Voter Verification Archives - Gujarat Inside - Latest News Today https://www.gujaratinside.com/tag/voter-verification/ Latest News: Today’s News, Top News Headlines, Breaking News India, World News, Entertainment News, Sports News | Latest News Today | Gujarat Inside Thu, 11 Sep 2025 03:30:45 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.9.4 https://www.gujaratinside.com/wp-content/uploads/2025/06/cropped-GUJARAT-32x32.png Voter Verification Archives - Gujarat Inside - Latest News Today https://www.gujaratinside.com/tag/voter-verification/ 32 32 સમગ્ર દેશમાં મતદારોનું વેરિફિકેશન, ઓક્ટોબરથી શરૂઆતની શક્યતા https://www.gujaratinside.com/2025/09/11/nationwide-voter-verification-start-october/ https://www.gujaratinside.com/2025/09/11/nationwide-voter-verification-start-october/#respond Thu, 11 Sep 2025 03:30:45 +0000 https://www.gujaratinside.com/?p=19080 નવી દિલ્હી: હવે બિહારની જેમ સમગ્ર દેશમાં મતદારોનું વેરિફિકેશન કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. આ દેશવ્યાપી અભિયાન શરૂ કરતાં પહેલાં ચૂંટણી પંચે તમામ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોના મુખ્ય ચૂંટણી અધિકારીઓ સાથે ચર્ચા શરૂ કરી છે અને બિહારના તાજેતરના વેરિફિકેશનના અનુભવનો ઉપયોગ કરવા નિર્ણય કર્યો છે. અહેવાલો અનુસાર, આ મુદ્દે યોજાયેલી બેઠકમાં મોટાભાગના રાજ્યો દ્વારા...

The post સમગ્ર દેશમાં મતદારોનું વેરિફિકેશન, ઓક્ટોબરથી શરૂઆતની શક્યતા appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
નવી દિલ્હી: હવે બિહારની જેમ સમગ્ર દેશમાં મતદારોનું વેરિફિકેશન કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. આ દેશવ્યાપી અભિયાન શરૂ કરતાં પહેલાં ચૂંટણી પંચે તમામ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોના મુખ્ય ચૂંટણી અધિકારીઓ સાથે ચર્ચા શરૂ કરી છે અને બિહારના તાજેતરના વેરિફિકેશનના અનુભવનો ઉપયોગ કરવા નિર્ણય કર્યો છે.

અહેવાલો અનુસાર, આ મુદ્દે યોજાયેલી બેઠકમાં મોટાભાગના રાજ્યો દ્વારા સંમતિ આપવામાં આવી છે. બિહાર વિધાનસભાની ચૂંટણી પૂર્ણ થાય તે પહેલાં જ દેશવ્યાપી સ્પેશિયલ ઈન્ટેન્સિવ રિવિઝન (SIR) જાહેર થવાની શક્યતા છે.

હજી સુધી ચોક્કસ તારીખ જાહેર કરવામાં આવી નથી, પરંતુ ચૂંટણી પંચે રાજ્યોને 30 સપ્ટેમ્બર સુધી તમામ દસ્તાવેજી કાર્યવાહી અને તૈયારી પૂર્ણ કરવાની સૂચના આપી છે, જેથી ઓક્ટોબરથી આ અભિયાન શરૂ કરી શકાય.

ચૂંટણી પંચે જણાવ્યું છે કે આ સમગ્ર પ્રક્રિયા દ્વારા મતદારોની યાદી અપડેટ થશે, ચૂંટણી પ્રક્રિયામાં પારદર્શિતા વધશે અને લોકોનો વિશ્વાસ વધુ મજબૂત બનશે.

બિહારમાં થયેલા વેરિફિકેશન દરમિયાન 65 લાખ જેટલા નામો ડ્રાફ્ટ યાદીમાંથી કાઢી મૂકવામાં આવ્યા હતા, જોકે તેમને પોતાનો જવાબ રજૂ કરવાની તક આપવામાં આવી છે.

મહત્વપૂર્ણ છે કે બિહારની પ્રક્રિયા દરમિયાન આધાર કાર્ડનો સમાવેશ કરવા સુપ્રીમ કોર્ટ દ્વારા આદેશ આપવામાં આવ્યો હતો. તેના અનુસંધાને ચૂંટણી પંચે આધાર કાર્ડને ઓળખ માટેના 12મા દસ્તાવેજ તરીકે સ્વીકારવા રાજ્યના તમામ ચૂંટણી અધિકારીઓને આદેશ આપ્યો છે, પરંતુ સાથે સ્પષ્ટતા કરી છે કે આધાર કાર્ડ ઓળખનો પુરાવો ગણાશે, નાગરિકતાનો નહીં.

 

The post સમગ્ર દેશમાં મતદારોનું વેરિફિકેશન, ઓક્ટોબરથી શરૂઆતની શક્યતા appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/09/11/nationwide-voter-verification-start-october/feed/ 0
ચૂંટણી પંચે વોટર લિસ્ટ સુધારણા માટે પૂછ્યા પાંચ મહત્વના પ્રશ્નો https://www.gujaratinside.com/2025/08/26/bihar-voter-list-five-questions/ https://www.gujaratinside.com/2025/08/26/bihar-voter-list-five-questions/#respond Tue, 26 Aug 2025 12:43:45 +0000 https://www.gujaratinside.com/?p=17380 બિહારના સ્પેશિયલ ઈન્ટેન્સિવ રિવિઝન (SIR) અંતર્ગત વોટર લિસ્ટને સુધારવાના હાહાકાર વચ્ચે, ચૂંટણી પંચે દેશના તમામ નાગરિકોને પાંચ પ્રશ્નો પૂછ્યા છે અને તેમની સહભાગીદારીની માગણી કરી છે. આ સવાલો વોટર લિસ્ટને છેડછાડ વિનાનું, પારદર્શક અને વિશ્વસનીય બનાવવાનો હેતુ ધરાવે છે, જેથી સ્વતંત્ર અને નિષ્પક્ષ ચૂંટણી યોજી શકાય. ચૂંટણી પંચે મતદારોને પૂછેલા પાંચ મુખ્ય સવાલો આ પ્રમાણે...

The post ચૂંટણી પંચે વોટર લિસ્ટ સુધારણા માટે પૂછ્યા પાંચ મહત્વના પ્રશ્નો appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
બિહારના સ્પેશિયલ ઈન્ટેન્સિવ રિવિઝન (SIR) અંતર્ગત વોટર લિસ્ટને સુધારવાના હાહાકાર વચ્ચે, ચૂંટણી પંચે દેશના તમામ નાગરિકોને પાંચ પ્રશ્નો પૂછ્યા છે અને તેમની સહભાગીદારીની માગણી કરી છે. આ સવાલો વોટર લિસ્ટને છેડછાડ વિનાનું, પારદર્શક અને વિશ્વસનીય બનાવવાનો હેતુ ધરાવે છે, જેથી સ્વતંત્ર અને નિષ્પક્ષ ચૂંટણી યોજી શકાય.

ચૂંટણી પંચે મતદારોને પૂછેલા પાંચ મુખ્ય સવાલો આ પ્રમાણે છે:

  1. શું વોટર લિસ્ટની ગહન તપાસ થવી જોઈએ?
  2. શું મૃતકોના નામ વોટર લિસ્ટમાંથી દૂર કરવા જોઈએ?
  3. જો કોઈનું નામ વોટર લિસ્ટમાં બે કે તેથી વધુ જગ્યાએ હોય, તો શું તેને એક જ જગ્યાએ રાખવું જોઈએ?
  4. જે લોકો બીજી જગ્યાએ ગયા છે, તેમના નામ વોટર લિસ્ટમાંથી દૂર કરવા જોઈએ?
  5. શું ઘૂસણખોરોના નામ વોટર લિસ્ટમાંથી હટાવવા જોઈએ?

 

ચૂંટણી પંચના જણાવ્યા મુજબ, જો નાગરિકો આ સવાલોના જવાબ ‘હા’ આપે, તો વોટર લિસ્ટને છેડછાડ વિનાનું તૈયાર કરવાના કાર્યમાં તેમને સહયોગ આપવો જોઈએ. છેલ્લા છ મહિનામાં વોટર લિસ્ટને પારદર્શક બનાવવા માટે ચૂંટણી પંચે 28 નક્કર પગલાં લીધા છે અને તમામ રાજકીય પક્ષો સાથે નવી વ્યવસ્થા પણ બનાવવામાં આવી છે.

અત્યારે ચૂંટણી પંચે પેટા વિભાગ, જિલ્લા, રાજ્ય અને રાષ્ટ્રીય સ્તરે રાજકીય પક્ષો સાથે 4719 બેઠકનો આયોજન કરવામા આવ્યુ છે. આ બેઠકમાં 28,000 પ્રતિનિધિઓએ ભાગ લીધો હતો. જેમાં 40 બેઠક મુખ્ય ચૂંટણી અધિકારીઓ દ્વારા, 800 બેઠક જિલ્લા ચૂંટણી અધિકારીઓ દ્વારા અને 3879 બેઠક મતદાર નોંધણી અધિકારીઓ દ્વારા યોજાઈ હતી.

 

The post ચૂંટણી પંચે વોટર લિસ્ટ સુધારણા માટે પૂછ્યા પાંચ મહત્વના પ્રશ્નો appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/08/26/bihar-voter-list-five-questions/feed/ 0