લેહ શહેરમાં રાજ્યતંત્રની માંગ સાથે ચાલતા પ્રદર્શન દરમિયાન આઠવાડિયાઓ પછી હિંસા ફેલાઇ, જ્યાં ગુસ્સાવાળી રોષભરી ભીડે પોલીસ પર પથ્થરમારો કર્યો અને એક પોલીસ વાહન બળાવી દીધું. આજે સવારથી સેકડો પ્રદર્શનકારીઓ લેહની મુખ્ય સડકો પર ઉતરી આવ્યા હતા, લદ્દાખને રાજ્યનો દરજ્જો અને બંધારણની છઠ્ઠી અનુસૂચિમાં સામેલ કરવાની માંગ સાથે. પ્રદર્શનકારીઓએ આખી લેઉ સિટીની અંદર હંગામો કર્યો...
Month: September 2025
ગુજરાત સરકારે લોકસ્વરાજ્ય ચૂંટણી પૂર્વે 17 નવા તાલુકાઓની રચનાને મંજૂરી આપી
ગાંધીનગર: લોકસ્વરાજ્યની આગામી ચૂંટણીને ધ્યાનમાં રાખીને, ગુજરાત સરકારે રાજ્યમાં 17 નવા તાલુકાઓની રચનાને કેબિનેટ દ્વારા સૈદ્ધાંતિક મંજૂરી આપી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં બુધવારે યોજાયેલી કેબિનેટ બેઠકમાં આ નિર્ણય મંજૂર કરવામાં આવ્યો હતો. રાજ્યના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું કે આ પગલાંથી વહીવટમાં પેદા થયેલી બિનઝરૂરી તકલીફ દૂર થશે અને પ્રજાને નજીકના તાલુકા મથકોથી ઝડપી...
દિલ્હી આશ્રમ કાંડ: સ્વામી ચૈતન્યનંદ સરસ્વતી પર યૌન સતામણી અને છેતરપિંડીના ગંભીર આરોપ, પોલીસ શોધખોળમાં
દિલ્હીમાં એક મોટા આશ્રમ કાંડનો પર્દાફાશ થયો છે, જેમાં સ્વામી ચૈતન્યનંદ સરસ્વતી, જે મેનેજમેન્ટ ઇન્સ્ટિટ્યૂટના પૂર્વ ડિરેક્ટર અને આધ્યાત્મિક ગુરુ તરીકે ઓળખાતા હતા, તેમના પર ગંભીર યૌન સતામણી અને છેતરપિંડીના આરોપો લાગ્યા છે. શ્રી શારદા ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયન મેનેજમેન્ટમાં EWS શિષ્યવૃત્તિ પર અભ્યાસ કરતી 15થી વધુ મહિલા વિદ્યાર્થીઓએ પોલીસ સમક્ષ કબૂલાત આપી છે કે સ્વામી...
તાઈફૂન રાગાસાએ દક્ષિણ ચીન અને પડોશી દેશોમાં મચાવ્યો હાહાકાર, લાખો લોકોનું સ્થળાંતર
દક્ષિણ ચીન અને તેના પડોશી દેશોમાં તાઈફૂન રાગાસાએ ભારે હાહાકાર મચાવ્યો છે અને તેને વર્ષના સૌથી શક્તિશાળી વાવાઝોડાઓમાંના એક તરીકે ગણવામાં આવી રહ્યું છે. હાલ રાગાસા દક્ષિણ ચીનના અનેક વિસ્તારોમાં ભારે વરસાદ અને તીવ્ર પવન સાથે ધસી આવ્યું છે. સત્તાવાળાઓએ કિનારાકાંઠાના અને નીચાણવાળા વિસ્તારોમાંથી લાખો લોકોને સુરક્ષિત સ્થાનો પર ખસેડવા માટે વિશાળ સ્થળાંતર અભિયાન શરૂ...
એશિયા કપમાં ફરી ભારત-પાકિસ્તાન ટકરાશે? ફાઇનલની રેસમાં ફક્ત 3 ટીમ
Asia Cup 2025 Final Qualification Scenario: એશિયા કપ 2025 ની ફાઇનલ 28 સપ્ટેમ્બરે રમાશે. ટુર્નામેન્ટમાં કુલ આઠ ટીમોએ ભાગ લીધો હતો, પરંતુ હવે ફક્ત ત્રણ ટીમો જ ટાઇટલની રેસમાં સામેલ થવાની બાકી છે. ગઈકાલે 23 સપ્ટેમ્બરના રોજ પાકિસ્તાન સામે હાર્યા બાદ શ્રીલંકા પણ ટુર્નામેન્ટમાંથી લગભગ બહાર થઈ ગયું છે. હવે, ભારત, પાકિસ્તાન અને બાંગ્લાદેશ ફાઈનલમાં...
VIDEO : સેલિબ્રેશન સ્ટાઈલની નકલ કરનારા પાકિસ્તાની બોલરને શ્રીલંકન ખેલાડીનો સજ્જડ જવાબ
Sri Lanka vs Pak News : પાકિસ્તાને શ્રીલંકાને 5 વિકેટથી હરાવીને એશિયા કપ 2025 સુપર-4 ની પોતાની પહેલી મેચ જીતી લીધી. આ મેચ દરમિયાન બંને ટીમોના ખેલાડીઓ વચ્ચે એક અલગ જ પ્રકારનો જંગ જોવા મળ્યો. આ જંગ પાકિસ્તાની બોલર અબરાર અહેમદે શરૂ કર્યો હતો, જેનો અંત શ્રીલંકાના બોલર વાનિન્દુ હસરંગાએ અનોખી સ્ટાઈલમાં જવાબ આપીને કર્યો હતો. ...
ICC એ અમેરિકાનું સભ્યપદ તાત્કાલિક અસરથી રદ કર્યું, જાણો હવે ટીમનું શું થશે?
ICC On USA Cricket Team : ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC) એ અમેરિકાને જોરદાર ઝટકો આપ્યો છે. ICC એ તાત્કાલિક અસરથી USA ક્રિકેટનું સભ્યપદ સસ્પેન્ડ કર્યું છે. આ નિર્ણય USA ક્રિકેટ દ્વારા એક વર્ષ લાંબી સમીક્ષા અને વારંવાર ઉલ્લંઘનોને પગલે લેવામાં આવ્યો છે. જાણો કેમ લેવાયો નિર્ણય? સત્તાવાર નિવેદનમાં ICC એ જણાવ્યું હતું કે આ સસ્પેન્શન...
‘ભારતને કોઈપણ ટીમ હરાવી શકે છે…’ પાકિસ્તાન બાદ હવે બાંગ્લાદેશનું ઘમંડી નિવેદન
Asia Cup 2025 : એશિયા કપના સુપર-ફોરના મુકાબલામાં બુધવારે (24 સપ્ટેમ્બર) ભારત અને બાંગ્લાદેશ વચ્ચે ટક્કર થશે. આ મેચ પહેલા, બાંગ્લાદેશના મુખ્ય કોચ ફિલ સિમન્સે ભારતીય ટીમ અંગે વાત કરતાં કહ્યું કે, ‘ભારતીય ટીમ અજેય નથી, તેમને કોઇપણ ટીમ હરાવી શકે છે. સુપર ફોર મેચમાં જ્યારે અમારા ટાઈગર્સ (ખેલાડીઓ) વર્તમાન વર્લ્ડ ચેમ્પિયન (ટીમ ઇન્ડિયા)નો સામનો...
IND vs BAN: એશિયા કપમાં આવતીકાલે ભારત અને બાંગ્લાદેશ વચ્ચે મુકાબલો, મોબાઈલમાં પણ નિહાળી શકશો
India vs Bangladesh: એશિયા કપ 2025માં સુપર ફોર તબક્કામાં ભારતે પાકિસ્તાનને 6 વિકેટથી હરાવ્યા બાદ હવે આવતી કાલે એટલે કે 24 સપ્ટેમ્બરે બાંગ્લાદેશ વચ્ચે મુકાબલો જામશે. સુપર 4 મેચ પહેલા ટીમ ઇન્ડિયાએ પાકિસ્તાનને ખરાબ રીતે હરાવ્યું હતું. ટીમ પાસે હાલમાં બે પોઈન્ટ અને સારો નેટ રન રેટ છે. ભારત હવે બાંગ્લાદેશનો સામનો કરશે. ભારતીય ટીમનું...
24 સપ્ટેમ્બરે દેશના 13 રાજ્યોમાં ભારે વરસાદની સંભાવના, હવામાન વિભાગની ચેતવણી
હવામાન વિભાગે આગાહી કરી છે કે 24 સપ્ટેમ્બરે નવરાત્રિના ત્રીજા દિવસે મધ્યપ્રદેશ અને બિહાર સહિત દેશના 13 રાજ્યોમાં ભારે વરસાદ પડી શકે છે. આસામ, મેઘાલય, બિહાર, આંધ્રપ્રદેશ, મધ્યપ્રદેશ, પશ્ચિમ બંગાળ, ઝારખંડ, નાગાલેન્ડ, મણિપુર, ત્રિપુરા, તેલંગાણા, વિદર્ભ, છત્તીસગઢ અને ઓડિશાનો સમાવેશ થાય છે. વિભાગે વધુમાં જણાવ્યું છે કે આંદામાન અને નિકોબાર ટાપુઓ, આંધ્રપ્રદેશ, પશ્ચિમ બંગાળ અને...









