Amit Mishra Retirement : ટીમ ઈન્ડિયાના સ્ટાર સ્પિનર આર.અશ્વિને નિવૃત્તિ જાહેર કર્યા બાદ વધુ એક દિગ્ગજ સ્પિનર અમિત મિશ્રાએ તેના નક્શે કદમ પર ચાલતા ઈન્ટરનેશનલ ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી નિવૃત્તિનું એલાન કરી દીધું છે. તે હવે આઈપીએલની સાથે ભારતની ડોમેસ્ટિક ક્રિકેટ પણ નહીં રમે. જોકે દુનિયાના અન્ય દેશોમાં રમાતી T20 ટુર્નામેન્ટમાં રમવા જઈ શકશે. Veteran leg-spinner...
Month: September 2025
GSTમાં IPL ફેન્સને મોટો ઝટકો, સ્ટેડિયમમાં મેચ જોવા ટિકિટ પર આપવો પડશે આટલો ટેક્સ
IPL Tickets GST: ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) મેચ જોવા માટે ક્રિકેટ ચાહકોએ હવે વધુ પૈસા ખર્ચવા પડશે. આનો અર્થ એ થયો કે IPL ટિકિટ હવે પહેલા કરતા વધુ મોંઘી થશે. ત્રીજી સપ્ટેમ્બરના રોજ GST કાઉન્સિલે નિર્ણય લીધો કે IPL અને તેના જેવી મોટી રમતગમતની ઈવેન્ટ્સની ટિકિટ પર હવે 40 ટકા GST (ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ)...
ભારતીય ટીમનો ‘ગબ્બર’ ઈડીના રડારમાં, ગેરકાયદે સટ્ટાબાજી એપ કેસમાં પૂછપરછ માટે તેડું
Shikhar Dhawan Summoned By ED: પૂર્વ ભારતીય ક્રિકેટર શિખર ધવન પણ હવે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)ના રડારમાં છે. શિખર ધવનને ગેરકાયદે સટ્ટાબાજી એપ સાથે સંબંધિત મની લોન્ડરિંગ તપાસના સંદર્ભમાં ગુરુવારે (ચોથી સપ્ટેમ્બર) ઈડી દ્વારા પૂછપરછ માટે બોલાવવામાં આવ્યો છે. હાલ તે ઈડી ઓફિસ પહોંચ્યા છે અને તેની પૂછપરછ કરવામાં આવી રહી છે. ઈડીએ અગાઉ આ કેસમાં...
જામનગરમાં રીલ બનાવતા યુવાન ડેમમાં ખાબક્યો, ગ્રામજનોની મદદથી જીવ બચ્યો
જામનગરના વાણીયા ગામ નજીક વાગડિયા ડેમમાં મંગળવારે સાંજે એક યુવાન રીલ બનાવવાના પ્રયાસમાં કાર સાથે ડેમમાં ખાબક્યો. યુવાન એક્સયુવી કારમાં બેઠા હતા અને મોબાઇલ ફોનમાં રીલ બનાવવામાં વ્યસ્ત હતાં. અચાનક કાર ડેમના પાણીમાં ગરકાવ થઈ ગઈ, અને ડરના કારણે યુવાન પ્રથમ બુમાબુમ કરીને મુશ્કેલીએ પોતે કારની બહાર નીકળીને ઉપર ચડી ગયો હતો. આ સમયે નજીકના...
અમદાવાદ વસ્ત્રાપુરમાં સરકારી અધિકારીએ આત્મહત્યા કરી, પોલીસ તપાસ ચાલુ
અમદાવાદના વસ્ત્રાપુર વિસ્તારમાં ચોંકાવનારી ઘટના બની છે. ગાંધીનગર સચિવાલયમાં ફરજ બજાવતા ગુજરાત એડમિનિસ્ટ્રેટિવ સર્વિસ (GAS) કેડરના અધિકારી મનોજકુમાર પૂજારા તેમના નિવાસસ્થાનમાં મૃત હાલતમાં મળી આવ્યા. પુરતી માહિતી અનુસાર તેઓ લોકલ ફંડના નિરીક્ષક તરીકે ફરજ બજાવતા હતા અને વસ્ત્રાપુરની સરકારી વસાહતમાં એકલા રહેતા હતા. આ ઘટના આજ સવારે સામેન આવી, જ્યારે તેમના ડ્રાઈવરે તેમને લેવા આવ્યા...
અમેરિકામાં ભારતીય વિદ્યાર્થીઓ પર સંકટ: 4700 વિઝા રદ, નોકરી ગુમાવવાના કારણે મુશ્કેલી વધી
વોશિંગ્ટન: અમેરિકામાં ભારતીય વિદ્યાર્થીઓ માટે પરિસ્થિતિ ગંભીર બની રહી છે. અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા કડક વીઝા નિયમો લાગુ કર્યા બાદ હજારો વિદ્યાર્થીઓ સંકટમાં મુકાયા છે. આ નિયમોના કારણે ઘણા વિદ્યાર્થીઓએ પોતાની પાર્ટ-ટાઈમ નોકરી ગુમાવી દીધી છે, જેના કારણે રોજિંદા ખર્ચ અને ભાડું ચૂકવવામાં મુશ્કેલી વધી રહી છે. સરકારી આંકડાઓ મુજબ, પૂરતી હાજરી ન હોવા...
‘GST સુધારાનું સ્વાગત છે, પરંતુ હવે ઘણું મોડું થયું’: પૂર્વ નાણામંત્રી પી. ચિદમ્બરમની ટીકા
નવી દિલ્હી: કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને પૂર્વ નાણામંત્રી પી. ચિદમ્બરમે કેન્દ્ર સરકાર દ્વારા તાજેતરમાં જ જાહેર કરાયેલા GST સુધારાઓનું સ્વાગત તો કર્યું, પરંતુ સાથે જ તેની ટીકા પણ કરી. ચિદમ્બરમે જણાવ્યું કે આ ફેરફારો ખૂબ મોડા થયા છે, કારણ કે આ પ્રકારની GST વ્યવસ્થા આઠ વર્ષ પહેલાં જ અમલમાં લાવવી જોઇતી હતી. ચિદમ્બરમે X પર...
“GST સુધારાઓનો ટેરિફ વિવાદ સાથે કોઈ લેવાદેવા નથી”: નાણામંત્રી નિર્મલા સીતારમણની ચોખવટ
નવી દિલ્હી: 56મી GST કાઉન્સિલની બેઠક બાદ કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે સ્પષ્ટતા કરી હતી કે તાજેતરના GST સુધારાઓનો ટેરિફ વિવાદ સાથે કોઈ લેવાદેવા નથી. તેમણે કહ્યું, “ટેરિફમાં થતી ઉથલપાથલ GST સુધારાને અસર કરતી નથી. અમે છેલ્લા દોઢ વર્ષથી આ સુધારા પર કામ કરી રહ્યા છીએ.” નાણામંત્રીએ વધુમાં જણાવ્યું કે લાંબા સમયથી મંત્રીઓનું એક જૂથ વીમા...
‘દરેક ભારતીયો માટે દિવાળી ગિફ્ટ’: GST સ્લેબમાં ફેરફાર અંગે PM મોદીની પ્રતિક્રિયા
નવી દિલ્હી: બુધવારે યોજાયેલી GST કાઉન્સિલની 56મી બેઠકમાં ઐતિહાસિક નિર્ણય લેવાયો હતો. હવે માત્ર બે GST સ્લેબ – 5% અને 18% રહેશે, જ્યારે 12% અને 28% સ્લેબ નાબૂદ કરવામાં આવ્યા છે. આ નિર્ણયથી રોજિંદા વપરાશની વસ્તુઓ સસ્તી થશે અને જીવનરક્ષક દવાઓને સંપૂર્ણપણે ટેક્સમાંથી મુક્તિ આપવામાં આવી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ નિર્ણયને ઐતિહાસિક ગણાવ્યો અને...
દિલ્હીમાં યમુનાનો હાહાકાર: રાહત કેમ્પોમાં ઘૂસ્યું પૂરનું પાણી, રાજધાની સાથે ઉત્તર ભારતમાં હાહાકાર
નવી દિલ્હી: ઉત્તર ભારતમાં ચોમાસાએ ઉગ્ર સ્વરૂપ ધારણ કરતાં અનેક રાજ્યોમાં હાહાકાર મચ્યો છે. દિલ્હીમાં સતત ત્રીજા દિવસે ભારે વરસાદ પડતા યમુના નદીએ 1963 પછી પાંચમી વખત ભયજનક સપાટી વટાવી છે. રાજધાનીના અનેક વિસ્તારોમાં પૂરના પાણી ઘૂસ્યા છે. લોકો માટે બનાવાયેલા રાહત કેમ્પોમાં પણ પાણી ભરાઈ જતાં લોકોને તાત્કાલિક સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા હતા. કેન્દ્રીય...









