નેપાળમાં સુશીલા કાર્કી વચગાળાની મહિલા વડાપ્રધાન, આજે થશે શપથવિધિ

નેપાળમાં સુશીલા કાર્કી વચગાળાની મહિલા વડાપ્રધાન, આજે થશે શપથવિધિ

નેપાળમાં યુવાનોએ Gen-Z આંદોલન દરમિયાન માત્ર બે દિવસમાં સરકાર ઉથલાવી નાંખ્યા બાદ હવે સત્તા સંક્રમણનો માર્ગ સ્પષ્ટ થયો છે. પૂર્વ ચીફ જસ્ટિસ સુશીલા કાર્કીને વચગાળાની સરકારના વડાપ્રધાન તરીકે નિમણૂક આપવામાં આવી.

આજે 12 સપ્ટેમ્બર, 2025ના રોજ રાષ્ટ્રપતિ ભવનમાં તેઓ શપથ લેશે. સુશીલા કાર્કી નેપાળના ઇતિહાસમાં પ્રથમ મહિલા વડાપ્રધાન બનશે.

આંદોલનમાં, યુવાનોની તીવ્ર હિંસા અને વિરોધની ઘટનાઓમાં સંસદ અને રાજકીય નેતાઓના ઘરોમાં આગ લાગવી, કેબિનેટના તમામ મંત્રીઓ અને તત્કાલીન વડાપ્રધાન પી.શર્મા ઓલીએ જીવ બચાવવા ભાગવું પડ્યું, જ્યારે કેટલાક પૂર્વ મંત્રીઓને પણ ભીડે માર માર્યો. આ દહેશતગ્રસ્ત હિંસક આંદોલનમાં 51 લોકોના મૃત્યુની જાણ થઈ છે, જેમાં એક ભારતીય મહિલા પણ સામેલ છે.

આ મહિલા તેમના પતિ સાથે નેપાળના પ્રસિદ્ધ પશુપતિનાથ મંદિરમાં દર્શન કરવા માટે ગયા હતા. ઉગ્રવાદીઓ દ્વારા હોટલમાં આગ લગાવવામાં આવતા પતિ-પત્નીએ જીવ બચાવવા ચોથા માળેથી છલાંગ લગાવી, જેના કારણે પતિને ઇજા પહોંચી અને પત્નીનું સારવાર દરમિયાન નિધન થયું. આ આંદોલનમાં લગભગ 1300 લોકો ઇજાગ્રસ્ત થયા છે.

યુવાનોની આ હિંસક ઉથલપાથલ અને સરકારે નિયંત્રણના અભાવને કારણે દેશભરમાં ચેતવણી જારી કરવામાં આવી છે. શાંતિ અને સલામતી પુનઃસ્થાપિત કરવા માટે સેનાને મોરચો વ્યવસ્થાપિત કરવાનો આદેશ આપવામાં આવ્યો હતો.

હવે સુશીલા કાર્કીના શપથ બાદ વચગાળાની સરકાર દ્વારા પરિસ્થિતિ સંતુલિત કરવાની પ્રક્રિયા શરૂ થશે.

 

Leave a Reply

Your email address will not be published.