ ફરી એકવાર યુક્રેન પર ત્રાટક્યું છે. ઝેલેન્સ્કીએ સોશિયલ મીડિયા પર વીડિયો શેર કરીને જણાવ્યું કે રશિયાએ જાણીતાપણે ખાર્કિવ, જાપોરિજ્જિયા, સૂમી અને ઓડેસા જેવા શહેરોને નિશાન બનાવી હુમલો કર્યો છે. તેમણે આ હુમલાને લઈને ગંભીર ચિંતા વ્યક્ત કરી અને કહ્યું કે...

The post વ્હાઇટ હાઉસ બેઠક પહેલા રશિયાનો યુક્રેન પર ઘાતક હુમલો, ઝેલેન્સ્કીનો કડક આરોપ appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
વોશિંગ્ટનમાં અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને યુક્રેનના પ્રમુખ વોલોદિમિર ઝેલેન્સ્કી વચ્ચે બેઠક થવાની પૂર્વસંધ્યાએ રશિયાએ ફરી એકવાર યુક્રેન પર ત્રાટક્યું છે. ઝેલેન્સ્કીએ સોશિયલ મીડિયા પર વીડિયો શેર કરીને જણાવ્યું કે રશિયાએ જાણીતાપણે ખાર્કિવ, જાપોરિજ્જિયા, સૂમી અને ઓડેસા જેવા શહેરોને નિશાન બનાવી હુમલો કર્યો છે. તેમણે આ હુમલાને લઈને ગંભીર ચિંતા વ્યક્ત કરી અને કહ્યું કે આ શાંતિ અંગેની ચર્ચાઓને નબળી પાડવાનો પ્રયાસ છે.

ઝેલેન્સ્કીએ જણાવ્યું કે ખાર્કિવમાં ડ્રોન હુમલામાં સાત લોકોના મોત થયા છે, જેમાં દોઢ વર્ષની બાળકી પણ સામેલ છે. જાપોરિજ્જિયામાં મિસાઈલ હુમલામાં ત્રણના મોત અને 20 લોકો ઘાયલ થયા છે. ઓડેસામાં અઝરબૈજાનની કંપનીના એનર્જી સેન્ટર પર પણ હુમલો થયો છે. યુક્રેનના પ્રમુખે સ્પષ્ટ આરોપ મૂક્યો કે રશિયા ખાસ કરીને નાગરિકોને અને બાળકોને ટાર્ગેટ કરી રહ્યું છે જેથી રાજકીય દબાણ વધારી શકાય. તેમણે વિશ્વ સમુદાયને મદદ માટે આહ્વાન કર્યું અને કહ્યું કે રશિયાને યુદ્ધ માટે પુરસ્કૃત ન કરવો જોઈએ.

વ્હાઇટ હાઉસમાં 18 ઑગસ્ટે બપોરે 12 વાગ્યે યુરોપિયન યુનિયનના નેતાઓ ટ્રમ્પ સાથે મુલાકાત કરશે. 1 વાગ્યે ટ્રમ્પ ઝેલેન્સ્કીનું સ્વાગત કરશે અને 1.15 વાગ્યે ઓવલ ઑફિસમાં દ્વિપક્ષીય બેઠક યોજાશે. આ બેઠકમાં યુક્રેન, બ્રિટન, ફ્રાન્સ, જર્મની, ઈટલી, ફિનલૅન્ડ, ઈયુ અને નાટોના નેતાઓ સામેલ થશે.

 

The post વ્હાઇટ હાઉસ બેઠક પહેલા રશિયાનો યુક્રેન પર ઘાતક હુમલો, ઝેલેન્સ્કીનો કડક આરોપ appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/08/18/russia-attacks-ukraine-before-white-house-meeting/feed/ 0