Image source: IANS
Asia Cup 2025: એશિયા કપની મંગળવારથી શરૂઆત થઈ ગઈ છે. વર્ષ 2026માં T20 વર્લ્ડકપનું આયોજન થવાનું હોવાથી, તેની તૈયારી માટે એશિયા કપ 2025 પણ T20 ફોર્મેટમાં યોજાવા જઇ રહી છે. આ ટુર્નામેન્ટમાં 8 ટીમ ભાગ લેશે. અત્યાર સુધી એશિયા કપ T20 ફોર્મેટમાં આ આઠ ટીમોનું પ્રદર્શન કેવું રહ્યું છે, ચાલો જાણીએ…
ટીમ ઈન્ડિયા
એશિયા કપના ઇતિહાસમાં એક નજર કરીએ તો ભારતીય ટીમનું એશિયા કપમાં ખૂબ જ શાનદાર પ્રદર્શન રહ્યું છે. અગાઉ આ ટુર્નામેન્ટમાં T20માં 10 મેચ રમી છે. અને તેમાંથી 8 મેચમાં ભારતને જીત મળી છે અને બે મેચમાં હાર મળી છે. એટલે ભારત આ ટુર્નામેન્ટ જીતે તેવી 80 ટકા સંભાવના છે.
શ્રીલંકા
ભારત પછી શ્રીલંકા એશિયા કપના T20 ફોર્મેટમાં મેચ જીતવાની દ્રષ્ટિએ બીજા ક્રમની સૌથી સફળ ટીમ છે. તેણે આ ટુર્નામેન્ટમાં 10 T20 મેચ રમી છે, જેમાં 6 જીતી છે અને 4 હારનો સામનો કરવો પડ્યો છે. શ્રીલંકા આ ટુર્નામેન્ટ જીતે તેવી 60 ટકા સંભાવના છે.
પાકિસ્તાન
એશિયા કપ T20 ફોર્મેટમાં ત્રીજી સૌથી સફળ ટીમ છે. આ ટુર્નામેન્ટમાં પાકિસ્તાને 10 T20 મેચ રમી છે, તેમાથી 5 મેચમાં જીત મેળવી છે. પાકિસ્તાન આ ટુર્નામેન્ટ જીતે તેવી 50 ટકા સંભાવના છે
અફઘાનિસ્તાન
એશિયા કપમાં અફઘાનિસ્તાન ટીમ ‘ડાર્ક હોર્સ’ સાબિત થઈ શકે છે. આ ટુર્નામેન્ટના T20 ફોર્મેટમાં તેનું પ્રદર્શન બાંગ્લાદેશ કરતા સારું રહ્યું છે. તેણે 8 મેચ રમી છે જેમાં તેણે 4 જીતી છે અને 4 હારી છે. અફઘાનિસ્તાન આ ટુર્નામેન્ટ જીતે તેવી 50 ટકા સંભાવના છે
બાંગ્લાદેશ
આ વખતે બાંગ્લાદેશ એશિયા કપના T20 ફોર્મેટમાં 7 મેચ રમી છે,તેમાંથી 3 મેચ જીતી છે અને 4 હારી છે. બાંગ્લાદેશ આ ટુર્નામેન્ટ જીતે તેવી 42.85 ટકા સંભાવના છે
UAE
UAE ટીમે અગાઉ એશિયા કપમાં 7 T20 મેચ રમી છે. તેણે તેમાંથી 3 મેચ જીતી છે અને 4 મેચ હારી છે. UAE આ ટુર્નામેન્ટ જીતે તેવી 42.85 ટકા સંભાવના છે
ઓમાન
ઓમાન 3 માંથી 1 મેચ જીતી છે અને 2 મેચ હારી છે. ઓમાન આ ટુર્નામેન્ટ જીતે તેવી 33.33 ટકા સંભાવના છે
હોંગકોંગ
હોંગકોંગ એશિયા કપ 2025 પહેલા આ ટુર્નામેન્ટમાં 5 T20 મેચ રમી છે. તેને બધી મેચોમાં હારનો સામનો કરવો પડ્યો હતો. એશિયા કપ 2025માં પણ હોંગકોંગની પહેલી મેચ અફઘાનિસ્તાન સામે થઈ રહી છે.

Leave a Reply