હૈદરાબાદ: શહેરની એક ખાનગી શાળામાં ચાલી રહેલા મોટા ડ્રગ રેકેટનો પર્દાફાશ થયો છે. પોલીસે મેધા સ્કૂલના ડિરેક્ટર માલેલા જયા પ્રકાશ ગૌડ સહિત ત્રણ આરોપીઓને ઝડપી પાડ્યા છે.
આ આરોપીઓએ શાળાના વર્ગખંડો અને પ્રતિબંધિત વિસ્તારોમાં કેમિકલ રિએક્ટર અને ડ્રાયર્સ લગાવી અલ્પ્રાઝોલમ નામનું પ્રતિબંધિત ડ્રગ બનાવવાનું ગેરકાયદેસર ઉત્પાદન શરૂ કર્યું હતું.
તેલંગાણા પોલીસની એલીટ એક્શન ગ્રુપ ફોર ડ્રગ લૉ એન્ફોર્સમેન્ટ (EAGLE) ટીમે રેઇડ કરીને આ લેબમાંથી 7 કિલો અલ્પ્રાઝોલમનો જથ્થો, રૂ. 21 લાખની રોકડ, તેમજ ડ્રગ્સ બનાવવા વપરાતા કેમિકલ્સ અને સાધનો જપ્ત કર્યા છે.

તપાસમાં ખુલ્યું કે આ ગેરકાયદેસર ઉત્પાદન છેલ્લા છ મહિનાથી ચાલુ હતું. ગૌડે અઠવાડિયામાં છ દિવસ ઉત્પાદન કરાવતો અને રવિવારે ડ્રગ્સની ડિલિવરી કરાતી હતી.
ખાસ વાત એ છે કે શાળાની નીચેની માળીઓમાં નિયમિત શૈક્ષણિક વર્ગો ચાલુ હતા, જ્યારે ઉપરના માળે ડ્રગ્સનું ઉત્પાદન કરવામાં આવતું હતું. પોલીસે ત્રણેય આરોપીઓને કસ્ટડીમાં લઇ વધુ તપાસ શરૂ કરી છે.

Leave a Reply