Wang Yi India visit Archives - Gujarat Inside - Latest News Today https://www.gujaratinside.com/tag/wang-yi-india-visit/ Latest News: Today’s News, Top News Headlines, Breaking News India, World News, Entertainment News, Sports News | Latest News Today | Gujarat Inside Mon, 18 Aug 2025 16:12:30 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.9.4 https://www.gujaratinside.com/wp-content/uploads/2025/06/cropped-GUJARAT-32x32.png Wang Yi India visit Archives - Gujarat Inside - Latest News Today https://www.gujaratinside.com/tag/wang-yi-india-visit/ 32 32 ભારત-ચીન સંબંધો સુધારવાના પ્રયાસમાં વાંગ યી, જયશંકર સાથે બેઠકમાં બોલ્યા મહત્વના મુદ્દા https://www.gujaratinside.com/2025/08/18/wang-yi-india-visit-jaishankar-meeting-strengthen-relations/ https://www.gujaratinside.com/2025/08/18/wang-yi-india-visit-jaishankar-meeting-strengthen-relations/#respond Mon, 18 Aug 2025 16:12:30 +0000 https://www.gujaratinside.com/?p=16639 અમેરિકા સાથે ટેરિફને લઈને ચાલી રહેલા વિવાદ વચ્ચે ભારત અને ચીન વચ્ચે નિકટતા વધતી નજરે પડી રહી છે. ચીનના વિદેશ મંત્રી વાંગ યી સોમવારે (18 ઓગસ્ટ) તેમના બે દિવસીય પ્રવાસે ભારત આવ્યા હતા અને આ અવસરે તેમણે ભારતીય વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકર સાથે મહત્ત્વપૂર્ણ બેઠક કરી. બેઠકમાં વાંગ યીએ જણાવ્યું કે, “ભારત અને ચીન...

The post ભારત-ચીન સંબંધો સુધારવાના પ્રયાસમાં વાંગ યી, જયશંકર સાથે બેઠકમાં બોલ્યા મહત્વના મુદ્દા appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
અમેરિકા સાથે ટેરિફને લઈને ચાલી રહેલા વિવાદ વચ્ચે ભારત અને ચીન વચ્ચે નિકટતા વધતી નજરે પડી રહી છે. ચીનના વિદેશ મંત્રી વાંગ યી સોમવારે (18 ઓગસ્ટ) તેમના બે દિવસીય પ્રવાસે ભારત આવ્યા હતા અને આ અવસરે તેમણે ભારતીય વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકર સાથે મહત્ત્વપૂર્ણ બેઠક કરી. બેઠકમાં વાંગ યીએ જણાવ્યું કે, “ભારત અને ચીન એકબીજાની સફળતામાં યોગદાન આપી શકે છે.”

વાંગ યીએ વધુમાં કહ્યું કે, “અમે બોર્ડર પર શાંતિ જાળવવા માટે પ્રયત્નશીલ છીએ અને સહયોગ વધારવા માટે પ્રતિબદ્ધ છીએ. ભારત-ચીનના સંબંધોમાં સુધારો અને વિકાસને મજબૂત બનાવવા માટે વિશ્વાસ રાખીએ છીએ. આથી એશિયા અને વિશ્વમાં સ્થિરતા લાવવામાં મદદ મળશે.”

જયશંકરે કહ્યું કે, “બંને દેશો વચ્ચેના સંબંધો મુશ્કેલ સમયમાંથી પસાર થયા છે, પરંતુ હવે તેને યોગ્ય દિશામાં આગળ વધારવાનો પ્રયાસ થઈ રહ્યો છે. સંબંધોમાં સકારાત્મક ગતિ ત્યારે જ આવશે જ્યારે બોર્ડર પર શાંતિ જળવાશે. મતભેદો વિવાદમાં ન ફેરવાય અને સ્પર્ધા સંઘર્ષમાં ન બદલે તે માટે એકબીજાના સંવેદનશીલ મુદ્દાઓનો માન રાખવો જોઈએ.”

જયશંકરે એ પણ જણાવ્યું કે, “તમે અમારા વિશેષ પ્રતિનિધિ એનએસએ અજીત ડોભાલ સાથે બોર્ડર સંબંધિત મુદ્દાઓ પર ચર્ચા કરશો. સાથે સાથે ટેરિફ મુદ્દાઓ અને આંતરરાષ્ટ્રીય પરિસ્થિતિ પર પણ વાત થશે, કારણ કે વિશ્વના બે મોટા દેશો વચ્ચેની વાતચીત વૈશ્વિક અર્થતંત્રની સ્થિરતા માટે આવશ્યક છે.”

The post ભારત-ચીન સંબંધો સુધારવાના પ્રયાસમાં વાંગ યી, જયશંકર સાથે બેઠકમાં બોલ્યા મહત્વના મુદ્દા appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/08/18/wang-yi-india-visit-jaishankar-meeting-strengthen-relations/feed/ 0
પીએમ મોદીની ચીન યાત્રા પહેલા ચીનના વિદેશ મંત્રીની ભારત મુલાકાત, ડોભાલ સાથે સરહદ શાંતિ પર ચર્ચા https://www.gujaratinside.com/2025/08/17/pm-modi-china-visit-wang-yi-india-meeting/ https://www.gujaratinside.com/2025/08/17/pm-modi-china-visit-wang-yi-india-meeting/#respond Sun, 17 Aug 2025 12:10:50 +0000 https://www.gujaratinside.com/?p=16541 વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ચીન યાત્રા પહેલા ચીનના વિદેશ મંત્રી વાંગ યી સોમવારથી બે દિવસની ભારત મુલાકાતે આવી રહ્યા છે. આ મુલાકાત દરમિયાન વાંગ યી અને ભારતના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ વચ્ચે મહત્ત્વપૂર્ણ બેઠક યોજાશે. બેઠકમાં બંને દેશો વચ્ચે સરહદ પર સ્થાયી શાંતિ સ્થાપિત કરવા માટે ચર્ચા થવાની સંભાવના છે. ચીનના વિદેશ મંત્રીની આ મુલાકાત...

The post પીએમ મોદીની ચીન યાત્રા પહેલા ચીનના વિદેશ મંત્રીની ભારત મુલાકાત, ડોભાલ સાથે સરહદ શાંતિ પર ચર્ચા appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ચીન યાત્રા પહેલા ચીનના વિદેશ મંત્રી વાંગ યી સોમવારથી બે દિવસની ભારત મુલાકાતે આવી રહ્યા છે. આ મુલાકાત દરમિયાન વાંગ યી અને ભારતના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ વચ્ચે મહત્ત્વપૂર્ણ બેઠક યોજાશે. બેઠકમાં બંને દેશો વચ્ચે સરહદ પર સ્થાયી શાંતિ સ્થાપિત કરવા માટે ચર્ચા થવાની સંભાવના છે.

ચીનના વિદેશ મંત્રીની આ મુલાકાત એવા સમયે થઈ રહી છે જ્યારે અમેરિકા દ્વારા ભારતીય ઉત્પાદનો પર ભારે ટેરિફ લગાવવાના કારણે ભારત-અમેરિકા સંબંધોમાં તણાવ ઊભો થયો છે. બીજી તરફ ભારત અને ચીન વચ્ચે સંબંધોમાં સુધારો લાવવાના પ્રયાસો થઈ રહ્યા છે.

ચીનમાં 31 ઓગસ્ટથી શાંઘાઈ સહકાર સંગઠન (SCO)નું વાર્ષિક શિખર સંમેલન યોજાવાનું છે, જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ ભાગ લેશે તેવી ધારણા છે. આ શિખર સંમેલન માટે ચીનની શી જિનપિંગ સરકાર તૈયારી કરી રહી છે. વાંગ યી ભારતની મુલાકાત દરમિયાન વિદેશ મંત્રી એસ.જયશંકર સાથે પણ ચર્ચા કરશે.

રિપોર્ટ્સ મુજબ, પીએમ મોદી 29 ઓગસ્ટે જાપાન પ્રવાસે જશે અને ત્યારબાદ ચીનના તિયાનજિનમાં યોજાનાર શિખર સંમેલનમાં ભાગ લેશે. આ મુલાકાતો બંને દેશો વચ્ચેના સંબંધોને નવી દિશામાં લઈ જવા માટે મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે.

 

The post પીએમ મોદીની ચીન યાત્રા પહેલા ચીનના વિદેશ મંત્રીની ભારત મુલાકાત, ડોભાલ સાથે સરહદ શાંતિ પર ચર્ચા appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/08/17/pm-modi-china-visit-wang-yi-india-meeting/feed/ 0