જૂનાગઢ: આલ્ફા ઇન્ટરનેશનલ સ્કૂલની હોસ્ટેલ ફરીથી વિવાદના કેન્દ્રમાં આવી છે. એક મહિના પહેલા વિદ્યાર્થીઓને માર મારવાના વીડિયો વાઇરલ થયા બાદ હવે હોસ્ટેલના જ વિદ્યાર્થીઓ દ્વારા અન્ય વિદ્યાર્થી પર હુમલો થતા ચારથી પાંચ નવા વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થયા છે. આ ઘટનાએ વાલીઓ અને સ્થાનિકોમાં ભારે રોષ અને ચિંતા ફેલાવી છે, અને હોસ્ટેલની સુરક્ષા વ્યવસ્થા...
Month: September 2025
મહીસાગર: અજંતા હાઈડ્રો પાવર પ્રોજેક્ટ દુર્ઘટના, 5 કર્મચારીઓ હજુ લાપતા, શોધખોળ અભિયાન ચાલુ
મહીસાગર જિલ્લાના કડાણા ડેમમાંથી ઉપરવાસના ભારે વરસાદને કારણે 3 લાખ ક્યુસેક પાણી છોડાતા અંજતા પ્રાઈવેટ લિમિટેડ હાઈડ્રો પાવર પ્રોજેક્ટ ખાતે ગંભીર દુર્ઘટના સર્જાઈ છે. તાત્રોલી નજીક આવેલા પ્લાન્ટમાં પાણીનો પ્રવાહ એકાએક વધી જતાં 200 ફૂટ નીચે કામ કરી રહેલા પાંચ કર્મચારીઓ પાણીમાં તણાઈ ગયા. 24 કલાકથી વધુ સમય વિત્યા છતાં કોઈ પત્તો લાગ્યો નથી. NDRF,...
GST બાદ સરકારે નિકાસકારોને મોટી રાહત આપવાની તૈયારી, ટેરિફના દબાણમાંથી મળશે મુક્તિ
નવી દિલ્હી: જીએસટીમાં સામાન્ય લોકોને રાહત આપ્યા બાદ હવે મોદી સરકાર આંતરરાષ્ટ્રીય વેપાર સાથે જોડાયેલા મુદ્દે મહત્વપૂર્ણ પગલું ભરવા તૈયાર થઈ રહી છે. સરકારી સૂત્રોના જણાવ્યા મુજબ, ટૂંક સમયમાં અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા લાદવામાં આવેલા ઊંચા ટેરિફથી પ્રભાવિત ભારતીય નિકાસકારો માટે વિશેષ રાહત પેકેજ જાહેર કરવામાં આવશે. અમેરિકા દ્વારા 50 ટકા સુધીના ટેરિફ લાગુ...
ટ્રમ્પની વ્હાઇટ હાઉસ ડિનર પાર્ટીમાં બિલ ગેટ્સ, ઝુકરબર્ગ, પિચાઈ અને કૂક સહિત ટેક દિગ્ગજો હાજર, મસ્ક ગેરહાજર
વોશિંગ્ટન: અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને પ્રથમ મહિલા મેલાનિયા ટ્રમ્પે વ્હાઇટ હાઉસમાં ટેક જગતના દિગ્ગજોને વિશેષ ડિનર પાર્ટી માટે આમંત્રિત કર્યા હતા. આ કાર્યક્રમમાં બિલ ગેટ્સ, માર્ક ઝુકરબર્ગ, સુંદર પિચાઈ, ટિમ કૂક અને સત્યા નડેલા જેવા ટોચના ટેક નેતાઓ હાજર રહ્યા. ટ્રમ્પે આ સમારંભને “ઉચ્ચ IQ ધરાવતા લોકોનો મેળાવડો” ગણાવ્યો. ડિનર દરમિયાન રાજકારણ, અર્થતંત્ર, રોકાણ...
યુક્રેનમાં નિર્દોષોની હત્યા અસ્વીકાર્ય, સંવાદ જ શાંતિનો માર્ગઃ યુએનમાં ભારતનું નિવેદન
યુનાઇટેડ નેશન્સમાં ભારતે યુક્રેન યુદ્ધ મુદ્દે મહત્વપૂર્ણ નિવેદન આપ્યું છે. યુએનમાં ભારતના કાયમી પ્રતિનિધિ પર્વથનેની હરીશે જણાવ્યું કે, યુક્રેનમાં નિર્દોષ લોકોની હત્યા અસ્વીકાર્ય છે અને કોઈપણ પ્રકારનું સમાધાન યુદ્ધના માર્ગે શક્ય નથી. તેમણે કહ્યું કે, યુક્રેન યુદ્ધનો અંત સૌના હિતમાં છે અને તેનું એકમાત્ર ઉકેલ સંવાદ તથા વ્યૂહનીતિ દ્વારા જ શક્ય છે. હરીશે ભારપૂર્વક જણાવ્યું...
ઉત્તર પ્રદેશમાં સવા કરોડ નકલી મતદારોનો ખુલાસો, બનાવટી નામોના મોટા ગોટાળા
ઉત્તર પ્રદેશમાં આગામી વર્ષે યોજાનારી ગ્રામ પંચાયતની ચૂંટણી પહેલાં જ મતદાર યાદીમાં બનાવટી નામોના મોટા ગોટાળા સામે આવ્યા છે. ચૂંટણી પંચ દ્વારા આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) આધારિત સર્વે કરવામાં આવ્યો હતો, જેમાં ખુલ્યું કે રાજ્યમાં આશરે સવા કરોડ મતદારો એવા છે જેઓના નામ બે અલગ અલગ મતદાર યાદીમાં સામેલ છે. એટલે કે એક જ વ્યક્તિ ગ્રામ...
અમદાવાદમાં ગણેશ વિસર્જન માટે માર્ગો બંધ, ટ્રાફિક માટે વૈકલ્પિક રૂટ જાહેર
અમદાવાદ: શનિવારે, ૬ સપ્ટેમ્બર, શહેરમાં ગણેશ વિસર્જનના કારણે અમદાવાદમાં ટ્રાફિક પોલીસ દ્વારા ટ્રાફિક વ્યવસ્થા માટે વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. પાલડીથી ગીતા મંદિર અને કાલુપુર તરફનો માર્ગ, એલિસબ્રિજથી રાયપુર સુધીનો માર્ગ, તેમજ રિવરફ્રન્ટના માર્ગો બંધ રહેશે. વાહનચાલકોને અન્યો વૈકલ્પિક રૂટનો ઉપયોગ કરવા માટે સૂચના આપવામાં આવી છે. શહેરના પાલડી અને એલિસબ્રિજથી પૂર્વ વિસ્તારોમાં મોટા પાયે...
અમિતાભ અને શાહરુખ ખાનને ‘ડોન ૩’માં સામેલ થવા માટે કર્યો સંપર્ક: હજુ સુધી કોઈ પુષ્ટિ નથી
મુંબઈ: ફિલ્મમેકર ફરહાન અખ્તર હાલમાં ‘ડોન ૩’ પર કામ કરી રહ્યા છે અને ફિલ્મની તૈયારી અંગે નિયમિત અપડેટ્સ આવી રહ્યા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, ફિલ્મમાં મૂળ ‘ડોન’ અને ‘ડોન ટુ’માં ડોનની ભૂમિકા ભજવનાર અમિતાભ બચ્ચન અને શાહરુખ ખાનને ‘ડોન ૩’માં સામેલ થવા માટે સંપર્ક કરવામાં આવ્યો છે. જોકે, બંને સ્ટારોએ હજુ સુધી આ પ્રસ્તાવને સમર્થન આપ્યું...
એશિયા કપ 2025માં ભારતીય હોકી ટીમનું દમદાર પ્રદર્શન, મલેશિયાને 4-1થી હરાવ્યું
બિહારના રાજગીરમાં રમાઈ રહેલા એશિયા કપ 2025માં ભારતીય હોકી ટીમે શાનદાર પ્રદર્શન કર્યું છે. 4 સપ્ટેમ્બર, ગુરુવારના રોજ સુપર-4ની બીજી મેચમાં ભારતે મલેશિયાને 4-1થી હરાવ્યો. ભારત માટે મનપ્રીત સિંહ (17મી મિનિટ), સુખજીત સિંહ (19મી મિનિટ), શિલાનંદ લાકરા (24મી મિનિટ) અને વિવેક સાગર પ્રસાદ (38મી મિનિટ) એ ગોલ કર્યા. આ જીત પછી ટીમ ઈન્ડિયા હવે ફાઇનલમાં...
ચીન-પાકિસ્તાન સંબંધોમાં તિરાડ, કરોડો ડોલરની રોકાણ બાબતમાં ફેરફાર
નવી દિલ્હી : ચીન અને પાકિસ્તાન વચ્ચેના સંબંધો હાલમાં સામાન્ય દેખાતા નથી. પાકિસ્તાને તેના જૂના રેલવે નેટવર્ક, ખાસ કરીને કરાચી-રોહરી સેક્શનને સુધારવા માટે ચીનને બદલે એશિયન ડેવલપમેન્ટ બેન્ક (ADB) પાસેથી 2 અબજ ડોલરની લોન લેવા માટે નક્કી કર્યું છે. આ પ્રોજેક્ટ ML-1 તરીકે ઓળખાય છે અને પહેલે ચીન-પાકિસ્તાન આર્થિક કોરિડોર (CPEC)નો સૌથી મોટો અને મહત્ત્વાકાંક્ષી...









