અમદાવાદ: અદાણી ગ્રુપ માટે રાહતના સમાચાર સામે આવ્યા છે. અમેરિકન શોર્ટ-સેલર ફર્મ હિન્ડનબર્ગ રિસર્ચ દ્વારા લગાવવામાં આવેલા ગંભીર આક્ષેપોમાં સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (SEBI) એ અદાણી ગ્રુપને ક્લીન ચીટ આપી છે. ગુરુવારે જાહેર કરાયેલા અંતિમ આદેશમાં સેબીએ સ્પષ્ટ કર્યું કે હિન્ડનબર્ગ દ્વારા લગાવવામાં આવેલા આરોપોની તપાસ પૂર્ણ થઈ ગઈ છે અને કોઈ પણ...
Day: September 18, 2025
ભાગેડુ લલિત મોદીના ભાઈ સમીર મોદી દુષ્કર્મના કેસમાં દિલ્હી એરપોર્ટ પરથી ઝડપાયા, હાલ પોલીસ કસ્ટડીમાં
દિલ્હી: ભાગેડુ આઈપીએલના ભૂતપૂર્વ ચેરમેન લલિત મોદીના ભાઈ અને ઉદ્યોગપતિ સમીર મોદી ફરી એકવાર ચર્ચામાં આવ્યા છે. દિલ્હી પોલીસએ ન્યૂ ફ્રેન્ડ્સ કોલોની પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા જૂના દુષ્કર્મ કેસમાં તેમની ધરપકડ કરી છે. અહેવાલો અનુસાર, સમીર મોદી વિદેશ જવાના ઈરાદે દિલ્હી એરપોર્ટ પર હતા ત્યારે પોલીસે તેમને અટકાયતમાં લીધા. બાદમાં તેમને કોર્ટમાં રજુ કરવામાં આવ્યા હતા...
વર્લ્ડ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં ભારતનું મેડલ જીતવાનું સપનું તૂટ્યું, નીરજ ચોપરા અને સચિન યાદવ બહાર
World Athletics Championships: ટોક્યોમાં ચાલી રહેલા વર્લ્ડ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપ 2025માં મેન જૈવલિન થ્રો ફાઈનલમાં નીરજ ચોપરા ખાસ પ્રદર્શન ન કરી શક્યો. નીરજ આઠમાં સ્થાન પર રહ્યો છે. તેનો બેસ્ટ થ્રો 84.03 મીટર (બીજા પ્રયાસ) રહ્યો. નીરજ સિવાય ભારતના સચિન યાદવે પણ ભાગ લીધો હતો. સચિને સારું પ્રદર્શન કર્યું અને ચોથા નંબર પર રહ્યો. સચિનનો બેસ્ટ થ્રો...
કરજણ અને શિનોરમાં 10 દિવસ બાદ ધોધમાર વરસાદ, ખેડૂતો અને નાગરિકો માટે રાહત
વડોદરા જિલ્લાના કરજણ અને શિનોર તાલુકામાં 10 દિવસના વિરામ પછી ધોધમાર વરસાદ નોંધાયો છે. છેલ્લા દિવસોમાં ગરમી અને ઉકળાટથી પરેશાન નાગરિકો અને ખેડૂતોએ આ વરસાદથી રાહતનો શ્વાસ લીધો છે. કરજણ તાલુકાના સીમળી, દેરોલી અને ફતેપુરમાં ભારે વરસાદ પડ્યો હતો, જ્યારે શિનોર તાલુકામાં પવન સાથે ધોધમાર વરસાદ નોંધાયો, જેનાથી વાતાવરણ ઠંડું અને સુખદ બની ગયું. શિનોરમાં...
GST 2.0 : નવા દરો લાગુ થયા પછી પણ દુકાનદાર જૂના ભાવે વસ્તુઓ વેચે તો ગ્રાહકો શું કરી શકે?
નવી દિલ્હી: કેન્દ્ર સરકારે સામાન્ય જનતાને મોટી રાહત આપતાં GST 2.0ના નવા દરો જાહેર કર્યા છે, જે 22 સપ્ટેમ્બર, 2025થી અમલમાં આવશે. તાજેતરમાં 3 સપ્ટેમ્બર, 2025ના રોજ યોજાયેલી GST કાઉન્સિલની બેઠકમાં નિર્ણય લેવાયો હતો કે હાલના 5%, 12%, 18% અને 28% ના ચાર GST દરો દૂર કરી ફક્ત 5% અને 18%ના બે દર જ લાગુ...
ભારત વિરુદ્ધ મેચ પહેલા પાકિસ્તાની કેપ્ટનની ટીમથી અપીલ- મિડલ ઓવર્સ પર ધ્યાન આપો
Asia Cup 2025: ભારત વિરુદ્ધ એશિયા કપ સુપર-4 મેચ પહેલા પાકિસ્તાની કેપ્ટન સલમાન અલી આગાએ પોતાની ટીમને મિડલ ઓવરમાં બેટિંગને વધુ મજબૂત કરવાની અપીલ કરી છે. તેનું આ નિવેદન યુએઈ સામે 41 રનોથી જીત બાદ આવ્યું છે. આ જીત સાથે જ પાકિસ્તાની ટીમ ટુર્નામેન્ટના આગલા રાઉન્ડમાં પહોંચી ગઈ છે, પરંતુ ટીમની બેટિંગની પોલ ખુલી ગઈ...
જયપુરમાં જર્જરિત મકાન ધરાશાયી – વૃદ્ધ મહિલાનું મોત, પુત્રવધૂ ઘાયલ
જયપુર: રાજસ્થાનની રાજધાની જયપુરના સુભાષ ચોક વિસ્તારના આમેર રોડ પર ગુરુવારે દુઃખદ ઘટના બની હતી. એક જર્જરિત મકાન ધરાશાયી થતાં 78 વર્ષીય ધન્ની બાઈનું મોત થયું જ્યારે તેની પુત્રવધૂ સુનીતા (35) ગંભીર રીતે ઘાયલ થઈ. કાટમાળ નીચે ફસાયેલા બંને મહિલાઓને પડોશીઓ અને બચાવ દળે બહાર કાઢી SMS હોસ્પિટલમાં ખસેડી હતી, જ્યાં ધન્નીબાઈને મૃત જાહેર કરવામાં...
પૂર પીડિતોના પ્રશ્નોથી કંગના રનોતએ ચિડાઈને કહ્યું – “સવાલ કરો, ચઢાણ ન કરો”
મંડી: બોલિવૂડ અભિનેત્રી અને સાંસદ કંગના રનોત ફરી વિવાદમાં આવી છે. મંડીમાં પૂર પીડિતોની હાલત જાણવા ગયેલી કંગનાને એક મહિલાએ પોતાની આપવીતી સંભળાવવાનો પ્રયત્ન કર્યો, પરંતુ કંગના ચિડાઈ ગઈ. કંગનાએ મહિલાને કહ્યું કે, “તમે મને સવાલ કરો, ચઢાણ ન કરો. જો આક્રમક બનશો તો કામ કેવી રીતે કરી શકીશું?” કંગનાએ પોતાની પણ નુકસાનીની વાત કહી...
ફ્રાન્સમાં 8 લાખ લોકોનો રસ્તા પર વિરોધ, સરકાર પર નાગરિકોની માંગણીઓ સાંભળવાનો દબાણ
ફ્રાન્સમાં ફરી એક વખત વિશાળ વિરોધ પ્રદર્શન યોજાયું છે જેમાં દેશભરના અંદાજે 8 લાખ લોકો રસ્તા પર ઉતરી આવ્યા. આ વિરોધને કારણે શાળા, રેલવે અને હવાઈ સેવાઓ ખોરવાઈ છે. સરકારે પરિસ્થિતિ પર કાબૂ મેળવવા માટે 80 હજારથી વધુ પોલીસ અધિકારીઓને તૈનાત કર્યા છે. આ હડતાળને 2023ના ઐતિહાસિક પેન્શન સુધારણા વિરોધ પછીની સૌથી મોટી ગણવામાં આવી...
રાહુલ ગાંધીનો મોટો આક્ષેપ: ચૂંટણી પંચ મતદાર યાદીમાંથી નામ ડિલીટ કરી રહ્યું છે, અંદરની માહિતી મળી રહી છે
કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ આજે યોજાયેલી પ્રેસ કોન્ફરન્સમાં મતદાર યાદીમાંથી નામ ડિલીટ થવાના મુદ્દે ગંભીર આક્ષેપ કર્યા હતા. તેમણે દાવો કર્યો કે ચૂંટણી પંચ જાણી જોઈને લોકોને નિશાન બનાવી તેમના નામ યાદીમાંથી કાઢી રહ્યું છે અને તે માટે અન્ય મોબાઇલ નંબરનો ઉપયોગ થઈ રહ્યો છે. રાહુલના જણાવ્યા મુજબ હવે ચૂંટણી પંચની અંદરથી લોકો તેમના સંપર્કમાં...









