ઈટાનગર: નવરાત્રિના પ્રથમ દિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અરુણાચલ પ્રદેશના ભવ્ય પર્વતો વચ્ચે શૈલપુત્રીના દર્શન કર્યા અને હજારો કરોડના વિકાસ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન કર્યું.
મોદીએ પોતાના સંબોધનમાં કહ્યું કે, અરુણાચલ પ્રદેશ માત્ર ઉગતા સૂર્યની ધરતી જ નહીં પરંતુ દેશભક્તિ અને બહાદુરીનું પ્રતિક છે. “જે રીતે તિરંગાનો પ્રથમ રંગ ભગવો છે, તેવી જ રીતે અરુણાચલનો પ્રથમ રંગ પણ ભગવો છે,” એમ તેમણે જણાવ્યું. તે
મણે નવરાત્રિ પર આ પર્વતો વચ્ચે માતા શૈલપુત્રીની પૂજા કરવાનો દૈવી અનુભવ વ્યક્ત કર્યો.
વિકાસ વિશે બોલતાં મોદીએ જણાવ્યું કે આજે દેશભરમાં નેક્સ્ટ-જેન GST સુધારા લાગુ કરવામાં આવ્યા છે અને GST બચત મહોત્સવ શરૂ થયો છે, જે સામાન્ય લોકોને તહેવારોની સિઝનમાં ડબલ બોનસ આપશે.
તેમણે કહ્યું કે 2014માં જ્યારે તેમને દેશસેવાની તક મળી ત્યારે તેમણે નક્કી કર્યું કે દેશને કોંગ્રેસની જૂની વિચારસરણીમાંથી મુક્ત કરવો છે. “અમારી પ્રેરણા બેઠકો કે મત નહીં, પરંતુ “રાષ્ટ્ર પ્રથમ” (Nation First) છે,” એમ મોદીએ જણાવ્યું.
મોદીએ કોંગ્રેસ પર આરોપ મૂક્યો કે જ્યારે વિકાસ કાર્ય મુશ્કેલ હોય, ત્યારે કોંગ્રેસ તે વિસ્તારોને પછાત ગણાવીને ભૂલી જતી હતી, જેના કારણે નોર્થ-ઈસ્ટના વિસ્તારો અને સરહદી ગામડાઓ વિકાસથી વંચિત રહ્યાં અને લોકોએ પલાયન કરવું પડ્યું.
તેમણે કહ્યું કે, “અરુણાચલ પ્રદેશમાં સૌપ્રથમ સૂર્યના કિરણો આવે છે, પરંતુ વિકાસના કિરણોને અહીં પહોંચવા દાયકાઓ લાગી ગયા. હું 2014 પહેલા પણ અહીં ઘણી વાર આવ્યો છું, તમારી વચ્ચે રહ્યો છું. અરુણાચલને પ્રકૃતિએ બધું આપ્યું છે, પરંતુ દિલ્હીમાં બેઠેલી જૂની સરકારોએ હંમેશાં તેને અવગણ્યું છે.”

Leave a Reply