અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે શુક્રવારે જાહેરાત કરી છે કે રાષ્ટ્રવ્યાપી ચર્ચાસ્પદ રૂપમાં જાણીતા રૂઢિવાદી કાર્યકર ચાર્લી કર્કના હત્યારાની ધરપકડ કરવામાં આવી છે.
કર્કની બુધવારે યુટા વેલી યુનિવર્સિટીમાં યોજાયેલી જાહેર કાર્યક્રમ દરમિયાન સેંકડો દર્શકોની વચ્ચે ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. ઘટનાની જાણ થતા સુરક્ષા એજન્સીઓએ તાત્કાલિક તપાસ શરૂ કરી અને સમગ્ર દેશમાં સર્ચ ઓપરેશન ચલાવ્યું.

ટ્રમ્પે એક ન્યૂઝ ચેનલને આપેલા ઈન્ટરવ્યૂમાં જણાવ્યું કે, શંકાસ્પદ હત્યારાને નજીકના એક વ્યક્તિએ ઓળખ આપી, જેના કારણે તેને ઝડપી લેવાયું. તેમણે કહ્યું કે ચાર્લી કર્કની હત્યામાં જવાબદારને કડક સજા મળશે અને આ મામલે ન્યાય સુનિશ્ચિત કરાશે.
ચાર્લી કર્ક ટર્નિંગ પોઈન્ટ યુએસના સહ-સંસ્થાપક, લેખક અને પૉડકાસ્ટ હોસ્ટ તરીકે જાણીતા હતા. તેઓ તેમના તેજાબી નિવેદનો અને કટ્ટર રાજકીય વિચારધારા માટે વિખ્યાત હતા, જેના કારણે તેઓની લેફ્ટ વિચારધારા ધરાવનારા લોકો સાથે વારંવાર તર્ક વિવાદ થતો રહ્યો.
FBIના જણાવ્યા અનુસાર, હુમલાખોર કેમ્પસની છત પરથી ગોળી ચલાવી ને ભાગી ગયો હતો અને તેની રાઈફલ તપાસમાં જંગલમાંથી મળી આવી હતી.

Leave a Reply