તારા સુતરિયા અને વીર પહાડિયાનો પ્રેમ જાહેર, સોશિયલ મીડિયા પર રોમાન્ટિક તસવીરો વાયરલ

તારા સુતરિયા અને વીર પહાડિયાનો પ્રેમ જાહેર, સોશિયલ મીડિયા પર રોમાન્ટિક તસવીરો વાયરલ

મુંબઈ: બોલિવૂડ અભિનેત્રી તારા સુતરિયા અને વીર પહાડિયાએ તેમના સંબંધો ઓફિશિયલ કરી દીધા છે. લાંબા સમયથી બંને વચ્ચેના રિલેશનશિપના અહેવાલો ચર્ચામાં હતા, પરંતુ હવે બંનેએ સોશિયલ મીડિયા પર રોમાન્ટિક તસવીરો શેર કરી પ્રેમ જાહેર કર્યો છે.

ગણેશોત્સવના અવસર પર તારાએ પોતાના ટ્રેડિશનલ લુકની કેટલીક તસવીરો પોસ્ટ કરી હતી, જેમાં તેણે વીર સાથેની એક ખાસ તસવીર પણ શેર કરી હતી. બાદમાં વીરે પણ પોતાના અકાઉન્ટ પર તારાની સાથેની તસવીર પોસ્ટ કરી હતી.

ઉલ્લેખનીય છે કે તારા સુતરિયા અગાઉ આદર જૈન સાથે સંબંધમાં હતી અને બંનેના લગ્નની ચર્ચા પણ એક સમયે ગરમાઈ હતી. બીજી તરફ, વીર પહાડિયા, જાહ્નવી કપૂરના બોયફ્રેન્ડ શિખર પહાડિયાનો મોટાભાઈ છે.

જો ભવિષ્યમાં તારા અને વીર તથા જાહ્નવી અને શિખર બંને જોડીઓ લગ્ન કરે તો તારા, જાહ્નવીની જેઠાણી બનશે. હાલમાં બંનેની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે અને ફેન્સ તરફથી શુભેચ્છા મળી રહી છે.

 

Leave a Reply

Your email address will not be published.