ખૈબર પખ્તૂનખામાં પાકિસ્તાની સેનાનો હવાઇ હુમલો, મહિલાઓ-બાળકો સહિત 30 નાગરિકોના મોત

ખૈબર પખ્તૂનખામાં પાકિસ્તાની સેનાનો હવાઇ હુમલો, મહિલાઓ-બાળકો સહિત 30 નાગરિકોના મોત

પાકિસ્તાનના ખૈબર પખ્તૂનખાના તિરાહ ઘાટીમાં આવેલા મત્રે દારા ગામમાં રવિવારે રાત્રે થયેલા હવાઈ હુમલામાં ઓછામાં ઓછા 30 નાગરિકોના મોત થયા હોવાનું અહેવાલોમાં જણાવાયું છે.

મૃતકોમાં મહિલાઓ અને બાળકો પણ સામેલ છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, પાકિસ્તાની વાયુસેનાએ JF-17 લડાકુ વિમાનમાંથી 8 LS-6 પ્રીસીજન બોમ્બ ફેંક્યા હતા, જેના કારણે ગામનો મોટો ભાગ સંપૂર્ણ તબાહ થઈ ગયો છે.

સ્થાનિક લોકોએ જણાવ્યું કે હુમલો રાત્રે લગભગ 2 વાગ્યે થયો હતો, જ્યારે ગામના મોટા ભાગના લોકો ઊંઘમાં હતા.

બ્લાસ્ટના ભયાનક અવાજથી ગામના ઘણા ઘરો ધરાશાયી થયા અને રસ્તાઓ તૂટી જતા રાહત અને બચાવ કાર્યમાં ગંભીર અવરોધ ઉભા થયા છે. સ્થળ પર માત્ર કાટમાળ અને મૃતદેહો જોવા મળી રહ્યા છે.

આ હુમલા અંગે પાકિસ્તાન સરકાર અથવા સેનાએ હજી સત્તાવાર નિવેદન આપ્યું નથી.

સોશિયલ મીડિયા પર આ ઘટના ઝડપથી વાયરલ થઈ રહી છે અને લોકો સરકારે નાગરિકો પર કરવામાં આવેલા આ હુમલાની કડક નિંદા કરી રહ્યા છે.

આ હુમલા પછી પ્રાંતે તણાવપૂર્ણ પરિસ્થિતિ ઊભી થઈ છે.

Leave a Reply

Your email address will not be published.