કન્નૌજ: કન્નૌજના બાલાપીર મોહલ્લામાં પોલીસ દ્વારા સમાજવાદી પાર્ટીના પૂર્વ ખજાનચી કૈશ ખાનની ધરપકડ થ્રિલર ફિલ્મની જેમ બની ગઈ. પોલીસ પહેલાં કૈશ ખાનના ઘરમાં તપાસ કરવા પહોંચી, પરંતુ તે ત્યાં હાજર નહોતો. ત્યારબાદ પોલીસે તેના ભાઈના ઘરની તપાસ શરૂ કરી. જ્યારે પોલીસની નજર એક રૂમના માળિયા પર મુકાયેલા મોટા અને અજાયબ પડદા પર પડી, ત્યારે આ...
Day: September 4, 2025
ઉત્તર ભારતના પૂર મામલે SCની કડક ટિપ્પણી, હિમાચલ-ઉત્તરાખંડ સહિત રાજ્યોને નોટિસ
નવી દિલ્હી: ઉત્તર ભારતમાં ભારે વરસાદ, પૂરની સ્થિતિ અને ભૂસ્ખલનને લઈ સુપ્રીમ કોર્ટે ગંભીર ચિંતા વ્યક્ત કરી છે. ચીફ જસ્ટિસ બીઆર ગવઈની અધ્યક્ષતાવાળી બેન્ચે હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, પંજાબ અને જમ્મુ-કાશ્મીર સરકારોને નોટિસ પાઠવી છે. અદાલતે રાજ્ય સરકારોને ત્રણ સપ્તાહની અંદર પરિસ્થિતિ અંગે વિગતવાર જવાબ આપવા આદેશ આપ્યો છે. સુનાવણી દરમિયાન CJI ગવઈએ ટકોર કરી હતી...
NIRF રેન્કિંગ 2025: IIM અમદાવાદ છઠ્ઠા વર્ષે ટોપ મેનેજમેન્ટ ઈન્સ્ટિટ્યુટ, IIT મદ્રાસ દેશની શ્રેષ્ઠ સંસ્થા
શિક્ષણ મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા નેશનલ ઈન્સ્ટિટ્યુશનલ રેન્કિંગ ફ્રેમવર્ક (NIRF) 2025માં, અમદાવાદની ઈન્ડિયન ઈન્સ્ટિટ્યુટ ઓફ મેનેજમેન્ટ (IIM) એ મેનેજમેન્ટ કેટેગરીમાં ફરી એકવાર ટોચનું સ્થાન હાંસલ કર્યું છે. IIM અમદાવાદ 2020થી સતત છ વર્ષથી દેશની નંબર વન મેનેજમેન્ટ ઈન્સ્ટિટ્યુટ તરીકે ઓળખાય છે. આ વર્ષે IIM બેંગ્લોર બીજા ક્રમે અને IIM કોઝિકોડે ત્રીજા ક્રમે રહ્યા છે....
કુલ્લુમાં ભૂસ્ખલન: બે મકાન ધરાશાયી, એકનો મૃતદેહ મળ્યો, અનેક લોકો દટાયાની આશંકા
હિમાચલ પ્રદેશના કુલ્લુ જિલ્લાના અખાડા બજારમાં ગુરુવારે વહેલી સવારે લગભગ 6 વાગ્યે ભૂસ્ખલનની ઘટના બની હતી. આ ભયાનક દુર્ઘટનામાં બે મકાન ધરાશાયી થઈ ગયા હતા અને કાટમાળ નીચે સાતથી આઠ લોકો દટાયાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. ઘટનાની જાણ થતાં જ NDRFની ટીમ સ્થળ પર પહોંચી ગઈ હતી અને તાત્કાલિક બચાવ કામગીરી શરૂ કરી...
હુક્કા વિવાદ અંગે ઈરફાન-ધોનીના ફેન્સ વચ્ચે સોશિયલ મીડિયામાં વૉર, ક્રિકેટરે પણ તોડ્યું મૌન
Irfan Pathan Breaks Silence Hookah Controversy: ટીમ ઈન્ડિયાના પૂર્વ ઓલરાઉન્ડર ઈરફાન પઠાણ ફરી એકવાર ચર્ચામાં છે. તેનું કારણ એક જૂનો ઈન્ટરવ્યૂ છે, જેમાં તેણે ઈશારો કર્યો હતો કે ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની હુક્કો પીવે છે અને જે ખેલાડીઓ તેની સાથે આ સેશન્સમાં સામેલ થતા હતા, તેઓ તેના નજીકના બની જતા હતા. ઈરફાન...
અશ્વિન બાદ ટીમ ઈન્ડિયાના વધુ એક દિગ્ગજ સ્પિનરે તમામ ફોર્મેટમાંથી નિવૃત્તિ જાહેર કરી
Amit Mishra Retirement : ટીમ ઈન્ડિયાના સ્ટાર સ્પિનર આર.અશ્વિને નિવૃત્તિ જાહેર કર્યા બાદ વધુ એક દિગ્ગજ સ્પિનર અમિત મિશ્રાએ તેના નક્શે કદમ પર ચાલતા ઈન્ટરનેશનલ ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી નિવૃત્તિનું એલાન કરી દીધું છે. તે હવે આઈપીએલની સાથે ભારતની ડોમેસ્ટિક ક્રિકેટ પણ નહીં રમે. જોકે દુનિયાના અન્ય દેશોમાં રમાતી T20 ટુર્નામેન્ટમાં રમવા જઈ શકશે. Veteran leg-spinner...
GSTમાં IPL ફેન્સને મોટો ઝટકો, સ્ટેડિયમમાં મેચ જોવા ટિકિટ પર આપવો પડશે આટલો ટેક્સ
IPL Tickets GST: ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) મેચ જોવા માટે ક્રિકેટ ચાહકોએ હવે વધુ પૈસા ખર્ચવા પડશે. આનો અર્થ એ થયો કે IPL ટિકિટ હવે પહેલા કરતા વધુ મોંઘી થશે. ત્રીજી સપ્ટેમ્બરના રોજ GST કાઉન્સિલે નિર્ણય લીધો કે IPL અને તેના જેવી મોટી રમતગમતની ઈવેન્ટ્સની ટિકિટ પર હવે 40 ટકા GST (ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ)...
ભારતીય ટીમનો ‘ગબ્બર’ ઈડીના રડારમાં, ગેરકાયદે સટ્ટાબાજી એપ કેસમાં પૂછપરછ માટે તેડું
Shikhar Dhawan Summoned By ED: પૂર્વ ભારતીય ક્રિકેટર શિખર ધવન પણ હવે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)ના રડારમાં છે. શિખર ધવનને ગેરકાયદે સટ્ટાબાજી એપ સાથે સંબંધિત મની લોન્ડરિંગ તપાસના સંદર્ભમાં ગુરુવારે (ચોથી સપ્ટેમ્બર) ઈડી દ્વારા પૂછપરછ માટે બોલાવવામાં આવ્યો છે. હાલ તે ઈડી ઓફિસ પહોંચ્યા છે અને તેની પૂછપરછ કરવામાં આવી રહી છે. ઈડીએ અગાઉ આ કેસમાં...
જામનગરમાં રીલ બનાવતા યુવાન ડેમમાં ખાબક્યો, ગ્રામજનોની મદદથી જીવ બચ્યો
જામનગરના વાણીયા ગામ નજીક વાગડિયા ડેમમાં મંગળવારે સાંજે એક યુવાન રીલ બનાવવાના પ્રયાસમાં કાર સાથે ડેમમાં ખાબક્યો. યુવાન એક્સયુવી કારમાં બેઠા હતા અને મોબાઇલ ફોનમાં રીલ બનાવવામાં વ્યસ્ત હતાં. અચાનક કાર ડેમના પાણીમાં ગરકાવ થઈ ગઈ, અને ડરના કારણે યુવાન પ્રથમ બુમાબુમ કરીને મુશ્કેલીએ પોતે કારની બહાર નીકળીને ઉપર ચડી ગયો હતો. આ સમયે નજીકના...
અમદાવાદ વસ્ત્રાપુરમાં સરકારી અધિકારીએ આત્મહત્યા કરી, પોલીસ તપાસ ચાલુ
અમદાવાદના વસ્ત્રાપુર વિસ્તારમાં ચોંકાવનારી ઘટના બની છે. ગાંધીનગર સચિવાલયમાં ફરજ બજાવતા ગુજરાત એડમિનિસ્ટ્રેટિવ સર્વિસ (GAS) કેડરના અધિકારી મનોજકુમાર પૂજારા તેમના નિવાસસ્થાનમાં મૃત હાલતમાં મળી આવ્યા. પુરતી માહિતી અનુસાર તેઓ લોકલ ફંડના નિરીક્ષક તરીકે ફરજ બજાવતા હતા અને વસ્ત્રાપુરની સરકારી વસાહતમાં એકલા રહેતા હતા. આ ઘટના આજ સવારે સામેન આવી, જ્યારે તેમના ડ્રાઈવરે તેમને લેવા આવ્યા...









