‘મને બચાવી લો…’, ભારતમાં ફસાયેલા વેસ્ટ ઈન્ડિઝના ખેલાડીએ રોનાલ્ડો પાસે માગી મદદ!

Home » Latest Update » ‘મને બચાવી લો…’, ભારતમાં ફસાયેલા વેસ્ટ ઈન્ડિઝના ખેલાડીએ રોનાલ્ડો પાસે માગી મદદ!
‘મને-બચાવી-લો…’,-ભારતમાં-ફસાયેલા-વેસ્ટ-ઈન્ડિઝના-ખેલાડીએ-રોનાલ્ડો-પાસે-માગી-મદદ!

‘મને બચાવી લો…’, ભારતમાં ફસાયેલા વેસ્ટ ઈન્ડિઝના ખેલાડીએ રોનાલ્ડો પાસે માગી મદદ!

Updated: Mar 7th, 2026

GS TEAM

Google News

Google News

'મને બચાવી લો...', ભારતમાં ફસાયેલા વેસ્ટ ઈન્ડિઝના ખેલાડીએ રોનાલ્ડો પાસે માગી મદદ! 1 - image

T20 World Cup 2026: T20 વર્લ્ડ કપ 2026માં વેસ્ટ ઈન્ડિઝની સફર 1 માર્ચના રોજ સમાપ્ત થઈ, જ્યારે ‘વર્ચ્યુઅલ ક્વાર્ટર-ફાઇનલ’માં તેઓ ટીમ ઈન્ડિયા સામે હારી ગયા અને ટુર્નામેન્ટમાંથી બહાર થઈ ગયા. વેસ્ટ ઈન્ડિઝ T20 વર્લ્ડ કપમાંથી તો બહાર થઈ ગયું છે, પરંતુ તેમના ખેલાડીઓ હજુ સુધી પોતાના ઘરે પરત નથી ફરી શક્યા. જે અંગે હવે તેમના ખેલાડી અકીલ હુસૈને પોતાની નારાજગી વ્યક્ત કરી છે. અમેરિકા, ઈઝરાયલ અને ઈરાન વચ્ચેની લડાઈ બાદ તણાવમાં વધારો થવાથી ઈન્ટરનેશનલ ટ્રાવેલમાં વિક્ષેપ પડ્યો છે, જેના કારણે ફ્લાઈટ રદ કરવામાં આવી છે અને વેસ્ટ એશિયાના ઘણા એરપોર્ટ પર એલર્ટ વધારી દેવામાં આવ્યું છે. જેના કારણે વેસ્ટ ઈન્ડિઝના ખેલાડીઓ હજુ સુધી ભારતમાં ફસાયેલા છે.

ભારતમાં ફસાયેલા વેસ્ટ ઈન્ડિઝના ખેલાડીએ રોનાલ્ડો પાસે માગી મદદ

અકીલ હુસૈને X પર પોસ્ટ કરીને મજાકિયા અંદાજમાં ક્રિસ્ટિયાનો રોનાલ્ડો પાસે મદદ માગી છે. તેણે લખ્યું કે, ‘મારા માટે એ સારું રહેશે કે, હું ક્રિસ્ટિયાનો રોનાલ્ડોને કહું કે તમે ચોપર મોકલીને મને બચાવી લો. હા… અને આવો.’ જોકે, થોડી વાર પછી તેણે આ પોસ્ટ ડિલીટ કરી દીધી. 

અકીલ હુસૈનની આ પોસ્ટ સોશિયલ મીડિયા પર ખૂબ વાઈરલ થઈ રહી છે. તમને જણાવી દઈએ કે, આ ડેવલપમેન્ટ ત્યારે થયું જ્યારે ક્રિકેટ વેસ્ટ ઈન્ડિઝ (CWI)એ ગુરુવારે કહ્યું કે, અમે ટીમ માટે એક ચાર્ટર ફ્લાઈટની વ્યવસ્થા પર કામ કરી રહ્યા છે અને 24 કલાકની અંદર ઘરે લઈ જઈ શકીએ. 

વેસ્ટ ઈન્ડિઝની ટીમને મોકલવા માટે એક ખાસ વિમાનની વ્યવસ્થા કરવામાં આવી છે પરંતુ સ્થાનિક સૂત્રોના જણાવ્યા પ્રમાણે ‘એર ટ્રાફિક’ની અંતિમ મંજૂરીની રાહ જોવાઈ રહી છે.

આ પણ વાંચો: અમેરિકા સાથે યુદ્ધ વચ્ચે ઈરાને કોની માફી માંગી? કહ્યું- શરત સ્વીકારો તો હુમલો નહીં કરીએ

ક્રિકેટ એસોસિએશન ઓફ બંગાળ (CAB)ના એક અધિકારીએ જણાવ્યું કે, ‘વેસ્ટ ઈન્ડીઝ અને દક્ષિણ આફ્રિકા બંને ટીમોના પ્રસ્થાનની માહિતીની હજુ રાહ જોવાઈ રહી છે.’ જોકે, અધિકારીએ જણાવ્યું હતું કે, ‘દક્ષિણ આફ્રિકાના ચાર ખેલાડીઓ આગામી દ્વિપક્ષીય શ્રેણી માટે શુક્રવારે રાત્રે ન્યુઝીલેન્ડ રવાના થઈ શકે છે. પરંતુ ઔપચારિક માહિતીની રાહ જોવાઈ રહી છે.’

Leave a Reply

Your email address will not be published.