T20Iમાં રોહિત શર્માનો વર્લ્ડ રેકોર્ડ તૂટ્યો, હવે આયરલેન્ડના સ્ટાર ખેલાડીની ‘બાદશાહત’

Home » Latest Update » T20Iમાં રોહિત શર્માનો વર્લ્ડ રેકોર્ડ તૂટ્યો, હવે આયરલેન્ડના સ્ટાર ખેલાડીની ‘બાદશાહત’
t20iમાં-રોહિત-શર્માનો-વર્લ્ડ-રેકોર્ડ-તૂટ્યો,-હવે-આયરલેન્ડના-સ્ટાર-ખેલાડીની-‘બાદશાહત’

Updated: Jan 30th, 2026

GS TEAM

Google News

Google News

T20Iમાં રોહિત શર્માનો વર્લ્ડ રેકોર્ડ તૂટ્યો, હવે આયરલેન્ડના સ્ટાર ખેલાડીની 'બાદશાહત' 1 - image

Paul Stirling Breaks Rohit Sharma’s World Record : આયર્લેન્ડના કેપ્ટન પોલ સ્ટર્લિંગે આંતરરાષ્ટ્રીય T20 ક્રિકેટમાં એક નવો ઈતિહાસ રચ્યો છે. UAE સામેની પ્રથમ T20 મેચમાં મેદાન પર ઉતરતાની સાથે જ તેણે ભારતના પૂર્વ કેપ્ટન રોહિત શર્માનો વર્લ્ડ રેકોર્ડ તોડી નાખ્યો છે.

રોહિત શર્માનો વર્લ્ડ રેકોર્ડ તોડ્યો

આયર્લેન્ડના અનુભવી બેટ્સમેન અને કેપ્ટન પોલ સ્ટર્લિંગે સંયુક્ત આરબ અમીરાત (UAE) સામેની મેચમાં મેદાન પર ઉતરતાની સાથે જ એક મોટી સિદ્ધિ હાંસલ કરી છે. તે હવે T20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી વધુ મેચ રમનાર ખેલાડી બની ગયો છે. આ સ્ટર્લિંગના કરિયરની 160મી T20 આંતરરાષ્ટ્રીય મેચ હતી. તેણે ભારતના સ્ટાર ઓપનર રોહિત શર્માનો રેકોર્ડ તોડ્યો છે, જેણે પોતાના કરિયરમાં 159 મેચ રમી હતી. નોંધનીય છે કે રોહિત શર્માએ 2024 ના T20 વર્લ્ડ કપ બાદ આ ફોર્મેટમાંથી નિવૃત્તિ જાહેર કરી દીધી હતી.

T20I માં સૌથી વધુ મેચ રમનાર ટોપ-5 ખેલાડીઓ

ક્રિકેટના સૌથી ટૂંકા ફોર્મેટમાં અત્યાર સુધી માત્ર 3 જ ખેલાડીઓ 150 થી વધુ મેચ રમી શક્યા છે, જેમાં આયર્લેન્ડનો દબદબો જોવા મળે છે:

પોલ સ્ટર્લિંગ (આયર્લેન્ડ): 160 મેચ

રોહિત શર્મા (ભારત): 159 મેચ

જ્યોર્જ ડોકરેલ (આયર્લેન્ડ): 153 મેચ

મોહમ્મદ નબી (અફઘાનિસ્તાન): 148 મેચ

જોસ બટલર (ઇંગ્લેન્ડ): 144 મેચ

મેચનું પરિણામ અને પ્રદર્શન

જોકે, આ ઐતિહાસિક મેચ પોલ સ્ટર્લિંગ માટે વ્યક્તિગત રીતે ખાસ રહી નહોતી. તે માત્ર 3 બોલમાં 2 ચોગ્ગાની મદદથી 8 રન બનાવીને આઉટ થઈ ગયો હતો. પરંતુ તેની કેપ્ટનશીપ હેઠળ આયર્લેન્ડે આ મેચમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું. પ્રથમ બેટિંગ કરતા આયર્લેન્ડે 20 ઓવરમાં 6 વિકેટે 178 રન બનાવ્યા હતા. લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી UAE ની ટીમ માત્ર 121 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી અને આયર્લેન્ડે 57 રનથી ભવ્ય વિજય મેળવ્યો હતો.

Leave a Reply

Your email address will not be published.