વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 75મા જન્મદિવસે સુરતમાં ઇચ્છાનાથ મહાદેવ મંદિરે સ્વચ્છતા અભિયાન, CR પાટીલ જોડાયા

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 75મા જન્મદિવસે સુરતમાં ઇચ્છાનાથ મહાદેવ મંદિરે સ્વચ્છતા અભિયાન, CR પાટીલ જોડાયા

સુરત: વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 75મા જન્મદિવસ નિમિત્તે સમગ્ર દેશમાં વિવિધ સદકાર્યો યોજાઈ રહ્યા છે. ગુજરાતમાં ભાજપના નેતાઓ અને કાર્યકરો જન્મદિવસની ઉજવણી ફક્ત બોલીને નહીં પરંતુ કાર્ય થકી કરી રહ્યા છે.

રાજ્યભરના અનેક વિસ્તારોમાં આજે સ્વચ્છતા અભિયાન, મેદસ્વિતા મુક્ત અભિયાન, રક્તદાન શિબિર જેવા સક્રિય કાર્યક્રમો યોજાયા. ગાંધીનગરમાં વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ સફાઈ અભિયાન હાથ ધર્યું, જ્યારે સુરતમાં કેન્દ્રીય મંત્રી અને BJP ગુજરાત પ્રમુખ સી.આર. પાટીલના નેતૃત્વમાં ઇચ્છાનાથ મહાદેવ મંદિરમાં વિશેષ સ્વચ્છતા અભિયાન યોજાયું.

મંદિરના પ્રાંગણ અને આસપાસના વિસ્તારોની સફાઈ કરી મંદિરને સ્વચ્છ બનાવવામાં આવ્યું. આ પ્રસંગે મોટી સંખ્યામાં ભાજપના કાર્યકર્તાઓ જોડાયા. સફાઈ બાદ સી.આર. પાટીલ અને કાર્યકર્તાઓએ મહાદેવ મંદિરમાં પ્રાર્થના કરી અને વડાપ્રધાનના સ્વાસ્થ્ય અને દીર્ઘાયુષ્ય માટે આશીર્વાદ માગ્યા.

જન્મદિવસ નિમિત્તે ગુજરાતમાં એક અનોખું યોગદાન પણ નોંધાયું, જ્યાં એક જ દિવસમાં 56,256 યુનિટ રક્ત એકત્રિત કરીને વિશ્વવિક્રમ સ્થાપિત કર્યો. ‘નમો કે નામ રક્તદાન’ અભિયાન અંતર્ગત રાજ્યના કર્મચારી મંડળો અને શૈક્ષણિક સંઘોએ આ વિશાળ આયોજન સફળ બનાવ્યું.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે 140 કરોડ દેશવાસીઓ વડાપ્રધાનનો પરિવાર છે અને તેમના નેતૃત્વ હેઠળ દેશ ગરીબ કલ્યાણ અને સુરક્ષાના માર્ગે આગળ વધી રહ્યો છે. તેમણે ભારપૂર્વક કહ્યું કે ઓપરેશન સિંદૂર દ્વારા નવા ભારતની શક્તિ સમગ્ર વિશ્વે જોઈ છે.

 

Leave a Reply

Your email address will not be published.