અમરેલીના રાજુલા નગરપાલિકાના સફાઈ કામદારો છેલ્લા પાંચ દિવસથી પોતાની વિવિધ માંગણીઓ સાથે હડતાલ પર છે, જેના કારણે શહેરની સફાઈ પર ગંભીર અસર થઈ છે. આશરે 100 થી વધુ કામદારો નગરપાલિકા કચેરી પર ધરણા પ્રદર્શન કરી રહ્યા છે. આ વચ્ચે, હડતાળના વિવાદમાં નવો વળાંક આવ્યો છે. બજારમાં સડેલું માંસ ફેંકતા બે સફાઈ કામદારોના CCTV ફૂટેજ સામે...
Month: September 2025
ટ્રમ્પની યુરોપને સલાહ: રશિયાથી ક્રૂડ ખરીદી બંધ કરો, ચીન પર દબાણ વધારવું જરૂરી
યુરોપમાં યોજાયેલી મહત્વપૂર્ણ વર્ચ્યુઅલ બેઠકમાં અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે યુરોપિયન નેતાઓને રશિયા પાસેથી ક્રૂડની ખરીદી તરત બંધ કરવાની સલાહ આપી. ટ્રમ્પે જણાવ્યું કે, જો યુક્રેન યુદ્ધનો અંત લાવવો છે તો રશિયાની ક્રૂડ વિક્રય પર પ્રતિબંધ મુકવો જરૂરી છે અને ચીન પર પણ આર્થિક દબાણ વધારવું જોઈએ, કારણ કે ચીન યુક્રેન યુદ્ધને આર્થિક રીતે ટેકો આપી...
એશિયા કપ 2025: ટીમ વિદેશી પણ ખેલાડી ‘મેડ ઈન ઈન્ડિયા’! ઓમાન, હોંગકોંગ, UAEમાં જુઓ કેટલા ભારતીય
Asia Cup 2025: એશિયા કપ 2025 માટે કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે. આ વખતે ભારત, પાકિસ્તાન, અફઘાનિસ્તાન, શ્રીલંકા, બાંગ્લાદેશ, ઓમાન, હોંગકોંગ અને યુએઈની ટીમ નવમી સપ્ટેમ્બરથી શરૂ થતા ટી20 એશિયા કપમાં રમી રહી છે. ટુર્નામેન્ટની પહેલી મેચ અફઘાનિસ્તાન અને હોંગકોંગ વચ્ચે રમાશે. આ ઉપરાંત ભારતીય ટીમ 10મી સપ્ટેમ્બરે યુએઈ સામે પહેલી મેચ રમશે. નોંધનીય છે...
એર ઈન્ડિયા એક્સપ્રેસ ફ્લાઈટમાં ટેકનિકલ ખામી, પાયલટે કર્યો ‘પાન-પાન’ કોલ; 161 મુસાફરો સુરક્ષિત
દિલ્હીથી ઈન્દોર જઈ રહી એર ઈન્ડિયા એક્સપ્રેસની ફ્લાઈટ આઈએક્સ-1028માં 5 સપ્ટેમ્બરના રોજ ટેકનિકલ ખામી સર્જાતા પાયલટે તાત્કાલિક ‘પાન-પાન’ ઈમરજન્સી કોલ કર્યો. ફ્લાઈટમાં 161 મુસાફરો સવાર હતા. પાયલટની વ્યાવસાયિક સમજદારી અને સમયસર લેવાયેલા નિર્ણયથી વિમાન ઈન્દોરના દેવી અહિલ્યાબાઈ હોલકર એરપોર્ટ પર સલામત રીતે લેન્ડ થઈ ગયું, જેનાથી મોટી દુર્ઘટના ટળી અને મુસાફરોના જીવ બચ્યા. ફ્લાઈટ દિલ્હીના...
કોટ વિસ્તારમાં ગણેશોત્સવની ઉજવણી, 10-30 ફૂટ પ્રતિમાઓમાં ભક્તોની ભીડ
સુરતના કોટ વિસ્તારમાં ગણેશોત્સવ પૂરો થવાના અવસરે ભક્તો માટે વિશાળ આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. શહેરના કોટ વિસ્તારમાં 10થી 30 ફૂટ સુધીની ભવ્ય ગણેશ પ્રતિમાઓમાં અલગ-અલગ યુનિક થીમ પર શ્રીજીની સ્થાપના કરવામાં આવી છે, જે ભક્તોને જોવા માટે ટોળે ટોળા ઉમટી રહ્યા છે. અહીંના મંડપોમાં હીંચકા પર પાર્વતી માતાના ખોળામાં બાળ ગણેશ, અયોધ્યા ધામ, નવરાત્રી માહોલ,...
હાલોલ GIDCમાં એગ્રો ફેક્ટરીમાં ગંભીર દુર્ઘટના: 5 શ્રમિકો દાઝ્યા
પંચમહાલ જિલ્લાના હાલોલમાં ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન (GIDC) વિસ્તારમાં આવેલી એક એગ્રો કંપનીમાં ગંભીર દુર્ઘટના બની છે. કંપનીમાં એક ગરમ પાણીનો વાલ્વ અચાનક ખુલી જતાં પાંચ શ્રમિકો ગંભીર રીતે દાઝી ગયા. મળતી માહિતી અનુસાર, દુર્ઘટનામાં ઈજાગ્રસ્ત થયેલા તમામ શ્રમિકોને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ મારફતે કાલોલ રેફરલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. તેમની હાલત ગંભીર હોવાને કારણે...
ઘર ખરીદનારા માટે રાહત: રિયલ એસ્ટેટ પ્રોજેક્ટ માટે ડિજિટલ ડેટાબેઝ લોન્ચ થશે
સરકાર ટૂંક સમયમાં ભારતના તમામ રિયલ એસ્ટેટ પ્રોજેક્ટ્સ માટે એક ડિજિટલ ડેટાબેઝ શરૂ કરવા જઈ રહી છે. આ પગલું ખાસ કરીને ઘર ખરીદનારા માટે ફાયદાકારક સાબિત થશે, કારણ કે આ પોર્ટલના માધ્યમથી ખરીદદારો છેતરપિંડીથી બચી શકે અને વિશ્વસનીય પ્રોજેક્ટ પસંદ કરી શકે. ડેટાબેઝમાં પ્રોજેક્ટની તમામ જરૂરી જાણકારી જેમ કે મંજૂરી, કન્સ્ટ્રક્શનની પ્રગતિ, બિલ્ડરોની વિશ્વસનીયતા અને...
અમદાવાદમાં સમોસાની ચટણીમાંથી નીકળી ગરોળી, AMCમાં ફરિયાદ નોંધાવી
અમદાવાદ: ખાણીપીણીની વસ્તુમાં ક્યારેક જીવજંતુ નીકળવાના કિસ્સાઓ સામે આવતા હોય છે, ત્યારે વેજલપુરમાં સમોસાની ચટણીમાંથી ગરોળી નીકળતા ચોંકાવનારી ઘટના બન્યાની જાણ મળી છે. શહેરના વેજલપુરમાં શ્રેયસ કોમ્પ્લેક્સની સામે આવેલી રામદેવ ચોળાફળી નામની દુકાનમાંથી મહિલા સમોસા અને ચટણી ખરીદીને ઘરે જતા, ચટણીમાં મૃત ગરોળી જોવા મળતા મહિલા ચોંકી ઉઠ્યા હતા. ઘટનાની જાણ દુકાનદારને કરવામાં આવી, પરંતુ...
ટ્રમ્પે ટિપ્પણી કરી: ભારત-રશિયા-ચીનની ત્રિપુટી ભવિષ્ય માટે મજબૂત
અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે તાજેતરમાં ભારત અને રશિયાના સંબંધોને લઇને મોટું નિવેદન આપ્યું છે. ટ્રમ્પે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્રુથ પર જણાવ્યું કે, “અમે ભારત અને રશિયાને ઊંડા, અંધારા ચીનના હાથોમાં ગુમાવી દીધા છે, અપેક્ષા છે કે તેઓ એકસાથે લાંબું અને સમૃદ્ધ ભવિષ્ય મેળવે.” આ નિવેદનથી ત્રિપુટી – ભારત, રશિયા અને ચીન – વચ્ચેની એકતા ખુલ્લી...
પંજાબમાં ભૂકંપરૂપ પૂર: 1900થી વધુ ગામ ડૂબ્યા, 43ના મોત, 21,000 લોકો બચાવાયા
પંજાબ: રાજ્ય કુદરતી આફતની પરિસ્થિતિનો સામનો કરી રહ્યું છે. ધોધમાર વરસાદના કારણે ભારે પૂર આવ્યું છે, જેમાં અત્યારસુધી 43થી વધુ લોકોના મોત નોંધાયા છે. રાજ્યના 23 જિલ્લાઓમાં કુલ 1902 ગામ પાણીમાં ગરકાવ થયા છે, જ્યારે લગભગ 3,84,205 લોકો પ્રભાવિત થયા છે. પૂરપ્રભાવિત વિસ્તારોમાંથી અત્યારસુધીમાં 20,972 લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા છે. મહેસૂલ, પુનર્વસન અને આપત્તિ...









