ચીન બાદ જાપાન… ભારતીય હૉકી ટીમે એશિયા કપમાં કર્યો કમાલ, બેક ટુ બેક બીજી જીત મેળવી

Home » Latest Update » ચીન બાદ જાપાન… ભારતીય હૉકી ટીમે એશિયા કપમાં કર્યો કમાલ, બેક ટુ બેક બીજી જીત મેળવી
ચીન-બાદ-જાપાન…-ભારતીય-હૉકી-ટીમે-એશિયા-કપમાં-કર્યો-કમાલ,-બેક-ટુ-બેક-બીજી-જીત-મેળવી

India-Japan Hockey Asia Cup 2025 : હૉકી એશિયા કપમાં ભારતીય પુરુષ ટીમે શાનદાર પ્રદર્શન જાળવી રાખીને પોતાના બીજા મેચમાં જાપાનને 3-2 થી હરાવી દીધું છે. આ જીત સાથે ટીમ ઇન્ડિયાએ ટૂર્નામેન્ટમાં સતત બીજી જીત મેળવી છે. આ પહેલાં ભારતે પ્રથમ મેચમાં ચીનને 4-3 થી પરાજય આપ્યો હતો. જાપાન સામેની જીત બાદ ભારતે સુપર-4માં પોતાનું સ્થાન લગભગ નિશ્ચિત કરી લીધું છે.

મનદીપ સિંહ, હરમનપ્રીત સિંહે ગોલ કર્યો

ભારતે પહેલા ક્વાર્ટરથી જ જાપાન પર પક્કડ જમાવી દીધી હતી. ભારતીય ટીમ માટે મનદીપ સિંહ અને કેપ્ટન હરમનપ્રીત સિંહે શરૂઆતમાં જ ગોલ કરતા, ભારતે 2-0 ની લીડ મેળવી લીધી હતી. જોકે, બીજા અને ત્રીજા ક્વોર્ટરમાં જાપાન વાપસી કરવાનો પ્રયાસ કર્યો અને કોસેઈ કાવાબેના ગોલથી સ્કોર 2-1 પર લાવી દીધો હતો.

આ પણ વાંચો : ટેરિફને લઈને ભારત સરકારનો મોટો નિર્ણય, અમેરિકા માટે તમામ પોસ્ટલ સર્વિસ બંધ

હરમનપ્રીતે બે ગોલ કર્યા

ભારતનો જાપાન સામેની મેચમાં જીતનો શ્રેય કેપ્ટન હરમનપ્રીત સિંહને જાય છે. તેણે ચોથા ક્વાર્ટરમાં વધુ એક ગોલ કરીને ભારતને જીત અપાવી છે. હરમનપ્રીતે આ મેચમાં બે ગોલ કર્યા હતા, જ્યારે ચીન સામેની પહેલી મેચમાં તેમણે હૅટ્રિક નોંધાવી હતી. મેચના અંતિમ પડાવમાં જાપાને બીજો ગોલ કરીને સ્કોર 3-2 કર્યો, પરંતુ ત્યાં સુધી ઘણું મોડું થઈ ગયું હતું.

સોમવારે ભારત-કઝાકિસ્તાન વચ્ચે મેચ

આ જીત સાથે ભારત પૂલ-એમાં 6 પોઈન્ટ સાથે ટોચ પર છે. ભારતીય ટીમ હવે સોમવારે, પહેલી સપ્ટેમ્બરે કઝાકિસ્તાન સામે છેલ્લી પૂલ મેચ રમશે. આ મેચ ભારતીય સમય અનુસાર સાંજે ૭:૩૦ વાગ્યે શરૂ થશે. ત્યારબાદ સુપર-4 સ્ટેજ અને અંતે 7 સપ્ટેમ્બરે ફાઈનલ મેચ રમાશે.

આ પણ વાંચો : ‘ભારત અને ચીન હરીફ નહીં, એકબીજાના પાર્ટનર’, જિનપિંગ અને PM મોદીની બેઠકથી ટ્રમ્પને સંદેશો

Leave a Reply

Your email address will not be published.