અમેરિકામાં બોરસદની મહિલા કિરણબેન પટેલની ગોળી મારી હત્યા, લૂંટના ઇરાદે હુમલો

અમેરિકામાં બોરસદની મહિલા કિરણબેન પટેલની ગોળી મારી હત્યા, લૂંટના ઇરાદે હુમલો

અમેરિકાના સાઉથ કેરોલિનાથી ગુજરાતીઓ માટે ચોંકાવનારી ઘટના સામે આવી છે. બોરસદની મૂળ રહેવાસી કિરણબેન પટેલ, જેઓ છેલ્લા 23 વર્ષથી ત્યાં સ્થાયી હતા અને સ્ટોર ચલાવતા હતા, તેમની ગોળી મારી હત્યા કરવામાં આવી છે.

લૂંટના ઇરાદે હુમલો
પ્રાપ્ત માહિતી અનુસાર, ત્રણ દિવસ પહેલા રાત્રે સ્ટોર બંધ કરતી વખતે અને કેશ કાઉન્ટ કરતી વેળાએ બુકાનીધારી હુમલાખોર સ્ટોરમાં ઘૂસી આવ્યો હતો. હુમલાખોરે આડેધડ ગોળીબાર કર્યો હતો જેમાં કિરણબેનને આઠથી વધુ ગોળી વાગી અને તેમનું સ્થળ પર જ મોત નિપજ્યું.

પરિવાર પર શોકનો પહાડ
કિરણબેન પટેલના બે સંતાનો છે. એક દીકરો હાલમાં યુકેમાં વસે છે જ્યારે દીકરી કેનેડામાં રહે છે. આ ઘટનાને કારણે પરિવાર તથા સ્થાનિક ગુજરાતી સમાજમાં શોકની લાગણી છવાઈ ગઈ છે. સ્થાનિક પોલીસે લૂંટના આ બનાવની તપાસ શરૂ કરી છે અને આરોપી માટે શોધખોળ શરૂ કરી છે.

 

Leave a Reply

Your email address will not be published.